સંક્રમણ - 5 Kirtipalsinh Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંક્રમણ - 5

રોડ પર પોલીસ ગાડીઓનો કાફલો નીકળી રહ્યો છે. સૌથી આગળ દોડી રહી પોલીસ ગાડીમાં ઇન્સ્પેકટર ઢોલીરાજ તેમની ટીમ સાથે બેઠા છે. ટ્રાફીકમાં સિગ્નલ પર ઇન્સ્પેકટર ઢોલીરાજ જુએ છે કે બે વાહનોના એકબીજા સાથે થોડાક અથડાતા બન્ને ડ્રાઈવર એકબીજા સાથે ગાળી ગાળી કરતા લડવા લાગે છે.

"હે ભગવાન. શું થશે લોકો નું." હતાશ થઈને ઢોલીરાજ ગાડીમાંથી બહાર નીકળે છે અને પેલા બન્ને લડતા છોડાવે છે. અને આજુબાજુ જમાં થયેલ પબ્લિક ને જુએ છે કે કોઈક અદબ વાળીને ઉભુ છે, કોઈક કમર પર હાથ રાખીને તમાશો જોઈ રહ્યું છે, તો કેટલાક લોકો મોબાઈલ થી વિડિયો ઉતારી રહ્યા છે.

"આ બન્ને ને સમજાવીને શાંત કરવાને બદલે તમે બધા તમાશો જોઈ રહ્યા છો. થોડી તો શરમ કરો. જાઓ હવે અહીંયા થી. પોત પોતાના કામે જાઓ. ભીડ જમા ન કરો." ઢોલીરાજે અકળાઈને ઊંચા અવાજે બધા ને કહ્યું જેથી બધા ત્યાંથી નીકળી ગયા.

"અને તમને બન્ને શું નાના સ્કૂલ માં ભણતા છોકરાઓ છો તો આમ નાની નાની વાતો માં લડવા લાગ્યા. સ્કૂલ ના છોકરાઓ પણ તમારા કરતા વધારે ડાહ્યા હોય છે. વાહન ભટકાઈ ગયું તો ભટકાઈ ગયું. સમજી ને એક બીજાને સોરી કહીને વાત પતાવવા ને બદલે એકબીજા ને ગંદી ગંદી ગાળો આપીને લડવા લાગ્યા. આજુ બાજુ તો જુઓ કે નાના છોકરાઓ ગાડીઓમાં બેઠા છે. વહુ દીકરીઓ બેઠી હોય. તમારા આવા સ્વભાવ થી એ બધા કેટલા નિરાશ થઈ જાય કે આ દુનિયા માં તો હવે નકરા ખરાબ અને ગંદા લોકો જ છે. હવે એક બીજા ને સોરી બોલો અને જાઓ શાંતિ થી." બન્ને જણા ને સમજાવીને ઢોલીરાજ પાછા પોતાની ગાડી માં પરત આવે છે.

રોડ પર આગળ જતા ઢોલીરાજ ની ટીમ માંથી એક ઓફિસર તેમને પ્રશ્ન કરે છે, "સાહેબ, તમે ખૂબ જ અલગ છો બધા થી. જ્યારથી તમે આવ્યા છો ત્યારથી બધું બદલાઈ ગયું હોય એમ લાગે છે. હું તો હમણાં પાંચ વર્ષ પછી નિવૃત્ત થઈ જઈશ. પણ ગર્વ રહેશે કે તમારી સાથે કામ કરવાનો મોકો મળ્યો. તમારી ઉંમર નાની છે પણ તમારા વિચાર અને કર્મ થી અમને પણ ઘણું શીખવા મળી રહ્યું છે." સાંભળીને ઢોલીરાજ માત્ર સ્મિત આપે છે.

એક બીજો ઓફિસર કઈક વિચારે છે અને પૂછે છે, "ઢોલીરાજ જી, એક પ્રશ્ન છે. કરી શકું?"

"હા પૂછો ને." ઢોલીરાજ કહે છે.

"ગઈ કાલે જે સ્ત્રી ને આપે બચાવી એના પતિ પાસે બંધુક તો હતી નહિ તો ક્યાંથી આવી? શું તમે..." તે ઓફિસર ને સાંભળી ને ઢોલીરાજ મલકાયા જે જોઈને તે ઓફિસર અને બાકી ટીમ ચોંકી ઉઠી, "તો શું ખરેખર તમે એવું કંઈ કર્યું જે નિયમ વિરૂદ્ધ હતું?"

"એ તો જોવા વાળા ની નજર ઉપર છે કે નિયમ વિરૂદ્ધ હતું કે નહિ. હું તો એટલું જાણું છું કે મૈં એ જ કર્યું જે એક ભાઈએ કરવાની જરૂર હતી. તે ભલી સ્ત્રી ને હું એકવાર એક દવાખાને મળ્યો હતો જ્યારે તેણી તેના પુત્ર ને લઈને આવી હતી. બીમાર હતો પણ મારી નજર એ સ્ત્રી પર પડી અને એની અંદર ની પીડા મને કઈક બીજું જ કહી રહી હતી. મૈં એના વિશે તપાસ કરી તો ખબર પડી કે તેણી લગન કર્યા બાદ પુત્ર ના જન્મ ના એકાદ વર્ષ માં જ વિધવા થઈ ગઈ. તેનો પતિ એક અકસ્માત માં ગુજરી ગયો હતો. તેણી સામાન્ય નોકરી કરીને ગુજરાન ચલાવતી અને તેનો ભેટો એક વ્યક્તિ સાથે થયો અને તેણે ખૂબ જ હોશિયારી થી આ સ્ત્રી ને પોતાના પ્રેમ જાળ માં ફસાવી લીધી અને લગ્ન કરી લીધા. જો કે એના લગ્ન કરવા પાછળ એક જ કારણ હતું કે તે તેના કાળા ધંધા કરી શકે અને બધા ની સામે પણ રહી શકે. જ્યારે એ સ્ત્રી ને ખબર પડી તો તેણે પોતાના પુત્ર ને લઈને એનાથી દુર જવાનું નક્કી કર્યું પણ પેલો એમ થોડી જવાદે. એ સ્ત્રી ચૂપચાપ રહેવા લાગી. એને એના પુત્ર ની પણ ચિંતા હતી એટલે કંઇ એવું ન કરતી જેથી મુસીબત આવે. આ કારણે પેલા નરાધમ ના અપરાધ પણ વધતા ગયા. જ્યારે પણ એનું દિમાગ ફરતું એ એને બહુ મારતો. જ્યારે મને ખબર પડી કે એ નરાધમ એક ગુનેગાર પણ છે તો મૈં એક યોજના બનાવી. એણે એક અમીર વેપારી ની છોકરી ની અપહરણ કર્યું હતું. તેણે પહેલાં પણ આવા અપરાધ કર્યા હતા પણ કોઈ સબૂત નહોતું મળતું એટલે હમેશા બચી જતો. એ એટલો નીચ હતો કે જો કોઈ પૈસા સમયે ન આપતું તો અપહરણ કરેલ છોકરી નો બળાત્કાર કરીને મારી નાખતો. જ્યારે પેલા વેપારીએ ફરિયાદ નોંધાવી ત્યારે જ હું પેલી સ્ત્રી ને મળ્યો અને બધી વાત કરી. હું સામાન્ય વેશ માં એને મળતો અને બધી વાત જાણતો. એ સ્ત્રીએ મારા પર ભરોસો કર્યો. મને ભાઇ માની ને મને બધી વાત લાવી આપતી. મૈં નક્કી કર્યું હતું કે હું આ સ્ત્રી ને હવે થી કોઈ હાની નહિ થવા દઉં. પણ એના પતિ ને શંકા ગઈ કે તેણી કોઈ પુરુષ ને મળે છે એટલે કે મને. જોકે એને ખબર ન્હોતી કે હું પોલીસ અધિકારી છું. મને બાતમી મળી ગઈ હતી એટલે એક ટીમ ને મૈં પેલી વેપારી ની છોકરી ને બચાવવા મોકલી અને તેઓ તેને બચાવવામાં સફળ થયા. અને ત્યારે જ આપણે પેલા ના ઘરે ગયા અને પછી નું તો તમને બધા ને ખબર જ છે..." બોલીને ઢોલીરાજ હસવા લાગ્યા.

"તમને સારા કહીએ કે પછી હીરો?" ટીમ એકસાથે પૂછે છે.

"હા હા.. હા ..હા.. માણસ કહો. અત્યારે એ જ બનવાની જરૂર છે." ઢોલીરાજ બોલ્યા.

પોલીસ નો કાફલો એક હોટલ પાસે આવી ને રૂકે છે. આજુ બાજુ ના લોકો પણ બધા જોવા લાગે છે. ત્યાંથી દૂર એક ગલ્લા પાસે બે યુવાન છોકરા ઊભા છે. તેઓ પણ આ પોલીસ કાફલા ને જોઈ રહ્યા છે. અને પોલીસો ને હોટલ માં જતાં જુએ છે.

"મર્ડર થયું છે." એક છોકરો સિગારેટ ફૂકતા ફુક્તા બોલ્યો.

"હા. કોઈ છોકરી નું મર્ડર થયું છે. હશે ..(ગાળ દઈને).. આપણે શું. તું કહે કે તારો ડોહો માન્યો કે નઈ પછી?" બીજો છોકરો હથેળી માં તંબાકુ ઘસતા ઘસતા પૂછે છે અને ચપટી માં તંબાકુ લઈને મોઢામાં ભરે છે.

"અરે મારો બાપ માને તો ને? જ્યારે કહું ત્યારે દુનિયાભર નું જ્ઞાન આપવા બેસી જાય ..(ગાળ દઈને).. શી ખબર શું સમજે છે. પોતે તો કંઈ કર્યું નઈ ને મને કંઈ કરવા નથી દેવું." સિગરેટ ના ધુમાડો ઉડાડતા ઉડાડતા પેલો બોલે છે.

"અરે તો સમજાય ને એને. આ શું વળી. મારો બાપ બી એવું જ કરતો. મારે એટલે જ તો નથી બનતું એની જોડે. હું બોલાવતો પણ નથી. કાલ ની જ વાત કરું કે મને બોલતો તો કે બીજા છોકરાઓ જો ક્યાં આગળ નીકળી ગયા ને તું હજી રખડવામાં રહી ગયો. હવે તું જ કે એ ..(ગાળ દઈને).. ને શું સમજાવું."

"કઈ નહિ છોડ. આ ..(ગાળ દઈને).. બધા આમાં જ રહી જશે. હું તો પેલા ની જોડે જવાનો છું. કામ બી મળશે અને માલ બી. સમજ્યો ને.." આંખ મારતા મારતા પેલો બોલે છે.

"હા ..(ગાળ દઈને).. બહુ મજા આવશે. હું બી આવવાનો છું. કોઈનો ડર જ નહિ. અને જલસા બાકી." બંને જણ હસતા હસતા રોડ પર થી પસાર થતી છોકરી સામે હવસ નજરે જોઈને એકબીજા સામે આંખો ના નેણ ઉછાળે છે.

* * *