અધૂરી નવલકથા - પાર્ટ 2 Pankaj Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી નવલકથા - પાર્ટ 2

અધૂરી નવલકથા પાર્ટ 02
આગળ આપણે જોયું કે અજય પોતાની અધૂરી નવલકથા લખવાના પ્રયત્નમાં હંમેશા નિષ્ફળ જાય છે. તેની માટે તે પ્રખ્યાત લેખકને મળવાનું વિચારે છે. તેમાંથી એક લેખકને ફોન કરે છે પણ તેમને હાર્ટ અટેક આવ્યો હોવાથી અજયનું કામ થતું નથી. હવે આગળ
હું તેમને જાણતો ન હતો. તેંમને ક્યારેય જોયા સુધ્ધાં ન હતા. પણ એક એવું દુઃખ દિલમાં થયું કે કોઈ નજીક ના વ્યક્તિ ને ગુમાવી હોય. એવું લાગતું હતું કે મારા નજીકના કોઈ સંબંધી કે પરિવાર માંથી કોઈ ને અટેક આવ્યો હોય.
મેં તેમના દરેક પુસ્તક તો ન હતા વાંચ્યા. પણ તેમનું એક પુસ્તક વાંચ્યું હતું. તે મારા દિલો દિમાગમાં છવાય ગયું હતું. તે એક પુસ્તકથી જ તેમણે મને પોતાના ફેન બનાવી દીધો હતો.
હાલ તે હોસ્પિટલમાં હતા એટલે મેં તેમને સારા થવા માટે ની મનોમન ભગવાનનને પ્રાર્થના કરતો હતો.
મેં તો ફક્ત એમનું એક જ પુસ્તક વાંચ્યું હતું. જે તેમના ડાય હાર્ડ ફેન હશે તેમનું કેવું ફિલ થતું હશે. તેઓ પણ ભગવાનને પ્રાર્થના કરતા હશે.
આ લખાણ એક એવી અદ્રશ્ય શક્તિ છે જે લેખક અને વાંચક એક એવા પ્રેમના તાંતણે બાંધી રાખે છે.
આ પણ એક પ્રેમ છે. આ પ્રેમ નિર્શ્વર્થ છે. આમા બને લક્ષમાં કોઈનો પણ સ્વાર્થ હોતો નથી.
આ એક બીજું કારણ મને મારી નવલકથા લખવાનું પ્રોત્સાહન આપવાનું કારણ બન્યું. તમારા લખાણથી તમારી નામના દૂર દૂર સુધી પહોંચે છે. હું નવલકથા લખવામાં અસમર્થ હતો. મને લખવાની ખૂબ ઈચ્છા હતી. પણ લખવું મારા માટે મુશ્કેલ હતું.
લેખક દિવ્યેશ પટેલને મળવાનું મારું સ્વપ્ન તો બંધ થઈ ગયું. હવે બીજા નંબરનું નામ હતું પ્રમય પારેખ. જે હાલ સુરતના વતની હતા. થોડી આશા જાગી કે તેમની એક નવલકથા માંથી તેમનો મોબાઈલ નંબર અને ઘરનો એડ્રેસ મળ્યો.
એક લેખકના ઘરે વાત કર્યા બાદ મારામાં આત્મવિશ્વાસ વધ્યો હતો. મેં ડાયરેક્ટ કોલ લગાવ્યો. બે ત્રણ રિંગ વાગવાની સાથે જ સામેથી કોલ રિસીવ થયો.
“હલ્લો, લેખક પ્રમય પારેખ બોલો છો.”
“હા, બોલો હું જ લેખક પ્રમય પારેખ છું.” સામેથી આવાજ આવ્યો. હું આ પુરુષના આવાજ અને હકારાત્મક જવાબ થી થોડો ખુશ થયો. આવાજ પણ પુરુષનો હતો. ખુદ લેખક પ્રમેય પારેખનો હતો. આમ પણ હું લેડીઝ સાથે વાત કરતા અચકાતો. આ માટે મારે આજ સુધી કોઈ ગર્લફ્રેંડ ન હતી. પણ જરૂર પણ ન હતી. મારી પુરી દુનિયા પુસ્તક જ હતી. હવે તેમાં લેખનનો રસ પણ ભળી ગયો હતો. જેના સમાધાન માટે મેં આજે એક પછી બીજા લેખકને કોલ કર્યો હતો.
“બોલો, તમારે મારું શું કામ છે?” હું થોડો વિચારમાં હતો આથી મારો રીપ્લાય ન મળતા લેખક પ્રમય પારેખ બોલ્યા.
“હું તમારા લેખનનો ડાય હાર્ડ ફેન છું. મેં તમારી આજ સુધીની બધી જ બુક વાંચી છે.” મેં કહ્યું. આ વખતે હું સત્ય બોલી રહ્યો હતો. મેં પ્રમય સરની બધી જ બુક વાંચી હતી.
“આભાર તમારો, મિત્ર. તમારું નામ શું છે અને ક્યાંથી બોલો છો તે હું જાણી શકું.” પ્રમય સરે આભાર વ્યક્ત કરતા કહ્યું.
“મારું નામ અજય છે, હું ભાવનગર રહું છું. મારે તમને મળવું છે. તમે એક ઉમદા લેખક છો. મારે પણ તમારા જેમ જ લેખક બનવું છે. પણ મારી થોડી સમસ્યા છે. જે મને આશા છે કે તેનો ઉકેલ તમારી પાસેથી મને અવસ્ય મળશે.”
“ખૂબ સરસ કે તમેં પણ લેખક બનવા ઈચ્છો છો. મને તમારી મદદ કરવાથી આનંદ થશે.” સરે કહ્યું. આ વાત સાંભળીને હું તો ખુશ ખુશ થઈ ગયો. મને મારા સમસ્યાનો ઉકેલ મળી શુકયો હોય તેવી ફીલિંગ થવા લાગી. પણ પ્રમય સર ની આગળની વાત સાંભળીને મારી ખુશી ઉદાસીમાં પરિવર્તન પામી ઉઠી. તેમને આગળ કહ્યું કે “ મને તમારી મદદ કરવાથી આનંદ થશે. પણ હું હાલ વિદેશ છું. હું મારા નવા બિઝનેસ માટે અહીં આવ્યો છું. એટલે તમને હું પાક્કો સમય આપી ન શકું પણ હું બે મહિના બાદ સુરત આવીશ. ત્યારે તમે મને રૂબરૂ મારા ઘરે આવી શકો છો. હું મારા ઘરે તમને લેખન વિશે નું માર્ગદર્શન આપીશ. મને વિશ્વાસ છે મારા માર્ગદર્શનથી તમે લેખન કરી શકશો.”
આ સાંભળીને મારી આશા પર નિરાશા વ્યાપી ગઈ. આભાર કહીને મેં કોલ કટ કરી નાખ્યો. મારી સમસ્યાનું નિરાકરણ ફોન પર નથી મળવાનું તે હું જાણતો હતો. આથી મેં ફોન પર ખોટી લાંબી વાત કરવાનું ન ઈચ્છયું. પ્રમય સરને ખોટું ન લાગે તેમ મેં આભાર કહી ને કોલ ડિસ્કનેક કરી નાખો.
મારી પાસે હાલ ગુજરાતી લેખકના સાત નામ હતા. એમાંથી ફક્ત બે લેખક મહોદાયના મોબાઈલ નંબર હતા. બાકીના પાંચ લેખકના ન હતા મોબાઈલ નંબર કે ન હતા ઘરના એડ્રેસ. જે બે લેખક મહોદાયના મોબાઈલ નંબર હતા તેમની સાથે મેં હાલ વાત કરી હતી. મને આશા હતી કે આ બે લેખક મહોદાય પાસેથી મને મારી સમસ્યાનો ઉકેલ મળી જશે. પણ મારી આશા પર પાણી ફરી વળ્યું. ના હજી પાણી નહતું ફરી વળ્યું. મારી પાસે આ લેખકને મળવા માટે થોડો સમય રાહ જોવી પડશે.
દિવ્યેશ પટેલને હાર્ટએટેક આવ્યો હતો. તેથી તેની રિકવરી ક્યારે થાય અને કેટલા મહિના પછી તે કોઈ અજાણ સાથે વાત કરે તેની મને ખબર ન હતી. ઓછામાં ઓછા છ મહિના જતા રહે. અને જ્યારે પ્રમય સર હાલ વિદેશમાં હતા. ત્યાં તે પોતાના નવા બિઝનેસ માટે ગયા હતા. તેની સુરત વાપસીની કોઈ આશા જ નહીં. જો તે કોઈ દિવસ સુરત આવે પણ ખરા તો પણ તેમના ફેમેલીને મળી ને પુનઃ વિદેશ જતા રહે. તેઓ બે મહિના પછી સુરત આવવાના હતા. ત્યારે તે આવીને જતા રહે અને આટલા વ્યસ્ત સિડિયુંલમાં તેઓ મને મળવાનું ભૂલી જાય એવું પણ બને. મારે આમની આશાએ રાહ જોઇને બેસી ન રહેવુ જોઈએ. મારે આગળ વધવું જોઈએ.
સાત લેખક માંથી બે લેખક સાથે વાત થઈ ગઈ પણ પરિણામ શૂન્ય આવ્યુ. હવે બાકી વધ્યા પાંચ લેખક. જેમાંથી બે સ્ત્રી લેખક હતા. જેમાંથી એક તો પ્રખ્યાત લેખક રાજલ દવે હતા. જેમને મળવું પણ ખૂબ મુશ્કેલ હતું.
બીજા લેખક કે જેનું નામ કીર્તિ કિરાના. તે હાલ રાજકોટના વતની હતા. તેમનો એડ્રેસ કે મોબાઈલ નંબર મારી પાસે ન હતો. તે મને મળશે પણ નહીં તેવું લાગી રહ્યું હતું. અને જો તેમનો મોબાઈલ નંબર કદાચ મારી પાસે હોત તો પણ હું તેમને કોલ કરવા માટે છેલ્લે રાખત. કારણ કે મને કોઈ સ્ત્રી સાથે વાતચીત કરતા શરમ આવતી હતી. હું કોઈ સ્ત્રી કે ગર્લ સાથે વાતચીત કરતા અચકાતો હતો.
વધ્યા ત્રણ લેખક જે એટલા બધા પ્રખ્યાત ન હતા. પણ લાસ્ટ તેમની બે ત્રણ બુક ખૂબ વિખ્યાતી પામી હતી. આથી મારી આ લિસ્ટમાં તેમનું નામ ઉમેર્યું. એક તો સંજય રાવલ હતા. તે હજુ એક વર્ષથી લેખન કામમાં આવ્યા હોવાથી મને એવું લાગ્યું કે તેનામાં અનુભવ ઓછો હશે. આથી મેં પહેલા અનુભવી લેખકનો કોન્ટેક્ટ કરવાનું વિચાર્યું. હવે મને લાગતું હતું કે તેમને મળવું પડશે. પણ મારી પાસે તેમનો એડ્રેસ કે મોબાઈલ નંબર ન હતો.
બીજી વાત કે છઠ્ઠા લેખક કે જેમનું નામ સમીર ખાન હતું. મને તો ફક્ત તેમનું નામનો જ ખ્યાલ હતો. મેં ક્યારેય તેમના પુસ્તક વાંચ્યા ન હતા. તેના વિશે માહિતી એકઠી કરતા જાણવા મળ્યું કે તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં લેખન કાર્ય કર્યું હતું. તેઓ ખૂબ પ્રસિદ્ધ લેખક હતા.
મારી લિસ્ટનું સૌથી છેલ્લું નામ હતું હિતેન ભટ્ટનું. તેઓ કચ્છ ના વતની હતા. પણ મારી પાસે તેમને કોન્ટેક થઈ શકે તેવી કંઈ પણ માહિતી ન હતી.
મારી પાસે સાત લેખકના નામ હતા તેમાંથી મેં અતિયારે બે લેખક મહોદાયને કોલ કરી પણ જોયા હતા. તેનાથી કશો ફાયદો થયો ન હતો. એટલે બાકીના પાંચ નામ માંથી કોઈ એક વ્યક્તિને મળવા વિશે વિચારવાનું હતું. એ માટે સૌથી પહેલા તેમનો કોન્ટેક નંબર શોધવો જરૂરી હતો. તે હવે ખૂબ મુશ્કિલ હતું. હવેનો આગળનો રસ્તો મારા માટે પડકાર દાયક હતો.
બે કલાકની મથામણ પછી હવે હું કંટાળી ગયો હતો. કંટાળો દૂર કરવાના હેતુથી હું મારી આ ઝેલ સમાન રૂમને છોડીને નીચે ટહેલવા નીકળું તેવો વિચાર કર્યો. મારી રૂમ ઉપરના માળે હતી. નીચે આવીને મમ્મીને ચા બનાવાનું કહ્યું. આજે મેં સામેથી ચા માંગી તેનાથી મમ્મીને પણ આશ્ચર્ય થયું. હું દરરોજ ચા ન હતો પીતો. આજે હું થોડો ઉદાસ હતો. શેના માટે ઉદાસ હતો તે કહેવું હવે જરૂરી નથી. તમે જે વિચારો છો તે જ કારણથી હું ઉદાસ હતો. બે લેખકને ફોન કર્યા છતાં મને સફળતા ના મળી તે મારી ઉદાસીનું મોટું કારણ હતું.
મમ્મીએ ચા બનાવીને મને આપી. મેં ચાને ન્યાય આપ્યો. ખરેખર ચા પીધા પછી મનને શાંતિ થઈ હતી. આજે ખબર પડી કે ચાના રસિયા એટલા બધા ક્યાંથી બની ગયા. ચાને ન્યાય આપ્યા બાદ હું શહેરમાં આમારી જૂની જગયાએ જવાનું વિચાર્યું. હું ત્યાં એકલો કદાપિ. ન હતો જતો. હું જ્યારે પણ કંટાળી જાવ ત્યારે હું મારા દોસ્ત પ્રતીક સાથે અમારી રોજ ના સ્થાને પહોંચી ને બેસતો.
આજે પણ ચા ને ન્યાય આપ્યા બાદ થોડી ખુલ્લી હવા ખાવા માટે બહાર ગયો. ભાવનગર શહેર આમ તો ખૂબ વિશાળ હતું. અહીં હરવા ફરવા માટે ની સારા એવા સ્થળ હતા.
@@@@
બહાર આવી બાઈક લહીને મારા એક ને એક એવા દોસ્ત પ્રતીકને કોલ કરીને આમારી રોજ ની જગયાએ આવવાનું કહ્યું.
પ્રતીકને મારી સમસ્યાનો ખ્યાલ હતો. પ્રતીક દેખાવે બાફેલા બટેટાની છાલ ઉતારી નાખો તેવો સફેદ હતો. મૂછો અને દાઢીના થોડા વાંકડિયા વાળ થી તેનો રૂપાળો સહેરો ઔર રૂપાળો થતો હતો. પ્રમાણસર ઊંચાય અને મજબૂત બાંધાનું શરીર તેની એક દેખાવમાં ખાસ બાબત હતી. તેની બીજી એક એ ખાસિયત હતી કે તે હંમેશા ખુશ જ રહેતો. મને આ ખાસિયત તેની ખૂબ પ્રિય હતી.
અમે બંને બાળપણથી ભાઈબંધ હતા કે પછી કે દોસ્ત હતા. ક્યારેક લડતા ક્યારેલ ઝઘડતા પણ છેવટે અમે બંને સાથે જ રહેતા.
આજે અમે બંને આમારી રોજની જગ્યા એટલે કે અમારી કોલેજ પાછળના ગાર્ડન માં આવીને બેઠા હતા. તે ખુશ હતો તેનું કારણ એ હતું છેલ્લા ચાર મહિનાની મહેનતનું ફળ તેને મળ્યું હતું. ચાર ચાર મહિના ની તપસ્યાથી તેની પસંદ કન્યા કે જેનું નામ નીલમ હતું તેણે પ્રતિકનો પ્રપોઝ એક્સેપ્ત કર્યો હતો.
પ્રતીકને મારી સમસ્યા વિશે જાણ હતી. તેને મારી હેલ્પ કરવાના ઘણા બધા રસ્તા બતાવ્યા હતા. સાથે રહ્યો હતો. પણ તેનો કશો ફર્ક ના પડ્યો. પ્રતીકને નવલકથા વાંચવાનો ઇન્ટ્રસ્ટ ન હતો. તો પછી લખવાની વાત જ દૂર રહી. પણ તેણે મારી માટે ઘણી મહેનત કરી હતી. એવી ઘણી બધી બુક લાવીને મને આપી હતી કે જેમાં પોતાના સપના ને સાકાર કરવા કેવી રીતે મહેનત કરવી.
“પ્રતીક કાલે આપણે જેમ નક્કી કર્યું હતું તેમાંથી બે લેખક ને મેં આજે કોલ કર્યા હતા.” મેં પ્રતીકને કહ્યું.
“તો શું તને તારી સમસ્યાનો ઉકેલ મળ્યો?” પ્રતિકે સહજતા થી કહ્યું.
“ના.”
“કેમ?”
મેં પછી આજે સવારની બધીજ ઘટના કહી. પ્રતીકને પણ જાણીને દુઃખ થયું. તે મારા દુખે દુઃખી અને સુખે સુખી થતો એટલે જ તે મને પસંદ હતો.
તો પછી બાકીના પાંચ લેખક છે તેને કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો.” પ્રતીકને એ વાતની જાણ હતી કે હું સાત લેખકને મળવાની લિસ્ટ બનાવી છે પણ તે એ વાત થી અજાણ હતો કે તેમાંથી ફક્ત બે જ લેખકના મોબાઈલ નંબર કે અડ્રેસ મળ્યો છે.
“તે પાંચ લેખકના કોન્ટેક કે અડ્રેસ મારી પાસે નથી.” મેં કહ્યું.
“શું આટલા મોટા લેખક હોવા છતા તેના કોન્ટેક્ટ કે એડ્રેસ તને ના મળ્યા.” પ્રતિકે કહ્યું.
“મોટા લેખક છે એટલે જ તેમનો કોન્ટેક નથી મળતો.” મેં કહ્યું.
“ઓકે તો કોઈ બીજો રસ્તો.”
“મને તો નથી દેખાતો તને કોઈ આઈડિયા આવે છે?” મેં કહ્યું.
“નહીં આ મારા વિષય વસ્તુ નથી.”
તો શું તું કોન્ટેક નંબર પણ નહીં શોધી શકે.” મેં કહ્યું.
“ઓકે પ્રયત્ન કરું છું મારા કાકાની થોડી ઓળખાણ છે.” પ્રતીક
પ્રતીક અને હું આ વિશે વાત કરતા હતા ત્યાં મારા ફોનમાં કોલ આવ્યો. નંબર અજાણ હતો મેં રિસીવ કર્યો.”
“ મી. અજય.” એક કન્યાનો આવાજ આવ્યો.
“હા, હું જ અજય છું.”
“મારે તમને મળવું છે.” તે કન્યાએ કહ્યું.

ક્રમશઃ
શું અજય પોતાની નવલકથા પૂર્ણ કરી શકશે? અજયને આવેલો ફોન કોણે અને શા માટે કર્યો હતો? તે છોકરી અજયને મળવા શા માટે ઈચ્છે છે? આવા જ સવાલોના જવાબ માટે વાંચતા રહો નવલકથા સિરીઝની પ્રથમ સિઝન અધૂરી નવલકથા.
આપ આપના અભિપ્રાય માર whatsapp નંબર 7043834172 પર પણ આપી શકો છો.

જય શ્રી કૃષ્ણ
આભાર