Mani's diary books and stories free download online pdf in Gujarati

માનીની ડાયરી

માનીની ડાયરી


“માની ઓ માની ક્યાં ખોવાય ગઈ એ અવાજ સાંભળીને ઝબકી ગઈ..ભૂતકાળનાં પડછાયા તેને જાણે કે..

માની નાની હતી ત્યારથી પુસ્તકોની શોખીન. ક્યાંય કોઈ પણ પુસ્તક હાથમાં આવે એટલે વાંચવા બેસી જાય.વારંવાર ગ્રંથાલયનીમુલાકાતે ઊપડી જાય.

તેના પિતા પણ તેને ખૂબ પ્રોત્સાહિત કરે. પોતાના અંભ્યાસમાં પણ એટલીજ પારંગત કોઈ શિક્ષકો તેને ફરિયાદ કરી જ ન શકે.

તેનું શહેર કાંઈ બહું મોટું ન હતું કે તે આગળ અભ્યાસ કરી શકે. તેથી પિતાજીએ તેને બારમાં સુધી અભ્યાસ કરાવી તેને બીજાશહેરમાં ન મોકલી. તેની ઈચ્છા હતી કે તે આગળ પીટીસીનો પણ અભ્યાસ કરી

સારી શિક્ષિકા બને ને પોતાનાં આ નાના પણ ઉદ્યોગી શહેરની શાળામાં દીકરીઓને ભણાવે.

બારમું પાસ કર્યાને બે વર્ષ નીકળી ગયા.તેણીનાં લગ્ન ન થયાં. તે નિરાશ થઈ ગઈ. ઘણીવાર બગીચામાં જઈ બેસતી, ગ્રંથાલયમાંનાનુકાકા પાસે બેસતીને તેમને પુસ્તકો ગોઠવવા કે સાફસૂફ કરવા લાગતી.

એકવાર નાનુકાકાએ એને માથે હાથ મૂકી કહ્યું,’દીકરી તું ખૂબ જ ડાહીને સંસ્કારી છે, જેનાં ઘરમાં જઈશ તેનું ઘર ઉજાળીશ’.

એ રડું રડું થઈ ગઈ. મનની વાત મનમાં જ રાખી સજળ નેત્રે નાનુકાકાને બે હાથ જોડી નાનું સ્મિત કરી ત્યાથી ખસી ગઈ. તેજસમયે નાનુકાકાનો ભત્રીજો અમોલ ત્યાં એક થેલો આપવા આવ્યો. તે શહેરથી જ

નવા નવા પુસ્તકો લઈ આપવા આવેલો, અહીંથી તેની ગાડીમાં પસાર થતો હતો તેથી તેને નાનુકાકાએ કામ સોંપેલું . તે નાનુકાકા સાથેવાત કરવાં ત્યાં મેજ પાસે ઊભો હતો,તેનો હાથ એક સરસ ડાયરી પર પડ્યોને તેણે તે ઉપાડી ને પાના ફેરવવા લાગ્યો. અંદરના અક્ષરજોઈ તેનાં આશ્ર્ચર્ય વચ્ચે તે બોલી ઊઠ્યો,’સુંદર!’

નાનુકાકાએ પૂછ્યું,’શું?’તેમણે નજર ઊંચી કરી.અમોલનાં હાથમાં માનીની ડાયરી હતી.તેમણે કહ્યું,’બેટા, કોઈની અગંત ડાયરી નખોલીએ.’

અમોલે પૂછ્યું,’ કાકા કોની ડાયરી છે?’

કાકાએ દૂર ઉભેલી માનીની તરફ આંગળી કરી. અમોલ જોતો રહ્યો. તેણે કાકા પાસે બધી વાત સાંભળી.એક નજર તે સાદગીની મૂર્તિનેજોતો રહ્યો.કાકાની સાથે વાતો કરતાં જ પોતે તે ડાયરી ધીરે રહી પોતાની કોમ્પ્યુટર બેગમાં સરકાવી દીધી ને નીકળી ગયો.ફક્ત માનીનેનમસ્તે કર્યા.માની તેની સામે જોઈ રહી. જતાં જતાં તે તેની ડાયરી શોધી રહી પણ ન મળી. તેણે કાકાને પૂછ્યું , પણ કાકા એ વાત વિસરીગયા કે તેમણે અમોલને ટોક્યો હતો. માની ડરી ગઈ કે તે જો કોઈ વાંચશે તો!

અમોલ રાત્રે ડાયરી ખોલી વાંચવા લાગ્યો, જેવી સાદગી માનીની ચહેરા પર હતી તેવું લખાણ સાદું નહોતું. ખૂબ જ અલંકારીકસાહિત્યમાં રોજનીશી હતી.વાંચતો જ રહ્યો વાંચતો જ રહ્યો. એક એક પાના પર વ્યથા પણ હતી તો એક યુવતીનાં મનની મીઠી સંવેદનાપણ હતી. સાથે સાથે કાવ્યમય લયમય પંક્તિઓ ટાંકેલી હતી. તેણે નક્કી કર્યુ અદ્ભૂત વાર્તા રૂપ આ ડાયરીને છાપવી જ

રહી. તેણે કાકાને ગ્રંથાલયમાં ફોન કર્યો, તેમની પરવાનગી માંગી. તેમણે હા ના કરી છેવટે પરવાનગી આપી પણ માનીને ન જણાવાની વાતકરી. તેણી તો ડાયરી ખોવાયાનાં ગમમાં અડધી થઈ ગઈ હતી.

એ વાતને બે ત્રણ મહિના નીકળી ગયા. હવે તો પોતાના લગ્ન નહિ જ થાય, એમ માની માની તેના પિતાને શહેરમાં આગળઅભ્યાસ કરવા વિનવાં લાગી હતી.તેઓ કંઈ વિચારે ત્યાં તે દિવસે નાનુકાકાએ તેને ગ્રંથાલયમાં બોલાવી કહ્યું,’પોતે નિવૃત્તિ લેવા માંગે છે, તેમણે જેનું ગ્રંથાલય છે તેમને વાત કરી છે,તો શું તું આ ગ્રંથાલય ચલાવશે?’

માનીને માટે આ તક અમૂલ્ય હતી. તેણે એ કાર્ય સ્વીકાર્યું. તે દિવસે નાનુકાકા ઘરે આવ્યાને તેના પિતાની પાસે પોતાના ભત્રીજાઅમોલ માટે માનીનો હાથ માંગ્યો.

માનીની મંજૂરી પણ માંગી. તેને અમોલનો ચહેરો ઝાંખો ઝાંખો યાદ હતો. તેણે વિચાર્યું કે કાકા મારું ભલું જ ઈચ્છે તેણે હા કહી દીધી.બન્નેમળ્યાં અને લગ્ન પણ લેવાયા,

લગ્નની રાત્રે માનીને અમોલે એક લીફાફો આપ્યો જેમાં તેની ડાયરી અને તેની ઉપરથી સુંદર પુસ્તક પણ ભેટ રૂપે આપ્યું.માનીને એ ક્ષણેએક આંચકો લાગ્યો, ખુશી થવાને બદલે તેણે સજળ નેત્રોથી અમોલ તરફ જોયું અને બે હાથ જોડી ફક્ત એટલું પૂછ્યું,” આખી ડાયરીવાંચી છે તમે?”

અમોલે ફક્ત,” હા”. જ કહ્યું.

તેણી તેના પગમાં પડી બોલી ઉઠી,”છતાં તમે મારી સાથે લગ્ન કર્યા.?

અમોલે તેને છાતી સરસી ચાંપીને પ્રેમથી નજીક ખેંચી કહ્યું ,” માની ઓ માની એમાં તારો શું વાંક? તારા પિતાનાં એ મિત્રે તારો લાભ લીધોતે પણ બાર વર્ષની ઉંમ્મરે, જાણે છે એ કોણ હતાં મારા જ સગા ફૂવા.”

મારા ફોઈએ આ જાણ્યું તો તેમણે તેનો ત્યાગ કર્યોને ફોઈએ વિધવાઓનાં આશ્રમમાં પોતાનું જીવન અર્પી દીધું છે.મે દયા ખાઈનેનહિ પણ તારી સાહિત્યની આવડત તારી અલંકારીક ભાષાને પ્રેમ કર્યો છે તું લખ ને લખતી રહે...

આજે માનીનાં પાંચમાં પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે ને માની ભૂતકાળમાં ખોવાયેલી હતી ને..*માની ઓ માનીનો* મીઠો સ્વર તેનાપ્રિય અમોલનો હતો..માની ખીલી ઉઠી..સૂરજમૂખીની જેમ પીળી સાડીમાં શોભી રહી હતી..ને પુસ્તક હતું હાથમાં જેનું પહેલું પાનું તેનાશીર્ષકથી ચમકી રહ્યું હતું “અમોલની માની”


જયશ્રી પટેલ

૧/૨/૨૧

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED