Is daughter superstition behind son's faith ?? books and stories free download online pdf in Gujarati

શું દીકરા ની શ્રદ્ધા પાછળ દીકરી અંધશ્રદ્ધા???

શું દીકરા ની શ્રદ્ધા પાછળ દીકરી અંધશ્રદ્ધા???

હું સંસ્કૃતી આ શીર્ષક હેઠળ મારો નાનો એવો વિચાર આ સમાજ ના લોકો સુધી લાવવા નો પ્રયત્ન કરવા આવી છું ....હું એક દીકરી છું એક સ્ત્રી છું તો આ વાત કદાચ સારી રીતે સમજી શકું છું એટલે એક નવોદિત લેખક તરીકે મારો નાનો એવો વિચાર મૂકવા માંગુ છું...


કે આપણો સમાજ આમ તો ઘણો બધો આગળ આવ્યો છે...પરંતુ આજે પણ અમુક વાતો માં એ થોડી પાછી પાની કરે છે....એના વિચારો હજુ ઘણા જૂના છે ખાસ કરી અમુક બાબતો માં.!!

જેમ કે દીકરાનો આંધળો મોહ!! ને એની સાથે જોડાયેલી શ્રદ્ધા ના નામ પર લોકો ની અંધશ્રદ્ધા ઓ.....
શું આજ ના સમય માં પણ દીકરો દીકરી કરતા વધારે જરૂરી છે???

શું દીકરો માં - બાપ ને દીકરી કરતા વધારે સમજશે ??? શું દીકરી દીકરા ની જેમ માં - બાપ ને નહિ સાચવી શકે??? અને સૌથી વધારે તો એ વાત અયોગ્ય છે કે માં ની કોખ માં પાંગરતું એ બાળક જેને પોતાને તો ખબરજ નથી કે હું શું છું ??કોણ છું..??? એને પોતાને તો એ સુધા ખબર નથી કે હું કઈ વિચારસરણી વાળા સમાજ માં જય રહ્યું છું....?? કે અંધશ્રદ્ધા માં પાંગરું છું કે શ્રદ્ધા માં.....?? ને એ બાળક ને જનમ્યા પેહલા આ હૃદય વિહોણા સમાજ ના અત્યાચાર સહન કરવા પડે છે .... કદાચ આ સમાજ ના વિચારો જ અદ્ભભૂત છે નહિ???

ને આ દરેક વાતો આપણે જોઈએ છે અને જાણતા અજાણતા સાથ પણ આપીએ છે....પરંતુ એમાંથી આપને કેટલા આ વાત ને સમજી શકીએ છે??? ને કેટલા આ વાત ને કે ઘટના ને થતી અટકાવી શકીએ છે....?? નથી ને કોઈ જવાબ....બસ આવું જ છે આ બધું....

એક માં સમાજ અને પોતાના પુત્ર પ્રેમ ના મોહ માટે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે રહેલી નાની રેખા ને આસાની થી વટી જાય છે....ને એ રેખા પાર કર્યા પછી એ એવું નથી જાણતી કે આ અંધશ્રદ્ધા મારા જીવ માટે ને મારી કોખ માં પાંગરતા બાળક માટે કેટલું ખતરા સમાન છે... પણ આ વિચાર તો ના સમાજ ના પુરુષો ને આવે છે ના તો સ્ત્રીઓ ને....

આવા કેટલાય શ્રદ્ધા અંધશ્રદ્ધા ને દીકરા નાં મોહ પાછળ સમાજ ની કય કેટલી સ્ત્રી ઓ પોતાની પીડાને કુરબાન કરતી હશે.... પણ જે સમાજ એને પુત્ર માટે મેંણા મારે છે..શું એ સમાજ એની પીડા નો ભાગીદાર થવા આવશે??? શું એ તેના ઘર નું ભરણ પોષણ કરવા આવશે? શું એ સમાજ દીકરા નાં મોહ માં થયેલો એનો મોટી સંખ્યામાં વિકસેલા કુટુંબ ને સાંભળવા આવશે? શું ગઢપણ માં એ દીકરો નહિ રાખે તો એ સહાયતા કરશે??? બાળક વખતે થતી પ્રસૂતિ ની પીડા શું એ સમાજ સહન કરશે??
એ પ્રસૂતિ નું દર્દ શું છે એ જોવા માત્ર થી ખડતલ પુરુષ ડગમગી જાય છે....તો એક સ્ત્રી તો પુત્ર માટે એવી ના ગણી શકાય એટલી પ્રસૂતિ નું દુઃખ સહન કરે છે..... છતાં પુરુષ તો ઠીક પરંતુ આ સમાજ ની બીજી સ્ત્રી ઓ પણ એ સ્ત્રી નું એ દુઃખ નથી સમજી શકતી તો બીજાને ને તો કય કેહવાનો મતલબ જ નથી ......

આપણા સમાજ માં આ રીત લાંબા વર્ષો થી ચાલી આવી છે...ચાલે છે...ને સમાજ ના વિચારો નહિ સુધરે તો હજુ ચાલતી પણ રેહશે.....પણ શું આ વિચારો નો કોઈ અંત આવશે? શું કોઈ એ સ્ત્રી ના સવાલો નાં જવાબ આપી શકશે? શું આ બધું જ સહન કરતી સ્ત્રી ને સમાજ માં પુરુષ સમાન જ માન આપશે???

આ સાંભળી કદાચ આપને સમજાશે પણ ખરું,પણ શું ખરેખર બધા આ વાત પર અમલ કરી વિચારો સુધારી શકશે???? આ આખી વાતો ને વિચારશો ને તો આમાં ભોગ માત્ર ને માત્ર સ્ત્રી નો જ અપાશે....કેમ કે પ્રસૂતિ ની પીડા પણ સ્ત્રી સહન કરશે, ને સમાજ ના મેણા પણ સ્ત્રી સાંભળશે ને જો કોખ માં વિકસતું એ કુમળું ફૂલ દીકરી હશે તો એ ફૂલ ને કરમાવી પણ દેશે.....

જ્યારે એ કુમળું ફૂલ એની માતા ને સવાલ કરશે કે માં શું હું પિતા નાં કુળ ની અંશ નથી??? શું હું એક માણસ નથી?? માં શા માટે માત્ર મારો જ ભોગ અપાય છે? માં શા માટે મારે જ સમાજ ના પ્રશ્નો નો સામનો કરવો પડે છે??? માં શા માટે મને દીકરા સમાન માન સમ્માન નથી મળતું??? સમાજ મને પારકી થાપણ કહે એમાં મારો શું વાંક??? સમાજ એ દીકરી ને સાસરે જવાનો નિયમ બનાવ્યો એમાં મારો શું વાંક???? જો મારા આટલા સવાલો માંથી તું માત્ર મને એક નો જવાબ આપવા સક્ષમ હોય ને તો હું મારું આ ખૂન તને અને આ સમાજ ને માફ કરી દવ......

પરંતુ આ સવાલ ના જવાબ આપવા નાતો એક માં સક્ષમ છે નાતો આ નિર્દયી સમાજ......એટલે લોકો સાંભળશે ખરી પણ એ દુઃખ ને ક્યારેય સમજશે નહિ.....અને આમને આમ આ કુમળી બાળકી ઓ ના અવાજ દબાતા રહશે......

આ વાત પર થી હું એવું નથી કેહતી કે પુત્ર ની જંખના કરવી ખોટી છે....પરંતુ પુત્ર ની જંખનાં પાછળ જે દીકરી ની હત્યા થાય છે એ જરૂર થી ખોટું અને સજા ને પાત્ર છે.....કેમ કે જો એ દીકરી જન્મી નાં હોત ને તો આજે આ સમાજ નું નિર્માણ જ ના થયું હોત.....

પણ આ સમાજ સાંભળશે થોડા આગળ પણ આવ્યો છે પણ હજુ આ વિચાર માંથી તો ઘણા ખરા સમાજ નાં લોકો એ આગળ આવવાની જરૂર છે.....

એટલે બસ એટલી જ વિનંતી છે કે બસ આ વિચાર ને સમજી એમાંથી આગળ આવો.....ને દીકરા અને દીકરી ને એક સમાન સમજો , એને સમાન પ્રેમ આપો હુફ આપો ને એક દીકરા માટે તમારી દીકરી ઓ નું બલિદાન તો ક્યારેય પણ ના દયો કેમ કે દીકરો ગઢપણ માં સહારો બનશે તો દીકરી પણ બનશે જ....બસ આટલું જ કેહવુ છે.....ને આ વિચાર વધારે માં વધારે લોકો સુધી પોહચે ને લોકો થોડુ આ વાત પર ધ્યાન આપે એ એક j મારો ઉદ્દેશ છે આ વાત પાછળ.... તમારો મંતવ્ય પણ જણાવો .....ને આ વાત પર એક વાર્તા પણ જોતી હોય તો જણાવજો.....

- સંસ્કૃતી


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED