Love rangoli of unique feeling .. books and stories free download online pdf in Gujarati

નિરાળા એહસાસ ની પ્રેમ રંગોળી.....

૧) શીર્ષક : મેળા માં...

યાદ છે આપણી એ મુલાકાત ?
જે પેલી વાર થઈ હતી મેળા માં...

વર્ષ આખુ મેળા ની રાહ માં નીકળતું હતું,
કેમકે બાળપણ ના મિલન નું કારણ છૂપાયેલું હતું એમાં.

તારો મેળા માં ખોવાઈ જવાના ડર થી પકડેલો મારો એ હાથ,
કે આપણા એ હસ્ત નો મેળાપ કાયમ માટે થઈ ગયો.

તારું મેળા માં નિશાન લગાડી જીતેલું એ ઈનામ,
કે જે આ હૃદય માં કાયમ માટે રહી ગયું.

તારી એ આપેલી મેળા ની લાલ બંગડી,
કે જે મારી સુહાગ ની નિશાની બની રહી ગઈ.

મેળા માં તારા હાથ થી ખાધેલી એ ભેળ,
કે જે હાથ મને જમાડતો થઈ ગયો.

યાદ છે મેળા માં આપેલી આભલા કૃતી ની ચુંદડી,
કે જે મારા શૃંગાર ને ચમકાવતી રહી.

મેળા માં થયેલી આપણી તું વાળી વાતો,
કે જે આજે તમે માં ફેરવાઈ ગઈ.

મેળા માં થયેલી આપણી એ મિત્રતા,
કે જે આજે પ્રણય લગ્ન માં ફેરવાઈ ગઈ.

યાદ છે આપણી એ મુલાકાત?
કે જે પેલી વાર થઈ હતી મેળા માં ...
- સંસ્કૃતી



૨) શિર્ષક : કેમ ભુલાય એ પ્રીત


મૌસમ એ વરસાદ ની,
ને મુલાકાત એ આપણી,
કેમ ભુલાય એ પ્રીત,
તુજ કહે મારા મનમિત.

એક છત્રી નો આપડો એ સાથ,
અને આ હાથો માં તારો એ હાથ,
કેમ ભુલાય એ પ્રીત,
તુજ કહે મારા મનમિત.

એ આંખો થી આંખો નો મેળ,
ને સાથે મકાઈ ની એ મીઠી ભેળ,
કેમ ભુલાય એ પ્રીત,
તુજ કહે મારા મનમિત.

તારું એ મારી લટો ને સહેલાવું,
ને મારા આ મન નું ફિસલાવું,
કેમ ભુલાય એ પ્રીત,
તુજ કહે મારા મનમિત.

તમારા હોઠો પર નું એ સ્મિત
ને મધુર પ્રેમભર્યું એ સંગીત,
કેમ ભુલાય એ પ્રીત,
તુજ કહે મારા મનમિત.

આ દિલ માં થય પ્રેમ ની જીત,
પણ નડી આ સમાજ ની રીત,
કેમ ભુલાય એ પ્રીત,
તુજ કહે મારા મનમિત.

- સંસ્કૃતી


૩) શીર્ષક : તારા માટે...

પ્રણય ની ચુંદડી ઓઢવી છે,
અર્ધાંગિની બનવા માટે.

કાચ ની બંગડી પેહરવી છે,
કલરવ બનવા માટે.

પતંગિયુ બનવું છે,
જીંદગી રંગીન કરવા માટે.

પ્રેમ જોઈ એ છે,
સાથ નિભાવવા માટે.

પ્રાથના કરવી છે,
તને મેળવવા માટે.

કલમ બનવું છે,
પુસ્તક બનવા માટે.

ચકોર બનવું છે,
ચાંદ ને નિરખવા માટે.

મીરા થવું છે,
નિસ્વાર્થ પ્રેમ માટે.

તારા ને જોવા છે,
સ્વપ્ન થવા માટે.

મારે જીવવું છે,
બસ તારા માટે.
- સંસ્કૃતી


૪) શિર્ષક: કાશ ફરી કોઈ સાંજ મળે


કાશ ફરી કોઈ એવી સાંજ મળે..
ને આ દિલ નું કંઈ રાઝ જડે....

જેમ સૂરજ - ચાંદ નો ક્ષણિક સાથ મળે .
ને એમાં ફરી આપડી એક મુલાકાત બને...

કાશ ફરી કોઈ એવી સાંજ મળે...

જેમ પંખી યુગલ ને એનો માળો મળે..
એમ આપણી પ્રીત નું પણ એક સરનામું જડે...

કાશ ફરી કોઈ એવી સાંજ મળે...

એ આહલાદક હવા એ જેમ તન ને શાંતિ મળે,
એમજ ફરી લાગણી થી આપડા આ મન ઠરે..

કાશ ફરી કોઈ એવી સાંજ મળે...

એ દેદિત્યમાન આભ માં ધૂંધળો પ્રકાશ ભળે..
ને એમાં ખોવાયેલા થોડા રંગીન સપના જડે...

કાશ ફરી કોઈ એવી સાંજ મળે...
- સંસ્કૃતી

૫) શિર્ષક : પ્રણય

એ દુર જતા રસ્તા ને રોજ નિહાળું છું,
કેમ કે હું તારા પ્રેમ પથ ને શોધું છું.

એ રાધા- કૃષ્ણ ને રોજ નીરખી છું,
કેમ કે હું તારો સંગાથ ઈચ્છુ છું.

એ પંખી નો કલરવ સાંભળું છું,
કેમ કે હું તારી વાતો ને ચાહું છું.

એ ભ્રમર ને ફૂલ નો પ્રણય જોવ છું,
કેમ કે હું તારા પ્રેમ ને જંખુ છું.

એ પાણી માં રંગીન માછલી ને રમતી જોવ છું,
કેમ કે હું તારો પ્રેમ સાગર બનવા માંગુ છું.

આ કલમ ને કાગળ પર સતત ચાલવું છું,
કેમ કે હું તારી કવિતા રચવા માંગુ છું,

આ કુદરત ને હું રોજે નમન કરું છું ,
કેમ કે હું તને પ્રણય બનાવા માંગુ છું.

- સંસ્કૃતી


૬) શિર્ષક: આજ એક સપનું જોયું .....

ગાઢ નિંદ્રા માં મે એક સપનું જોયું,
તારું ને મારું એમાં સંગાથી જીવન જોયું.

એમાં ચાર આંખો નું મિલન જોયું,
ને તારી આંખો માં પ્રેમ નું ઊંડાણ જોયું.

હાથો નું હસ્ત મેળાપ થયેલું જોયું,
ને આપણા લગ્ન નું સપનું સાકાર જોયું.

તારા વચનો નું સાક્ષાતકાર જોયું,
ને આપણું એ સપના નું ખુશહાલ ઘર જોયું.

આપણું કુમળું એ ફૂલ ખીલતું જોયું,
ને આપણા પરિવાર ને ખીલખલાતું મે જોયુ.

આજ મે એક સપનું જોયું,
ને એમાં આપણાં પ્રેમ ને સંગાથ જોયું.
- સંસ્કૃતી


૭) શિર્ષક- હું તને નિરખતી રહી ગઈ...

હું રસ્તો નિરખતી રહી ગઈ,
ને તું અજાણ પથિક ખોવાઈ ગયો,
હું તને નિરખતી રહી ગઈ,
ને તું આ હૃદય માં સમાયી ગયો.

હું એ નભ ને નિરખતી રહી ગઈ,
ને તું લહેરખી બની રહ્યો,
હું તને નિરખતી રહી ગઈ,
ને તું આ શ્વાસ બની જીવાડી ગયો.

હું એ રાત્રી ને નિરખતી રહી ગઈ,
ને તું તરો બની ચમકી ગયો,
હું તને નિરખતી રહી ગઈ,
ને તું સ્વપ્ન બની સરી ગયો.

હું એ આંખ ને નિરખતી રહી ગઈ,
ને તું અશ્રુ બની ગયો,
હું તને નિરખતી રહી ગઈ,
ને તું રૂમાલ બની ગયો.

હું એ કલમ ને નિરખતી રહી ગઈ,
ને તું શબ્દો બની રચાતો ગયો,
હું તને નિરખતી રહી ગઈ ,
ને તું આ કૃતી ની રચના બની ગયો.
- સંસ્કૃતી



૮) શિર્ષક : શરૂઆત કરિયે...

શરૂઆત થી શરૂઆત કરિયે,
ચાલ ને કંઈ આ મનની કરિયે.

આ ધબકારા નો એહસાસ કરિયે,
ને કંઈ આ દિલ ની સમજયે.
ચાલ ને શરૂઆત થી શરૂઆત કરિયે...

એ આંખો થી આંખો નો મેળ કરિયે,
ને થોડા એમાં ડૂબતા જઈયે
ચાલ ને શરૂઆત થી શરૂઆત કરિયે...

આ હોઠો ને નિહાળતા જઈયે,
ને સ્મિત ને થોડું સમજતા જઈયે.
ચાલ ને શરૂઆત થી શરૂઆત કરિયે...

રથ ના બે પૈડા બનીયે,
આ જીવન ને સાંભળતા શિખીયે
ચાલ ને શરૂઆત થી શરૂઆત કરિયે...

આ હાથ ને પકડી રાખીયે,
સાથે આ રસ્તો કાપિયે,
ચાલ ને શરૂઆત થી શરૂઆત કરિયે....

મૌન ને બોલતું કરિયે,
ને ના કહેલું સમજતા થાઈએ,
ચાલ ને શરૂઆત થી શરૂઆત કરિયે...

અપેક્ષા ઓ ને પડતી મુકિયે,
ને થયેલા અંત ની શરૂઆત કરિયે,
ચાલ ને શરૂઆત થી શરૂઆત કરિયે...

એ રિતી ની પ્રીત કરિયે,
ને કંઈ આ મન નો મેળ કરિયે,
ચાલ ને શરૂઆત થી શરૂઆત કરિયે...

શરૂઆત થી શરૂઆત કરિયે,
ચાલ ને કંઈ આ મન ની કરિયે...

- સંસ્કૃતી

૯) શિર્ષક : પ્રેમ કે વેમ?????

નયન મળ્યા,આ મન મળ્યા,
પણ એક તું ના મળી આ પ્રેમ માં.

શબ્દો મળ્યા,સુર મળ્યા,
પણ કાવ્ય ના બન્યું આ પ્રેમ માં.

હાથ મળ્યો, સાથ મળ્યો
પણ સંજોગ ના મળ્યા આ પ્રેમ માં.

હદય મળ્યા,ધડકન મળી,
આ જીંદગી ના મળી આ પ્રેમ માં.

કુંડળી મળી,ભાગ્ય મળ્યું,
પણ નાત ના મળી આ પ્રેમ માં.

લાગણી ઓ નું સુખ છે,
તો પછી દુઃખ કેમ છે આ પ્રેમ માં?

એ પ્રેમ છે કે વેમ છે,
આ પ્રેમી ઓ ના પ્રેમ માં.
- સંસ્કૃતી





૧૦) શિર્ષક : ભૂલ ભૂલ માં તૂટેલો સંબધ...

ભૂલો તારી હતી કે ભૂલો મારી હતી,
પણ સંબધ ની એ હાર શું આપણી નોતી?

હા, માન્યું કે તારી ચિંતા કરવી મારી ભૂલ હતી,
પણ બીજા ની ચિંતા કરવી શું તારી ભૂલ નોતી?

હા,માન્યું કે આંખો એ તારા સપના જોવાની ભૂલ કરી,
પણ એ સપના બતાવી તોડવાની ભૂલ શું તે નોતી કરી?

હા,માન્યું કે બહુ વધારે બોલવાની એ ભૂલ મારી હતી,
પણ પેહલા મારી વાતો સાંભળવાની ભૂલ શું તારી નોતી?

હા,માન્યું કે તારી સાથે વાત કર્યા વગર ના સૂવાની એ ભૂલ મારી હતી,
પણ રોજે પ્રેમ થી સુવડાવવાની ભૂલ શું તારી નોતી?

હા,માન્યું ચા પર તારો સમય બગડવાની ભૂલ મારી હતી,
પણ ચા સાથે કલાકો બેસાડવાની એ ભૂલ શું તારી નોતી?

હા, માન્યું કે તને અનહદ પ્રેમ કરવાની ભૂલ મારી હતી,
પણ પ્રેમ આપી પાછો લઈ લેવાની ભૂલ શું તારી નોતી?

હા, માન્યું કે બધી ભૂલો કરવાની ભૂલ મારી હતી,
પણ પેહલા આ ભૂલો સુધારવાની ભૂલ શું તારી નોતી?

હા, માન્યું ભૂલ ભૂલ ભૂલ બસ બધી ભૂલો મારી જ હતી,
પણ સબંધ ને ભૂલ સમજી ભૂલવાની ભૂલ શું તારી નોતી?

- સંસ્કૃતી




હું તમારી સમક્ષ આ દિવાળી પર , પ્રેમ ને અલગ અલગ પરિસ્થિતિ ઓ ને મારી કાવ્ય રચના સાથે લાવી છું......તો જરૂર થી વાચજો અને પોતાના પ્રતિભાવ જણાવજો.....



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED