આજની પેઢી માટે સૌથી પ્રિય એવું ફાસ્ટ ફૂડ હોય તો તે છે પીઝા.. વાસ્તવિક રીતે જોઈએ તો 18મી સદીમાં સૌપ્રથમવાર પીઝા બનાવવામાં આવ્યો હતો. પણ તે સમયે એટલો પ્રચલિત ન હતો. ઇટાલીના લોકો તે સમયે પીઝા થી એટલા પ્રભાવિત ન હતા પણ સમયાંતરે તેમાં કણક, ટમેટા અને પનીરના વિશેષ સંયોજનથી ધીમે ધીમે લોકોને પીઝા પસંદ પડવા માંડ્યો. આમ તો દુનિયાભરમાં અલગ-અલગ દિવસોએ પીઝા દિવસ ઉજવવામાં આવે છે, પણ, પીઝા પ્રેમીઓ દરરોજ આ દિવસ ઊજવી શકે છે!!!વર્ષ 2017માં યુનેસ્કોની સમિતિ દ્વારા વર્લ્ડ હેરિટેજ નું ટાઇટલ
'ફીસીયલ ટાઈટલ ઓફ આર્ટ' 'પીઝા ઈએલો' તરીકે આપવામાં આવ્યું હતું..
૯ ફેબ્રુઆરીએ વિશ્વના મોટાભાગના દેશો આંતરરાષ્ટ્રીય પિઝા દિવસની ઉજવણી કરે છે, છતાં ઇટાલીમાં તે દર વર્ષે સત્તર જાન્યુઆરીએ મનાવવામાં આવે છે.
વાસ્તવમાં તો સૌ જાણે છે તેમ પીઝા ભઠ્ઠીમાં બનાવવામાં આવતી બ્રેડ કે રોટલો છે. જેના પર અલગ-અલગ પ્રકારના topings કરીને સોસ અને ચટણી સાથે પીરસવામાં આવે છે. ઈટાલીમાં ઉત્પન્ન થયેલ પીઝા આજે વિશ્વભરમાં લોકપ્રિય છે.
૧૯મી સદીમાં ઇટાલીમાં થી યુએસમાં પીઝા ની ડીશ આવી અનેઈટાલીની જેમજ શરૂઆતમાં તે બહુ પસંદ ન પામી,પણ પાછળથી અમેરિકામાં તે અતિ પ્રિય વાનગી બની ગઈ.યુ.એસ મા અત્યારે 4 billion પીઝા દર વર્ષે વહેંચાય છે,તેમાંથી અલગ-અલગ રેસ્ટોરન્ટમાં કે
પીઝાએરીયા અને ઘરો માટે ફ્રોઝન પીઝા લગભગ એક બિલિયન જેટલો વેચાય છે.અહી વ્યક્તિ દીઠ ૨૩ પાઉન્ડ પીઝા માટે વપરાય છે ,ખરેખર આ અદ્ભુત કહી શકાય એવી વાત છે ને ?
પીઝા વિશેની કેટલીક અવનવી વાતો જાણીએ..તો
* શરૂઆતમાં માત્ર બ્રેડ પર લસણ, ડુંગળી, cheese,tomato નાખી અને પીઝા બનાવવામાં આવતો હતો. ત્યારબાદ તેમાં શાકાહારી અને માંસાહારી અલગ-અલગ પ્રકારના toppings દ્વારા વિવિધ પ્રકારના પીઝા આવ્યા.
*વિશ્વમાં સૌથી ઝડપી પીઝા બનાવવા વાળા બે મીનીટ ૩૦ સેકન્ડમાં 14 પીઝા બનાવી શકે છે.
*દુનિયાનું સૌથી પહેલું પીઝા એરીયા પોર્ટ એલબા માં 1830માં ખૂલ્યું હતું તે વખતે પીઝા જે ઓવનમાં પકવવામાં આવતા હતા તેના કિનારાના ભાગમાં જ્વાળામુખીથી લાવવામાં આવેલું લાવા ભરવામાં આવતો.
*Pizzariea 1905મા પોર્ટ aelba નામની વ્યક્તિએ સૌપ્રથમ અમેરિકામાં ન્યૂયોર્ક શહેરમાં ખોલ્યો હતો.
*દુનિયાનું સૌથી મોટો પીઝા દક્ષિણ આફ્રિકાના johnson બર્ગ શહેરમાં બનાવવામાં આવ્યો હતો. ૮ ડિસેમ્બર ૧૯૯૦માં બનાવાયેલો આ સૌથી મોટો પીઝા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યો.તે પીઝા ની ગોળાઈ ૩૭.૪ મીટર હતી, તેમાં ૫૦૦ કિલો લોટ, ૮૦૦ કિલો ચીઝ અને ૯૦૦ કિલો tomato puree નો ઉપયોગ થયો હતો.
*22 માર્ચ 2001 માં કેપ ટાઉનના બર્નાર્ડ જોર્ડને કેપટાઉન થી સિડની પીઝા ની ડિલિવરી માટે 11042 કિલોમીટર નું અંતર કાપીને પીઝા ની ડિલિવરી કરી હતી. જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં longest' પીઝા ડિલિવરી ઓર્ડર tatikestahn મળ્યું.
ઉત્તર કેરોલીના ના બીએફ કોર્પોરેશન દ્વારા તેમના 40160 કર્મચારીઓ માટે 13386 પિઝાનું ઓર્ડર આપ્યો હતો.
*અમેરિકાના એક સર્વે મુજબ પીઝા અમેરિકાની ચોથી પસંદગી વાળો ખોરાક છે. પ્રથમ ત્રણ પસંદગી વાળા ખાદ્ય ખોરાક માં ચીઝ,આઈસક્રીમ અને ચોકલેટ બાદ ચોથા ક્રમે લોકોની પસંદગીનો ખાદ્યખોરાક પીઝા માનવામાં આવે છે.
પીઝા વિશેની સહુથી વિશિષ્ટ વાત:
દરેક કપલ ઇચ્છતું હોય કે પોતાના સંતાનનું નામ વિશેષ રાખે. ઓસ્ટ્રેલિયાના સિડની શહેર ના એક આવું જ કપલ પોતાના સંતાનનું નામ વિશિષ્ટ રાખવા માગતા હતા. એ વખતે ઓસ્ટ્રેલિયામાં ડોમિનોઝ (DOMINO'S)એ રાખેલી વિશિષ્ટ શરત મુજબ જે કપલ કંપનીએ સૂચિત કરેલ નામ મુજબ પોતાના બાળકનું નામ ડોમિનિક Dominic અથવા Dominique રાખે તો તેમને 2080 સુધી ફ્રીમાં પીઝા ખાવા મળશે!! ઓસ્ટ્રેલિયાના સિડનીના એક કપલે પોતાના બાળકનું નામ Domino રાખ્યું છે, જેના પરિણામે આ કપલ ને આગામી 60 વર્ષ એટલે કે વર્ષ 2080 સુધી દર મહિને 14 ડોલરના પીઝા મફત મળશે!!
9 ફેબ્રુઆરી વિશ્વ પીઝા દિવસ નિમિત્તે પીઝા બનાવનારી વિવિધ કંપનીઓ દ્વારા વિવિધ ઓફર્સ આપવામાં આવે છે,જેનો લાભ લઈ,પીઝા પ્રેમીઓ વધુ સારી રીતે બીજાનો આનંદ માણી શકે છે.