કેપ્ટન વિક્રમ બત્રા નો જન્મ 9 સપ્ટેમ્બર 1974 ના રોજ હિમાચલ પ્રદેશના પાલમપુર નજીક ઘૂગ્ગરમાં થયો હતો.તેમના પિતા શાળાના આચાર્ય અને માતા ત્યાં શિક્ષક હતા.ગિરધારીલાલા બત્રા અને કમલા બત્રાના ત્રીજા સંતાન હતા.વિક્રમ બત્રા અને વિશાલ બત્રા જોડિયા ભાઈ હતા.વિક્રમ બત્રા 14 મિનીટ મોટા હતા.લવ, કુશ તેમના ઉપાનમ હતા.તેમની આગળ મોટી બે બહેન હતી.પોતાનું પ્રાથમિક શાળાનું શિક્ષણ માતા પાસેથી જ મેળવ્યું હતું.માધ્યમિક શિક્ષણ સિનિયર શાળા પાલમપુરમાં મેળવ્યું.
કેપ્ટન વિક્રમ બત્રા ભણવા ઉપરાંત રમતગમતમાં પણ રુચિ ધરાવતા. તેેેઓએ દિલ્હી ખાતે યુવા સંસદીય સ્પર્ધા દરમીયાાન. રાષ્ટ્રીય સ્તરે પ્રનીઘીત્વ કર્યું. તેેેઓ કરાટે ,ટેબલ ટેનિસ માં માહેર હતા.તે કારતેમાં ગ્રીન બેલ્ટ ધરાવતા હતા.
તેઓ ધોરણ 12 સાયન્સમાં સન 1992 માં 82% થી ઉત્તીર્ણ થયા.ચાંદીગઢની બી.એસી કૉલેજમાં પ્રવેશ લીધો.તે પ્રથમ વર્ષમાં રાષ્ટ્રીય કેડેટ કોપર્સની એર વિંગમાં જોડાયા.તેમણે એંસીસીમાં 'સી' પ્રમાણપત્ર માટે ક્વોલિફાય કરી,એનસીસી યુનિટમાં સિનિયર ઑફિસરનો હોદ્દો મેળવ્યો.1995માં કોલેજમાં હતા ત્યારે તેમની પાસન્દગી હોંકોંગના મુખ્ય મથકની શિપિંગ વેપારી નેવી માંટે પસન્દગી કરવામાં આવી હતી.
પરંતુ, તેમને તો પોતાની જાતને દેશ માટે જ કુરબાન કરવી હતી.માતાને જણાવ્યું કે માં પૈસા જ જીવનમાં બધું જ નથી હોતા,મટે મારે દેશ માટે કંઈક અસાધારણ કરવું છે.જે દેશમાં ખ્યાતિ લવી શકે,જેના કારણે મને સદી ઓ સુધી યાદ રાખે મારી મિટી.
1996માં તેમણે સીડીએસની પરીક્ષા પાસ કરી , ત્યારબાદ અલ્હાબાદ ખાતે એસએસબીમાં ઇન્ટરવ્યુ માટે કોલ મળ્યો અને તેઓ પસન્દગી પામ્યા.તેઓ ઓર્ડર ઓફ મેરિતાના ટોચના 35 ઉમેદવારોમાં ના એક હતા.એમ.એની ડિગ્રીનું એક વર્ષ પૂર્ણ કર્યા બાદ ભારતીય સૈન્ય અકાદમી માં જોડાયા.
જૂન 1996માં મહરક્ષા બટાલિયન ના દેહરાદૂનમાં આઈએમએમાં જોડાયા હતા.19મહિનાની તાલીમ પુરી કર્યા બાદ 16 ડિસેમ્બર 1997ના રોજ આઈએમએથી પાસ થયા અને 13મી બટાલિયન જમ્મુ- કાશ્મીર રાઈફલ્સમાં લેફટન્ટ તરીકે કાર્યરત થયા.
1999 માં કારગિલ યુદ્ધ દરમિયાન વિક્રમ બત્રા,13 જમ્મુ-કાશ્મીર રાઈફલ્સ અને તેમની કંપનીને પોઇન્ટ 5140 ફરી કબ્જે કરવાની કાર્યવાહી સોંપી .શેર શાહનું ઉપનામ ધરાવતા દુશ્મનોને હરાવી જીત પ્રાપ્ત કરવાના હેતુથી હુમલો કરવાનો નિર્ણય કર્યો. પરંતુ, તેઓ ટેકરીની ટોચ નજીક પહોંચ્યા કે દુશ્મનોએ મશીન ગનના ગોળીબારથી ઘેરી લીધા.પરંતુ બત્રાએ તેમના પાંચ સૈનિક સાથે ચઢાણ ચાલુ રાખ્યું,ટોચ પર પોહચી ગનની છાવણી પર બે ગ્રેનેટ ફેંક્યા.વિક્રમ બત્રાએ એકલા હાથે દુશ્મનના ત્રણ સૈનિક ને મારી નખ્યાં.13 જમ્મુ-કાશ્મીર રાઈફલ્સના જવાનોએ દુશ્મનોની છાવણી પર હુમલો કરી 20 જૂન 1999ના રોજ સવારે 3:30 વાગ્યે પોઈન્ટ 5140 પર કબ્જો કર્યો.
પોઇન્ટ 5140 પર પોહચ્યાં બાદ શત્રુના સૈનિકે રેડિયો વાર્તાલાપ દરમિયાન કહીને લલકાર્યા કે તમે અહીં શા માટે આવ્યા શેર શાહ હવે પાંચ નહીં જઈ શકો.વિક્રમ બત્રાએ કહ્યું કે એકાદ કલાકમાં જોઈશું કે ટોચ પર કોણ હશે.
બત્રાએ પોતાના માતા પિતા જોડે 29 જૂન 1999ના રોજ છેલ્લી વખત વાત કરીને કહ્યું કે હું બિલકુલ ઠીક છું ચિંતા ન કરીશ.
પોઇન્ટ 5140 કબ્જામાં આવવાથી સફળતા શરૂ થઈ.પોઇન્ટ 5100,પોઇન્ટ 4700 જંકશન વિક અને થ્રી પીપલ્સકેપ્તન અનુજ નૈંયરની સાથે બત્રાએ પોતાની ટુકડીને 4750 અને પોઇન્ટ 4875 કબ્જે કરી વિજય અપાવ્યો.7 જુલાઈ 1999ના રોજ વહેલી સવારે દુશ્મનોએ હુમલો કર્યો,એક એક ઘાયલ અફસરને બચાવવાની કોશિશમાં શહીદી વહોરી.તેમના આખરી શબ્દ "જય માતાજી" હતા.
લેફ્ટન્ટ નવીને ઘવાયા છતાં આગળ રહી લડાઈ કરવા વિનંતી કરી ત્યારે બત્રાએ કહ્યું"હત જા પીછે તું બાલબચે વાલા હૈ".
કેપ્તન વિક્રમ બત્રાને ભારતની 52મી વર્ષગાંઠ 15મી ઓગસ્ટ 1999માં ભારતના સર્વોચ્ચ "પરમવીર ચક્ર"થી
સન્માનિત કર્યા. તેમના પિતાને ભારતના રાષ્ટ્રપતિ સ્વ. કે.આર. નારાયણના હસ્તે એનાયત કરાયું.
ન અંશ છોડ્યો
ન વંશ છોડ્યો
ન છોડ્યો ભારત વંશ
આઝાદીની રાહમાં અમર રાખ્યો વંશ