હકિકત Krupali Kapadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

હકિકત

એકતા એક આમ છોકરી,જીંદા દિલ,હંમેશા ચેહરા પર હસી,મિત્રો પર જાન ન્યોછાવર કરનાર,સ્વાભાવે શાંત,લાગણીશીલ, કોમળ.પરંતુ પોતાની કોમળતાનો અહેસાસ કોઈને ન થવા દે.પરિસ્થિતિ મુશ્કેલ કેમ ન હોય પરંતુ પોતાની જાતને મક્કમ રાખી સામનો કરનાર.હંમેશા બધાને સાથે લઈ ને ચાલવવાળી,જેવું નામ એવા જ ગુણ.
કોઈની મદદ કરવી, બીજા નાં હક માટે લડવું,કોઈને શિક્ષણ મેળવમાઁ મદદ કરવી એ જ એકતાનાં શોખ હતાં.ઍટલે જ પોતે એન.જી.ઓ ચલાવતી,આમ પોતાનો શોખ પણ પૂરો કરતી અને એક નેક કામ પણ થતુ.
રોજની જેમ આજે પણ એન. જી.ઓ નું કામ પતાવી થોડી વહેલી ઘરે જવા નીકળી.સાંજના 6:00 વાગ્યાનો સમય હતો.શિયાળાની શરૂઆત હતી અને ચોમાસાની વિદાય.કેબમાંથી આ સમયનો રંગીન નજારો માણી રાહી હતી.પક્ષીઓનો કલરવ,કેસરી,ગુલાબી આકાશ અને આથમતો સૂરજ તેમાં સાથ પુરવતો હતો.ત્યાંજ તેણીની નજર બાજુમાંથી પસાર થયેલ કાર મા બેઠેલા એક માણસ પર ગઈ.
એન.જી.ઓમાં બને એટલો બધો સમય આપતી.એન.જી.ઓ માટે ખાસ ફંડની જરૂર છે,પરન્તુ જેટલું ભેગો થયો છે ફંડ એનાથી કઈ વળે તેમ નથી. કાશ કોઈ હેલ્પ કરે કોઈ દાન આપે તો આપણે આ બાળકીઓને કોઈ સારી સ્કૂલમાં દાખલો કરાવી.મારા ફ્રેન્ડ સર્કલમાં પણ પ્રશ્ન મુક્યો પણ કઈ વળ્યું નહીં.આમ, પોતાનાં હેલ્પર ગર્લસ વાત કરી, નિસાસો નાખી ઓફીસ તરફ જઈ રહી હતી.ત્યાં જ કોઈ કાર પાર્કિંગ એરિયા માં દેખી અને કોઈ વ્યક્તિ બહાર આવ્યુ.
હેલ્લો મિસ એકતા,હુ શ્રમણ શર્મા કહી હૈનડ્સેઇક કર્યું.તમારાં કોઈ ફ્રેન્ડ થ્રોઉ જાણવા મળ્યું કે તમારે એન.જી.ઓ માટે ખાસ ફંડ ની જરૂર છે.એકતાની આંખ બાળકીઓ સામે જોઈને ભરાઈ આવી.મનોમન ગોડનો અભાર માન્યો.એ જાજરમાન વ્યક્તિએ ચેક સાઈન કરી એકતાને હાથમાં આપ્યો.જ્યારે પણ મદદની જરૂર પડે તયારે વીના સંકોચે મારી ઓફિસે આવજો કહી વિઝીટીન કાર્ડ આપ્યું.
આમ જયારે હેલ્પની જરૂર પડતી તો કયારેક ઓફિસે જતી, તો ક્યારેક કોલ થી મદદ મેળવી લેતી.મારી બાળકીઓને બધી સગવડો આપી રાહી છું એમા 50% ફાળો શ્રમણ શર્માનો છે.કોઈ વ્યક્તિ આટલી નિઃસ્વાર્થ ભાવે કોઈની મદદ કરી શકે? એ પણ અત્યારના સમયમાં?એક વાર નહીં પરન્તુ જયારે જરૂર પડે ત્યાંરે મદદ કરે.આમ કયારેક કામનાં સીલસીલામા મળવાનું થતુ.એકતાનું ફેમિલી પણ સારી રીતે ઓળખતુ હતુ.શ્રમણ ની ખૂબ ઈજ્જત કરતી.એકતા માટે એક સારો માણસ ,ખાસ એન.જી.ઓ માટે ભગવાન સામાન હતો.
અચાનક એક દીવસ એક ગાડી એકતાની ઘરે આવી ઊભી રહી. એકતા હજુ કામ પરથી આવી ફ્રેશ થઈ, ત્યાં જ ગાડી માંથી એક બાળકી ઉતરી.એ બાળકી ને એકતા એકબીજાને ભેટી પડ્યા,સ્મૃતિ તુ?ઓહ એકુ દી આ પેલા શ્રમણભાઈના ડ્રાઇવર ની બેબી છે ને? એકતા એ હાં માથું હલાવ્યું.
ત્યાં જ ગાડીમાંથી એક સ્ત્રી ઊતરી. ઘઉં વર્ણો વાન,ઉંચી,પ્રમાણમાં થોડી જાડી,સિલ્કી વાળ, મોટી આંખ,છુટા પાલવ ની ગ્રે સાડી પહેરેલી હતી.ગુસ્સામાં એકતાની નજીક જઈ સીધો જ તમાચો ગાલ પર ચોડી દીધો.ઉંચા અવાજે ચીલ્લાંવા લાગી, હિંમત કેમ થઈ તારી મારા પતી સાથે ચક્કરચલાવાની .એવી જરૂર શું છે મારા પતિને ફસવાની તારી આદત છે મોટા ઘરનાં પુરુષોને ફસવાની.એકતા બધુ શાંત ચિત્તે સાંભળી રહી હતી.એન.જી.ઓના બહાને ઠગે છે. સ્મૃતિ મારી અને શ્રમણ ની બેટી છે.સ્મૃતિ હજુ એકતાનીપાસે જ ઊભી હતી.
એકતાની અને તેનાં ફેમિલી આંખ ફાટી રહીં. થોડી સ્વસ્થ થઈ ને બોલી આપ શ્રમણ શર્મા નાં વાઇફ છો ,આઈ રેસ્પેંક્ટ યું.પણ મારા કેરેકટર નું સર્ટિફિકેટ આપવાવાળા તમે કોણ?મારી સાઈડ ક્લિયર છે.હુ તેમની જોડે પ્રોફેશનલિ જોડાયેલી છું.તેણે મારા એન.જી.ઓ ને સારી મદદ કરી છે.મારા માટે એ એક મદદગાર છે,એનાથી વધારે કઈ નહીં.તમારા આ વિચાર બદલો.કોઈ બીજી સ્ત્રી જોડે હસી મજાક કરી લેવાથી કોઈ તમારી નિજી જિંદગીમાં ન આવી સકે.ઘરની ગુથ્થી ઘરમાં જ સુંલાજાઁવો આમ, બહારની વ્યક્તિની ખુલ્લેઆમ બેઈજજતિ કરવાથી કઈ નહીં મળે. ભુલ આપણી જ હોય તૌ દુનિયા ઉપર કીચડ ઉછાળવથિ છાંટા ખુદને પણ ઊંડે.જેમ તમે એક સ્ત્રી છો,એમ હુ પણ એક સ્ત્રી જ છું.મને પણ મારી સેલ્ફ રિસપેકટ પ્યારી છે.એકતાના શબ્દ સાંભળ્યા ન સાંભળ્યા પોતાની ગાડી માં બેસીને ચાલી ગઈ.
આજુ બાજુ નાં માણસો એકતાને જેઈ રહ્યાં હતા. કોઈ શક ની નજરથી તો કોઈ વિશ્વાસ થી જોઈ રહ્યુ હતુ. કેબની બ્રેક લાગી અને એકતા પણ વીતી ગયેલી ક્ષણમાંથિ બહાર આવી.પોતાના ઘરનાં આંગણામાં વચ્ચે જઈ ને ફરી એ દ્રશ્ય નઝર સામે તાજું થયુ.
બધાં પોતાના રસ્તે જઈ રહ્યાં હતાં.પોતે ત્યાં ઊભી ઊભી વિચારી રહી હતી.કોઈ માણસ આટલુ ખોટું બોલી શકે?એ પણ પોતાની ગુડિયા વિશે?.પોતની ઢીંગલીને બીજાની બતાવી પડે?.શા માટે?કેમ સ્ત્રી નિર્દોષ હોવાં છતા બદનામ સ્ત્રી જ થાય?કેમ વાત પોતાના પતિની આવે તો વિચાર્યા વગર અથવા બીજી સ્ત્રી ની વાત સાંભળ્યા વગર જલ્દી નિર્ણય લઈ સામેવાળા ને બ્લેમ કરે?એકુ દી એ વિચારવાનું છોડ અને અંદર ચાલ મોમ બોલાવે.છોટી એમ વિચારું કેવા માણસો છે દુનિયામાં,સ્ત્રીને કેમ બીજી સ્ત્રીથી આટલી અનસિક્યુરીતિ હશે?
કહેવાનો મતલબ બસ એટલો જ છે કે જ્યારે એક સ્ત્રી બીજી સ્ત્રી ને નહી સમજે તો આ સમાજ ને સમજાવો તો ખૂબ અઘરી વાત છે.આંખનું તો કામ જ છે જોવાનું પણ જરૂરી તો નથી કે આપણી વિચારદ્રષ્ટિ પણ એની તરફેણ માં હોય,જરૂરી તો નથી ને સ્ત્રી ને પુરુષ વચ્ચે માત્ર ઍક જ સબંધ હોય શકે જે સમાજ વિચારે છે. ઍક મિત્રતા પણ સબંધ પણ હોય છે જેને સમાજને સ્વીકારવાની જરૂર છે.

પુરુષને શા માટે પોતાની જિંદગીનો ઍહમ હિસ્સો છુપાવો પડે?એકતા જેવી કેટલી છોકરીઓ વાંક વગર બીજાની નઝરમાં દોષી ગણાતી હશે. માત્ર ઍક વિચાર બદલાશે તો પૂરો સમાજ બદલાશે.