lower cast..... books and stories free download online pdf in Gujarati

હલકું વરણ....

હું મીરા કચ્છ ના એક નાના એવા ગામ ની જાડા વરણ ની છોડી, મારા મન માં કાયમ આ નાના ગામ માંથી બહાર શેહેર માં જય ભણીગણી આ આકાશ માં ખુલ્લા મને ઉડવાની અને આ ગામ ને શિક્ષિત કરી જૂની વિચાર ધારા બદલ વાની ઈચ્છા........
મારા ઘર માં બા,બાપુ ને ભાઈ, મારા બાપુ અમારા નાના એવા ગામ ના સરપંચ પણ ગામ માં જાડું વરણ ને હલકા વરણ વચ્ચે તો જાણે ભારત પાકિસ્તાન ની બોર્ડર જેવું , જો ભૂલથી પણ કોઈ ગામ માં આ બે વરણ રેખા પાર કરી જાય તો એને ગામ માંથી કાઢી મૂકે...

આ ગામ માં છોકરી ઓ ને માત્ર 8 ચોપડી તો માંડ માંડ ભણાવે પણ મારે તો ભાઈ ની જેમ આગળ ભણવા શેર માં જવું તું પણ અહીંયા તો બસ પુરુષો નો જ દબદબો સ્ત્રી જાત ને તો બસ ઘર ના કામ કરવા ને ઘર માં ગોંધી રાખવાની ને કય અવાજ ઉપાડે તો બસ ઢોર માર મારવાનો......

મારી પણ 8 ચોપડી પૂરી થય ગય તી, રાતે વાળું ના સમયે હું બાપુ ને મારે આગળ ભણવું છે એમ કહેતી તિ પણ બાપુ એકના બે શેના થાય?..બા એ પણ મારું ઉપરાણું તાણ્યું કે ઇને ભણવું છે તો શેર માં ભણવા જવા દો ને પણ બા જેવી બોલી કે બાપુ એ એને એક જાપત ચડાવી બા ને બોલતી બંધ કરી દીધી ને મને પણ કે છાની માની ઘર સંભાળ આપડી ઉંચી જાત ની છોકરી આમ શેર માં રખડવા ના જાય.....

હું રડતી બા ને શાંત કરતા બોલી બા તુ મારા લીધે હેરાન થય પણ બા મારે ભણવું છે મારે આ ગામ ને નર્ક માંથી સ્વર્ગ બનાવું છે,હું તમારા બધાની જેમ ઘર માં ગુગળાવા નથી માગતી મારે આઝાદ પંખી બની ઊડવું છે...બા ગામ ની બીજી બાજુ રેતી હલકા વરણ ની પેલી ગોમતી ના બાપુ તો એને શેર ભણવા મોકલે છે તો બાપુ મને કેમ નથી મોકલતા....?

બા મારી બધી જ વાતો રડતી આંખો એ સાંભળતી રહી ....ને હું એની આંખો ને.... એ આંખો માં મને અનહદ દુઃખ દેખાતું હતું....હું વધુ કંઈ સવાલ પૂછું એ પેલા જ બા મારા માથા પર હાથ મૂકી સૂય જા બેટા....પણ હું તો આ આકાશ માં છુપાયેલા મારા સપનાં શોધતી રય પણ .....અફસોસ એમાં મને માત્ર અંધકાર જ દેખાયો....

બીજે દિવસે સવારે હું કૂવે પાણી ભરવા ગય..ત્યાં ગોમતી પણ પાણી ભરવા આવેલી...ગામ ને પાદર બે કૂવા ને બને બાજુ બાજુ માં પણ ....ત્યાં પણ બધા પોતપોતાના કૂવે થી પાણી ભરી ચાલ્યું જવાનું કોઈ એક બીજા ને બોલાવવા ના નય...પણ ગોમતી ને જોઈ મારા થી ના રેવાનું એટલે મેં એને બોલાવી .....પેહલા તો એ ડરી ગય ને કાઈ બોલી નય કેમ કે એને ડર હતો કે હું ગામ ના સરપંચ ની દીકરી ને એને જો મારી સાથે વાત કરતા કોઈ જોઈ ગયુ તો પછી એને ગામ મૂકી ને જાવું પડશે....પણ મે એને ફરી બોલાવી ને કીધું કે એક તું જ મારી મદદ કરી શકે છે આ સાંભળી એ મને તાકી તાકી ને જોવા લાગી ...પણ ત્યારે મે વધારે વાત ના કરતા એને સાંજે 5 વાગે માતાજી ની ટેકરી પર આવેલા તળાવ આવા કીધું કે જ્યાં ગામ ના લોકો ની અવરજવર ના હોય...

મે ઘરે જય બા ને માંડી વાત કરી, બા મારા સપના પુરા કરવા માગતી હતી એટલે મને ના તો નો પાડી પણ ...એટલું કીધું કે ગામ માં કોઈ ને ખબર ના પડે એમ જાજે ને તારા બાપુ ઘરે આવે એ પેહલા આવી જાજે.....હું 5 વાગે ત્યાં પોચી ગય પણ ગોમતી ના આવી હું એની વાટે એમ જ બેઠી 5:30 થયા તોય એ નો આવી એટલે હું પણ ઉદાસ થય ઘર માટે નીકળતી જ હતી ત્યાં...મે દુર થી એને આવતા જોઈ એટેલે આ ઉદાસ મન માં ખુશી જળકી....એ આવી મારી સામે ઊભી રય પણ એ હજી ડરતી હતી... મે એનો હાથ મારા હાથ માં લય ને શાંત કરી...અને એને મારા સપનાં વિશે વાત કરી..હવે એ થોડી સ્વસ્ત થય...મે એને કીધું કે મારે ભણવું છે ....જો તું મારા માટે શેર માંથી ચોપડી લય આવે ને શાળા માં તને જે શીખવાડે એ તું મને શીખવાડે તો હું મારું સપનું પૂરું કરી શકું....એ બોલી પણ આ ગામ ના લોકો નું શું....? અને જો તારા બાપુ ને ખબર પડી તો .....

મે એને સાંત્વના આપતા કહ્યું કે આપડે સાવચેતી રાખીશું આપડે રોજે એક નકી સમય પર અહીંયા મળીશું ને તું મને શિખવાડજે....એને હા પાડી એની હા સાંભળતા ની સાથે જ મારી તો ખુશી નો પાર ના રહ્યો...હું શબ્દો માં એનો આભાર પણ ના માની શકી.... પછી અમે ત્યાં થી નીકળી ગયા....

ઘરે જય મે બાને બધી વાત કરી ...બા પણ ખૂબ ખુશ થઈ ગઈ ....પણ સાથે થોડી ચિંતા માં પણ ડૂબી ગય કેમ કે જો બાપુ ને ખબર પડી તો એ બાને ને મને બને ને મારી મારી ને અધમુવી કરી દેશે ને ગોમતી ને એને ગામ ની બાર...તો પણ બા મારા સપનાં માટે હા કહી દે છે..

આ બાજુ ગોમતી પણ એના ઘરે જય બધી વાત કરે છે ..અને ગોમતી ના બાપુ ગોમતી ને મને ભણાવવા માટે હા કહે છે...અને કે છે બાકી ગામ નું તો જોયું જાસે પણ તું એને ભણાવ....

હવે હું ને ગોમતી રોજે નક્કી કરેલા સમયે તળાવ પાસે મળતા એ મને ભણાવતી ને સાથે સાથે શેર ની વાતું પણ..... આમ હું ને ગોમતી પાક્કી બહેનપણી બની ગયા....હવે તો અમારું મળવાનું રોજ થતું ને જો ના મળ્યે તો બને માંથી એક ને પણ ચેન ના પડે....

આજે પણ હું ને ગોમતી નક્કી કરેલા સમય પર મળવાના હતા પણ , ગોમતી આવી નય એટલે મને બહુ ચિંતા થવા લાગી...હું કાય પણ વિચાર્યા વગર ગોમતી ના ઘર તરફ ચાલવા લાગી....ગોમતી કેમ ના આવી એના વિચાર માં હું શું કરી રહી હતી એનું જ ભાન ના રહ્યું....કેમ કે જો હું એના ઘરે ગય તો શું થવાનું હતું એ તો હું ભૂલી જ ગઈ....ને હું ગામ માં રહેલી રેખા વટી ને ગોમતી ના ઘરે જતી રય.....પણ હું એના ઘરે ગય પછી મને મારી ભૂલ નું ભાન થયું કે ગોમતી ની ચિંતા માં મે એના ઉપર વધુ ચિંતા થોપી દીધી.....

પણ હવે થાય શું....? ગોમતી ના બાપુ એ મને મારા માથા પર હાથ ફેરવતા કહ્યું દીકરી ચિંતા ના કર ભગવાને જે ધાર્યું હશે એ થશે.... આટલો પ્રેમાળ હાથ મારા બાપુ એ ક્યારેય મારા પર નોતો ફેરવ્યો ....હું થોડી શાંત થય ને ગોમતી એ પાણી આપ્યું એટલે એ પીધું...ને પછી હું ,ગોમતી ને ગોમતી ના બાપુ વાતો એ વળગી ગયા.....હું ગોમતી અને એના બાપુ વચ્ચે નો પ્રેમ જોઈ હું એમાં મારા બાપુ ને શોધવા લાગી પણ અફસોસ કેમ કે મારા બાપુ એ મને ક્યારેય એટલો પ્રેમ આપ્યો જ નોતો કેમ કે એના મન તો હું સાપ નો ભારો હતી એટલે જ તો મને એ ક્યાંથી જડવાનો.....

હું હજી આ વિચારો કરતી જ હતી ત્યાં મને એક સાંભળેલો અવાજ પાસે આવતો હોય એવું લાગ્યું.....પણ એ અવાજ કોઈ બીજા નો નય પણ મારા બાપુ નો હતો.....હું એક દમ હેબતાઈ ગય..પણ હવે શું ? બાપુ આવી ને સીધા મારા વાળ પકડ્યા ને બોલ્યા તારી હિંમત કય રીતે થય આ હલકા ઓ ના ઘરે અવાની મારું નાક કપાવી નાખ્યું ગામ માં ....તું ઘરે આવ હું તને સમજાવું બધું...એટલે તું ફરી વાર આવું કરતા પેહલા વિચારે .. ને પછી ગોમતી ના બાપુ ને કીધું એ હલકા તારી છોકરી ને સમજાવી દેજે બીજી વાર મારી દીકરી ની આજુબાજુ ના દેખાવી જોઈએ....અને તારો પરિવાર કાલ સવારે મને અહીંયા દેખાવા ના જોઈએ.....મે બાપુ ને રોકતા કીધું કે બાપુ એમાં એનો કોઈ વાક નથી પણ બાપુ એ મને એક લાફો ચડાવી ચૂપ કરી દીધી ને.... તબતબાવી ઘરે લય ગયા......

અને ઘરે મને અને બા ને બહુ મારી......ને બા ને ચોખ્ખા શબ્દો માં કહી દીધું કે હવે જો હું ઘર ની બાર ગય તો તને અને તારો છોડી બને ને મારી નાખીશ....ને હું ને બા હરવખત ની જેમ બસ બાપુ નો માર ખાય ચૂપચાપ બેસી રહ્યા..... આજ તો પીડા ના લીધે આંખો માંથી આંસું પણ નોતા નીકળતા....

રાત્રે હું ઉપર નળીયા ને જોતી જોતી વિચારતી રહી કે આ હલકુ વરણ કોનું? એક બાપ પોતાની દીકરી ને પ્રેમ થી વહાલ કરે એનું ? કે બીજો દીકરી ને એની ઘરવાળી ને ઢોર માર મારે એનું.......? જે પોતાની દીકરી ને આઝાદ કરી પોતાના પગભર થવા દે એનું? કે જે બાપ પોતાની દીકરી ને ઘર માં ગોંધી રાખે એનું......?આ ઉજળું વરણ જે સ્ત્રી ને પોતાની પગ ની ધૂળ સમજે એનું કે પછી પોતાની સમકક્ષ સમજે એનું??આ નીચા વિચારો ધરાવતા ઊજળા વરણ ની? કે પછી સમય સાથે બદલાવ લાવી ઉંચા વિચારો ધરાવતા નાના વરણ નું?? આ હલકુ વરણ ગોમતી નું એનું કે પછી અમારું???

પણ મારા આ સવાલો ના કોય જવાબ પણ ના હતા અને ના તો મારા સપનાં ઓ નું રંગીન આકાશ......કેમ કે બધે માત્ર ને માત્ર કાળો અંધકાર જ છવાયેલો હતો......

- સંસ્કૃતી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED