Corona's defeat book and story is written by Jayshree Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Corona's defeat is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કોરોનાની હાર Jayshree Patel દ્વારા ગુજરાતી વાર્તા 7 1k Downloads 4.8k Views Writen by Jayshree Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કોરોનાની હાર મનોબળ જો મન સાથે જોડાય જાય તો તેના વિચારો તો બ્રહ્માંડ સાથેજોડાય જાય. આ એક એવા વ્યક્તિની વાત છે જે સત્ય છે પણ અશક્યનો ભાવ ઉભો કરે છે.એવી જ આ વાત બે મિત્રોની છે..ભાઈઓથી વધુંસંબંધોની મહત્વતા તેમના બે ઘરો વચ્ચે હતી. કુટુંબીઓ હોવા છતાં બન્ને સગા ભાઈની જેમ રહેતા અને મિત્રતા તો જાણે સુદામા કૃષ્ણની! રોમીત દેસાઈ અને કરત દેસાઈ બન્ને કાકા બાપાના ભાઈઓ પણ મિત્ર પણ એવાજ કે એકબીજાનેમૂકી કાંઈ જ કરવા તૈયાર નહિ .કોઈ પણ ખૂણામાં હોય દિવસનો એક ભાગ તેમનો જ રહેતો.પાઠશાળાથી લાઈતેઓ નો જીવન સંસાર એક નૈયા પર સવાર હતો.બન્નેખુશ ને સુખી હતા. અચાનક પુરા વિશ્વમાં મહામારીનો ભીષણ વાયરસ છાંઈ ગયો.કોરોનાએ આખા વિશ્વને અજગરની જેમ ભરડો લઈ લીધો છે . ત્યાં એક સાંજે કરતદેસાઈને ત્યાંથી સમાચાર આવ્યા કે તેને અને તેની પત્નીને સખત તાવ આવે છે. રોમીતથી ન રહેવાયું અને તે તેઓને લઈહોસ્પિટલ પહોંચ્યો .કોરોનાના રીપોર્ટે પોઝીટીવ આવ્યોપતિ પત્ની ને વિખૂટા પાડી દીધા. પત્ની સાથે બે બોલ પણ ન બોલી શક્યો કરતનેતેની ગંભીરતા જોઈ તેને વેન્ટીલેટર પર મૂકી દેવાયો. પત્નીને સૂરત શહેરથી દૂર કોરોન ટાઈન કરી દેવાય. રોમિત તો હતપ્રત બની ગયો. કરતના પિતાને પોતાની પાસે લઈ આવ્યો. લોકોએ કેટ કેટલી મનાય કરી પણલોહીની સગાઈ ઋણાનુંબંધનથી જોડાયેલી હતી.પિતા સમાન કાકાની સશ્રુષામાં પડી ગયો. ત્રણ દિવસ પછી સમાચાર મળ્યા કે કિરતનુંમૃત્યું થયું છે..ને તેને થોડા જ સમયમાં સ્મશાને લઈ જશે.રોમિત સમય વેડફ્યા વગર હોસ્પિટલ પહોંચ્યો અને તેની જ સામે પ્લાસ્ટિકમાં વિંટાળી એક લાશ દૂર શહેરનીબહાર પહોંચાડી દેવામાં આવી પોતાના જીગરના ટૂંકડા સમાન ભાઈ મિત્રની પાછળ જઈ ચાર રૂપિયા ખવડાવીલાશને અગ્નિદાહ આપ્યો..ન મોઢું જોયું ન આંસું પાડ્યાને એક વ્યક્તિ વિદાય થઈ ડાધુઓ વગર.। શોક મનાવવાનો સમય પણ ન રહ્યો ને ત્યાંકાકાને હજું કહે કે તમારો પિંડ તો રહ્યો નથી..ત્યાં કાકાએવિદાય લીધી.ભક્તિમય જીવડો ન અગ્નિદાહ પામ્યો ન કોઈ શ્લોક મંત્ર..નજરો સામે અંતિમ દિવસે કોરોના ટેસ્ટહકારાત્મક આવ્યો ને જીવ હોસ્પિટલમાંથી જ સ્મશાને ગયો. કુટુંબિયો પર તો ગાજ જ ધબકી..કિરતના પત્ની રોમિત ને કુંટુંબિયો તોહતપ્રત જ થઈ ગયા. કેવો ઈશ્વરનો કેર કહેવાય છે કે એની મરજી વગર તો પાંદડું પણ હાલતું નથી.કોણ જાણે કેમ રોમિતનુંમન કિરતના મૃત્યુંને સ્વીકારવા તૈયાર જ નહોતું. તેને એમ જ થતું કે કિરત પાછો જ આવશે. છતાંય બધી વિધિ પતી . કિરતના પત્નીનાનામે બેન્કને તેની દરેક કાર્યવિધિમાં રોમિતની હાજરી તેની સાક્ષી રહીં. તે વિચારતો કે બધું ભેગું કરતા કાકા અને કિરતના વર્ષો જવહ્યા ગયા. તે એમને એમ જ મૂકી સમેટી ચાલ્યા ગયા. ઈશ્વરને કાંઈ બીજું જ મંજુર હતું. એક સવારેઆરામ ખુરશી પર બેસી રોમિત વિચારી રહ્યો હતો કિરત કેવો ધીરગંભીર ,શરમાળ હતો..અરે રોમિત તેને બે કશ સિગારેટના મારવાઆપતો તો પણ ડરતો આજુ બાજુ જોઈ પીતો..તો સામે આવેલા કાળના અજગરની એને ડર નહિ લાગ્યો હોય.અચાનક ફોનની રીંગ વાગીઅને રોમિતની તંદ્રા તૂટી..કેટલાય દિવસથી તે મનોમનવિચારતો કે કિરત જીવતો છે એવાં સમાચાર મળે તો! અશક્યતા ભર્યા વિચાર..તે ભ્રમિત જિંદગીજીવે છે એવું તેના બાળકો પણ કહેતા. ફોનમાં કહેવામાંઆવ્યું કે અમે મુંબઈની કોરોનાની જ્યાં ટ્રીટમેન્ટ અપાય છે ત્યાંથી વાત કરીએ છીએ. મી. કિરત દેસાઈ હવે કોરોના મુક્ત છે.તેમને લઈજાવ. રોમિતને બે ક્ષણ તોજાણે કોઈએ હતમચાવી નાંખ્યો હોયને સમતોલન ગુમાવી દે તેમ ખુરશીનો સહારો લેવો પડ્યો. એના ભ્રમિત વિચારો મનથી મજબૂત હતા.તે શું બ્રહ્માંડ સુધી પહોંચ્યા..કિરતના લેવા ગાડી કરી તોતેને લાગ્યું કે તે ઉડન ખટોલાની જેમ ઉડે તો સારું. પહોંચતાજ બન્ને ભાઈઓ ખૂબ ભેટ્યા. કિરતને સુરતથીઅહિ સારી ટ્રિટમેન્ટ મળે તેથી સવારની સિફ્ટવાળાએમુંબઈ લઈ જતી એમ્બ્યૂલન્સમાં હોસ્પિટલ વાળાએ જ મોકલ્યો હતો ને તેના જ પલંગ પર બીજા દર્દીને લેવામાંઆવ્યો પણ તે બે ત્રણ કલાકમાં મૃત્યું પામ્યો હતો. બેદરકારી ગણો કે ભલમનસાઈ પણ કોઈને બદલે કોઈનુંમૃત્યું જાહેર થયું અને જે વ્યક્તિ મૃત્યું પામી હતી તેના કુટુંબીઓ માં કોઈ હતું નહિ તે તો ફૂટપાથ પરથી લાવવામાં આવ્યો હતો. જુઓ કિસ્મતના ખેલ પણ રોમિતને એક સુખમળ્યું કે એક એવી વ્યક્તિને તેણે અગ્નિદાહ આપ્યો હતો કે તેનું જગતમાં આવવું કોઈ રીતે નિશ્ચિંત હતું પણજવું તો બેનામી જ હતું..કોઈકનું ઋણ ચુકવાયું તો બીજીબાજુ જાણે બુધ્ધની જેમ મહાભિનિષ્ક્રમણ કરી કિરતનુંપાછું ફરવું..કહેવાય છે ને કે માનવ ધારે છે કંઈ ભગવંતકરે છે કાંઈ. કિરતને પિતાના મૃત્યુંનું દુ:ખ હતું પણ કુટુંબને મળ્યાનો આનંદ. કોરોના ખરેખર હારી ગયો..!જયશ્રી પટેલ૧૨/૧/૨૧ More Likes This સોલમેટસ - 1 દ્વારા Priyanka એક ચાન્સ દ્વારા Priyanka એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt એક ભૂલ - ભાગ 1 દ્વારા Varsha Bhatt ઓનલાઇન થતો પ્રેમ ️️️- 1 દ્વારા Awantika Palewale બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા