પ્રેમ સરહદ પાર નો Krupali Kapadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પ્રેમ સરહદ પાર નો

અનુષ્કા માત્ર 17 વર્ષની.જેનાં માટે પ્રેમ જ બધુ હતો.આમ પણ આ વયે ખરાં ખોટા ની શું સમજ હોય.પરન્તુ અનુષ્કા એમાંની ન હતી.ખૂબ જ સમજદાર,બહાદુર અને થોડી વાત કરીને કોઈ પણ માણસ કેટલાંમા છે તેં ઓળખી જતી.17 વર્ષની ઉંમરે તેં ઘણાં રાજ્યો માં ફરેલી.માણસો કેવા હૉઈ સકે તેનો પૂરો અનુભવ.પણ શું કરે પોતે પોતાનુ દિલ સરહદ પાર દઈ બેઠી.જાણતી હતી પાપા કયારે પણ મારા પ્રેમનો સ્વીકાર નહીં કરે.કારણ દુંશમન દેશનાં માણસ સાથે પ્રેમ કાર્યો હતો.

બધું જાણતી હોવાં છતા પણ કઈ કરી ન સકી.પ્રેમ છે કઈ પુછીં ને તૌ નથી થતો.આ એજ દેશ હતો જેને લીધે દેશના હજારો જવાનો શહિદ થયા છે.અને અનુષ્કાનાં પપ્પા Col વિજય શાહ પણ 4 વર્ષ પેહલા શહીદ થતાં બચ્યા હતાં.

ખૂબ સમજવી પોતાની જાતને કે પોતે એક આર્મી ઓફિસરની દિકરી છે.તેં સરહદ પાર પ્રેમ કેમ કરી સકે?પરન્તુ દિલ કઈ સમજવા જ તૈયાર ન હતુ.પોતે પણ એક આર્મી ઓફિસર બનવું હતુ.અને એ પણ જાણતી હતી કે 12 સાયન્સના રિઝલ્ટ પછી થોડા જ મહિના NDA જોઈન કરવું પડશે.પછી તો એક આર્મી ઓફિસર બનીને જ NDA માથી બહાર નીકળશે.એક વાર આર્મી ઓફિસર બન્યાં પછી શું પ્રેમ અને શુ ફેમિલી ? એ તૌ બોવ સારી રીતે જાણતી હતી.અને છેલ્લે નક્કી કર્યું પાકિસ્તાનના વિઝા માટે એપ્લાય કરવું.

મિસિસ શાહ ને શક હતો કે અનુ કયક ખોટુ કદમ ઉઠાવે છે.એમને કર્નલ વિજય ને બતાવ્યુ પરન્તુ એને કઈ ધ્યાન ન આપ્યું.કદાચ એ બીના ને પરેશાની આપવા ન'તા માંગતાં.


વિઝા માટે હજુ 8 મહિના જેવો સમય લાગે એવો હતો.ત્યાં સુધીમાં પાપા ને મનાવી લઈશ એવું વિચાર્યું.પરંતું એક ડર હતો કે પાપા પાકિસ્તાનનું નામ સાંભળતા જ આંખ લાલ કરી દે છે.ઘણી વાર વાત કરવાની કોશિશ કરી પરન્તુ કય વળ્યું નહીં.હર વક્ત પાપા એ વાત ટાળી દીધી.શું ચાલતું હશે પાપા નાં મગજ માં?

ત્યાં જ કર્નલ વિજય એ આવીને કહ્યુ કાલ્થી તારી 6 મહિનાની તાલીમ શરૂ થાય છે.જેમા તને દોડવા થી માંડી ને દુંશમન ને ઘરમાં ઘૂસી ને મારવાની તાલીમ મળશે.જે તને કોઈ પણ દેશ મા કામ આવશે.એક મિનીટ માટે અનુ ડઘાઈ ગઈ!!ક્યાંક પાપા ને ખબર તી નથી પડીને.બીજી જ ક્ષણે કર્નલએ એવી વાતમાં ઉલજાવિ કે બધુ ભૂલી ગઇ.

આજે તાલીમ નો આખરી દિવસ હતો.6 મહિનામાં હતી એનાં કરતા વધારે ઘાતક અને આક્રમક બની ગઈ હતી.બધુ જ બદલાઈ ગયુ હતુ, નતો બદલાયો તૌ માત્ર હુસેન તરફ નો પ્રેમ.આજ પણ બરકરાર હતો.વિઝા પણ પાસ થઈ ગયા.હવે પોતાને પણ ડર ન'તો કે દૂશમન દેશમાં કેમ રેહશે.

ઘરેથી કોઈ પણ ને ખબર વગર એરપોર્ટ પર પહોચી ગઈ.બને એ નક્કી કર્યું હતુ કે જેવી એ પાકિસ્તાન પોહચે કે લગ્ન કરી લેવા.પોતાના પ્રેમી ને મળવાની ખુશી હતી ,તો બીજી તરફ માતા પિતાની લાગણી દૂભાવનુ દુઃખ.કર્નલ નાં શબ્દ યાદ આવ્યાં,मेरी बेटी तो दुश्मन को उसके घरमे घुसके मारेगी,નાનપણથી જ આ વાક્ય સાંભળ્યું હતુ.સોરી પાપા में दुश्मन देश की बहू बनने जा रही हु.

આજ એક વર્ષ પછી અનુષ્કા ને નવમો મહિનો ચાલી રહ્યો હતો.ખૂબ ખુશ હતી હુસેન સાથે અને હવે એની ખુશીમાં ચાર ચાંદ લાગવાનાં હતાં.અગાધ પ્રેમ હતો બન્ને વચ્ચે,કયારેક તો એવું વિચારતી કે કેટલું ખોટુ વિચારીએ છીએ અમે પાકિસ્તાની આવમ માટે.પોતાના ફેમિલી ની યાદ પણ એટલી જ આવતી.

આ બાજુ કર્નલ વિજય પણ અનુ ને યાદ કરતા તો આંખ ભીની થય જતી.મિસિસ શાહ કેહતા ફુલ સી મારી ગુડીંયાને સરહદ પાર મોકલી દીધી.બીના મારી પાસે બીજો કોઈ રસ્તો ન'તો.એટ્લે જ મે પુરી તૈયાર કરીને મોકલી છે.એને ભંનક પણ નથી લાગવા દીધી.

સર!!હજુ સુધી અનુ નો કોઈ મેસેજ નથી આવ્યો.એ કોઈ મુસીબતમાં તો નહીં હોય ને? શું એને પોતાનુ મગશદ સમજમાં આવ્યુ હશે? સરજી આપણે એને બધુ કહીને મોકલવાની જરૂર હતી.

નહીં મેજર પાંડે,એવું કર્યું હૉત તો ઐ કદાચ ક્યારેય તૈયાર જ ન થાત.તેને મારા પરથી વિશ્વાસ ઉઠી જાત અને કદાચ ત્યાં પહોચીને એને જાણ થઈ જાત તો પણ એને વિશ્વાસ ન આવત.અત્યારે એ માત્ર 18 ની છે.

આ ઉંમરે તેં સમજવા માંગે તો પણ એને પોતાના પ્રેમ સિવાય કઈ ન સમજત.જયાં સુધી ખુદ અનુભવ નાં કરે ત્યાં સુધી એને કઈ ન સમજણ પડત.ચિંતા નહીં કરો મેજર એ કર્નલ વિજય શાહનું ખૂન છે.કઈ પણ થશે અનુ એ ગધ્ધો ને માત દઈ ને જ રેહશે.પણ સર જી અનુ પેગ્નેંન્ટ છે. મમતા આગળ દેશભક્તિ હારી જશે તો?આનો જવાબ તૌ કર્નલ પાસે પણ ન હતો.

આ તરફ અનુષ્કા નાં આવનાર સંતાનની ખુશીમાં દાઁવત હતી.ઘણાં મોટા મોટા માણસો આવ્યાં હતાં.ઘણાં જાણીતા તો ઘણાં ને તો પહેલીવાર જોતી હતી.


ખબર નહીં કેમ આજ ઘણાં સમય પછી કઈક અજીબ ફીલ થતુ હતુ જે અહિયાં આવ્યાં પછી પહેલીવાર થોડુ અલગ લાગી રહ્યુ હતુ.પણ કદાચ આ સમય માં આવુ થતુ હશે એવું વિચારીને એ ભીડમાંથી ચાલી ગઇ


ત્યાં રૂમમાંથી કઈક સાંભળ્યું!હુસેન આજ સમય છે કર્નલ ને માત દેવાનો.5 વર્ષ પેહલા જે આપણો પ્લાન નાકામ કાર્યો હતો એને આજ દિવાળી એ અંજામ સુધી પોહચાડશુ.મે પાંચ વર્ષ પેહલા મે કર્નલ ને પાંચ વર્ષ પછી ધમાકોં કરવાનું વચન આપ્યું છે.અનુ તારી મહોબ્બત પાગલ છે.એને તારા સિવાય બીજુ કઈ નહીં સૂઝે.
અ વર્ષે એની દીકરીના હાથે જ કરવશુ,એની વર્દી અને ઇજજતની ઉતારી, સાથે સાથે દેશદ્રોહીનો ખિતાબ પણ અપાવશુ.
આટલું સાંભળતા જ આંશુ સુકાઈ ગયા.અને બધુ નજરની સામે આવી ગયુ.મને પાપાએ એટ્લે જ બધી તાલીમ આપીને જ મોકલી છે.મતલબ પાપા બધુ જાણતાં જ હતા અને એટ્લે જ મને વાત વાત મા ઘણી વખત હુસેન ને ભૂલવા માટે સમજાવ્યું પણ હુ કઈ સમજી ન સકી.હુ પાપા નું મગસદ વેસ્ટ નહીં જવા દઉં.

ટેહલવાનાં બહાને ઘરનાં ગાર્ડન માં ચાલી ગઈ.પોતાની તાલીમ દરમિયાન આપવામા આવેલી કોડ વોર્ડમાં પોતાના પાપા ને ફોન કરી દીધો અને બધુ જણાવી દીધું.ત્યાં જ બાજુમાં હુસેન આવી ગયો .અનુ પર શક તો ગયો પણ અનુ ને અચાનક જ લેબર પેઈન શરૂ થઈ ગયું.તરત જ હોસ્પિટલ મા ભરતી કરી.આજ આ હોસ્પિટલનો માહોલ કઈક બદલાયેલો હતો.ડૉક્ટર ભી નવા જ હતા.કોઈક વોર્ડ બોયઝ અને નર્સ જાણીતા હતાં.હુસેન અને અનુ ને બધુ બદલાયું લાગતું હતુ.અનુ ને ડર પણ હતો .
થોડી જ વારમા અનુ એ દીકરાને જન્મ આપ્યો.દીકરાનો ચેહરો જોય અનુ બધુ જ ભૂલી ગઈ.દુનિયાભરના સુખનો અનુભવ કાર્યો.પોતાના દીકરાને છાતીએ ચાંપી ને રડવા લગી.ત્યાં જ હુસેન અંદર આવ્યો. પોતાના દીકરાને જેયનએ ખુશ થઈ ગયો ને અનુ ને પ્રેમથી કપાળ પર ચુંબન કર્યું ,પણ આજ અનુનો કોઈ રિસ્પોન્સ ન'તો,હુસેનને થોડુ અજીબ લાગ્યું , પરન્તુ કદાચ થાકને લીધે .નર્સ બાળકને લઈ જાવા
માટે આવી લઈ ગઈ.
અનુ બિસ્તર પરથી ઊભી થઈ.તરત જ ગન ઓશિકા નીચેથી કાઢી ને હુસેંન નાં પગમાં ફાયર કર્યુ.તરત જ હુસેન જમીન પર પડ્યો.તૂરન્તં જઈને હુસેન નાં મોઢા પર મૂંગો દઈ દીધો. હું મારા પ્રેમ માટે સરહદ પાર કરી સકુ છું,તો મારા દેશ માટે મારા પ્રેમનું બલિદાન આપવાની પણ તૈયારી દાખવું છું. જાણે છે હુસેન હિન્દુસ્તાની સ્ત્રી માટે પોતાનો શોહર જ જીંદગી હોય છે.પણ એક ફૌઝી માટે એનો દેશ.
અને હુ ફૌઝી તૌ નથી પણ મારી નશ માં એક દેશપ્રેમી નું ખૂન છે.એક ફૌઝીં ની આગ છે.

હુસેન કઈક બોલવાની કોશિશ કરે છે,અનુ મોઢા પરથિ હાથ હટાવી લે છે.સોરી અનુ ! મોફ કર દે.પહેલા મારો ઈરાદો તને યૂસ કરીને બદલો લેવાનો હતો.પણ ખબર નહીં એ ક્યારે પ્રેમમાં બદલાઈ ગયો.બસ હુસેન હવે કોઈ અસર નહીં થાય તારા પ્યાર,મહબ્બોત જેવા શબ્દની.અનુ અપના બાળક નું વિચાર .બસ! દરેક પોતાનુ નસીબ સાથે લઈને જ જન્મે છે.થોડી કહાં સુની થઈ ,હુસેન પોતાની ગન કાઢે એ પેલા જ અનુ એ બે ગોળી હુસેન ના ભેજામાં ઘુસાડી દીધી.

ત્યાં જ અનુની ડિલિવરીમાં હતાં એ ડૉક્ટર આવ્યાં અને અનુ ને ખૂફિયા રસ્તા પર લય જવાં લાગ્યા.જે હોસ્પિટલની અંદર જ હતો.અનુ ને હવે સમજાયું કે આતો એ જ છે જ્યારે કોઈક ફ્ળ આપવા તૌ ક્યારેક દૂધ આપવા તૌ કોઇક શાકભાજી આપવા તૌ કયારેક કોઇક દરગાહ માટે ગુલાબ આપવા આવતું.મતલબ આ બધા અમારાં Raw agent છે.જે મારી દરેક હલનચલન પર નજર રાખતાં અને મને દરેક ખતરા થી બચાવતા.ત્યાંજ પાછળથી પોતાના રડતા નવજાત શિશુનો અવાજ આવ્યો.
તેં દોડીને જાય એ પહેલાં જ રોકી લીધી.હુસેનના બાપનો અવાજ સાંભળ્યો જો તુ તારા બાળકને જીવતું જોવા ઇચ્છતી હોય તો તારા બાધા સાથી સહીત સરેન્ડર કરી દે.હુ 3 સુધી કાઉન્ટ કરીશ.અનુ એટલું તો સમજી ગઈ હતી કે જો અમે સરેન્ડર કરશુ તૌ અમને મારી જ નાખશે,અને કદાચ એ મારા બાળકને જીવતું રાખશે તો એક આતંકવાદી જ બનાવશે.ત્યાં જ ગોળીનો અવાજ સાંભળ્યો અને બાળક પણ હંમેશા માટે શાંત થઈ ગયું.
ધીમે ધીમે બાધા ખૂફિયા રસ્તેથી પોતાની નક્કી કરેલી જગ્યા પર પહોચી ગયા.ત્યાં જ ભારતીય ચૉપર આવ્યુ અને બધા સહી સલામત ભારત આવ્યાં.
કર્નલ વિજય પોતાના જાંબાઝ સિપાહી નાં વેલકમ માટે ઉભા હતાં.પાપા આજ મારી દેશભક્તિ આગળ મારી મમતા હારી ગઈ.પાપા આજ એક માં ફૈલ હો ગઈ પાપા.

નહીં મારી બચ્ચી !નહીં તારી મમતા હારી નથી.તેં તારી મમતાનું બલિદાન આપ્યું છે.બલિદાન ક્યારેય હારતૂ નથી તેં હંમેશા અમર રહે છે.આજ તારી મમતા નાં બલિદાનથી જ કેટલી માતાની મમતા હંમેશા માટે તેં જીતી લીધી છે.તારા જ લીધે આ ઓફિસરની સંતાન બાપનાં છાયામાં રેહશે.બાધા જ રો-ઓફિસર અને કર્નલ વિજય સહીત બાધા એ અનુષ્કા શાહને શેલ્યુટ કરી.

જય હિન્દ જય ભારતLJ