સંક્રમણ - 11 Kirtipalsinh Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંક્રમણ - 11

શહેરથી દુર એક બંધ ફેકટરીમાં હલચલ જણાઈ રહી છે. મોટી વય થી લઈને સ્કૂલના બાળકો પણ હાજર છે. તમામ લોકોએ હાથમાં સોનાના હાથા વાળી કટાર પકડી રાખી છે. આસપાસ અજીબ પ્રકારનો ધુમાડો ફેલાયેલો છે. સહુ કોઈ જાણે મંત્રમુગ્ધ થઈ ગયા હોય એમ બેઠા છે. તે તમામના હાથ પર દિલનું ટેટૂ બનાવેલું છે જેમાં ' રટ્ટક ' દોરવેલું છે. સહુ કોઈ એક જ રટણ કરી રહ્યા છે.

"સંક્રમણ...સંક્રમણ... સંક્રમણ...સંક્રમણ...સંક્રમણ..
સંક્રમણ...સંક્રમણ... સંક્રમણ...સંક્રમણ...સંક્રમણ"

ત્યાંજ ધુમાડામાંથી કોઈ વ્યક્તિ આ બધાની સમક્ષ આવે છે. મોટો કાળો કોટ તે વ્યક્તિના ગળાથી પગ ઢાંકી દે તેટલો છે. બંને હાથમાં સોનાના હાથાવાળી બે લાંબી તલવાર અને મુખ પર સોનાનું એક ભૂતની ખોપડી જેવું માસ્ક. સહુ કોઈ તેને જોઈને, રટ્ટક...રટ્ટક...રટ્ટક...રટ્ટક...રટ્ટક... નામ થી આવકારે છે.

બે તલવારો ઉપર કરીને રટ્ટક નામક તે વ્યક્તિ બધાંને શાંત રહેવા સૂચન કરે છે. સહુ કોઈ હાથમાં દોરાવેલ ' રટ્ટક ' નામનું ટેટૂ બતાવે છે અને પોતાનો ઉત્સાહનું પ્રદર્શન કરે છે.

"રટ્ટક નહિ મિત્રો સંક્રમણ નો નારો લાગવો. સંક્રમણ," રટ્ટક બોલે છે, "એ સંક્રમણ જેનાથી આપણે સહુ આ દુનિયાને બદલીશું. એ સંક્રમણ જેના થકી આપણે સહુ આ દુનિયા પર શાંતિથી રહી શકીશું. દુનિયા જે બતાવી રહી છે તે વાસ્તવિક નથી. અરે, આરામથી પૈસા મળે છે તો મેહનત શું કામ કરીએ? પોતાની ઈચ્છા જો બધા કરી પૂરી કરી શકતા હોય તો આપણે કેમ નહિ? કોઈ નડે છે તો તેનો નાશ કરવામાં શરમ કે ડર શેનો? કોઈ અપમાન કરે છે તો સારા બનીને સુધારવાની કોશિશ કરીને ડરપોક બનવાની ક્યાં જરૂર છે? અપમાનનો પ્રતિકાર કરો. અપમાન સામે અપમાન, જૂઠ સામે જૂઠ, નફરત સામે નફરત અને ખૂન સામે ખૂન. કોઈને પણ ડરવાની જરૂર નથી. જલ્સા કરો. જે કરવું હોય તે કરો. કોઈ સમસ્યા હોય તો મને કહો. આપણું આ સંક્રમણ દુનિયામાં ફેલાવવાનું છે."

"અમે તમારી સાથે છીએ, રટ્ટક. તમારા અવતરણથી અમારા બધાની આંખો ખુલી ચુકી છે. અમે આપના વિચારોનું સંક્રમણ ફેલાવીને જ રહીશું." બધા બોલે છે.

"શાબાશ. સરસ. ઉત્તમ. અને જુઓ આપણા એકસરખા વિચારોને લીધે આજે આપણું જૂથ કેટલું વધી ગયું છે. પાંચ થી લઈને આજે મારી નજર સામે પાંચસો લોકોને જોઈ રહ્યો છું હું. જુઓ તો ખરા એક તરફ સુંદર યુવાન યુવતીઓ આવેલી છે. યુવાન યુવકો દેખાઈ રહ્યા છે. અરે ત્યાં તો સ્કૂલના બાળકો પણ દેખાઈ રહ્યા છે. વાહ વાહ.." એક સ્કૂલના બાળકની તરફ રટ્ટક જુએ છે અને એને પૂછે છે, "બેટા, તે આપણા જૂથથી કંઈ શીખ લીધી કે નહિ?"

"હા લીધીને રટ્ટક જી. અત્યાર સુધી મારા ટીચર મને બોર્ડની પરીક્ષા માટે બોલ બોલ કરતા હતા તો કાલે તો આખા ક્લાસ સામે એમનું અપમાન કરી જ નાખ્યું. મને જોઈને બીજા છાત્રોને પણ જોશ આવી ગયો તો. એ ટીચરનું મોઢું જોવા જેવું હતું." બોલીને પેલો છાત્ર હસવા લાગે છે.

"વાહ વાહ. ઉત્તમ. લે આજે તને ઈનામ આપુ." કહીને રટ્ટક તેના કોટ માંથી રૂપિયાની એક ગડ્ડી તે છાત્રને આપે છે. સહુ કોઈ તાળીઓ પાડે છે.

ત્યારબાદ રટ્ટક એક યુવાન છોકરી તરફ જુએ છે અને તેણીને પૂછે છે, "રૂપસુંદરી, તે કંઈ બોધ લીધો છે કે નહિ?"

પેલી યુવતી સામે કહે છે,"મૈં તો એક સીધા સાદા છોકરાને મારી અદામાં ફસાયો છે ને એની પત્નીથી જુદો કર્યો છે. એની મારી જોડે એક ક્લિપ બનાઈને બિચારાની જોડે રોજે પૈસા પાડું છું. હવે તો નોકરી કરવાની પણ જરૂર નથી પડતી."

"ઉત્તમ. સરસ. આખરે આ કામુક યૌવન કામ ન આવે તો શું કામ નું. લે તારા માટે પણ મારી પાસે કઈક છે કહીને રટ્ટક કોટમાંથી એક સફેદ પડીકી તે યુવતી તરફ ફેંકે છે અને તે યુવતી એકદમ ખુશીથી ઉછળીને તે પોટલી લઈ લે છે. સહુ કોઈ તાળી પાડે છે.

"તમે પેલી વિશ્વાસઘાતી નું કંઈ કર્યું કે નહિ પછી?" રટ્ટક કેટલાક યુવકોને પૂછે છે.

"એ ..(ગાળ દઈને).. હોટલમાં તેણીની પીઠ પર એની જ કટાર ઘૂસેડી દીધી છે." તે યુવકો બોલે છે.

"વાહ વાહ. મજા પડી ગઈ. સાંભળ્યું ને તમે બધાએ? એ છોકરીને આ બહારની દુનિયામાં પાછું જવું હતું. બોલતી હતી કે આપણે ખોટું કરી રહ્યા છીએ. મુરખ છોકરી. ગઈ દુનિયાની બહાર હવે તો." રટ્ટક ની વાત સાંભળી સહુ કોઈ હસવા લાગે છે. "બાકી બધા લોકો શું કરી રહ્યા છો?"

"આજે તો મૈં મારા ઘરમાંથી જ કીધા વગર પૈસા ઉપાડી દીધા."

"અમે તો આજે છેતરપિંડી વાળા ફોન કરીને બહુ પૈસા કમાયા."

"મારો બાપ આખો દિવસ મારા પર ચિલ્લાતો રહ્યો પણ હું તો શાંતિથી સૂતો જ રહ્યો. કંઈ સાંભળ્યું જ નહિ."

"મૈં તો આજે મારી એક દોસ્તને કહી જ દીધું કે જો નહિ માને તો જબરદસ્તી કરીશ."

"મૈં તો મારી એક છાત્રને પટાઈ લીધી છે."

"મૈં ચોરી કરી."

"મૈં એક ને ધમકી આપી."

"અમે તો આજે ભેગા થઈને એકને બહુ માર્યો."

સહુ કોઈ પોત પોતાના વિકૃત વિચાર અને ખોટા કર્મોને ઉત્સાહભેર દર્શાવી રહ્યા હતા. રટ્ટક સહુમાં ઉત્સાહ વધારી રહ્યો હતો. હસી રહ્યો હતો. સહુને શાબાશી દઈ રહ્યો હતો.

"મારા સાથીઓ, મારા મિત્રો, અત્યાર સુધી માત્ર પોતાના આસપાસ જે કરી રહ્યા હતા એ ઠીક હતું પણ હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. તમારી ઇચ્છાઓ પાર પાડવાનો સમય આવી ગયો છે. જો જરૂર પડે તો હિંસા પણ કરજો પણ દુનિયા બદલવામાં કોઈ કચાસ ન રાખતા. હું તમારી સાથે જ છું. જાઓ હવે." રટ્ટક નો આદેશ સાંભળી સહુ કોઈ તેના નામ ચિલ્લાતા ચિલ્લાતા ત્યાંથી નીકળી જાય છે.

રટ્ટક ત્યાંથી ધુમાડા બાજુથી થઈને ફેકટરીના એક રૂમ તરફ જાય છે. રૂમમાં જઈને તે દર્પણ સામે આવે છે. દર્પણ સામે પોતાનું ભૂત ની ખોપડી જેવું સોનાનું માસ્ક હટાવે છે અને જુએ છે તો દર્પણમાં તેનો અસલી ચહેરો દેખાય છે જે સંપૂર્ણ રીતે સળગી ગયેલો જણાય છે. તે પોતાના ચેહરાને દર્પણમાં જોતા જોતા અટ્ટ હાસ્ય કરવા લાગે છે અને પછી ક્રોધિત સ્વરે બોલે છે,"ઢોલીયા, તું ભલે મનુષ્ય જેવો બની ગયો હોય અને ભલે તે દુનિયાને સુંદર બનાવવાનો સંકલ્પ લીધો હોય પણ હું તને સફળ તો નહિ જ થવા દઉં. જલ્દી મળીશું." બોલીને તે જોરથી દર્પણમાં મુક્કો મારીને દર્પણ તોડી નાખે છે અને ત્યાંથી નીકળી જાય છે.

* * *