સંક્રમણ - 4 Kirtipalsinh Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંક્રમણ - 4

શહેર ના એક પોલીસ સ્ટેશન માં ભારે ભીડ જમા છે. કેટલાક વાલીઓ થોડા દિવસ પહેલા જ બદલી થયેલ નવા ઇન્સ્પેકટર ની સામે ચૂપચાપ ઊભા છે. તેઓની નજીક એક જેલ માં કેટલાક યુવાન છોકરા છોકરીઓ બંધ છે જે કોલેજ ના છાત્ર જણાય છે. તમામ ની નજર ઇન્સ્પેકટરની સામે છે.

આકર્ષક દેખાવ, મજબૂત બાંધો, ખડતલ શરીર અને યુવાન ઇન્સ્પેકટર. ખાખી વર્દી માં કોઈ હીરો ને પણ શરમી દે એવો આ સ્વરૂપવાન ૨૫ વર્ષીય પોલીસ ઇન્સ્પેકટર 'ઢોલીરાજ'. તીખી અણીદાર મૂછ ને તાવ દેતા દેતા તે સામે ઉભેલા વાલીઓને તાકી રહ્યો છે.

"તમે બધા ખરેખર આ યુવાનો ના માતાપિતા જ છો ને? જો ખરેખર છો તો બહુ શરમ ની વાત કહેવાય. તમારા ઘરના દીકરા દીકરીઓ બહાર શું કરે છે એની તમને જાણ નથી હોતી તો આથી વધારે શું કહી શકાય?" ઇન્સ્પેક્ટર ઢોલીરાજ સામે ઊભેલા વાલીઓને કહે છે.

"અમને માફ કરી દો ઇન્સ્પેકટર સાહેબ." વાલીઓ હાથ જોડી ને માફી માંગે છે.

"અરે પપ્પા આની સામે શું માફી માંગો છો? એવો બી કંઈ મોટો ગુનો નથી કર્યો અમે. કઈ લેણદેણ કરીને વાત ખતમ કરો." જેલમાં ઉભેલ કોલેજ છાત્રોમાંથી એક યુવક હોશિયારી મારતા બોલે છે. વાલીઓ આ સાંભળી તેને ચૂપ રહેવા ખખડાવે છે.

"જોયું? શું આ શીખવાડો છો તમે તમારા સંતાનો ને? એક તો રાતે બેફામ ગાડીઓ ફેરવે છે. ક્લબોમાં જઈને નશો કરે છે. રસ્તામાં બેફામ ગાળો બોલે છે. ઝઘડા કરે છે. શું આ બધું કરવા માટે આવા નફ્ફ્ટો ને ભણવા મોકલો છો? આમાંથી એક પણ એવું નથી જેને અમે કાલે નશો કરતા નથી પકડ્યા. આ છોકરા અને છોકરીઓ આ ઉંમરે આવું કરે છે અને એમના માટે એ કશું નથી તો વિચારો કાલે શું કરશે." ઇન્સ્પેક્ટર ઢોલીરાજ બોલે છે.

"એ ઇન્સ્પેકટર, હજી નવો આયો છે તું આ શહેર માં. બહુ વધારે આગળ વધવાની જરૂર નથી." એ છાત્રોમાંથી બીજો એક યુવક બોલે છે.

"તમે લોકો નસીબદાર છો કે મૈં તમને પકડ્યા છે. મારી જગ્યાએ બીજો હોત તો આ બધી હેકડી નીકળી જાત. પણ આ તમારો નહિ પણ તમારી ઉંમર નો દોષ છે. પોતાની જવાબદારીઓ સમજો અને ઉચ્ચ લક્ષ્ય માં ધ્યાન આપો. આ જ ઉંમર છે જ્યાં તમે તમારાં ગરમ લોહીની શક્તિથી દુનિયા ને બદલી શકો છો. એને આમ વેડફો નહિ. મૈં તમારા એક નું પણ નામ હજી ફાઈલ માં દીધું નથી કારણકે એ તમને તમારા આખા જીવન સુધી નડેત. અને હું એ નથી ઈચ્છતો. પણ આ વખતે જવા દઉં છું. બીજી વખત જો પકડાયા તો વાલીઓ પણ જોવા નહિ આવી શકે." આટલું બોલી ને ઇન્સ્પેક્ટર ઢોલીરાજ હવાલદાર ને ઈશારો કરે છે અને ઈશારો સમજીને તે હવાલદાર જેલ નો દરવાજો ખોલીને છાત્રો ને બહાર કાઢે છે. એક સમજદાર વાલી તરત જ હમણાં ઇન્સ્પેક્ટર ઢોલીરાજ ની સામે ઊંચા અવાજે બોલનાર બંને છાત્રો ને બે લાફા ચોડી દે છે અને બધા ને ઇન્સ્પેક્ટર ઢોલીરાજ ની માફી માંગવા કહે છે. બધા હાથ જોડી ને માફી માંગે છે.

"જુઓ માફી ન માંગશો. આજ થી નક્કી કરો કે નકારાત્મક અને હાનિકારક વસ્તુઓથી દૂર રહેશો. અને મારે વાલીઓને પણ કહેવું છે કે સંતાન પર ધ્યાન રાખો અને વિશ્વાસ વાળું વાતાવરણ ઉભુ કરો. તમને લોકોને કદાચ ખબર નહિ હોય પણ અમે રોજે એવા એવા કેસ જોઈએ છીએ જે તદ્દન એટલે તદ્દન મૂર્ખતા ભર્યા હોય છે. કોઈ gf bf ના લફડા માં મારપીટ કરતા હોય છે. કોઈ ઘર માં ચોરી કરે છે માત્ર નવો મોબાઇલ લાવવા માટે કે જેથી બધા સામે પોતાનો મોભો ઊંચો કરી શકે. કોઈ માત્ર એક નજર ના પ્રેમ માં પડી ને લેલા મજનું બનીને એવા એવા પગલાં ભરી લે છે કે શું કહેવું. ફિલ્મોમાં જોઈને નશો કરવાની આદત પાડી છે પણ સારી ફિલ્મો ના સારા સંદેશ ને મન માં નથી વસાવતા. અભદ્ર ભાષાએ તો જાણે નવો ટ્રેન્ડ લાવી દીધો છે. છોકરાઓ તો છોડો હવે છોકરીઓ પણ ગાળા ગાળી કરે છે. શું તમે તમારા આવનારી પેઢી ને તમારા આ લક્ષણો આપશો. આ એક એવું સંક્રમણ છે જે દિવસે ને દિવસે લોકો માં ફેલાય રહ્યું છે. યાદ રાખો કે, જે તમે બધા અત્યારે કરી રહ્યા છો એ અત્યારે ઘણું સારું લાગશે પણ એનું પરિણામ અત્યારે નહિ પણ ભવિષ્ય માં દેખાશે અને કદાચ ત્યારે બહુ મોડું થઈ ગયું હશે.

મને જુઓ. મારી પણ એક પ્રેમિકા છે. એની સાથે થોડાક સમય બાદ લગ્ન પણ થશે. અમે તો સ્કૂલના સમય થી સાથે છીએ. અમે પણ હરીએ ફરીએ છીએ. ફિલ્મો જોઈએ છીએ. બગીચા માં મળીએ છીએ. પ્રેમનાં ગીતો ગાઈએ છીએ. પણ પ્રેમ અને વિકૃતિ માં ફરક હોય છે. મૈં કોલેજ માં આવી ને જ નક્કી કરી દીધું હતું કે હું પોલીસ ઇન્સ્પેકટર બનીશ. મૈં મહેનત કરી અને આજે હું આ જગ્યા પર છું. મારા મહેનત નું કમાવું છું અને જીવન આનંદ થી જીવું છું. હું તમારા બધા ની જેમ એશોઆરામ માં નથી મોટો થયો. કોલેજ માં અમે એક તરફ નાની મોટી નોકરી પણ કરતા કે તેથી ઘર માં એક ટાઈમ નું ખાવાનું બનાવી શકાય. તમે નસીબદાર છો કે તમારા પાસે આવા માતા પિતા છે કે તમને માંગે એ બધું તરત મળી જાય છે. જાતે એક રૂપિયો કમાવા જશો ત્યારે તમને અસલી દુનિયા નો અનુભવ થશે કે ખરેખર વાસ્તવિક શું છે." ઇન્સ્પેક્ટર ઢોલીરાજ સમજાવે છે.

"પણ સર અમે અમીર છીએ એમાં અમારો શું વાંક? અને અમારા માતા પિતા અમારા માટે જ કમાય છે તો એ પૈસા જ અમે વાપરીએ છીએ. બીજા સામે હાથ તો નથી ફેલાવતા." એક છાત્ર બોલી.

"વાત સાચી છે કે તમારા માતા પિતા ના પૈસા તમારા જ છે પણ શું એ પૈસા એ લોકો કેટલી મેહનત કરીને કમાય છે એ જાણવાની તસદી ક્યારેય લીધી છે ખરી? માં બાપ હોવાના નાતે તેઓ તમને કોઈ વાત માં ના તો ન કરે અને માંગે એ આપી દે પણ એમના સંતાન તરીકે તમે એમના માટે શું કર્યું. તમે લોકો રોજે મિત્રો સાથે ફરો છો. એમને જીવન ભર ના વાયદા કરો છો. પાકીટ શેયર કરો છો. એકબીજા ને કામ આવો છો પણ માં બાપ જોડે બેસી ને એમની સાથે ક્યારેય બે પળ વિતાયા છે? આજે તમારા મોજ શોખ ના પરિણામે એમને બધા સમક્ષ મોઢું ઝુકાવવાનો વારો આવ્યો છે તો શું એ યોગ્ય છે?" ઇન્સ્પેક્ટર ઢોલીરાજ ના પ્રશ્નો કોલેજ ના છાત્રો ને હલાવી નાખે છે.

"ખરેખર સર, અમારા થી ભૂલ થઈ ગઈ. પ્લીઝ અમને માફ કરી દો." તમામ છાત્રો હાથ જોડી ને બધાની માફી માંગે છે. ઇન્સ્પેક્ટર ઢોલીરાજ અને વાલીઓ ખુશ થઈ જાય છે.

"જાગ્યા ત્યારથી સવાર. આ તમારા માં બાપ ના સંસ્કાર ની અસર છે કે તમને બધાને તમારી ભૂલ સમજાઈ ગઈ. મને પણ વિશ્વાસ હતો કે તમે બધા રસ્તો ભૂલ્યા છો, માણસાઈ નહિ. હવે થી તમારા માં બાપ ના ઝૂકેલા માથાઓને ઊંચા કરવાનો અને તમારા પર ગર્વ કરે એવો પ્રયાસ કરો. જીવન મસ્ત રીતે જીવો અને કોઈ પણ સમસ્યા હોય તો અમને કહો. અમે તમારી મદદ માટે જ બેઠા છીએ. અને હા એક વાત એ કે રાતે મોડે સુધી બહાર કામ વગર ન નીકળશો. ક્રાઇમ વધી રહ્યો છે. હું નથી ઈચ્છતો કે તમે લોકો એ બધા માં આવો કે શિકાર બનો. એટલે ધ્યાન રાખો." ઇન્સ્પેક્ટર ઢોલીરાજ ની વાત સાંભળી તમામ વાલીઓ અને છાત્રો ફરી એકવાર એનો આભાર માની પોલીસ સ્ટેશનથી વિદાય લે છે.

હજી તો ઇન્સ્પેક્ટર ઢોલીરાજ આરામ થી પોતાનું ટિફિન લેવા જાય છે જ કે ફોન ની રીંગ વાગે છે. ફોન ઉઠાવે છે ને સામે થી કોઈ બોલે છે,"સર, અમારી હોટેલમાં એક યુવતીની લાશ મળી છે." હોટેલ નું સરનામું લઈને ઇન્સ્પેક્ટર ઢોલીરાજ તેમની ટીમને લઈને પોલીસ સ્ટેશનથી રવાના થાય છે.

* * *