Kalpa - maro pravaas shri lanka books and stories free download online pdf in Gujarati

કાલ્પા - મારો પ્રવાસ શ્રીલંકા ..

કાલ્પા..


મારી ડાયરીનું એક પાનું..

મારો પ્રવાસ શ્રીલંકા...સ્વપ્ન એક *સિલોન*

પુરુ નામ *કાલ્પા મડુશંન્કા* કંઈક વિચિત્ર નામ છે નહિ..! જિંદગીમાં એવાં ઘણાં લોકો આપણાં સંપર્કમાં આવતા હોય છે ,જેને આપણે ભૂલી સકતા નથી,ક્યાં એ આપણને વિસરી સકતા નથી.એવી જ આ વ્યક્તિ ૧૯ માર્ચ ના મારા ફેસબુકના મેંસેંજર પર કોરોના વાયરસને લીધે હું મજામાં છું કે નહિ??એ પૂછતો મેસેજ આવ્યો..ત્યારે સામાન્ય રીતે જ “હા, હું મજામાં છુ,તુંપણ તારી સંભાળ રાખજે.બેટા.” કહી મેં બંધ કરી દીધું . ફરી

ત્રીજી એપ્રિલે રાત્રે નવ ને વીસ મીનીટે વોટ્સ અપ પર મારી ને મારા કુટુંબ વિશે પૂછતાછ કરી,જાણે અજાણે બંધાયેલા એક ઋણાનું બંધના સંબંધને લીધે આંખમાં આંસુ આવી ગયા..શું સાચા સંબંધ એટલે નિસ્વાર્થ ભાવના,ન લેવું ન આપવું ને છતા ફિકર કરવી..

મે અને મારા મિત્ર દંપતીએ સાલ ૨૦૧૭ માં શ્રીલંકાનો પ્રવાસે જવાનું નક્કી કર્યું.આમ તો તેઓ મારા પતિદેવના લંગોટિયા મિત્ર.પણ મિલનના દેહવિલય પછી મને ક્યારેય ન ભૂલતા દરેક પ્રવાસમાં જોડે છે..હું કુદરત પ્રેમી વ્યક્તિત્વ ધરાવું છું.તેથી ધાર્મિક સ્થળ હોય કે હીલ સ્ટેશન મારે માટે આહ્લાદાયક જ હોય છે.અંબરીષ અને સરિતા સંઘવી. બન્નેના નામ પ્રમાણે ગુણ છે.તેઓ મને ક્યારેય મૂક્યા વગરનો પ્રવાસ ઈચ્છતા નથી..એ પણ એક ઋણાનું બંધનો સંબંધ.અંબરીષે તો એક અઠવાડિયાથી જ વોટ્સઅપ પર *આયુ બોવાન* હલો નમસ્તે ની શરૂઆત કરી દીધી હતી..

શ્રીલંકન રૂપિયા જ બોલાય છે પણ જ્યારે આપણા છસ્સો /સાતસો રૂપિયા ત્યારે તેમના હજાર રૂપિયા થાય છે...

૨૯/૫/૧૭

સંજોગોવર્ષાત બે દિવસ પહેલા જ અંબરિષ ને કામ આવતા તે પ્રવાસમાં ન જોડાય શક્યો. ચોથી જૂન તે માલદીવ્સ આવવા જોડાશે જાણી થોડું વસમું લાગ્યું.હું તો એકલારામ હંમેશાં નીકળી પડું પણ સરિતા માટે ગટુ (પતિદેવ) વિના થોડું અધરું હતું. પણ માનસિક રીતે જયુ છેને પછી ક્યા વાંધો છે?? કરી નીકળી પડી હતી.શ્રીલંકન ફ્લાઈટમાં જ્યારે એક હોસ્ટેસ્ *આયુબોવાન* કર્યુ ત્યારે સમજાયું કે તે નમસ્તે કહી રહીછે. ત્યારે અમારી સાથે કાજલ,અજયદેગણ અને કુટુંબ પણ વેકેશન પર જઈ રહ્યા હતા..સમય પસાર થઈ ગયો.થોડો ઊંધમાં ને થોડો

ઊત્સાહમાં..

અહીંથી જ અમારી જિંદગીમાં એક પચ્ચીસ ત્રીસ વર્ષનો યુવાન અમારા પુત્ર પુત્રી થી પણ નાનો ઋણાનું બંધ ના સંબંધે જોડાવાનો હતો.અમે ટ્રાવેલએજન્ન્ટ રોયલ હોલીડેસ સાથે ગાડી બુક કરી હતી,તેનો ડ્રાઈવર કમ ગાઈડ ..નામ કાલ્પા મડુશંકા . અમે કસ્ટમ પતાવી બહાર આવ્યાને તે પણ વ્હિલચેરમાં ત્યારે કાલ્પાનો ચહેરો મને યાદ છે.યુવાનોશોભે એવા વાળની કટ ને નાની ધારદાર મૂંછ ને સિંહોલીઓ જેવો શ્યામ,પણ હેન્ડસમ કોઈ મોડેલથી કમ નહિ એવો બાંધોને સ્ફૂર્તિલો તરવરિયો યુવાન.વિચારો અમને બન્ને પ્રૌઢ સ્ત્રીઓને જોઈ એને કેવો વિચાર આવ્યો હશે.આમેય અમે થાકેલા હતા,તેણે અમારો સામાન તેની કાળા રંગની નિશાન ગાડી નં wp KY p 5320 માં ગોઠવી દીધો.ઔપચારીક ઓળખાણ પતી કે અમે ગાડીમાં બેઠા.એની નિરાશા એના ચહેરા પર દેખાતી હતી,પ્રૌઢ બેસ્ત્રીએ ,ભાષાનો પ્રોબ્લેમ એ તૂટ્યું ફૂટ્યું અંગ્રેજી બોલે..હિન્દી સમજે ના સમજે...ત્યાં બે ગુજરાતી .મને જ્યા ભાષા ની વાત આવે ત્યા નવી ભાષા સમજવાની તાલાવેલી વધે..

ભાષા ત્યાંની સિંહોલી..કરન્સી રૂપિયા..પણ આપણા છસ્સો સાતસોએ એમના હજાર ...રૂપિયા.


મને તો મજા આવી ગઈ,એને અમે પહેલા તો એને લોકલ ફોન સીમ કાર્ડ માટે વાત કરી તો વિચારમાં પડ્યો,પછી મે એને મારો ફોન આપ્યોને પંદર દિવસ કે મીનીમમ ચાલે તેવું સીમ કાર્ડ નંખાવી લાવવા કહ્યું.પહેલેજ તબક્કે તે પાસ,અમે ઘરે સમાચાર પહોંચાડ્યા કે સહીસલામત પહોંચી ગયા.

લગભગ ૭.૩૦/૮ વાગ્યાની આસપાસ કોલ્મબો થી સીધા કેન્ડી જવા નીકળ્યા ત્યાં રસ્તામાં મહાઓયા નદી પર *પિન્નાવાલાહાથીઓનું ઓરફનેજ નું વિશાળ ટ્રેનિંગ સેન્ટર જોવા ઊભા રહ્યા.તેની સ્થાપના શ્રીલંકા વાઈલ્ડ લાઈફવાળાએ કરી છે.તે ૨૫ એકરની જમીન પર નાળિયેરીના વૃક્ષો થી છવાયેલું છે.અહીં એશિયા હાથીઓનો વસવાટ છે.કેગોલ(કેજોલ) ટાઉનથી ૧૩ કી.મી નીદૂરી પર છે.ત્યાં ૯૬ થી ૧૦૦ હાથી,હાથણને મદનિયા છે.બધાના મહાવતોએ તેઓને સરસ રીતે પ્રશિક્ષણ (ટ્રેનિંગ)આપેલું છે.અમને પણ થાક સાથે તેઓની જળક્રિડા ,ફ્રૂટ ખાવા તથા મોટી બોટલથી દૂધ પીવાની પ્રક્રિયાઓ જોવાની મજા આવી.હાથીને સ્નાન કરતો જોવો એ એક લાભ છે.

કાલ્પા જાણતો હતો કે અમે થાકી ગયા છીએ.તેથી સીધા કેન્ડી પહોંચ્યા.તેને પણ થોડો આરામ મળે તેથી અમે તેને રૂમમાં જવા કહ્યું પણ તે અમને રૂમમાં છોડીને ફરજ પૂર્ણ કરી ગયો.સાંજે ચાર વાગે મળવાનું નક્કી કરી તે ચાલ્યો ગયો.હોટેલની વ્યવસ્થા અંબરીષની હતી..તેણે આટલી મુસાફરીમાં ક્યારેય તકલીફ નથી પડવા દીધી..લોકોના કહેવા પ્રમાણે અમને શાકાહારીઓ ને ખાવાની તકલીફ પડશે પણ અમે ક્યાંય તકલીફ નથી વેઠી.

એ સાંજે ચાર વાગે હું મારા સ્વભાવ પ્રમાણે સંપૂર્ણ તાજગીમાં નીચે ઉતરી તો કાલ્પાએ મને જોઈ..મારા આશ્ચર્ય વચ્ચે તે એકદમ અવાક્ હતો.તેના ચહેરા પરના ભાવથી મને લાગ્યું તેણે મને કલ્પી હતી એનાથી હું વધું સ્ફુર્તીવાન દેખાય. હું હસી પડી તો એ બોલી ઉઠ્યો ,” અરે યંગ લેડી! સવાર વાલી મેડમ ક્યાં છે?ને એના એ વાક્યે ભાષા ના બંધન તૂટી ગયા.બહાર નીકળ્યાતો ખરેખર કેન્ડી શહેર સુંદર હતું. ત્યાંના લોકલ ફૂડ અને પીણા વિશે પૂછ્યું , તે હવે અમારી સાથે ફૂલ મુડમાં હતો.મારી સખી તો શુદ્ધ શાકાહારીને નો ડ્રીંક્સવાળી..પણ મને શાકાહારી લોકલ ફૂડ ને પીણા પીવા ગમે..જોવા ગમે.તે તો મારી બધી જ વાતોને હવે ઉત્સાહથી સમજતો સમજાવતો.સુગર ફ્રી ભૂલી ગઈ હતી તેથી પહેલા સ્ટોરમાં જઈ લોકલ ફ્રૂટ ને,ચોકલેટ,સફેદ ચોકલેટ..વેફર ને ડ્રીંક્સ લીધું. ફેન્ટા જેવું જ દેખાવે નામ હતું..સ્માક મીક્સ ફ્રૂટ જ્યુસ...લાયન બીયર લાર્જર સાઊટ બીયર...મને ચાખવો ગમે..તેને આશ્ચર્ય થયું કે ભારતીય નારી એકલી આવેલી સાંઠી વટાવેલી આ શું કરી રહીછે..!ત્યાંથી સિંહોલી ક્લાસીકલ નૃત્ય જોવા ગયા...ત્યાં પણ ખૂબ જ સુંદર કલાને જોય મન આનંદ વિભોર થઈ ગયું..

રાત પડવા આવી હતી ને થોડી ઠંડી પણ લાગવા માંડી હતી,સુંદર ઋુતુ હતી.વરસાદના અમી છાંટણાં પડવા માંડ્યા હતા..તેથી રૂમમાં પહોચ્યા.ત્યાં સરિતા તેની કંઈક નોટ ભરતી હતી..તેને રોજ બે ચાર પાના ભરવાની આદત હતી..રામ રામ...અને સામે હું ..જવાદો ખાનગી જ રાખીએ...પછી નીચે ગયાને રાત્રી ફેન્સી ફાઈવ સ્ટાર ભોજનની લિજ્જત માણી સૂતા..સૂતા પહેલા મને રોજનીશી લખવાની આદત તેથી એને નોટબુક લઈ બેઠી...ને વિચાર કાલ્પાના આવ્યા..આખા દિવસમાં તેના વિશે એટલું જાણી સકી કે માતૃભાષા સિંહોલી,શ્રીલંકન મોડેલીંગ ને નવરાશની પળે ડ્રાઈવિંગ કરે છે.એક મા છે ને તે ગામમાં રહે છે.મધ્યમ વર્ગીય કુટુંબ છે.


૩૦/૫/૧૭


હોટેલનો પાછલો ભાગ સુંદર હતો સામેથી નદી વહેતી હતી..બ્રેકફાસ્ટ કરવા જતા પહેલા આદત પ્રમાણે વહેલી ઊઠી સૂર્યોદય જોવા નીકળી..તો દસ થી પંદર મગર નદીમાં મસ્તીથી તરી રહ્યા હતા,સામે સુંદર લીલોતરી ભર્યા પહાડોની હાર દેખાતી હતી..કેન્ડી સ્વચ્છ શહેર હતું ને નાસ્તો પતાવી કાલ્પા સાથે તે દિવસે કેન્ડી થી ૫ કી.મી દૂરી પર પેરાદેનિયામાં બોટનીકલ ગાર્ડનસ્થિત છે ત્યાં જવા નીકળવાનું હતું.

ચાલો આજે તો વધુ તાજગીભર્યુ વાતાવરણ હતું .રાતના વરસાદ પછી લીલોતરી જાણે નાહીધોઈને સુંદર દ્રષ્ટિગોચર થતી હતી.સૌ પ્રથમ તો મંદિરે ગયા..પ્રસિદ્ધ દન્ત મંદિર.કહેવાય છે કે ગૌતમ બુદ્ધના દન્ત(દંત/દાંત) ના અવશેષ ભારતથી ચોરી કરી અહીં લવાયા હતા,આ કાલ્પનિક વાતમાં કેટલું તથ્ય હતું..તે નથી ખબર પણ કાલ્પાની આસ્થા ને સલામ કરવાનું મન થઈ આવ્યું.પંખીઓનો કલરવ મને ના પાડી રહ્યો હતો..નીચે ઉતરવાનું જ મન નહોતું થતું..મારા આ પંખી પ્રેમ પર કાલ્પાનું નિર્દોષ હાસ્ય ને તેની અમારી સલામતીની મદદ દાદ માંગીલે તેવી હતી.ક્યાય પણ પળે પળે તેણે અમારી કાળજી લીધી ત્યારે અમે બન્ને સખીઓ ખૂબ જ આભારી રહી.

ત્યાંથી સીધા *રોયલ બોટોનિકલ ગાર્ડન* તરફ જવા નિકળ્યા.બ્રેકફાસ્ટ બરાબર પેટભરી કર્યો હતો,તેથી ભૂખ નહોતી.પહોંચ્યા ત્યારે..એની વિશાળતાને સુંદરતાની કલ્પના નહોતી.૨૫૦ એકરમાં છવાયેલું આ ગાર્ડનની ખાસિયત એ હતી કે દુર્લભમાં દુર્લભ ઝાડપાનને ઉછેર અહીં સુંદર રીતે કરવામાં આવ્યો હતો.વિશાળ રસ્તા,બેટરી કાર ને વૈજ્ઞાનિક રીતે તેની દેખભાળ..જોવા મળ્યું કે જે દેશના વડાપ્રધાન જાય ને તેમની પાસે વૃક્ષારોપણ કરાવી તેનું નામ ત્યા દર્જીત કરવામાં આવે છે. અમે ગયા તે જ અરસામાં આપણા વડાપ્રધાન નરેન્દ્રમોદી એ અહીં મુલાકાત લીધી હતી ને તે પહેલાના પણ ભારતીય નેતાના નામ અંકિત હતા..અફસોસ થયોને કલકત્તાના બોટોનિકલ ગાર્ડનની યાદ આવી ગઈ.

સુંદર ફૂલોને વચ્ચે સજાવ્યા હતા,મારી સખી સરિતાએ સુંદર ગીત લલકાર્યું હતું..

સાંજે પાછા ફરતા ફરી નૃત્ય કાર્યક્રમ ને સુંદર વ્યુપોઈન્ટ પર ગયા હતા જ્યાંથી દૂર શ્વેત બુદ્ધની જોજનો દૂર સુંદર પ્રતિમા દીવામાં ઝળહળીત થતી હતી.આજે પણ એ ક્ષણ વિશે વિચારૂ તો રોમાંચિત થઈ જવાય છે.મનભાવન રહી સાંજ..લોકો એ દ્રશ્ય કરતાં શોપિંગમાં વધુ રસ દાખવતા હતા..જોઈ મન થોડું વ્યથિત થઈ ગયું.

હોટલ પર આવી રાત્રી ભોજન પતાવી ઉપર ગયા.ભોજનમાં પપૈયું અંતે મળ્યું એટલે મજા આવી.આમેય કલિંગર ને પપૈયું મારા માનીતા ફ્રૂટ છે.

બીજા દિવસે વહેલા ઉઠીને નીકળવાનું હતું તેથી જલ્દી સૂવા પડ્યા..વાતો કરતાં કરતાં સ્વપ્નની દુનિયામાં ચાલી જવું મને તો ખૂબ જ ગમે...


૩૧/૫/૧૭

૧/૬/૧૭


સવારના ઉઠી પહેલા કાલ્પાને ફોન કર્યો.તો તે તૈયાર જ હતો.અમે અહીંથી નીકળી શ્રીલંકાનું હીલ સ્ટેશન નુઆરા એલિયા જવાના હતા.કેન્ડીથી લગભગ ૭૦ કી.મી.ની દૂરી પર હતું.(Nuwara Eliya) ત્યાં જવા નીકળ્યા ત્યારેજ કાલ્પાએ અમને ત્યાંના વિશે થોડી ઘણી માહિતી આપી હતી

ત્યાં ચાની ફેક્ટરીઓ છે.વચ્ચે એક હનુમાનનું મંદિર આવ્યું.તેની આસપાસનું વાતાવરણ ખૂબ જ આલ્હાદાયક હતું.દૂર દૂર લીલાછમ પહાડોને દૂર દૂર ચાની ખેતી.હનુમાન ની મૂર્તિ વિશાળ હતી.તો તેની નજીકમાંજ ચિન્મિયાનંદનો આશ્રમ હતો.

હોટેલ પર પહોંચ્યા તો થોડો વિશ્રામ ને ભોજન પતાવી અમે ચાની ફેક્ટરીની મુલાકાતે ઉપડયા.

અહીં કાલ્પાનો અંગત પરિચય થયો.તે શ્રીલંકામાં મોડલીંગ કરે છે,મા છે તે દેશમાં રહે છે.ફૂરસદે તે માતાને મળવા જાય છે.

માની વાત કરી તો સંબંધો જાણવા મે તેને પૂછ્યું,” માતાની બહેનને શું કહે છે અહીં??


તેનો જવાબ હતો,”*પુંચી*


અચાનક તેણે બીજો પ્રશ્ન કર્યો,” શું હું તમને યંગ(નાની)પુંચી ને ને મારી સખીને બીગ પુંચી કહી સકું??

આ સાંભળી અમે બન્ને એના આ લાગણી સભર

પ્રશ્નનો જવાબ જ ના આપી સક્યા.થોડીવાર રહી હળવાશ લાવવા મે કહ્યું,” કેમ નહિ? પણ મને બીગ પુંચી ને સરિતાને યંગપુંચી ..”ને અમે ત્રણે ખડખડાટ હસી પડ્યા.ત્યાર પછી મેડમ ભુલાઈ ગઈ ને પુંચી નો જન્મ થયો..આજે પણ હું બેટા શબ્દ એને માટે વાપરૂ છું તો તે ખૂબ જ ખુશ થાય છે..

કોલોનિયલ નુવરા એલિયા હિલ દેશના ઉપલા ભાગના કેન્દ્રમાં છે અને પેડ્રો ટી ફેક્ટરી આ વિસ્તારમાં મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ ચા વાવેતરમાંથી એક છે. ફેક્ટરી 1885 માં બનાવવામાં આવી હતી અને તેના વ્યાપક પ્રવાસ ઓફર કરવામાં આવે છે. બ્લુફિલ્ડ ટી ગાર્ડન્સ પણ ત્યાં મુલાકાત લેવા લાયક છે.

જાત જાતની ચાનો ટેસ્ટ, અલગ અલગ પ્રક્રિયા ને કામ જોઈ ને મુખ્ય સ્વચ્છતા જોઈ ખૂબ આનંદ થયો.ચા ના બગીચાઓથી પહાડો ને ટેકરીઓ સુશોભિત છે.આને શ્રીલંકાનું સ્વીટ્ઝરલેન્ડ પણ કહે છે.

**•ચા માટે એટલું કહીશ કે પૂર્ણ ઉમ્મર વિતી ગઈ પણ એ નશો ક્યારેય ન કર્યો..આજે પણ ટેસ્ટ નથી ખબર..!એ મોટી જીત છે...*•

બધા જાણીએ છીએ શ્રીલંકા એટલે રાવણની લંકા.તે સીતાનું હરણ કરી સીતાને અહીં અશોકવાટીકામાં બંદી કરી રાખ્યા હતા.રામની આજ્ઞાથી હનુમાન અશોકવાટિકા માં આવ્યા ને સીતાને રામનો સંદેશો આપ્યો હતો.રાવણે તેને બંદી કરી દીધા તો એમણે લંકાને અગ્નિની જ્વાળાઓ થી ભસ્મ કરી દેવાનો પ્રયત્ન કર્યો હતો.અહીં એક સુંદર ધોધ પડે છે જેને નામ *રાવણ ધોધ* નામ આપ્યું છે. સીતામૈયાનું સુંદર મંદિર છે.હનુમાન ના બે પગલા પણ ત્યાં બિરાજમાન છે.રાવણની ગુફા સુધી ચઢવા અમે સક્ષમ નહોતા..પણ ધન્યવાદ કાલ્પાનો કે જ્યાં સુધી ગાડી જતી હતી ત્યા સુધી તે અમારી લાકડી બની લઈ ગયો હતો.ત્યા *એલિયામાઉનટ હેવન *પર સુંદર નાનું પણ બહુજ કલાકારીગરી થી ભરપુર બુદ્ધ મંદિર જોયું. અહીં બે બે ત્રણ ત્રણ કી.મી પર બુદ્ધના અદ્વીતિય મંદિરો સ્થાપિત કરેલા છે.બધા જ મંદિર પર હાથીને હાથીના દાંતોની નિશાની જોવા મળે છે.ઠેર ઠેર લાલ પાંદડાના વડ જેવા વૃક્ષો ,ઘટાદાર ને વડવાઈઓ લાંબી લાંબી છે,જાણે વરસોના ઈતિહાસની સાક્ષી હોય તેમ ઝૂલી રહી છે.

ત્યાં નાના બૌધ્ધ સાધુઓ સાથે મુલાકાત થઈ.મંદિરોની હારમાળાઓ છે.ત્યાંના પ્રાંતીય નૃત્યો ને ઢોલવાદક વૃંદોને જોઈ અનેરો આનંદ ઉપજે છે.

બે દિવસ ખુશનુમા હીલ સ્ટેશન પર આનંદમય વિતી ગયા.સાંજે નક્કી કરી સૂવા ગયા.બીજે દિવસે વહેલા માં વહેલા નીકળી કોલંબો પહોંચવાનું..હતું.


૨/૬/૧૭

આજે રાત્રી સુધી જ કાલ્પાનો સાથ હતો..અમારા કરતા તે વધુ ઉદાસ હતો.કોલમ્બો પહોંચતા પહોંચતા રસ્તામાં તેણે ગાડી ઉભી રાખી ,અમારી મંજૂરીથી એની મિત્ર કે સખી કે ગર્લ ફ્રેન્ડ ને મળવાની ઈચ્છા બતાવી.તે ત્યાં અભ્યાસ કરવા હોસ્ટેલમાં રહેતી હતી.સ્ટ્રોબેરી ને ચોકલેટ લીધા તો મે એને પૈસા ન આપવા દીધા તો એક ઈમાનદાર ડ્રાઈવરના મને દર્શન થયા.તેણે કહ્યું,” તમે પૈસા આપશો તો મારી હૃદયની ભાવના કેવી રીતે મને માફ કરશે.”

મને એક ઈમાનદાર શ્રીલંકન ને મળ્યાનો આનંદ થયો.આ મારા માટે એક અનુભવથી મોટું નહોતું..મને તેના માટે ખૂબ માન થયું.

ફળો ની વાત નીકળી તો અહીં અનાનાશ ને આવાકાડોના ઢગલે ઢગલા મળતા હતા.આપણે ત્યાં આવાકાડો કેટલાં મોંઘા મળે છે.જ્યારે એ જાણ્યું એણે તો તેને પણ આશ્ચર્ય થયું હતું.

આખા રસ્તે મુકેશને મોહમદરફી ને લતાના સુંદર કલાસીક ગીતો ને લીલી છમ લીલોતરી..થી ભરપૂર પહાડો થી મન પ્રફુલ્લિત થઈ ગયું.લગભગ અગિયાર વાગ્યાની આસપાસ પહોંચ્યા...શ્રીલંકાની રાજધાની

કોલમ્બોમાં..

હોટેલમાં બુકિંગ હતું પણ અમે ત્યા ફોન કરી મેસેજ કરી દીધો કે અમે સાંજે જ સીધા આવશું.કાલ્પાને કહ્યું,” જેટલું મુખ્ય પ્રસિદ્ધ હોય તે બતાવી દે બીજે બધે ખાલી અલપઝલપ જોઈશું.”


કોલંબોના પ્રખ્યાત સીમાચિહ્નોમાં ગાલે ફેસ ગ્રીન નેશનલ મ્યુઝિયમનો ,વિરાહામાહાદેવી પાર્ક .ત્યાંનું પ્રખ્યાત બુદ્ધમંદિર અને તેનું મ્યુઝિયમ મારે માટે ખૂબ જ આર્કષણરૂપ રહ્યા.

બીજા શહેરોની જેમ આ પણ સીમેંન્ટ ક્રોંકેટનું જંગલ કહી સકાય..જોતજોતામાં તો ભૂખે પોકાર કર્યોને કાલ્પા સરસ ગુજરાતી રેસ્ટોરાન્ટમાં લઈ ગયો.સરિતા ખુશ હતી,રાત્રે અંબરીષ અમને શ્રીલંકાના એરપોર્ટ પર મળવાનો હતો..જમીને ફરી અમે કોલમ્બોની ચકરી મારી

હું થોડી સોપિંગથી દૂર રહેનારી એટલે મને કોઈ જ રસ નહોતો..હા મે ત્યાંની ડાયરી જરૂર લીધી..ફરી બીજા પ્રવાસ ને જૂન ૧૨મી ના નવા વિદ્યાર્થીઓના નામ અંકિત કરવા...

ત્યાંનું બઈરા તળાવ પણ વખાણવા લાયક છે.બોટિંગનો સમય નહોતો ને આમેય બહાદૂર હું પાણીમાં બોટિંગથી ..સમજી ગયાને...કોલમ્બો કોર્લાનીનદી પર આવેલું છે.

શ્રીલંકા ઉર્ફ મારે માટે *સિલોન* કારણ મારા સૌથી મોટા ફોઈ ને તે જમાનામાં ત્યાં પરણાવેલા.

બીનાકાગીતમાલાથી સજીવ થયેલો *રેડિયો સિલોન*અને પ્રસિદ્ધ અવાજ અમીન સહાની..બેનો ઔર ભાઈઓ...આજે પણ વિસરાય તેમ નથી.

શ્રીલંકા ઉષ્ણકટિબંધીય વર્ષા છાયાનો દેશ છે.

માર્ચ થી એપ્રિલ વચ્ચે સરેરાશ ૩૧ ડિગ્રી સેલ્સિયસ ,મહત્તમ તાપમાન રહે છે.ત્યાંનું વાતાવરણ ઓગસ્ટથી ઓક્ટોબર સુધીમાં બદલાય છે.ચોમાસાની ઋુતુને કારણે શિયાળામાં ૨૨ ડિર્ગી તાપમાન રહે છે.

કોલંબો" નામ પ્રથમ વખત 1505માં પોર્ટુગીઝોએ દાખલ કર્યું હતું, આ નામને પરંપરાગત સિંહાલી નામ ඛොලන් ථොට કોલોન થોટા પરથી લેવામાં આવ્યું છે તેમ માનવામાં આવે છે, જેનો અર્થ "કેલની નદી પરનું બંદર" થાય છે.(ગુગલ પરની માહિતી અનુસાર)

લગભગ રાત્રીના સાડાનવ દસે હોટેલ પર પહોંચ્યા .કાલ્પાએ સામાન રૂમમાં મૂકાવી અમને એરપોર્ટ પર મૂકીને પછી જ જશે કહી વિદાય લીધી.તે ગાડીમાં જ સૂઈ રહ્યો પાર્કિંગમાં ને મારા મળસ્કે એક ફોનથી હાજર થઈ અમને ચાર સાડાચારે કોલમ્બિયાના એરપોર્ટ


Bandaranaike International Airport, Colombo પર મુકવા આવ્યો.એને અફસોસ હતો કે તે અંબરીષને નહિ મળી સકે.મારી સાથેના આત્મીય સંબંધો એ ક્યારેય ન ભૂલી સક્યો.નિરંતર ત્રણ વરસથી ફેસબુક પર ને વોટ્સઅપ પર અવારનવાર યાદ કરી તેના*પુંચી* નું ઋુણાનું બંધ વિસરવા દેતો નથી..સાચેજ શ્રીલંકાનો એ પ્રવાસ ન વિસરાય તેવો આહ્લાદાયક ને અવિસ્મરણીય રહ્યો..તેમાં રેડિયો સિલોન ..ની યાદો જો ભરેલી હતી...ત્યાં અમીન સહાનીને લોકો હજુ યાદ કરે છે.

અહીં થી અમારી સવારી માલદ્વિપ તરફ પ્રયાણ કરવાની હતી...ફરી ક્યારેક એ પાંચ દિવસ...અત્યારે તો દિલ નહોતું માનતું કે કાલ્પાને ગુડબાય કર્યું છે તો ફરી ક્યારે મળીશ પણ છેલ્લે તેણે મને ગુડ બાય યંગ લેડી

કહ્યું ત્યારે મારી આંખના અશ્રુએ તેને *બાય બેટા..*જ કહ્યું ને યસ યસ બાય પુંચી થી અમે છૂટા પડ્યા..🌹💖


જયશ્રી પટેલ

૯/૪/૨૦૨૦


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED