ડોક્ટરની ડીગ્રી લઈ નવીસવી નોકરી શરૂ કરી ત્યાર ની આ વાત છે
એક દિવસ ઉચ્ચ વર્ગના ભાઈ આવી ને મને તેમના વૃધ્ધ માતા ની ટ્રીટમેન્ટ માટે બોલાવવા આવ્યા .
હુ તેમની સાથે ગઈ .ખૂબ સરસ મજાનો બંગલો અને આગળ એક નાનો પણ સુંદર બગીચો
હું પેશન્ટ પાસે પહોંચી અને અચાનક તેઓ ઉભા થયા અને મને વળગી ને રડવા માંડ્યા અને જાણે મારી જ રાહ જોતા હોય તેમ પૂછવા નુ ચાલુ કરી દીધું
ક્યાં ગઈ હતી ?
આ સમય છે આવવા નો?
અમારી ચિંતા નથી થતી ..વગેરે વગેરે
મે મને બોલાવવા આવેલ ભાઈ સામે જોયુ
તેમણે મને ઈશારો કરી ચૂપ રહેવા વિનંતી કરી અને હાથ જોડ્યા. હું પણ જાણે સમજી ગઇ કે બા ની માનસિક હાલત બરાબર નથી.
થોડા સમય બાદ બા ને શાંત કરી દવા આપી હું બહાર આવી ત્યારે તે ભાઇ એ જણાવ્યું કે થોડા દિવસ પહેલાં તેમની પુત્રી અને બા સાથે બજારમાં ગયા હતા ત્યારે એક ગાય થી બા ને બચાવવા જતા પુત્રી કાર ની અડફેટે ચડી અને મૃત્યુ પામી. બા તેમની પૌત્રી ના મૃત્યુ માટે પોતા ને જવાબદાર માની અને આઘાત મા પાગલ થઈ ગયા છે
આજે કદાચ તમારા મા પૌત્રી જોઇ લાગે છે તકલીફ માટે માગી અને મારી ફી પૂછવા લાગ્યા
ખબર નહીં કેમ પરંતુ હું ત્યાથી એક રૂપિયો પણ લીધા વગર પાછી ફરી
2 થી 3 દિવસ મને તેમના જ વિચાર આવ્યા અને એક દિવસ હું તેમના બોલાવ્યા વિના જ તેમના ઘરે પહોંચી ગઈ
બા તો મને જોઇ ખુશ થઈ ગયા અને ખૂબજ વાતો કરવા લાગ્યા એમની વાત મા કઇ સમજણ પડે એવુ નહોતુ છતાંય હું હા મા હા કરતી રહી અને તે બોલતારહ્યા .તેમના પુત્ર અને પુત્રવધૂ પણ મને બા સાથે વાતચીત કરતા જોઇ ખુશ થઈ ગયા
થોડીવાર પછી હું જવા નીકળી ત્યારે બા "જલદી પાછી આવજે "કહી રિસાઈ ને પડખુ ફરી ગયા
બહાર નીકળી ત્યારે તેમના પુત્ર અને પુત્રવધૂ મને મળવા ઉભા હતા અને આંખ મા આંસુ સાથે મને કહ્યું કે જો બા મને તેમની પૌત્રી ગણાતા હોય ત્યારે હું તેમની દિકરી સમાન છું અને બા માટે જયારે પણ સમય મલે મારે ત્યાં આવી જવું
બસ પછી થી તો દરેક અઠવાડિયામાં 2-3 વાર હું ત્યા જવા લાગી.ક્યરેક સવારે નાસ્તો તો કદીક સાંજ ની ચા હું બા સાથે કરવા લાગી. એક અનોખી લાગણી બા માટે થઇ ગઇ, તેઓ મારા જ બા છે તેવુ લાગતુ. તેમની દવા ઘટી અને બોલવાનુ વઘ્યૂ. છ સાત મહિના આમ ચાલ્યુ અને અેક વહેલી સવારે હાટૅએટેક થી બા મૃત્યુ પામ્યા.
તેમના પુત્ર કે જેમને હું હવે મોટાભાઈ કહેતી તેમણે બધી જ વિધી મા મને સાથે જ રાખી હતી.
ખબર નહીં કેમ પરંતુ હવે હું તેમના ઘરે નથી જતી.
એક સાંજે મોટાભાઈ ભાભી મારા ઘરે આવ્યા, બા ની ખૂબ વાત કરી અને આભાર વ્યક્ત કરી રહ્યા,,. મને સમજાતું નહોતું કે એક મંદબુદ્ધિ બા માટે આટલી લાગણી ક્યારે થઈ ગઈ. તેઓ ઘરે જવા ઉભા થયા ત્યારે મારા હાથમાં અેક નાનુ બોક્સ આપી કહ્યુ આ બા ની છે જે તેઓ તેમની પૌત્રી ના લગ્ન મા આપવાના હતા અને છેલ્લા દિવસોમાં એ સ્થાન મે લીધુ હતું એટલે મારે તે રાખવુ. ખૂબ જ મોંઘી બુટ્ટી હતી તેમાં
મે અને મારા મમ્મી પપ્પા એ ખૂબજ આનાકાની કરી પણ અમારી એક ના ચાલી.
આ વાત ને 17 વષૅ થઇ ગયા હું ખૂબ જ કમાઇ અને ઘણા દાગીના લીધા પરંતુ તે બુટ્ટી પહેરી જે આનંદ આવે છે તે ક્યાય નથી
મારી મંદબુદ્ધિ બા ની બુટ્ટી