પ્રેમ નો પ્રસ્તાવ Sanskruti Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પ્રસ્તાવ




સ્કુલ ના દિવસો પૂરા થવાને હવે થોડા જ દિવસો બાકી હતા ધોરણ 12 ના છોકરા ઓ બધા ઊભા વાતો કરતા હતા ને સાવન ને કહેતા હતા કે હવે તો તારા દિલ ની વાત કહી દે આમ ક્યાં સુધી મન ની મન માં રાખીશ.?? હવે તો સ્કુલ ના પણ થોડા જ દિવસો રહ્યા છે.

પણ સાવન એકદમ શરમાળ અને શાંત હતો, મિત્રો ની આ વાત સાંભળી સાવન ભૂતકાળ માં ચાલ્યો જાય છે, એ અને રિયા બાલમંદિર થી જ સાથે ભણતા અને સાવનને રિયા ખૂબ ગમતી, ધીરે ધીરે એનો રિયા પ્રત્યે પ્રેમ વધવા લાગ્યો રિયા દિલની સાફ છોકરી, પરંતુ બહુ ગુસ્સા વાળી હતી એટલે સાવન ને બહુ ડર લાગતો, અને એના આ ડર ના લીધે એ પોતાના દિલની વાત જણાવવાની હિમ્મત ના કરી શક્યો.

આમ જ જોતા જોતામાં આખરી દિવસ પણ આવી ગયો,સ્કુલ ની છેલ્લી ફેરવેલ પાર્ટી હતી, સાવન અને એના મિત્રો સ્કુલના દિવસોની મોજ-મસ્તી યાદ કરતા હતા.

ત્યાં જ રિયા સુંદર મજાના ડ્રેસમાં ખુલ્લા વાળ સાથે એકદમ પરી જેવી તૈયાર થઈને આવી. સાવન રિયાને જોતા જ એક ધબકારો ચૂકી ગયો.અને એનામાં ખોવાય ગયો, એને જોઈ એના મિત્રો એની મજાક ઉડાવવા લાગ્યા કે તું બસ એને આમ જોતો જ રહીશ પરંતુ ક્યારેય તારા દિલ ની વાત નહિ જણાવી શકે,આ સાંભળી સાવન ત્યાંથી દૂર જઈ જમવાના કાઉન્ટર પાસે ઊભો રહ્યો અને પ્રેમથી રિયા ને નિહાળે હતો ત્યાં જ અચાનક રિયાની નજર એના પર પડતા એ એની તરફ ચાલવા લાગી, રિયાને પોતાની તરફ આવતા જોઈને એ ડરી ગયો,કેમ કે 14 વર્ષ થી સાથે હોવા છતાં એ બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નોહતી, સાવન તો મનમાં ને મનમાં કેટલું ઊંધુસિધુ વિચારવા લાગ્યો.

અને એટલામાં તો રિયા એની પાસે પહોંચી ગઈ, હવે રિયા સાવનને પેહલા તો એક લાફો મારે છે,આ દ્રશ્ય જોઈ હૉલમાં રહેલા એ બનેના કલાસમેટ એના તરફ જોવા લાગ્યા, સાવન હવે શરમનો માર્યો પાણી પાણી થતો હતો, અને રિયા ની માફી માગવા લાગ્યો, પણ રિયા તો ઉંચા અવાજમાં બોલી મારે તારી કોઈ માફી બાફી નથી જોતી, મનમાં સાવન બબડ્યો તારા ગુસ્સા ના લીધે જ તો આજ સુધી હિમ્મત નથી થઈ કહેવાની , આ સાંભળીને રિયા એકદમ લાલ થઈ ગઈ અને ફરી એને લાફો માર્યો .

ને બોલી તારામાં હિમ્મત નથી એટલે જ તો તે મારા હાથ ના બે લાફા ખાધા, હું પણ સતત 14 વર્ષથી તારા પ્રેમ પ્રસ્તાવની રાહ જોઉં છું પણ તું ફટુસ કાંઈ કહે તો હું હા પાડું ને ?? એટલે આજે મારે જ સામેથી આવવું પડ્યું,હવે રિયા ગુલાબ ધરી એક સરસ પ્રસ્તાવ મૂકતા કહે છે,

મારે આજે તારો હાથ જોઈએ છે,
મારા માટે તારી દરેક આજ જોઈએ છે,
જીવન માં તારો અડધો ભાગ જોઈએ છે,
ચા માટે તારા કલાકો નો સમય જોઈએ છે,
હવે તારા પ્રેમ નો એકરાર જોઈએ છે
આપે તો મૃત્યુ સુધી સાથ જોઈએ છે,
બોલ મંજૂર છે તો આ કપાળ પર તારા નામ ની મહોર જોઈએ છે. એટલું સાંભળતા તો સાવન અને બીજા બધા ખુબ ખુશ થઈ જાય છે. ને જવાબ માં સાવન પ્રસ્તાવ સ્વીકારતા કહે છે.

હા મંજૂર છે બધું મંજૂર છે બસ હવે તો દિલ ને રિયા નામ ની ધડકન જોઈએ છે. અને અંતે આ 14 વર્ષ નો પ્રેમ જીત મેળવે છે.

સાવન અને રિયા નો જીતેલો પ્રેમ હવે આગળ વધવા લાગ્યો. એ બને ત્રણ વર્ષ એક જ કૉલેજ માં સાથે ભણ્યા એટલે બને એ એક બીજા સાથે ખાસો એવો સમય સાથે વિતાવ્યો .

હવે કૉલેજ પૂરી થય ગય હતી એક દિવસ સાંજ ના સમયે બને પાર્ક માં બેઠા હતા. ત્યારે વાત વાતમાં રિયા એ સાવન ને પોતાના પ્રેમ સબંધ ની વાત ઘરે જણાવી લગ્ન કરવા ની વાત કરી. સાવન પણ એમાં રિયા નો સાથ આપતા હા પાડી, અને બને રવિવારે ઘરે વાત કરશું એવું નકી કરી છૂટા પડયા.

રવિવારે બને પોતપોતાના પરિવાર ને લય પાર્ક માં આવે છે. અને બને પરિવાર ને પોતાના પ્રેમ વિશે જણાવે છે,બને ના પરિવાર ને એ બને મિત્રો છે એ ખબર જ હતી એટલે બને પરિવારો એક બીજાને એમ તો ઓળખતા જ હતા બને ના પરિવાર એ એકબીજા સાથે વાત કરી લગ્ન ની હા પાડી એટલે રિયા અને સાવન ના જીવન માં તો જેમ દૂધ માં સાકાર ભેળવી હોય એમ પરિવાર ના આશીર્વાદ પણ મળી ગયા, રાત્રે બને પરિવારો સાથે જમવાનું લય છૂટા પડયા.

બીજે દિવસે સવારે રિયા સાવન ને કોલ કરી જડપથી પાર્ક માં આવા કહે છે. સાવને રિયા ને પૂછ્યું કે એટલી શું ઉતાવળ છે?રિયા એ એટલું જ કહ્યું કે તું પાર્ક માં આવ પછી બધી માંડી ને વાત કરું.

સાવન જડપ થી તૈયાર થઈ ને પાર્ક જવા નીકળ્યો. પરંતુ એના મન માં કેટલા સવાલો એક સાથે થાય છે.રિયા એ મને કેમ એટલો જડપ થી બોલાવ્યો હશે? શું એના ઘરે કંઈ થયુંહશે? અથવા રિયા ને કાય થયું હશે? એકસામટા આટલા બધા સવાલો સાથે એ પાર્ક માં પોહચી છે. ત્યાં રિયા પણ એની રાહ જોઈ ને જ ઊભી હોય છે.સાવન ત્યાં પોહચી ને ડરેલા અવાજે પૂછે છે શું થયું? આટલી જડપ થી કેમ બોલાવ્યો? રિયા એ કહ્યું શાંત થા ડરવાની કોઈ વાત નથી. પછી આગળ બોલી તને યાદ છે મે માસ્ટર માટે અમેરિકા ની યુનિવર્સિટી માં અપ્લાઈ કરેલું.સાવન એ હકાર માં માથું ધુણાવ્યું ને હા પાડી,રિયા ફરી બોલી કે મારું એ એડમિશન થય ગયુ છે ને હું 2 વર્ષ માટે અમેરિકા જાવ છું ને 2 દિવસ માં મારે નીકળવાનું છે.સાવન આ સાંભળતા થોડી વાર એકદમ સુન થય ગયો અને વિચારો માં ડૂબી ગયો.

રિયા સમજી ગય કે સાવન શું વિચારતો હતો.એ સાવન નો હાથ પકડી બોલી માત્ર 2 જ વર્ષ ની વાત છે પછી તો આપડે કાયમ માટે મળવાના જ છે. સાવન એ રિયા ને પૂછ્યું કે તે ઘરે કીધું? ત્યારે રિયા જવાબ આપતા બોલી કે મે બને પરિવારો સાથે વાત કરી લીધી છે બસ હવે માત્ર તારી જ મંજૂરી ની રાહ છે. રિયા ની વાત સાંભળી સાવને થોડી આજીજી કરી કે તું ના જા કેમ કે સાવન ને રિયા ને પોતાના થી દૂર જવા દેવી નહતી. પરંતુ રિયા ની બહુ આજીજી થી એ રિયા ની ખુશી માટે માની જાય છે ને હા પાડી.હવે, થોડો સમય બને સાથે રહી છૂટા પડયા.

રિયા ને બે દિવસ માં જ અમેરિકા જવાનું હોવાથી એ પોતાના પેકિંગમાં અને બધા ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા જ વીતી ગયા. પરંતુ એટલા કામ ના ભારણ માં પણ એ સાવન ને સમયાંતરે કોલ કે મેસેજ કરી લેતી કેમ કે એ જાણતી હતી કે સાવન માટે એને આટલું દુર મોકલવું સેહલું નોતું એને પણ સાવન થી દુર જવું નતું ગમતું પરંતુ પોતાના સપના પુરા કરવા એ કરવું પડે અમે હતું.

આજે રિયા એકદમ ટાઈમ પર તૈયાર થય ગઈ કેમ કે આજે એની ફ્લાઇટ હતી સાવન એને ઘરે થી પિક કરી ને એરપોર્ટ પર છોડવા ગયો. રિયા ને સાવન બંને ભારે હૃદયે એક બીજા ને ગળે લગાવી છૂટા પડયા.રિયા ની ફ્લાઇટ ગયા પછી સાવન પણ એરપોર્ટ પરથી બહાર નીકળ્યો ને થોડી વાર એમ જ ગાડી માં રિયા ના વિચારો માં ખોવાઈ ને બેસી રહ્યો.થોડી વાર પછી સ્વસ્થ થઈ એ પાર્કિંગ થી બહાર નીકળી ને જ્યાં રોડક્રોસ કરવા જાય છે ત્યાં સામેથી પૂરપાટ વેગે આવતા ટ્રક સાથે ગાડી ધડાકા ભેર અથડાય ને ગાડી ના ત્યાંને ત્યાં જ ભૂકા થઈ ગયા.

હવે આસપાસ ભેગા થયેલા લોકો એ સાવન ના ફોન માંથી કોલ લીસ્ટ માં છેલ્લે લગાડેલ નંબર ડાયલ કર્યો જે રિયા નો હતો પરંતુ એ ફ્લાઇટ માં હોવાથી એનો ફોન સ્વીચઓફ હતો એટલે બીજો નંબર ડાયલ કર્યો જે સાવન ના ફ્રેન્ડ નો હતો.

સાવન ના સમાચાર મળતાં એનો ફ્રેન્ડ જડપથી સાવન ને જે હોસ્પિટલ માં દાખલ કર્યો હતો ત્યાં પહોંચ્યો. એ સાવન ને જોતાની સાથે જ ચોંકી ગયો...

સાવન નો મિત્ર અનંત જોવે ત્યારે સાવન લોહી થી લથબથ પડ્યો હતો, એના માથા માંથી બહુ જ લોહી વહી રહ્યું હતું.એ ડોક્ટર પાસે જાય છે અને સાવન ની કન્ડીશન વિશે પૂછે છે. ડોક્ટર એ એટલો જવાબ આપ્યો કે દર્દી ની હાલત બહુ ખરાબ છે હજુ કાય કહી શકાય નહિ અને પછી તરત જ સાવન ને ઇમર્જન્સી રૂમ માં લય જાય છે.

એટલા માં અનંત સાવન ના મમ્મી- પપ્પા અને રિયા ના મમ્મી - પપ્પા ને જાણ કરે છે.ત્યાં જ નર્સ બહાર આવી કહે છે કે દર્દી એના મિત્ર સાથે કાય વાત કરવા માગે છે.

અનંત અંદર જાય છે. એ જોવે છે કે સાવન ની હાલત ખુબ જ કફોડી હતી, સાવન અનંત ને જોઈ ખાલી એટલું જ બોલે છે કે રિયા નું ધ્યાન રાખજે અને એને મારી આ હાલત વિશે કાય જ જણાવતો નહિ.અને એટલું બોલતા જ સાવન ની હાલત ખરાબ થઇ ગય અનંત જડપથી ડોક્ટર ને બોલાવે છે. ડોક્ટર અનંત ને બહાર જવા કહે છે.સાવન અને રિયા નો પરિવાર અને અનંત ડોક્ટર ની રાહ જોઈ બહાર બેઠા હોય છે.

થોડી વાર પછી ડોક્ટર આવી કહે છે કે સાવન ની હાલત બહુ ખરાબ છે ને એ કોમાં માં ચાલ્યા ગયા છે. તમે ચાહો તો રાહ જોઈ શકો છો,બાકી મને કોઈ સુધાર આવે એવું લાગતું નથી પણ સાવન ના મમ્મી પપ્પા એને વેંનટિલેટર પર રાખવા કહે છે.

આ બાજુ રિયા પણ અમેરિકા પોહચી ને સાવન ને મેસેજ કરે છે.અનંત જવાબ પણ આપી દે છે રિયા ને શક ના જાય એટલે, હવે આમ ને આમ દિવસો પસાર થતા જાય છે અનત પણ સાવન ની વાત નું માન રાખી રિયા સાથે મેસેજ માં વાત કરતો રહે છે. પણ ક્યારેય કોલ પર કે મેસેજ પર રિયા સાથે સરખી વાત ના કરતો હોવાથી રિયા નો ગુસ્સો હવે સાવન માટે નફરત માં ફેરવાતા જાય છે. આ બાજુ સાવન પણ જાણે રિયા ના જવાથી એના માંથી જીવ જતો રહ્યો હોય એમ પથારી માં થી ઊઠવાનું નામ જ નથી લેતો.

હવે આમજ બે વર્ષ વિતી જાય છે આ બાજુ રિયા પણ સાવન ના આવા વર્તન ના લીધે એની જ કૉલેજ માં ભણતા સોમ્ય સાથે મિત્રતા થાય છે,અને એના માટે લાગણી ઓ બંધાય છે, પણ એ હજુ સાવન ને ભૂલી ના હતી, હવે એનો ઇન્ડિયા જવાનો ટાઈમ થય ગયો હતો ને આ બાજુ સાવન ને પણ જાણે એ મરણ પથારી માં ખબર પડી ગઇ હોય એમ એની તબિયત માં સુધારો જણાય છે .

રિયા અચાનક જ કોઈ ને કહ્યા વગર સોમ્ય સાથે ઇન્ડિયા આવે છે, અને સાવન પર ગુસ્સો ઉતારવા માટે એ સોમ્ય ને પોતાના નવા જીવન સાથી તરીકે મેળવાની હતી,પરંતુ રિયા ઘરે જાય છે ત્યારે કોઈ ઘરે ના હોવાથી બાજુ વાળાને પૂછતા બધા હોસ્પિટલ માં હોવાની જાણ થતાં એ સોમ્ય સાથે હોસ્પિટલ પોહચે છે. અને ત્યાં જય પેહલા ગુસ્સા માં સાવન વિશે પૂછે છે, કોઇ કાય જવાબ ના આપતું હોવાથી એ ગુસ્સા માં બધાને સોમ્ય ને પોતાના જીવન સાથી તરીકે બધાને મળાવે છે. બહાર રિયા ની આ વાત સાંભળી ને સાવન ને આઘાત લાગે છે, અને એની હાલત પાછી ખરાબ થવા લાગે છે.

આ બાજુ અનંત રિયા ને બધી સાચી વાત જણાવે છે, અને આ વાત સાંભળતા જ રિયા ને પણ ખુબ આઘાત લાગે છે. સાવન ની માફી માગવા એ સાવન પાસે જાય છે. ને પોતાની ભૂલ ની માફી માગે છે, પરંતુ સાવન રિયા ને માફી માગવા ના કહે છે અને કહે છે ભૂલ તો મારી જ હતી અને એટલે જ કદાચ તે આ કદમ ઉઠાવ્યું, પરંતુ રિયા હજુ સાચી વાત સમજાવે અને પોતાની ભૂલ સુધારે.ત્યાં તો સાવન રિયા નો હાથ ભારે હૃદયે સોમ્ય ના હાથ માં આપી આંસુ ઓ સાથે કાયમ માટે આંખ બંધ કરી રિયા ના સપના ઓ માં કાયમ માટે અલિપ્ત થઇ જાય છે.

આ બાજુ રિયા ને પણ બહુ આઘાત લાગે છે,અને હમેશા માટે પોતે કરેલી ભૂલ નો અફસોસ.અને પોતાનો સાવન પ્રત્યે નો પ્રેમ એના ના ગયા પછી પણ રિયા સાથે રહ્યો અને રિયા એ પણ લગ્ન ના કર્યા અને સાવન અને પોતાના પરિવાર ને એકલા હાથે સાવન ની યાદો સાથે સંભાળતી રહી.
- સંસ્કૃતી