સંક્રમણ - 9 Kirtipalsinh Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

સંક્રમણ - 9

ઇન્સ્પેકટર ઢોલીરાજનો પોલીસ કાફલો પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો છે. રસ્તે ટ્રાફિકમાં એક જગ્યાએ ઢોલીરાજની નજર એક મોટી ગાડી પર પડે છે. તેઓ તેમની ટીમનું ધ્યાન તે તરફ દોરે છે. બધા જુએ છે કે એક સ્ત્રી હાથમાં એક પાલતુ કૂતરું લઈને ઉભી છે અને ડ્રાઈવરને ટુકારો દેતા દેતા કોઈક બાબત પર ખખડાવી રહી છે. ડ્રાઈવર ચૂપચાપ સાંભળીને સોરી મેડમ સોરી મેડમ કહીને તે સ્ત્રી માટે ગાડીનો દરવાજો ખોલે છે.

તે સ્ત્રી સૌથી પહેલા તેના પાલતુ કૂતરાને સાંભળીને ગાડીમાં મૂકે છે. તેને લાડ કરતા કરતા પંપાળે છે અને એક ફોન આવતા વાત કરવા લાગે છે. તે પછી ફોન બંધ કરીને તેણી જ્યારે ગાડીમાં જતી હોય છે ત્યાંજ એક રખડતું એના પાલતુ કૂતરા જેટલું જ એક કૂતરું પુછડી પટપટાવતું તેણીના પગે આવે છે પણ પેલી સ્ત્રી લાથ મારીને ઇંગ્લિશમાં ગાળ દઈને પગ ખંખેરીને ગાડીમાં બેસીને જતી રહે છે. પેલું કૂતરું બિચારું ત્યાંથી ભાગીને બીજે જતું રહે છે.

"જોયું? જેટલા મોટા તેવર એટલા જ નીચો વ્યવહાર. આ ગાડી, આ શાનોસૌખત માત્ર દેખાવ. એક જાનવરને વહાલ અને બીજા ને લાથ. શરીફ હોવાનો બાહ્ય ડોળ અને અંદરથી જાનવરથી પણ ગયેલી સોચ. આ શું દુનિયા બદલતા હતા. આના કરતા તો પેલી છોકરી લાખ દરજે યોગ્ય કહેવાય. ગરીબ પણ તેણીના વિચાર જુઓ. પોતાના ભાઈને સબક શીખવવા એણે એકપલ પણ વિચાર ન કર્યો કે એના આ નિર્ણયથી એને એનો ભાઈ જિંદગીભર કદાચ તેણીને ન પણ બોલાવે." ઢોલીરાજ બોલ્યા.

"પણ સાહેબ, સારા કર્મોનું ફળ સારું જ હોય છે. આપણે સહુએ જોયું કે એના ભાઈને શીખ મળી અને એને એના ભૂલનું ભાન પણ થયું. કદાચ હવે એ જિંદગીભર તેની બહેનનો આભાર માનશે કે સમય જતા પહેલા જ તેની બહેને તેને સુધારી દીધો." એક હવાલદાર બોલે છે.

"હા. એ વાત પણ છે. મહાન લક્ષ્યો અને ઉચ્ચ કાર્યોમાં અડચણો ઘણી હોય છે પણ જો મનમાં મજબૂત સંકલ્પ અને દિલમાં સચ્ચાઈ હોય તો તમારી સાથે ઈશ્વર ઊભા હોય છે." ઢોલીરાજ બોલ્યા.

"પણ બધા એવા થઈ જાય તો સારું ને." ઉદાસ ચહેરે એક અધિકારી બોલ્યા.

"શું વાત છે આજે તમે ઉદાસ દેખાઓ છો. કોઈ તકલીફ?" ઢોલીરાજ તેમને પૂછે છે.

"શું કહું સર, હું તો મારા મુના થી પરેશાન છું. કાશ કે મૈં તમારી વાત સાંભળી હોત." તે અધિકારી બોલ્યો.

"શું થયું એ તો કહો." ઢોલીરાજ ફરીથી પૂછે છે.

"આજે મને મારા પાડોશી બહેન આવીને બોલ્યા કે મારો મુનો સ્કૂલથી બહાર આવ્યો ત્યારે બધા મિત્રો સાથે મસ્તી કરતો હતો અને અચાનક મસ્તીમાં એ લોકો આપસમાં લડવા લાગ્યા અને એમાં મારા મુના એ ગંદી ગાળ દીધી. મારા પાડોશી બહેન ત્યાંજ હતા અને એમણે એને ટોક્યો તો આ બોલ્યો કે તમે તમારું કામ કરો. આવી રીતે આપમાન કરી દીધું બોલો." એ અધિકારીએ કહ્યું.

"સંતાન એ જ બોલે છે જે તે શીખે છે. અને પહેલી શીખ તેને ઘરેથી જ પ્રાપ્ત થતી હોય છે." ઢોલીરાજ બોલ્યા.

"હા, સર. તમે મને ચેતવ્યો હતો કે વાતે વાતે અભદ્ર ભાષાનો ઉપયોગ બંધ કરો. મૈં તો બંધ કર્યું પણ મારા એ લક્ષણ મારા પુત્રમાં ઉતરી ગયા લાગે છે." તે અધિકારી હતાશ થઈને બોલ્યો.

"ચિંતા ન કરશો. મને વિશ્વાસ છે કે શાંતિથી બેસીને એને સમજાવશો તો સમજી જશે. અને જરૂર પડે તો થોડીક કડકાઈ પણ વાપરી શકો છો. માં બાપ છો. તમારા ધન, શિક્ષા અને વારસા નો લાભ જો સંતાન ઉઠાવી શકે તો એટલો તો તમારો અધિકાર છે કે તેને એવી શીખ આપી શકો જેથી એ તમારા ધન, શિક્ષા અને વારસા ને યોગ્ય રીતે જાળવી શકે છે. હજી તે નાનો છે અને આ જ વયથી તેને ઉચ્ચ પ્રશિક્ષણ આપવું જરૂરી છે જેથી વધતી ઉંમરે તેનો પગ લપસી ન જાય." ઢોલીરાજ કહે છે.

પોલીસ સ્ટેશન પહોંચીને હજી ઢોલીરાજ અને તેમની ટીમ પોલીસ સ્ટેશનમાં પ્રવેશે જ છે કે તે જુએ છે કે એક યુવક રાડો પાડી પાડીને રડી રહ્યો છે. જેને જોઈને ઢોલીરાજ નવાઇ પામી જાય છે.

"અરે આ કોણ છે જેણે પોલીસ સ્ટેશનને માતમમાં ફેરવું દીધું છે. શું સમસ્યા છે આની?" ઢોલીરાજ બાકી અધિકારીઓને પૂછે છે.

"અરે સાહેબ આ આજના ડિજિટલ દુનિયાનો એ ભણેલો ગણેલો મૂર્ખ છે જેનો પગ લપસી ગયો છે." બોલીને એક અધિકારી કપાળ પર હાથ મારીને પેલા યુવક તરફ ઈશારો કરીને બોલે છે.

"કંઈ ખબર ન પડી. શું બાબત છે?" ઢોલીરાજ પૂછે છે.

"અરે સાહેબ, સોશિયલ નેટવર્ક પ્રેમ. સમજ્યા ને?" એક હવાલદાર કહે છે.

"ઓહો. . તો શું થયું? છોકરીએ દગો કર્યો? છોકરીના ઘર ના લોકોએ પિટ્યો કે પછી છોકરીએ પૈસા પડાવી લીધા?" પોતાની ખુરશી પર બેસતાં બેસતાં ઢોલીરાજ પૂછે છે. પેલો યુવક આ સાંભળીને વધારે રોવા લાગે છે.

"અરે સર, છોકરી નહિ, કોઈક છોકરાએ જ લૂંટી લીધો આને. છોકરીની નકલી પ્રોફાઈલ બનાવીને આને પ્રેમજાલમાં ફસાવી લીધો અને લગ્ન કરવા માટે ની નકલી સ્ટોરી બનાવીને આને અહીં બોલાવી લીધો. અને આ મૂર્ખ ચડતાં ઘોડે આવી બી ગયો. અહીં આવીને ફસાઈ ગયો અને પેલાએ ચાલાકીથી પૈસા પડાવી લીધા અને સાફ કરી દીધો." એક અધિકારી બોલ્યો.

"અરે રે.. શું થશે આ લોકોનું? અલા થોડું તો ભાન રાખવું હતું. દેખાવે તો ભણેલો ગણેલો જણાય છે. ખાલી ભણ્યો જ છે પણ ગણ્યો નથી લાગતો. આમ પ્રેમ થતો હશે કઈ. ચાલ હવે રોવાનું બંધ કર અને બધી માહિતી આપ. અને ચિંતા ન કર તારા પૈસા અને બાકી વસ્તુ પાછી મળી જશે. તારા ઘરે જવાની વ્યવસ્થા કરવી દઉં છું. પણ હવેથી ધ્યાન રાખજે અને બીજાને પણ ચેતવજે." ઢોલીરાજ બધી માહિતી લઈને તેમની ટીમને ઈશારો કરે છે અને તેમની ટીમ કામે લાગી જાય છે.

* * *