Father's day books and stories free download online pdf in Gujarati

Father's day

ફાધર્સ ડે

પિતાનો દિવસ કે માટે નો દિવસ
આપણે ક્યાં ના ક્યાં આવી ગયા
આપણી તો સંયુક્ત કુટુંબ ની પરંપરા.પિતાના છેલ્લા શ્વાસ
પછી પણ તેમની ઈચ્છા વિરુદ્ધ કંઇ નથી કરતા એમ વિચારીને તેમનો આત્મા દુભાશે .
પશ્ચિમ મા નથી સંયુક્ત કુટુંબ કે નથી આપણા દેશ જેવી કુટુંબ ભાવના. ત્યા બાળક સમજણૂ થાય તે સાથે જ ભાવનાઓથી સ્વતંત્ર થઇ જાય છે.
એક જ મકાન (હા મકાન જ તો વળી, ઘર તો લાગણી થકી જ બને ને) મા રહેતા હોવા છતા પણ માબાપ સંતાન સાથે તેમના નિર્ણય અંગે ચર્ચા નથી કરી શકતા કેમ કે એ તેમની સ્વતંત્રતા ને ખૂંચે છે
સંતાન પોતાની ઉંમર ની મુગ્ધતા મા માતા પિતા થી દૂર થતુ જાય છે અને માતા પિતા સ્વતંત્રતા ના છળ થી છેતરાઈ માત્ર જોતા જ રહી જાય છે
પોતાની સ્વતંત્રતા પર મુસ્તાક એ સગીર કોઇ રોકટોક વગર પોતાની ઉભરાતી છલકાતી શક્તિ નો બેફામ ઉપયોગ કે દુરુપયોગ કરે છે અને આગળ વધે છે ક્યારેય સફળ તો કયારેક નિષ્ફળ
આ બધા મા માતા પિતા માટે નો સમય કયાક ખોવાઈ જાય છે અને સાથે સાથે એ લાગણી નો સેતુ પણ ઘસાતો જાય છે. અંહિ જરૂર પડે છે એક માધ્યમ ની જે આ દૂરી પૂરી કરવામાં મદદ કરે સંતાન અને માતા પિતા વચ્ચે ની લાગણીને પુનઃ જીવીત કરી શકે. બસ આ જ તો હેતુ છે ફાધર્સ ડે મધર્સ ડે કે આવા જ દિવસ પાછળ નો. એકલા એકલા વ્યક્ત કરવામાં સંકોચ અનુભવતા હોય પણ આપણી સાથે મોટા ભાગના લોકો પણ આ જ કરી રહ્યા છે કે કરશે એવા વિચાર સાથે લાગણી વ્યક્ત કરવામાં સરળતા આવી જાય છે અને તે દિવસ માત્ર એક દિવસ ના રહેતા તહેવાર બની જાય છે. ખરેખર પશ્ચિમ માટે તો આવા દિવસ આશિર્વાદ સમાન જ છે અને રહેશે.
પણ આવું તો આપણા સમાજમાં બહૂ જ ઓછુ જોવા મળે ને!
આપણે ત્યાં તો સંતાન ને ત્યાં પણ સંતાન થઈ જાય છતા મહત્વ ના નિર્ણય લેવામાં માતા પિતા અને દાદા દાદી કે પછી અન્ય કોઈ વડીલ ની સલાહ વગર આજે પણ આગળ નથી વધાતુ. હા કયાક કોઇ અપવાદ ચોક્કસ હોઈ શકે પરંતુ આ એક સામાન્ય સમાજ ની વાત છે કોઈ એકલ દોકલ કુટુંબ ની નહિ.


તો શું આ દિવસ આપણા માટે જરૂરી છે?
મારી દ્રષ્ટિએ હા ચોક્કસ જરૂરી છે કેમ કે આ દિવસે આપણે તેમના સમક્ષ આપણી લાગણીઓ રજૂ કરી શકીએ છીએ જે સામાન્ય રીતે આપણે ક્યારેય શબ્દો મા રજૂ નથી કરી શકતા
આપણે કેટલી સરળતા થી આપડા માતાપિતાએ આપણા માટે કરેલા ત્યાગ અને સંઘર્ષ ને taken for granted લઇ રહ્યાં છીએ.
તો પછી તેઓ ની કદર કરવામાં સંકોચ શા માટે
ચલો ને આપણે પણ આ ફાધર્સ ડે નિમિત્તે આપણી લાગણીઓ સુધી પહોંચતી કરી દઇએ
હા સાથે સાથે આપણે પોતાની જાતને એ વચન પણ ચોક્કસ આપીએ કે આજે તો લાગણી શબ્દો મા જ વ્યક્ત કરેલી છે પણ આ આદર સન્માન અને સ્નેહ તો બારે માસ એમ જ રહેશે અને ઉત્તરોત્તર ભરતી જ આવશે.
આપણે આપણી આવનારી પેઢીને જરૂરી સ્વતંત્રતા ચોક્કસ આપીશું પરંતુ સાથે સાથે તેની મર્યાદા પણ નકકી કરતા શીખવશુ. જીંદગી મા ભલે ને શક્ય એટલા આગળ વધે પણ પાછળ ની લાગણીને લીલીછમ રાખતાં આપણે જ શીખવશુ.
ઉડવા ને ભલે આખુ આભ એમને આપીએ
પાછા ફરવા નો માળો હેમખેમ રાખીશું
બસ આવી જ કંઇક લાગણી સાથે
Happy father 's day
ચલો આજે આપણે સૌ આપણી લાગણીઓ ને શબ્દો ના સથવારે સૌ સૌ ના પિતા સુધી પહોંચતી કરીએ.
Oapa we love you and we need you in each and every moment of our lives
Happy Father's Dayબીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED