ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-50 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-50

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-50
નીલાંગી સવારે વહેલી ઉઠી ગઇ અને ઓફીસ જવાની તૈયારી કરવા લાગી ત્યાં આઇએ પૂછ્યું કેમ નીલો કાલે શું થયું હતું ? કંઇ બોલ્યા ચાલ્યા ખાધા વિના સીધી સૂઇ ગઇ ? બહારથી જમીને આવેલી ? પેલો નીલાંગ ઉતારી ગયો પછી પણ ડીસ્ટર્બ હતી ? તેં કાલે તમે લોકોએ ડ્રીંક લીધેલું ? તમારે ઝગડો થયો હતો ?
આમેય એ નીલાંગ બહુ વધારે પડતો તારામાં ઇન્વોલ્વ થાય છે શું થયું હતું ? નોકરી તને એણે નથી અપાવી તારાં બાબાની ઓળખાણથી મળી છે શેનો ઝગડો કરેલો ? એને તારાં પર બહુ હાવી ના થવા દઇશ. તારી આટલી સારી જોબ મળી છે આટલા પૈસા કમાય છે એની એને પણ ઇર્ષ્યા થતી હશે એને પચતું નહીં હોય બહુ ખેલ કરતો હોય તો મોઢે જવાબ આપી દેજે આપણે કોઇનાં ગુલામ નથી.
નીલાંગીની આઇને નીલાંગીની સફળતાં અને પૈસાનો જાણે રોબ આવી ગયેલો અને સાચું કારણ જાણ્યા વિનાજ નીલાંગને સવાર સવારમાં ભાંડવાની ચાલુ કરી હતી.
નીલાંગીને આઇનાં બોલ પર ગુસ્સો આવી ગયો એણે કહ્યું આઇ જાણ્યા કર્યા વિના બોલ બોલ ના કર તું તારુ કામ કર આમ પણ મારું મગજ ઠેકાણે નથી વધારે ત્રાસના આપ. મારે ઓફીસ જવાનું મોડું થશે.
નીલાંગી તૈયાર થઇને ઓફીસ જવા નીકળી ગઇ રીક્ષા કરી સ્ટેશન પહોંચી અને ટ્રેઇનમાં બેસી ગઇ એનું મગજ ઠેકાણે નહોતું નીલાંગને મેસેજ કર્યા પછી ફોન સ્વીચ ઓફ કરેલો એણે ફોન ચાલુ કર્યો. નીલાંગે મેસેજ વાંચી લીધો હતો પણ કોઇ જવાબ નહોતો આવ્યો.એને વધારે બેચેની લાગી એણે જવાબ પણ ના આપ્યો ? એ ખૂબજ ગુસ્સામાં હશે આઇ નો. ઓફીસ છૂટ્યા પછી ફોન કરીશ હમણાં ફોન કે મેસેજ નથી કરવો એનુ મગજ ઠંડુ થાય પછી વાત.
વિચારોમાં એ ઓફીસ ક્યારે પહોંચી ખબરજ ના પડી. ઓફીસમાં પ્રવેશતાં જ જોસેફે કહ્યું "ગુડ મોર્નીંગ મેમ મેં બધો સામાન ફાઇલો પેક કરી દીધું છે તમે એક નજર નાંખી દો સર નો ફોન હતો કે તમારી સાથે જઇને બધુ નવી ઓફીસમાં શીફ્ટ કરવાનું છે બાકી તો સામાન વિશે ભાઇ અને બીજો સ્ટાફ લઇને આવશે બધી વ્યવસ્થા થઇ ગઇ છે. માત્ર અગત્યની અને કોન્ફીડેન્શીયલ ફાઇલો આપણે લઇ જવાની છે. નીલાંગીનાં મનમાંથી બધાં વિચારો હટી ગયાં અને બોલી "હાં ચાલો તો તું આ બધો સામાન કારમાં મૂકી દે આપણે પહોચી જઇએ વિશુભાઇ આવશે ત્યારે બાકીની ગોઠવણ પણ થઇ જશે મારે જે ગોઠવણ કરવાની છે એ સરે મને સમજાવ્યું છે.
જોસેફ સાથે નીલાંગી નવી ઓફીસ પહોચી ગઇ જોસેફ 10 માળે ગાડી લઇ જઇને કોમન લીફ્ટમાં બધી ફાઇલો અને અન્ય સામાન મૂક્યો. અને નીલાંગીને કહ્યું ચાલો મેમ ઉપર.
નીલાંગીએ જોયું પર્સનલ લીફ્ટ તો અમોલ સર માટે છે એનો કેવો રોબ હતો એ કોમન લીફ્ટમાં ઉપર ગઇ પણ મજા ના આવી. છતાં જોસેફ સાથે ઓફીસમાં પહોચી ત્યાં અગાઉથી બીજો સ્ટાફ હાજર હતો બધાં ગોઠવણીમાંજ પડ્યાં હતાં. જોસેફ ખાસ ફાઇલો લઇને અમોલની ચેમ્બરમાં આવ્યો ત્યાં નીલાંગીએ અમુક ફાઇલો મૂકી બાકીની પોતાની કેબીનમાં મૂકાવી પછી જોસેફને કહ્યું અહીંતો હું બધું ગોઠવી દઇશ તું જઇ શકે છે.
જોસેફે ઓકે મેમ કહીને જતો રહ્યો. નીલાંગી પહેલાતો એની ચેરમાં બેસી ગઇ જાણે ફસડાઇ પડી. એ કામ કરી રહી હતી પણ કામમાં મન નહોતું યંત્રવત્ત બધુ કરી રહી હતી એને ચેન નહોતું પણ કામ કર્યા વિના ચાલે એમ નહોતું.
ઓફીસ અને એમાંય એની કેબીનથી ખૂબ ખુશ હતી. એણે વિચારો ખંખેર્યા અને સોંપેલુ કામ જોવા લાગી એણે નવા પ્રોજેક્ટની ફાઇલો જોવા માંડી અને એનું કામ શરૂ કરી દીધું.
****************
નીલાંગ આખી રાત સૂતો નહોતો. પરોઢે માંડ એની આંખ લાગી ગઇ હતી માંડ 3 કલાક સૂતો હશે અને વહેલો ઉઠી ગયો બેચેની અને વિચારોએ એને નીરાંતની નીંદર લેવા ના દીધી એ ઘણો અકળામણમાં હતો. ઉઠી તૈયાર થઇને આઇ પાસેથી ટીફીન લઇને બાઇક પર ઓફીસ જવા નીકળી ગયો.
ઓફીસ પહોચીને તરત પોતાની કેબીનમાં ગયો અને એણે પહેલા ફોન પરાંજ્યેને કર્યો. પરાંજયે હાં બોલો કાય ? શું સમાચાર છે ? કામ પતી ગયું ? પરાંજયે એ કહ્યું કામ પતી જશે નક્કીજ પણ સર પૈસા આપવા પડશે પછી હાથમાં બધાં રીપોર્ટ, માહિતી અને ફુટેજ મળશે સર રખે માનતાં કે મારે પૈસા જોઇએ છે. પણ ત્યાં બંગલામાં મારો ખાસ માણસ છે જે મને બધું આપવાનો છે એ પણ મારાં જેવોજ છે એ પણ પૈસા નથી માગી રહ્યો પણ એણે જેની પાસેથી આ બધુ કઢાવવાનું છે એ બે જણાં છે પતિ-પત્નિ જે ત્યાંજ રહે છે અને કાકા સાહેબનાં રાજમાં એક કાગળ આઘુંપાછું ના થાય પણ પૈસાની લાલચે માંડ તૈયાર થયો છે એણે તો આ હિંમત કરી બધું આપવા 1 લાખ માંગેલા પણ મેં અડધામાં પતાવ્યો છે 50,000/- રોકડા આપવા મેં પ્રોમીસ કર્યુ છે એ માણસ કરતાં એની વાઇફ ખૂબ શાતિર છે કાકાસાહેબની સેવામાં એ હોય છે એ કાકા સાહેબને બધી રીતે સાચવે છે એ બાઇજ આપણને બધુ પહોચાડશે.
સર સાચું કહું પૈસો અને સ્ત્રી એવાં છે કે એનાંથી બધું કામ પતે. તમે ક્યારે પૈસા આપશો તે જણાવજો પછી હું બધી ગોઠવણ કરાવી દઊં. છે બધુંજ પાકું એ નક્કીજ.
નીલાંગે બધુ સાંભળીને કહ્યું "ઓકે ડન પણ હું તને કલાકમાં પાછો ફોન કરું છું એમ કહીને ફોન બંધ કર્યો અને પરાંજયે એ કહેલું વાક્ય એ ચાવી રહ્યો "સર પૈસો અને સ્ત્રી એવાં છે કે એનાંથી બધાં કામ પતે. એને ફરીથી નીલાંગી યાદ આવી ગઇ... એનું મન ખિન્ન થઇ ગયું એ મનોમન બબડ્યો પરાંજયે તારી વાત સાચીજ છે પૈસો ગુજરાન માટે નહીં ઐયાશી માટે જોઇએ અને સ્ત્રી લાલચમાં રંડી ક્યારે બની જાય ખબરના પડે એમ કહીને ગંદી ગાળ બોલીને કેબીન છોડી કાંબલે સરની ચેમ્બરમાં ગયો.
કાંબલે સર સાથે બધી વાત કરી અને કહ્યું સર 50k નો ખર્ચો છે પણ બધુજ મળી જશે બધાંજ એવીડન્સ મળે એમ છે ફુટેજ સાથે બોલો શું કરવું છે ? અમુક જગ્યાએ બાતમી એમજ મળે છે પણ એવીડન્સની કિંમત માંગે છે.
કાંબલે સરે કહ્યું કંઇ નહીં હું રાનડે સર સાથે વાત કરી લઊં અને એમણે રાનડે સરને ફોન કર્યો સર તમે ઓફીસમાં છો કે બહાર ?
રાનડે એ કહ્યું ઓફીસમાંજ છું રૂબરૂ આવી જાવ. કાંબલેએ નીલાંગને સાથે લઇને ગ્રાઉન્ડફલોર પર આવેલી રાનડે સરની ઓફીસમાં ગયાં.
**************
નીલાંગી એની કેબીનમાં બધી ફાઇલોમાંથી અમોલ સરે સોપેલુ કામ જોવા લાગી હતી તલ્લિકા મેમે કહ્યું હતું એ પ્રમાણે રીપોર્ટ બનાવાના હતા પછી અમોલ સર પાસે જવાનું હતુ. એણે રીપોર્ટ બનાવી વચ્ચે અટકી હતી એને થયું આ સરને પૂછવું પડશે એટલે એણે ગ્લાસમાં જોયું કે અમોલ સર એમની ચેમ્બરમાં આવી ગયાં છે એટલે ફાઇલ લઇને એ અમોલ સરની ચેમ્બરમાં ગઇ. અમોલે નીલાંગીને જોઇનેજ પૂછ્યું "હાય નીલાંગી ગુડમોર્નીગ શું વાત છે ઓફીસની ગોઠવણ થઇ ગઇ અને તેં કામ પણ ચાલુ કરી દીધું ?
નીલાંગી એ કહ્યું યસ સર ગુડમોર્નીગ મને તલ્લિકા મેમે ખાસ કીધેલું નવા પ્રોજેક્ટનો રીપોર્ટ બનાવી તમને બતાવવા કહેલું પણ સર હું વચ્ચે અટકી છું આગળની માહિતી તમારી પાસેથી લેવી પડશે... આમાં જે મટીરીયલ આપણે પરચેઝ કરવાનાં છીએ એ રો મટીરીયલ આવ્યા પછી પ્રોડક્શનમાં જશે પણ એનાં કોઇ ડેટા નથી અને ફીનીશ પ્રોડેક્ટ કોને આપવાની છે એ પાર્ટીનાં નામ નથી.
અમોલ એની તરફ જોઇ રહ્યો પછી બોલ્યો અરે બધી માહિતી આપુ છું પણ તારો ચહેરો આટલો નિઃસ્તેજ કેમ છે ? કંઇ થયું છે ? ઓફીસમાં તકલીફ છે ? કામ તો થશે જાણે તું મૂડમાં નથી તો કામમાં ભલીવાર આવશે ? શું થયું છે બોલ મને કહી દે તો હું એનો ઉપાય કરું.
નીલાંગીએ મ્લાન હસતાં કહ્યું "અરે કંઇ નહીં સર થોડી તબીયત નરમ છે બીજુ કંઇ નહીં એતો આવી જશે.
અમોલે બેલ મારી જોસેફને બોલાવ્યો અને કહ્યું બે ગરમ કોફી લાવ જોસેફ ઓકે સર કહીને જતો રહ્યો. નીલાંગીને થયું સરને કેવી રીતે ખબર પડી ? કેટલી કાળજી લઇ રહ્યાં છે ?
અમોલે ચહેરો વાંચતાં કહ્યું "મારી પર્સનલ સેક્રેટરી મૂડમાં ના હોય તો મને પણ કામમાં મૂડ નથી આવતો એમ કહીને હસવા માંડ્યો ત્યાં બે ગરમ કોફી જોસેફ મૂકી ગયો.
અમોલે કહ્યું "લે પહેલાં કોફી પી પછી વાત કરીએ.
*************
નીલાંગનાં 50k પાસ થઇ ગયાં સાંજ સુધીમાં મળી જશે એમ રાનડેએ કહ્યું અને નીલાંગે સત્યાને ફોન કરી પૂછ્યું તું ક્યાં છે ?
વધુ આવતા અંકે ---- પ્રકરણ-51