રેડિયો: દૂરભાષ માધ્યમ  joshi jigna s. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

શ્રેણી
શેયર કરો

રેડિયો: દૂરભાષ માધ્યમ 

રેડિયો: દૂરભાષ માધ્યમ
13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો ડે તરીકે ઉજ્વાય છે. ભારતમાં જગદીશચંદ્ર બસુએ સૌ પ્રથમ પ્રયત્ન કર્યો હતો તેની સાથે જ માર્કોનીએ પણ પ્રયત્નો કર્યા જેમાં માર્કોનીને સફળતા મળી અને 1900માં પ્રથમ વખત ઈંગ્લેંડથી અમેરિકા સંદેશો પહોચાડવામાં સફળતા મળી, પરંતુ એક કરતા વધુ વ્યક્તિઓ સુધી પ્રસારણ કરવા માટે 1906માં કેનેડાનાં વૈજ્ઞાનિક રેગીનાલ્ડ ફેંસેડન સફળ થયાં. દુનિયામાં પ્રથમ વલ્ડૅ રેડિયો ડે લંડન ખાતે 13, ફેબ્રુઆરી 2012માં યોજાયો. 2010માં સ્પેનની રેડિયો એકેડમી દ્વારા રેડિયો સ્ટેશનો પ્રસ્તાવને 2013ની 13 ફેબ્રુઆરીએ યુ.એન.એ. મંજુરી આપી. આમ, આ દિવસે વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવાય છે. ભારતમાં આજે પણ સરકારી રેડિયો કાર્યરત છે અને સાથે ખાનગી કંપનીઓ એફ.એમ. સ્ટેશનો ચલાવે છે જે લોકોમાં ખુબજ લોકપ્રિય છે.
1918માં ન્યુયોર્કનાં હાઈબ્રીજ વિસ્તારમાં “લી ધ ફોરેસ્ટ “ નામનાં વ્યકિતએ દુનિયાનું પહેલું રેડિયો સ્ટેશન સ્થાપ્યુ પરંતુ તેને સરકારી મંજુરી ન મળી, ત્યારબાદ નવેમ્બર 1920માં ફ્રેંક કોનાર્ડ ને દુનિયામાં પ્રથમ વખત રેડિયો સ્ટેશન શરૂ કરવાની પરવાનગી મળી. 1923માં રેડિયો પર જાહેર ખબર શરૂ થઈ, 1927માં ભારતમાં રેડિયો કલબની શરૂઆત થઈ. 1936 માં ઓલા ઈંડિયા રેડિયો એટલેકે આકાશવાણીની શરૂઆત થઈ, 1947માં આકાશવાણી માટે માત્ર 6 સ્ટેશન હતા અને તે ફકત 11% લોકો સુધીજ પહોચતું હતું આજે 92 ભાષામાં 607 સમાચાર બુલેટિન પ્રસારિત થાય છે અને 99% લોકો સુધી તેનો વ્યાપ વિસ્તરી ગયુ છે. રેડિયો શરૂ થવાનો સંગીત લોકોમાં અતિપ્રિય છે.
રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ છે અને તે શકિતશાળી અને સસ્તુ પણ છે તેથી જ રેડિયોનો અવાઝ કરોડો લોકો સુધી પહોચેં છે. પહેલાના જમાનામાં રેડિયો વૈભવની નીશાની હતી. ગામમાં જેના ધેર રડિયો હોય તે વ્યક્તિ શ્રીમંત કે મોભાદાર ગણાતી. સવારે કોઈના ધરે મોટે થી રેડિયો વાગતો હોય અને લોકો ભજનનો આનંદ લુંટતા હોય. સવારે 8 થી 9 ઓલ ઈંડિયા પર આવતા ફરમાઈશી ગીતો આજે પણ કાનમાં ગુંજે છે, હવામહલ કે છાયાગીત જેવા કાર્યક્રમો કેમ ભુલાય? સાંજે રજુ થતા પ્રાદેશીક સમાચાર લોકો ટોળે વળી સાંભળતા, રડિયો પર રજુ થતા નાટકો અને રૂપકો લોકો રસથી સાંભળતા. ગ્રામ પંચાયતની ઓફીસે રેડિયો લાઉડ સ્પીકર પર વાગતો અને લોકો મહત્વનાં સમાચાર સાંભળતા. રેડિયો સીલોન પર આવતું “બીનાકા ગીતમાલા” અત્યંત લોકપ્રિય કાર્યક્રમ હતો જે દર બુધવારે રાત્રે 8 થી 9 પ્રસારીત થતો જેના ઉદધોષક શ્રી અમીના સાયાની લોકોમાં ખુબજ લોકપ્રિય હતાં.
ટેલીવીઝન, મોબાઈલ અને ઈંટરનેટ આવતા હવે રેડિયોનો ઉપયોગ પહેલા જેવો નથી પરંતુ તેનું મહત્વ હજુ પણ એટલુંજ છે. હવે ઈંટરનેટ આવતા વેબ રેડિયો પ્રખ્યાત છે. પ્રાઈવેટ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતા એફ.એમ. રેડિયો પણ ખુબજ લોકપ્રિય છે.
ભારતની આઝાદીનાં સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝ રેડિયોનાં માધ્યમથી જ લોકો સુધી પોતાની વાત પહોચાડતા હતાં અને લોકો તેમની સ્વાતંત્ર્ય સંગ્રામની વાતો સાંભળી સાંભળી તેમની સાથે જોડાતા ગયા અને ચળવળને વેગ મળ્યો. 1975માં દેશ્માં કટોકટીની પરિસ્થિતીનું નિર્માણ થયું ત્યારે તે સમયનાં આપણા વડાપ્રાધાન શ્રીમતી ઈંદિરા ગાંધી એ રાષ્ટ્ર્ને સંદેશ રેડિયોનાં માધ્યમથી જ આપ્યો હતો અને લોકો ત્યારે દેશમાં કટોકટીની પરિસ્થિતી થઈ છે તેની જાણકારી મેળવી હતી. આજે પણ આપણા દેશનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતાનાં વિચારો અને પ્રજાનો અવાઝ રેડિયો પરથી પ્રસારિત થતાં કાર્યક્રમ “મનકી બાત” વડે જ લોકો સુધી પહોચાડે છે. રેડિયો પર પ્રસારણની શરૂઆત થઈ ત્યારે રેડિયો માટે લાયસન્સ હતું જે ખુબજ નવાઈ લાગે તેવી બાબત છે પણ તે હકિકત છે. રેડિયો માટે લાયસન્સ લેવું પડતું અને જેને દર વર્ષે રીન્યુ પણ કરાવવું પડતું, જો રેડિયો લાયસન્સ વગર વગાડવામાં આવે તો તે કાનુની અપરાધ ગણાતો.આજે પણ રેડિયો સાથે આપણા ધણાજ મીઠા સંસમર્ણો જોડાયેલા છે.