જીવન ના છ પડાવ સાથે સંઘર્ષ Sanskruti Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન ના છ પડાવ સાથે સંઘર્ષ



ભગવાન એક સરસ મજાની મૂર્તિ કંડારી ને તેને આખરી ઓપ આપતા હતા, ત્યાં જ એ મૂર્તિ એ પુછયું ભગવાનજી, જીવન એટલે શું?? અને આ મૂર્તિ હતી એક નાના નવજાત શિશુ ની.
આ પ્રશ્ન સાંભળી ભગવાન એક સુંદર હાસ્ય એ બાળક તરફ ફરકાવે છે અને માત્ર એક વાક્ય કહે છે કે બાળપણ થી વૃદ્ધા અવસ્થા ના સમય કાળ દરમિયાન નિખાલસતા,જોશ,પરિશ્રમ,સબંધો,વાત્સલ્ય અને પરાધીનતા સાથે નો સતત સંઘર્ષ એટલે જીવન...

પડાવ : 1

આ સાંભળી બાળક વિચારતું થય જાય છે, અને કહેછે ભગવાનજી કાઈ સમજાયું નહિ. ત્યારે ભગવાન ફરી હસતા મુખે કહેછે કે બસ તારો કોઈ પણ વિચાર વગર નો પૂછેલો પ્રશ્ન એટલે જ નિખાલસતા, આ સાંભળી ને બાળક ને જીવન નો એક પડાવ એટલે કે નિખાલસતા ની સમજણ થાય છે.

પડાવ : 2 અને 3

આ બાળક હવે યુવાન થાય છે,અને યુવાની ની જોશ તો આપણને ખબર જ છે એમ એના માં પણ બહુ જોશ હતો એ જીદ કરી એના પપ્પા પાસે નવો બિઝનેસ શરૂ કરાવે છે, જોશ માં ને જોશ માં એ બિઝનેસ શરૂ તો કરે છે પણ અનુભવ અને મેહનત ના હોવાથી એમાં એ અસફળ થાય છે,ત્યારે એ એના પપ્પા ની માફી માગે છે,ત્યારે એના પપ્પા એને સમજાવે છે કે કોઈ પણ કાર્ય કરવા માટે જોશ જોઈએ પરંતુ એની સાથે ગાઢ પરિશ્રમ પણ જરૂરી છે. અને જીવન માં કોઈ પણ સંજોગો માં હાર ન માનવી જોઈએ પપ્પા ની આ વાત સાંભળી ને એ ભગવાન એ કહેલી વાત યાદ કરે છે અને પછી આભાર માને છે.

પડાવ : 4

ત્યાર બાદ એ છોકરા ની સગાઈ થાય છે, ત્યારે એના મમ્મી એને સંબધો ની સમજ આપે છે. અને ત્યાર બાદ એ પોતાના દરેક સંબધો ને ખુબ સારી રીતે નિભાવે છે,અને આમ એ પોતાના જીવન નો 4 પડાવ પણ સારી રીતે પસાર કરે છે....

પડાવ : 5

હવે એ યુવાન ના લગ્ન જીવન માં બે નાના બાળકો નો પ્રવેશ થાય છે. એક નાની પરી અને એક લાડકો દીકરો,એ ખુશી થી પોતાનું જીવન પસાર કરે છે. દીકરી મોટી થતા તેના લગ્ન થાય છે અને ત્યારે એના બાપ ને સવ થી વધારે દુઃખ થાય છે, એ એની પત્ની પાસે બહુ રડે છે ત્યારે એની પત્ની એને સમજાવે છે કે તમને એના વાત્સલ્ય ની આદત થય ગય છે એટલે તમને આટલું દુઃખ થાય છે.ત્યારે ફરી એક વખત એ ભગવાન ને યાદ કરી સ્મિત કરે છે.

પડાવ : 6

એટલે જીવન નો આખરી પડાવ હવે એ વૃદ્ધાવસ્થા માં પ્રવેશે છે,એટલે પોતાનું જીવન બીજા ના આધારે જીવે છે.ત્યારે એની વહુ એના દીકરા ને કહે છે કે આ ડોસો ક્યાં સુધી આપણા સહારે જીવશે આને વૃદ્ધાશ્રમ માં મૂકી આવો, ત્યારે એને ભગવાન નો કહેલો છેલ્લો શબ્દ પરાધીનતા યાદ આવે છે ,અને હવે એ રડતા રડતા કહે છે કે હે પ્રભુ મારા થી શું ભૂલ થય જીવન માં મે જીવન ની દરેક ક્ષણ પૂરી લગન અને મેહનત સાથે પસાર કરી છતાં તું કેમ મારી પરિક્ષા કરે છે, ત્યારે ભગવાન કહે છે કે તારી આ લગન અને મેહનત ને જ તો જીવન નો સંઘર્ષ કહે છે.

હવે, તારો મારી સાથે આવવાનો સમય થય ગયો છે.કેમ કે તે જીવન ના દરેક પડાવ સારી રીતે જીવી અને સમજી લીધા છે.ત્યારે એ વૃદ્ધ હસતા મુખે ભગવાન સાથે જાય છે.

એ સ્વર્ગ માં જય ભગવાન ને ખુબ સરસ વાત કહે છે, કે માણસ પોતાનું જીવન આ દરેક પડાવ પસાર કરવા માં ખર્ચી નાખે છે પરંતુ આ જીવન માં એ ક્યારેય એક પણ પળ પોતાની માટે નથી જીવી શકતો અને એનો પસ્તાવો એને એના મૃત્યુ સમયે જ થાય છે.આમ એ જીવન નું મહત્વ સમજી કાયમ માટે પોતાની આંખો બંધ કરી દે છે.

@ sanskruti