કોરોનાની હાર Jayshree Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોરોનાની હાર

કોરોનાની હાર


મનોબળ જો મન સાથે જોડાય જાય તો તેના વિચારો તો બ્રહ્માંડ સાથેજોડાય જાય.

આ એક એવા વ્યક્તિની વાત છે જે સત્ય છે પણ અશક્યનો ભાવ ઉભો કરે છે.એવી જ આ વાત બે મિત્રોની છે..ભાઈઓથી વધુંસંબંધોની મહત્વતા તેમના બે ઘરો વચ્ચે હતી. કુટુંબીઓ હોવા છતાં બન્ને સગા ભાઈની જેમ રહેતા અને મિત્રતા તો જાણે સુદામા કૃષ્ણની!


રોમીત દેસાઈ અને કરત દેસાઈ બન્ને કાકા બાપાના ભાઈઓ પણ મિત્ર પણ એવાજ કે એકબીજાને

મૂકી કાંઈ જ કરવા તૈયાર નહિ .કોઈ પણ ખૂણામાં હોય દિવસનો એક ભાગ તેમનો જ રહેતો.પાઠશાળાથી લાઈ

તેઓ નો જીવન સંસાર એક નૈયા પર સવાર હતો.બન્ને

ખુશ ને સુખી હતા.


અચાનક પુરા વિશ્વમાં મહામારીનો ભીષણ વાયરસ છાંઈ ગયો.કોરોનાએ આખા વિશ્વને અજગરની જેમ ભરડો લઈ લીધો છે . ત્યાં એક સાંજે કરતદેસાઈને ત્યાંથી સમાચાર આવ્યા કે તેને અને તેની પત્નીને સખત

તાવ આવે છે. રોમીતથી ન રહેવાયું અને તે તેઓને લઈ

હોસ્પિટલ પહોંચ્યો .કોરોનાના રીપોર્ટે પોઝીટીવ આવ્યો

પતિ પત્ની ને વિખૂટા પાડી દીધા.

પત્ની સાથે બે બોલ પણ ન બોલી શક્યો કરતને

તેની ગંભીરતા જોઈ તેને વેન્ટીલેટર પર મૂકી દેવાયો. પત્નીને સૂરત શહેરથી દૂર કોરોન ટાઈન કરી દેવાય. રોમિત તો હતપ્રત બની ગયો. કરતના પિતાને પોતાની પાસે લઈ આવ્યો. લોકોએ કેટ કેટલી મનાય કરી પણ

લોહીની સગાઈ ઋણાનુંબંધનથી જોડાયેલી હતી.પિતા સમાન કાકાની સશ્રુષામાં પડી ગયો.

ત્રણ દિવસ પછી સમાચાર મળ્યા કે કિરતનું

મૃત્યું થયું છે..ને તેને થોડા જ સમયમાં સ્મશાને લઈ જશે.

રોમિત સમય વેડફ્યા વગર હોસ્પિટલ પહોંચ્યો અને તેની જ સામે પ્લાસ્ટિકમાં વિંટાળી એક લાશ દૂર શહેરની

બહાર પહોંચાડી દેવામાં આવી પોતાના જીગરના ટૂંકડા સમાન ભાઈ મિત્રની પાછળ જઈ ચાર રૂપિયા ખવડાવી

લાશને અગ્નિદાહ આપ્યો..ન મોઢું જોયું ન આંસું પાડ્યા

ને એક વ્યક્તિ વિદાય થઈ ડાધુઓ વગર.।


શોક મનાવવાનો સમય પણ ન રહ્યો ને ત્યાં

કાકાને હજું કહે કે તમારો પિંડ તો રહ્યો નથી..ત્યાં કાકાએ

વિદાય લીધી.ભક્તિમય જીવડો ન અગ્નિદાહ પામ્યો ન કોઈ શ્લોક મંત્ર..નજરો સામે અંતિમ દિવસે કોરોના ટેસ્ટ

હકારાત્મક આવ્યો ને જીવ હોસ્પિટલમાંથી જ સ્મશાને ગયો. કુટુંબિયો પર તો ગાજ જ ધબકી..કિરતના પત્ની રોમિત ને કુંટુંબિયો તોહતપ્રત જ થઈ ગયા.


કેવો ઈશ્વરનો કેર કહેવાય છે કે એની મરજી વગર તો પાંદડું પણ હાલતું નથી.કોણ જાણે કેમ રોમિતનું

મન કિરતના મૃત્યુંને સ્વીકારવા તૈયાર જ નહોતું. તેને એમ જ થતું કે કિરત પાછો જ આવશે. છતાંય બધી વિધિ પતી . કિરતના પત્નીનાનામે બેન્કને તેની દરેક કાર્યવિધિમાં રોમિતની હાજરી તેની સાક્ષી રહીં. તે વિચારતો કે બધું ભેગું કરતા કાકા અને કિરતના વર્ષો જ

વહ્યા ગયા. તે એમને એમ જ મૂકી સમેટી ચાલ્યા ગયા.


ઈશ્વરને કાંઈ બીજું જ મંજુર હતું. એક સવારે

આરામ ખુરશી પર બેસી રોમિત વિચારી રહ્યો હતો કિરત કેવો ધીરગંભીર ,શરમાળ હતો..અરે રોમિત તેને બે કશ સિગારેટના મારવાઆપતો તો પણ ડરતો આજુ બાજુ જોઈ પીતો..તો સામે આવેલા કાળના અજગરની એને ડર નહિ લાગ્યો હોય.અચાનક ફોનની રીંગ વાગીઅને રોમિતની તંદ્રા તૂટી..કેટલાય દિવસથી તે મનોમન

વિચારતો કે કિરત જીવતો છે એવાં સમાચાર મળે તો!


અશક્યતા ભર્યા વિચાર..તે ભ્રમિત જિંદગી

જીવે છે એવું તેના બાળકો પણ કહેતા. ફોનમાં કહેવામાં

આવ્યું કે અમે મુંબઈની કોરોનાની જ્યાં ટ્રીટમેન્ટ અપાય છે ત્યાંથી વાત કરીએ છીએ. મી. કિરત દેસાઈ હવે કોરોના મુક્ત છે.તેમને લઈજાવ. રોમિતને બે ક્ષણ તો

જાણે કોઈએ હતમચાવી નાંખ્યો હોયને સમતોલન ગુમાવી દે તેમ ખુરશીનો સહારો લેવો પડ્યો.

એના ભ્રમિત વિચારો મનથી મજબૂત હતા.

તે શું બ્રહ્માંડ સુધી પહોંચ્યા..કિરતના લેવા ગાડી કરી તો

તેને લાગ્યું કે તે ઉડન ખટોલાની જેમ ઉડે તો સારું. પહોંચતાજ બન્ને ભાઈઓ ખૂબ ભેટ્યા. કિરતને સુરતથી

અહિ સારી ટ્રિટમેન્ટ મળે તેથી સવારની સિફ્ટવાળાએ

મુંબઈ લઈ જતી એમ્બ્યૂલન્સમાં હોસ્પિટલ વાળાએ જ મોકલ્યો હતો ને તેના જ પલંગ પર બીજા દર્દીને લેવામાં

આવ્યો પણ તે બે ત્રણ કલાકમાં મૃત્યું પામ્યો હતો. બેદરકારી ગણો કે ભલમનસાઈ પણ કોઈને બદલે કોઈનું

મૃત્યું જાહેર થયું અને જે વ્યક્તિ મૃત્યું પામી હતી તેના કુટુંબીઓ માં કોઈ હતું નહિ તે તો ફૂટપાથ પરથી લાવવામાં આવ્યો હતો.

જુઓ કિસ્મતના ખેલ પણ રોમિતને એક સુખ

મળ્યું કે એક એવી વ્યક્તિને તેણે અગ્નિદાહ આપ્યો હતો કે તેનું જગતમાં આવવું કોઈ રીતે નિશ્ચિંત હતું પણ

જવું તો બેનામી જ હતું..કોઈકનું ઋણ ચુકવાયું તો બીજી

બાજુ જાણે બુધ્ધની જેમ મહાભિનિષ્ક્રમણ કરી કિરતનું

પાછું ફરવું..કહેવાય છે ને કે માનવ ધારે છે કંઈ ભગવંત

કરે છે કાંઈ. કિરતને પિતાના મૃત્યુંનું દુ:ખ હતું પણ કુટુંબને મળ્યાનો આનંદ. કોરોના ખરેખર હારી ગયો..!


જયશ્રી પટેલ

૧૨/૧/૨૧