સુમતિ,
એનુ નામ જાાણે તેના વ્યક્તતિત્વ સાર્થક કરતું હતુ. નાની નાની બાબત ઉપર પણ ઉંડાણ થી વિચાર કરીને નિર્ણય લેવાની તેેેેની આદતના લીધે નાની હોવા છતાં તેની પરીચીત દરેેેક વ્યક્તિ તેના અભિપ્રાય લેેેેેેવાનું ચૂૂૂૂકતી નહીં .
22 વર્ષ ની ઉંમરે તો નામાંકિત કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ મેળવી લીધી હતી અને તે બાબત નું જરા પણ અભિમાન તેના વર્તનમાં ના દેખાતુ. કંપની ના ડિરેક્ટર પણ ઘણી બાબતોમાં તેના અભિપ્રાય ઉપર આધારિત રહેતાં અને મોટાભાગના તેના અભિપ્રાય કંપનીને ફાયદાકારક સાબિત થતા.
આજથી કંપની ના એક ડિરેક્ટર ના પુત્ર "સ્નેહ" ઓફિસ જોઇન કરવાના છે અને તેમના સ્વાગત અને ઓફિસ પરિચય ની સધળી જવાબદારી સુમતિને સોંપવામાં આવી છે. સ્વભાવ અનુસાર સુમતિએ સ્નેહ વિશે શકય એટલું જાણવાની કોશિશ કરી, સોશિયલ મીડિયા ની મદદ પણ લીધી.
ઓફિસમાં દાખલ થતાજ સ્નેહ આશ્ચર્યચકિત થઈ ગયો, નાનામાં નાની બાબત પણ જાણે તેને પૂછીનેજ કરવામાં આવી હોય તે પ્રકારની વ્યવસ્થા જોઇ તે આનંદિત થઈ ગયો. જ્યારે ઓફિસના સ્ટાફે તેના સ્વાગતમાં રાતરાણી ના ફૂલો આપ્યા ત્યારે તેનાથી પૂછ્યા વગરના રહેવાયુ કે "આટલી હદે મારી પસંદગી નું આયોજન કઇ રીતે કર્યું? રાતરાણી મારી પસંદગી છે એવું તો મારા ડેડ પણ નથી જાણતા! "અને જવાબ માં સુમતિ નું નામ જાણ્યા બાદ મનોમન તેની સરાહના થઇ ગઇ. સફેદ અને પીળા રંગની સાડીમાં એકદમ સાદી અને છતાં ગોર્જીયસ લાગતી સુમતિ જ્યારે તેની અન્ય સ્ટાફ સાથે ઓળખાણ કરાવી રહી અને તેમના કામ અંગે માહિતી આપી રહી હતી ત્યારે અજાણતાંજ સ્નેહ તેના તરફ આકર્ષિત થઈ રહ્યો હતો અને તે બાબતે તદ્દન અજાણ સુમતિ બધાની ઓળખાણ પતાવી સ્નેહને તેની કેબીન માં લઇ ગઇ અને કેબિનમાં કઇ વસ્તુ ક્યાં છે તેની માહિતી આપી, કંઇ જોઇતું કરતુ હોય તો પોતાને બોલાવી લેવા જણાવી પોતાની જગ્યાએ પાછી ફરી.
સ્નેહ કેબિન માં ચારે તરફ ફરી ગોઠવણ જોઇ રહ્યો, નાની નાની બાબત પણ નજરે ચડતી ચોકસાઇથી તે પ્રભાવિત થઈ ગયો.
દિવસો પસાર થતાં રહ્યા અને કંપનીના ઘણા પ્રોજેક્ટ સ્નેહે સુમતિની મદદથી સફળતાપૂર્વક પાર પાડ્યા. આ દરમિયાન સ્નેહ સતત સુમતિ તરફ ખેચાતો રહ્યો અને તેની સરખામણી પોતાની પ્રિયતમા મનસ્વી સાથે કરતો રહ્યો. મનસ્વી, એક પૈસાદાર પિતાની, એમબીએ થયેલી દિકરી, તેનુ દરેક પગલુ ગણતરીપૂર્વક ભરાતુ અને તે પોતાની જાતને પૂરતુ મહત્વ આપતી અને સ્નેહ પણ તેને મહત્વ આપેજ તેનુ પણ પૂરતુ ધ્યાન રાખતી.નાની નાની વાતોમાં પણ મનસ્વી સ્વતંત્ર નિર્ણય લેતી અને તેમાં અન્ય કોઈ ના અભિપ્રાય ની પરવા ના કરતી. મનસ્વી અને સ્નેહની મિત્રતા ની બંને ના ઘરે જાણ હતી અને આ મિત્રતા આગળ વધે તેમાં બેમાંથી કોઇના ઘરે વાંધો નહોતો.આજ પહેલાં સ્નેહને મનસ્વી નવા જમાનાની સ્વતંત્ર અને મક્કમ યુવતી લાગતી અને તેના આજ સ્વભાવ ને લીધે તેને પ્રેમ કરતો હતો, પરંતુ સુમતિના પરિચયમાં આવ્યા બાદ સ્નેહ ને મનસ્વી હવે ઉદ્ન્ડ લાગતી અને સ્નેહ મનોમન સુમતિને ચાહવા લાગ્યો હતો, જે રીતે સુમતિ તેની નાની મોટી બાબતોનું ધ્યાન રાખતી, સ્નેહને તેનામાં એક આદર્શ જીવનસાથી દેખાતી.
સ્નેહે હવે મનસ્વી સાથે બ્રેક અપ કરી સુમતિને પ્રપોઝ કરવાનો નિર્ણય કરી લીધો હતો, તેના બે ત્રણ અંગત મિત્રોએ તેને મનસ્વી સાથે બ્રેકઅપ કર્યા પહેલાં સુમતિ સાથે વાત કરી લેવાની સલાહ આપી હતી પરંતુ સ્નેહ જીંદગીમાં નવુ પ્રકરણ ચાલુ કરતા પહેલાં જુનુ પ્રકરણ પૂરુ કરવુંજ એવુ માની રહ્યો હતો, તે મનોમન વિચારતો કે સુમતિ પાસે તેને ના પાડવા ક્યાં કોઇ કારણ છે! તેના જેટલાં પૈસાદાર અને હેન્ડસમ ચહેરાને કઇ છોકરી ના પાડે? અને વળી આતો એક મધ્યમ વર્ગની પોતાની હાથ નીચે કામ કરતી છોકરી, તેણે તો કદાચ સપનામાં પણ પોતાના બોસ તેને પ્રપોઝ કરશે તેમ ના વિચાર્યું હોય તો ના પાડવાનો તો સવાલ જ નથી!
આજે 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઈન ડે ,ચારજ દિવસ પહેલાં મનસ્વી સાથે બ્રેકઅપ કર્યા બાદ આજે સુમતિને પ્રપોઝ કરવા માટે સ્નેહ તેેેેને એક ફાાઈવસ્ટાર હોટેલમાં મીટીંગ ના બહાને લઇ ગયો અને ખૂબજ રોમેન્ટિક રીતે સીધુ લગ્ન માટે જ પ્રપોઝ કર્યું ,સુમતિ થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઇ જોતી રહી અને પછી એકદમ સલૂકાઇથી ઇન્કાર કરી દીધો, એક આંચકાા સાથે સ્નેહ પૂૂૂૂછી બેઠો
,તો આટલા સમય દરમિયાન તે મને સાથ આપ્યો, મારી નાની મોટી જરૂરિયાત નુ વગરકહે ધ્યાન રાખવું, હું બોલુ એ પહેલાં સમજી જવુ એ તારો પ્રેમ નહોતો તો શું હતું?
સુમતિએ શાંતિથી જવાબ આપ્યો, "એ મારી જવાબદારી હતી, સર ! કંપની તરફની મારી નિષ્ઠા હતી અને મારી સમજદારી હતી, તમારા તરફી લાગણી નહીં, તમે મારી કામ પ્રત્યે ની નિષ્ઠા ને તમારા તરફની લાગણી સમજી લેશો એવી કલ્પના પણ મેં નહોતી કરી અને વળી તમારા અને મનસ્વી ના રીલેશન પણ મને ખબર હતા તો પછી હું એ રીતે તો વિચારી પણ કેવી રીતે શકુ?
એક ઉંડા નિશ્ચાસ સાથે સ્નેહ સ્તબ્ધ થઇ ગયો, થોડીકજ ક્ષણો અને તરતજ તેને મનસ્વી સાથેના બ્રેકઅપ બદલ અફસોસ થયો અને તરતજ તેની સાથે પેચ અપ કરી લેવાની આશા સાથે મનસ્વી ને મળવા તેના ઘર તરફ ભાગ્યો. મનસ્વીના માતાપિતા એ ચાર દિવસ થી દુખી પુત્રી પણ ફરી ખુશ થાય એવી સંભાવના વિચારી સ્નેહને મનસ્વીના બેડરૂમમાં મળવા જવા સંમતિ આપી ,મનસ્વી તેના રૂમમાં નિરાશ ચહેરે ટીવીની ચેનલો બદલી રહી હતી. સ્નેહને જોતાજ ઊભી થઈ ગઈ અને ગુસ્સામાં સ્નેહ સાથે ઝગડવા લાગી, સ્નેહે મહામેહનતે તેને શાંત પાડી અને માફી માંગી, લગ્ન માટે પ્રપોઝ કર્યું, મનસ્વી અચાનક આ પરિવર્તન થી વિચારમાં પડી, અને તેણે સ્નેહને બ્રેકઅપ અને આજના વર્તન ના સાચા કારણ જાણવા આગ્રહ રાખ્યો, ક્ષોભની લાગણી અનુભવતા સ્નેહથી અવશપણે સત્ય બોલાઇ ગયુ. એક લાંબી ચુપકીદી પછી મનસ્વીએ સ્નેહને કહ્યુ "એકવાર મારા સ્વભાવની ખામીઓ નજર આવ્યા બાદ તુ આગળ વધ્યો, પરંતુ તેણે તને ના પાડી અને તુ પાછો મારી પાસે આવ્યો, પરંતુ સ્વભાવ તો મારો આજે પણ એજ છે જે ગઈકાલે હતો, આવતીકાલે બીજી કોઇ વ્યક્તિ તારી જીંદગીમાં આવશે અને ફરી તને મારી ખામી દેખાશે! પ્રેમ તો વ્યક્તિ જેવી છે તેવી સ્વીકારીને કરાય, હવે તારી સાથેના સબંધમા હું સતત અસલામતી અનુભવ્યા કરીશ, અને એ મને મંજુર નથી, એવું નથી કે હું તને પ્રેમ નથી કરતી પરંતુ હવે એ પહેલાં જેવો વિશ્વાસ પણ નથી, એટલે મને માફ કરી તુ તારી જીંદગીમાં આગળ વધ અને ફરી મને મળવાનો પ્રયત્ન ના કરીશ" અને મનસ્વી ની આંખો આંસુથી છલકાઇ ઉઠી.
ભારે પગલે અને દુખી હ્દયે પાછા ફરેલો સ્નેહ તેના રૂમમાં બારી પાસે ઉભો રહી પોતાની જાતને કોસતો રહ્યો, અચાનક એક વાવાઝોડું આવ્યું અને બારી બારણા ના દરવાજા અથડાઈ રહ્યા, ભીની આંખે મનસ્વી, ભગ્ન હ્દયે સ્નેહ અને અનિર્ણીત સુમતિ અથડાતાં દરવાજા તરફ જોઇ આંખો મીંચી ગયા!!!