પ્રજાસત્તાક દિન Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રજાસત્તાક દિન

પ્રજાતાક દિન

ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું, પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં; તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, (ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારિત)નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ 'ગવર્નર જનરલ' ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા (Assembly) સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ (Constitution of India) ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું. અને ડો.રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કર્યા.અને તે દિવસથી પ્રજાસતાક દિન તરીકે સમગ્ર ભારતમાં ઉજવાય છે.

ભારતનાં બંધારણનાં અભ્યાસુ એવા ગ્રેનવિલ ઔસ્ટિન નાં મતાનુસાર, ડો.આંબેડકર દ્વારા તૈયાર થયેલ ભારતનાં બંધારણનો મુસદ્દો "પ્રથમ અને સર્વપ્રથમ સામાજીક દસ્તાવેજ" છે..."મોટાભાગનીં બંધારણની જોગવાઇઓ,કાં તો સીધા સામાજીક ક્રાંતિનાં ઉદ્દેશને આગળ ધપાવવા માટે અથવા આ ક્રાંતિનો ઉદ્દેશ બર લાવવા માટે જરૂરી પરિશ્થિતિઓનું નિર્માણ કરવા માટે કરાયેલ છે."

આ સંશોધન તંત્રને રજુ કરવાનાં સમયેજ બિરદાવતા ડો.આંબેડકરે જણાવ્યું કે:

"આથી અમે ખાત્રી પૂર્વક કહી શકીયે છીએ કે,ભારતીય મહાસંઘ કઠોરતા કે વિધિપરાયણતાનાં દોષથી ગ્રસિત થશે નહીં. તેની વિશિષ્ટ વિશેષતા એ છે કે આ એક લચકદાર (flexible) સંઘ છે.

આ દિવસનું મહત્ત્વ સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે નવી દીલ્હીમાં એક મહા સરઘસ (પરેડ)નું આયોજન કરવામાં આવે છે. આ ઉજવણી રાષ્ટ્રપતિના રાષ્ટ્ર માટેના ઉદ્‌બોધનથી શરુ થાય છે. ભાષણની શરુઆત સ્વાતંત્ર સેનાનીઓ એ આપેલા બલિદાનને યાદ કરી તેમણે શ્રધ્ધાંજલિથી થાય છે, કે જેઓએ દેશના સ્વાતંત્ર્ય માટે સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું હતું તથા રાષ્ટ્રની સંહિતા માટે લડ્યા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ મંચ પર આવી લશ્કરના જવાનોની યુધ્ધમાં દાખવેલ અજોડ બહાદુરી માટે ચન્દ્રકો એનાયત કરે છે. તથા ભારતના નાગરિકો કે જેમણે અસામાન્ય પરીસ્થિતિઓમાં બહાદુરીપુર્વકનું કાર્ય કર્યુ હોય એમને સન્માનિત કરી તેમને પુરસ્કારો એનાયત કરે છે. તેની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન નજીક આવેલ રૈસિના ટેકરીથી થાય છે. રાજપથ, ઇંડીયા ગેટ થઈ તે ઐતિહાસિક લાલ કિલ્લા સુધી પહોંચે છે. પાયદળ વાયુસેના અને નૌસેનાની વિવિધ ટુકડી તેમના સત્તાવાર ગણવેશમાં કવાયત કરતાં ચાલે છે. ભારતના રાષ્ટ્રપતિ ે ત્રણેય સેનાના પ્રમુખ છે, તેઓ સલામી ઝીલે છે. આ પરેડમાં ભારતના જુદાજુદા પ્રદેશની ઝાંકીઓને ફ્લોટ્સ (ખટારા અને ટ્રેલર પર બનાવેલ ધીમેથી સરકરતો મંચ) પર બતાવવામાં આવે છે. આ પરૅડનું જીવંત પ્રસારણ દૂરદર્શન અને આકાશવાણી પરથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય બહાદૂરી ચંદ્રક મેળવનાર બાળકો પણ આ સરઘસનો એક ભાગ હોય છે.. પ્રાય: તેમને હાથી પર અંબાડીમાં બેસાડવામાં આવે છે. પ્રાદેશિક ઝાંકી (જુદા જુદા પ્રદેશની સાંસ્કૃતિક ઓળખ આપતી ઝલક) સિવાય અન્ય દેખાવ પણ બતાવાય છે. અંતમાં ભારતીય વાયુસેનાના શક્તિ પ્રદર્શનથી આ સરઘસ પૂર્ણ થાય છે. રાજ્યની રાજધાનીઓમાં પણ ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાજ્યપાલ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે. જો રાજ્યપાલ અસ્વસ્થ હોય કે કોઇ કારણસર હાજર ના હોય તો રાજ્યના મુખ્યમંત્રીને ધ્વજ ફરકાવવાનું માન મળે છે.

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ એ ભારત દેશના ઇતીહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારત દેશનું બંધારણ અમલંમા આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં સ્વતન્ત્ર રાષ્ટ્ર્ બન્યું હતું. આ દિવસે ભારત સંપૂર્ણ લોક્તંત્ર બન્યુ. દેશે મહાત્મા ગાંધી અને હજારો સ્વતંત્ર સેનાનીઓ જેમણે સ્વાતંત્ર્ય માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતુ તેમનુ સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વ્પ્ન ફળીભુત થતુ જોયુ. ત્યારથી ૨૬ જન્યુઆરી એ રાષ્ટ્રીય રજા ગણાય છે અને ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે.

આજે આપણા દેશપ્રેમની કસોટી છે.આતંકવાદ,ભ્રષ્ટાચાર,વસ્તીવધારો,પર્યાવરણ પ્રદુષણ જેવી અનેક સમસ્યાઓએ દેશના વિકાસમાં અવરોધ ઉત્પન્ન કર્યો છે. ઉપરાંત,કોરોના વાઈરસથી ફેલાયેલી કોવિડ 19 મહામારીએ દેશને ભરડામાં લીધો છે...ત્યારે દેશને આ બધી સમસ્યાઓમાંથી મુક્ત કરાવવો ખુબ જરૂરી છે.માત્ર વાતોથી કઈ ન વળે,ગંભીર મનન અને ચિંતન કરી દેશહિત માટે યોગ્ય દિશામાં નક્કર પગલા ઉપાડવા ખુબ જરૂરી છે.આજે ભારત દેશને જરૂર છે સશક્ત,મજબુત અને દેશદાઝ ધરાવતા યુવાનોની....કે જે કોમવાદ,ભાષાવાદ ભૂલી એક બની દેશની અખંડિતતા અને એકતાને જાળવવા જાતે દેશભક્તિના પગલે ચાલી,અન્યને પ્રેરણા આપે,સ્વવિકાસ એ જ દેશ્વિકાસ એમ સમજી આઝાદ ભારતની આઝાદી અને તિરંગાની શાન ઉચી રાખવા આગળ આવે....તો જરૂર નવ ભારતનું નિર્માણ થઇ શકે.