તારી વાટે Krupali Kapadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

તારી વાટે

અરે! યાર મારી ઝિંદગી મા થોડી વહેલી આવી હોત, કાશ થોડા વહેલા મળ્યા હોત ,તૌ થોડી વધું યાદગાર પલ બનાવી હોત. આમ પણ ખાસ વ્યક્તિ થોડી લેટ જ આવે.અરે!મોડી તો મોડી આવી ને? દેર આયે દૂરસ્ત આયે. યાર તને છોડી જવાનું મન નથી થાતું ચાંદની.આમ જ તારી લાગણીનાં અખૂટ સાગરમાં ડૂબ્યો રહું. મારામાં ડૂબ્યો રહીશ તો દુશ્મન ભારત માઁ ને ડુબાડી જશે.મે તારો લૂક જોઈ ને નથી પસંદ નથી કર્યો,તારી વર્દી જોઈ ને પસંદ કર્યો છે.તારી જવાબદારી ઊઠવાની તૈયારી જોઈને પસંદ કર્યો.પોતાની જાતથી વધારે પ્રેમ તુ હિંદુસ્તાની માટીને કરે છે એ જાણી ને જ તને પસંદ કર્યો છે.તારી પેહલી પ્રાયોરિટી હુ નહીં તારી વર્દી છે,એવું જાણી ,સમજી,વિચારીને જ તને પસંદ કર્યો છે.હાય મેરી જાન તારી એ જ અદા પર તો હુ ફિદા છું.તને મારી વર્દી પ્રત્યે આટલો લગાવ છે.તુ ફૌઝી ની આટલી ઈજજત કરે છે. મને કોઈ ચિંતા નથી કે મને કઈ થયુ તો મારી વર્દીને તુ જીવથી પણ વધારે સાચવીસ.હેત પ્લીઝ આવુ ન બોલ એમ કહી હેતના હોઠ પર આંગળી મુકી.ચાંદની થોડી ભાવુક થઈ ગઈ. અરે યાર એમ કઈ થોડો હુ શહિદ થઈશ.હજુ ઘણુ તને તંગ કરવું છે,તારી જોડે ખાસ યાદ બનાવી છે.આપણાં બાળક ને પણ ફૌઝી બનાવવું છે.

હા હા બાબા મને બધી જ ખબર છે. હવે વાતો ને વિરામ આપ અને સાંભળ તારી ફ્લાઇટ નું અનાંઉંસ થઈ ગયું. આમ, ચાંદની ને બોલતો સાંભળતો રહ્યો.ચાંદની ને ચુપ કરવા બધાની વચ્ચે જ તેનાં હોઠ પર તસતસ્તુ ચુંબન ચોળી દીધું.ચાંદની પણ પળ ને માણી રહી ને એનામાં વિલીન થઈ ગઈ. થોડી સેકન્ડમાં બને દુર થઈ ગયા.પણ માનો બંનેએ આ થોડી જ પળમાં પુરી ઝીંદગી જીવી લીધી.ચાંદની હજુ એમ જ ઊભી હતી.આંખમાં આંસુ હતાં,ખુશીનાં કે દુઃખનાં એ ખુદ એને પણ સમજાતું ન હતુ.હેત એની સામે જોતો જોતો પાછળ હટી હાથ હલાવી રહ્યો હતો.ત્યાં જ ચાહતનો મમ્મા મામ્મા નો અવાજ સાંભળ્યો. આજે પણ 5 વર્ષ પહેલાંની જેમ એક્દમ બેડની સામે ઉભો હતો.મમ્મા મમ્મા કરતી આવી.હવે કેટલું નિહાળીશ પાપા ને? ક્યાંક તારી જ નજર લાગી જશે.ચાંદની ઊભી થઈ ને ચાહત નાં હાથમાં રહેલો હાર લીધો ને હેતના ફોટા પર ચડાવ્યો.આજે પણ પાંચ વર્ષ પહેલાંની જેમ ઉભો હતો પરન્તુ ફોટામાં.ચાંદનીની સવાર હેતનો ચેહરો જોઈ ને જ થતી. તેં હેતના ચહેરાને સુતા પેહલાને જાગ્યા પછી રોજ પોતાની આંખોમાં ભરતી.કલાકો સુધી વાતો કરતી,પોતાની બધી ફીલિંગ સેર કરતી હેત જોડે.એનાં માટે હેત ક્યારેય એનાથી દુર ગયો જ નથી.હેત હંમેશા ચાંદનીની યાદમાં જીવતો,એની ધડકન માં, એનાં દરેક શ્વાસ માં જીવતો,એની આંખ સામે હમેશા હેતનો સખ્ત અને દયાળુ ચેહરો રહેતો.

રોજની જેમ ચાંદની પોતાની ક્રિયા પતાવી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ.ચાહત ની સ્કૂલ નો સમય થઈ ગયો હતો.ચાહત ને સ્કૂલે છોડી પોતાની જોબ પર જવા નીકળી ગઈ.ત્યાં આજે કોઈ ઈવેન્ટ હતી.ઈવેન્ટની ઓરગેનઇઝર ચાંદની જ હતી.બધી જ તૈયારી થઈ ગઈ હતી.અને થોડી જ ક્ષણોમાં ચીફ ગેસ્ટ આવવાના હતાં.કોઈ સેલીબ્રીટીની એન્ટ્રી થઈ.એન્ટ્રી થતાં જ માણસોનું ટોળું વળી ગયું.અને ચાંદની પોતાના ભૂતકાળમાં સરી પડી.

ચાંદની માસ્ટર ડિગ્રી કરતી હતી.પોતાની જ કૉલેજમા નેશનલ સેમિનાર હતો.ક્યારેય ચાંદની એ કોઈ વક્તવ્ય આપ્યું જ ન હતુ,પણ આજ ખૂબ ઉતાવળી થઈ રહી હતી સ્ટેજ પર જવા.બાધા સ્ટુડન્ટ આવેલા ગેસ્ટ નું વક્તવ્ય સાંભળતા હતાં.ચાંદની તો પોતાના ગ્રુપ સાથે વ્યસ્ત હતી પોતાના ટોપિક પર વારંવાર ચર્ચા કરતી હતી.ઉતાવળી એટ્લે હતી ,આજ તેનો ટોપિક હતો INDIAN ARMED FORCED.વારંવાર પોતે ફૌઝ પ્રત્યે કેટલી જોડાયેલી છે એવું જાણવા મળતું હતુ.કોઈક ફ્રેન્ડ તો કંટાળી જતી ફોર્સ નું લેકચર સાંભળીને.તેણીની એક ફ્રેન્ડ તો બોલી પડી તને જલ્દી કોઈ ફૌઝી મળી જાય તૌ અમારો પીછો તો છોડ.ત્યાં જ નેહા બોલી 'આમીન'.ચાંદની મોં ફૂલાવીં ને પાછળ જતી રહી.ત્યાં જ ચાંદની નું નામ અનાંઉસ થયુ.

ચાંદની પોતાનુ વક્તવ્ય શરૂ કર્યું.લગાતાર બોલતી જ જતી હતી.બાધા શ્રોતા સ્તબ્ધ થઈને સાંભળતા હતાં.એની ગ્રુપ તૌ ચોકી ગયુ,ચાંદની નું વક્તવ્ય સાંભળીને.ક્યારેય કોઈ ઇન્ટર કોલેજ કોમપતિશન્મા ભાગ ન લેનાર આજ પૂરા ભારતમાંથી આવેલા લોકો ,સ્ટુડન્ટ ને પોતાની કૉલેજ સ્ટુડન્ટ નાં પેરેન્ટ્સ ને ચોંકાવી દીધાં.ચાંદની નો જુસ્સો જોય ને તૌ બાધા હેરાન થઈ ગયા.થોડી ક્ષણો માટે ત્યાં બેઠેલા દરેક વ્યક્તિની અંદર દેશભક્તિ ચિનગારી ચાંપી દીધી.દરેક ને થોડીવાર માટે દેશભક્ત બનાવી દીધાં.આમ વક્તવ્ય પુરુ થયુ. ત્યાં જ ઓડ઼િયનસમાંથી અવાજ આવ્યો.વિલ યુ મેરી મી?ચાંદની આમ તેમ જોવા લાગી.યસ ચાંદની મે આપ્સે હી કહ રહા હુ. Will U Marry Me Chandni?જનાબ ગલત બંદી કોં પ્રપોઝ કર દિયા.ઉસે તૌ કોઈ ફૌઝી બંદા ચાહિયે!!વેઈટ મિસ માયા.ચાંદની મનમાં વિચારી રહી હતી,કૉલેજમાં કેટલાંય પ્રપોઝ કર્યું,કોઈને ભાવ ન આપ્યો.માત્ર ફૌઝ મેનને જ એક જીવનસાથી તરીકે જોયો છે.તો પછી આ વ્યક્તિના પ્રપોઝ થી કઈક અલગ જ લાગણી અનુભવાય છે.હેલો!! ચાંદની મે આપ્સે હી કહ રહા હુ , કહાં ખૌયી હુઈ હૈ આપ?

હેલો!! માય સેલ્ફ મેજર હેત મહેરા.ચાંદની ને એક વધારે ઝટકો લાગ્યો.પોતે સપનું જોઈ રહી હતી યા હકીકત સમજાતું ન હતુ.ત્યાં જ હેતે પોતાનુ ID કાર્ડ બતાવ્યું.અબ તો વિશ્વાસ હો ગયા?ચાંદનીની આંખ ફાટી રહી એ પણ જાણી લીધુ હુ શું વિચારું છું? એટલું જલ્દી બની રહ્યુ હતુ બધુ કે શુ કરવું કઈ સમજાતું ન હતુ.ચાંદનીએ પોતાને જ ચીપ્ટિ ભરી ખાતરી કરી લીધી ક હકીકત જ છે.હુ પણ શુ વિચારું છું,એ મેજર છે ચેહરા પરના હાવભાવ જોઈને જાણી લીધુ હશે?આમ પણ કોઈ માણસ ને એકવાર જોવે તૌ પણ એ માણસની હિસ્ટ્રી કાઢી લે. તો મારો ચેહરો જોઈને ?

પોતાના પેરેન્ટ્સ હેતના ફેમેલિ જોડે જ ઉભા હતા.બંનેના પેરેન્ટ્સ ખુશ હતાં,માત્ર ચાંદનીના જવાબની રાહ હતી.ત્યાં ચાંદની પણ સ્ટેજ પરથી જ જવાબ આપ્યો,યસ મિસ્ટર !! હમ તૈયાર હૈ સાદી કે લિયે.બંનેની સગાઈ થઈ ગઈ.ત્યાં જ ચાંદનીને પાછળથી ધક્કો લાગ્યો,પોતાના ભૂતકાળમાંથી બહાર આવી.આજ ઘરે પણ વહેલું પોહચ્વાનુ હતુ. આજે ચાંદનીના હેતની પાંચમી પુણ્યતિથિ હતી.

ચાંદની ઘરે પોહચી તો ત્રણેનાં ચેહરા ઉદાસીનતા છવાયેલી હતી.મમ્મી શું થયુ કેમ આટલા ઉદાસ છો?વર્ષા આમ,કેટલાં વર્ષ ઉદાસ રહીશ?બસ ચાંદનીને જોવ છું તો ઉદાસ થઈ જવાય છે.હેમંત,પાંચ વર્ષ પેહલા હેત ને તિરંગામાં લપેટાયેલ જોઈને દુનિયા ઉજળી ગઈ હતી.સમજાતું ન હતુ હેતની માં બનીને આંસુ વહેવળાવું કે એક વીર શહીદ દીકરાની માતાનો ગર્વ અનુભવું.પરન્તુ ચાંદની એ આપણી દુનિયા સવારી દીધી? પણ ચાંદનીની દુનિયા? પપ્પા મારી દુનિયા હેત અને ચાહત છે.મમ્મી હેત મારી સાથે જ છે,દરેક અહેસાસમાં,મારી આંખના પલકારામાં,મારા હ્રદયના ધબકારમાં અને મારા ગમ અને ખુશીની દરેક લહેરમાં.

હા,બેટા તેં અમારું અને તારા મમ્મી પપ્પાનું માનીને જીંદગીમા આગળ વધી ગઈ હોત તો સારુ હતુ.તારું પણ કોઈ ધ્યાન રાખનાર હોત.તુ વધારે ખુશ હોત,તારી પોતાની દુનિયા હોત.હા!ચાંદની તારી મમ્મી સાચું જ કહે છે,તારા અને હેતના લગ્ન પણ ન'તા થયાં.માત્ર સગાઈ થઈ હતી.

પપ્પા બે વર્ષમાં હુ હેત જોડે અખૂટ લાગણીથી બંધાઈ ચૂકી હતી.એનાં સિવાય મારી ઝીંદગી માં કોઈને જગ્યા જ નથી.મે હેતને વચન આપ્યું હતુ,હુ કોઈ પણ સંજોગોમાં નહીં છોડું.હેત પોતાની શપથ પરેડમાં લીધેલી શપથ માટે પોતાની ઝીંદગી કુરબાન કરી.તો હુ કેમ પાછળ હટી શકુ?બે વર્ષમાં મે હેત સાથે મારી પુરી ઝીંદગી જીવી જાણી છે,મારે માટે એની યાદ જ પૂરતી છે.ભગવાને મને ન તો હેતની શુહાગણ બનાવી કે ન તો વિધવા થવાનો મોકો આપ્યો.પરંતું મારે એક શહીદની પ્રિયતમા બનીને જીવવું છે.એ હુ કોઈને પણ નહીં છીનવવા દઉં.

વર્ષાબેન આંસુ લૂછતાં લૂછતાં બોલી રહ્યાં હતાં.ચાંદની તુ ખરેખર એક વિરાગનાં છે.એક સાચી દેશભક્ત છે.તુ તારા વચન માટે તારા મમ્મી પપ્પાની વિરૂદ્ધ ગઈ.તેં સમાજ સામે ન જોયું.તેં હંમેશા અમારી દિકરી વહુ બનીને સાથ આપ્યો.તેં અમારી ઝીંદગીમાં સુવાસ ભરી,એક મધમધતૂ વાતાવરણ આપ્યું,એક સ્મિત લહેરાવ્યુ.અમારી એકલતા દુર કરવા ચાહત ને એડોપ કરી.ચાહત ને કુટુંબ આપ્યું,એ માસૂમની જીંદગી સવારી.મમ્મી લોહીના સંબંધ કરતાં લાગણીનાં સંબંધ વધારે મજબૂત હોય છે.ચહતમાં મને હેતની જેમ દેશ માટે કઈક કરી બતાવવાની લાગણી છે.ચહતમાં મને મારા હેતની ઝલક દેખાઈ છે.આટલું,સાંભળતા જ 10 વર્ષની ચાહત ચાંદનીને ભેટી પડી.હા,મમ્મા હુ પણ ડેડી ની જેમ ઓફિસર બનીશ.અને તમે ત્રણે મને વર્દીમા શેલ્યુટ કરશો.બધાના ચેહરા પર સ્મિત આવી ગયું.બધાં હેતના ફોટા સામે જોઈ રહ્યાં.

ચાંદની મનોમન કહી રહી હતી,હેત તારું સપનું ચાહત પુરુ કરશે. પરમવીરચક્ર લાવશે.એની અંદર એક દેશ માટેનું કરી છૂટવાનું જૂનુંન છે.દેશભક્તિ ચિનગારી સળગી રહી છે.

બધાં અનાથ આશ્રમ જવા નીકળ્યા.જયાં ચાહત નું બાળપણ હતુ.જયાં ચાહતને પોતાના ફ્રેન્ડ્સ અને એનું બીજુ કુટુંબ હતુ.ત્યાં પણ પોતાના પપ્પા નાં કિસ્સા સંભળાવીને બધાને પ્રેરિત કરતી.ચાંદની માત્ર ચાહત સામે જોઈ હસ્તી રેહતી,હેતની મીઠી મીઠી યાદને યાદ કરી ખુશ રેહતી.અને મનમાં કઈક પંક્તિ ગોઠવી રહી હતી.


મારી લાગણીનો સરવાળો છે તું

મારા અહેસાસનો અનુભવ છે તું

મારી ખૂશ્બૂની મહેક છે તું

મારી ખૂબસૂરતીની સુરત છે તું

મારા હેતનો હરખ છે તું

મારી ઝીંદગી ઉજાગર કરનારા,

માત્ર તું અને તું છે

ફરી મળજે મારી અધૂરી લાગણીને

પૂર્ણતાનો સ્વાદ ચખાવા.


જય હિંદ

Krupali kapadiya