અધૂરી નવલકથા - પાર્ટ 3 Pankaj Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

અધૂરી નવલકથા - પાર્ટ 3

પાર્ટ 03
પાર્ટ 03
આગળ આપણે જોયું કે અજય એક નવલકથા લખવાનો પ્રયત્ન કરે છે. પણ તેનાથી તે નવલકથા પૂર્ણ થતી નથી. હંમેશા અધૂરી જ રહી જાય છે. તેની માટે તે બે લેખક મહોદય ને કોલ કરી મદદ ઈચ્છે છે. પણ તેમાં તે સફળ થતો નથી. કંટાળી અજય તેના દોસ્ત પ્રતીક સાથે પોતાની હરરોજના સ્થાને આવીને બેસે છે. અને ત્યાં એક છોકરીનો અજય પર કોલ આવે છે. અને તે અજય ને મળવા ઈચ્છે છે. હવે આગળ...
“મને વિશ્વાસ નથી આવતો કે અહીં આપણે બેઠા છીએ, એ પણ કોલેજનો શીતલ મેડમ નો લેકચર છોડીને.” પ્રતિકે કહ્યું.
હું અને પ્રતીક હિમાલિયા મોલમાં બેઠા હતા. અહીં કાલે જે છોકરી નો કોલ આવ્યો તે અહીં અમને મળવા આવવાની હતી. મને એકલા કોઈ છોકરી સાથે વાત કરતા શરમ આવે એટલે સાથે સાથ પ્રતીકને પણ લીધો. અહીં આવ્યાને અડધી કલાક વીતી જવા છતાં તે છોકરી કે જેનું નામ સુધા નથી જાણતા તે આવી ન હતી. એટલે પ્રતીક થોડો અકળાનો હતો.
“હવે તું શીતલમેડમ ને મુક, તેમનો તો લેકચર પણ શરૂ થઈ ગયો હશે.” મેં કહ્યું.
“એ પછીની વાત છે, પહેલા તું તારા વાળી છોકરીને ફોન કર.” પ્રતિકે કહ્યું.
“મારા વાળી છોકરી.” મેં કહ્યું.
“એટલે કે કાલે તારા પર જેનો કોલ આવ્યો હતો તેની વાત કરું છું.” પ્રતીક
“તેણે લેન્ડલાઈન નંબર થી કોલ કર્યો હતો” મેં કહ્યું.
“શું.” 140 વોલ્ટ નો ઝટકો લાગ્યો હોય એમ પ્રતીક બોલ્યો.
“આ, જો કાલે સાંજે કોલ કર્યો હતો તે એક લેન્ડલાઈન નંબર છે.” મેં પ્રતીકને ફોન નંબર બતાવતા કહ્યું.
“તું મને આ વાત અત્યારે કહે છો” પ્રતીકના અવાજ માં નારાજગી હતી.
“આ તો સામાન્ય વાત છે. એમા આવું રિએક્શન આપવાની જરૂર નથી. તું શાંતિથી બેસ, થોડીવારમાં જ તે આવતી હશે.” મેં કહ્યું.
“આવતી હશે. તારી માચીની છોકરી થાય છે કે તે આવતી હશે.” પ્રતીકના અવાજમાં ગુસ્સો હતો પણ શેનો તે મને હજી જાણ ન હતી. મને એમ થયું કે તે છોકરીએ લેન્ડલાઈન પરથી કોલ કર્યો તે વાત મેં પ્રતીકને ન જણાવી તેનો ગુસ્સો હશે. પણ જો એ બાબત હું પ્રતીકને કહેત તો તે મારી સાથે અહીં આવેત જ નહીં. હું એકલો અહીં આવવાં ઈચ્છતો ન હતો. અને તે કોઈ બહાનું બતાવીને કે કોઈ એવું કારણ બતાવીને મને પણ અહીં આવતા રોકી શકે તેમ હતો. પણ મારે અહીં આવવું હતું. મારે તે છોકરીને મળવું હતું. મને તેનો અવાજ ક્યાંક સાંભળેલો લાગ્યો હતો. બસ આજ કારણ થી હું અહી છેક દોડી આવ્યો હતો, અને છેલ્લા અડધા કલાકથી અહીં બેસી રહ્યો હતો.
એક વાઈટ ડ્રેસ અને વાઈટ દુપટ્ટામા એક છોકરી અમારા ટેબલ તરફ આવતી હતી. મને અને પ્રતીકને એવું લાગ્યું કે આજ છોકરી હશે જેના માટે અહીં આવ્યા છીએ. પણ અમારી આશા પર નિરાશા ના વાદળ છવાઈ ગયા. તે વાઈટ ડ્રેસ વાળી છોકરી અમારા ટેબલ પાસેથી નિકાળીને અમારા ટેબલને મૂકીને બે ટેબલ છોડીને એક ટેબલ પર બેઠી.
“કોલ વાળી છોકરી તને ઓળખે છે.?” પ્રતિકે સવાલ કર્યો.
પ્રતિકના સવાલમાં વજન હતો. જ્યારે કાલે તે છોકરીનો કોલ આવ્યો ત્યારે મેં આ વિશે વિચાર ન હતો કર્યો. હું તેને નથી ઓળખાતો અને જો તે પણ મને નહીં ઓળખતી હોય તો તે મને શોધશે કેવી રીતે? આ સવાલ મને હાલ પ્રતિકના સવાલ કર્યો ત્યારે ઉદ્દભવ્યો.
“ના. મને ખબર નથી.” મેં થોડું વિચારીને કહ્યું.
“તો એ તને કેવી રીતે ઓળખશે.” પ્રતિક
“મેં એમ કહ્યું કે તે મને ઓળખે છે કે નહીં તે મને નથી ખબર. કદાશ તે મને ઓળખાતી પણ હોઈ શકે છે.” મેં કહ્યું.
“ઓકે પણ જો વિચાર કે તે પણ તને ઓળખાતી ન હોય. અને આમ જો પેલી વાઈટ ડ્રેસ વાળી છોકરી પણ કોઈકની રાહ જોતી હોય તેવું લાગે છે. કદાચ વાઈટ ડ્રેસ વાળી જ તારા કોલ વાળી છોકરી હોય શકે છે.” પ્રતિકે તર્ક લગાવતા કહ્યું.
“હોઈ શકે છે.” મેં પણ કહ્યું.
“તો તે એક વખત કોલ કરે પહેલા.” મેં કહ્યું.
“મને તો લાગે છે કે તે વાઈટ ડ્રેસ વાળી છોકરી જ તારા કોલ કરવા વાળી છોકરી છે.” દસેક મિનિટ એમ જ શાંત બેઠા રહીને પછી અચાનક પ્રતીક બોલ્યો.
“એવું તને શા માટે લાગે છે.” મેં કહ્યું.
“તે આવી ત્યારની કોઈકની રાહ જુવે છે. બીજી વાત કે તે તને પણ જાણતી નથી.” પ્રતિકે કહ્યું.
“મેં ક્યારે કહ્યું કે તે મને જાણતી નથી.” મેં કહ્યું
“તે તો હમણાં કહીયું.”
“મેં એમ કહ્યું કે તે મને જાણે છે કે નહીં તે મને જાણ નથી.”
“તેનો તે જ મતલબ થયો. હું તેની પાસે જઈને કન્ફર્મ કરી આવું.” પ્રતીક ઉભો થતા બોલ્યો.
“હું એમ કહું છું કે તું અહીજ બેસ.”
“ના મારે હવે કન્ફર્મ કરવા જવું છે.” પ્રતીક
“ઓકે, એઝ યુ વિસ. મને ખાત્રી છે કે તું સો ટકા ખોટો છો.” મેં કહ્યું.
“જો હું ત્યાં જઈને બે જ મિનિટમાં તને ખોટો સાબિત કરું છું.” પ્રતીક તે વાઈટ ડ્રેસ વાળી છોકરીના ટેબલ તરફ આગળ વધતા કહ્યું. અને થોડી વારમાં તે ટેબલ પાસે પહોશી ગયો. જ્યાં તે વાઈટ ડ્રેસ વાળી છોકરી કોઈકની રાહ જોઈ રહી હતી.
તે વાઇટ ડ્રેસ વાળી છોકરીએ પ્રતિકની સામે જોયું અને કહ્યું. “બોલો, મિસ્ટર.”
“તમે અહીં કોઈને મળવા આવ્યા છો?” પ્રતિકે સીધી મુદા ની વાત કરી.
“હા,” તે છોકરી બોલી ત્યારે તેની સહેરાની રેખા થોડી બદલાની.
“તો તમે જેમને શોધો છો તે હું જ છું.” પ્રતિકે અંધારામાં તિર માર્યું. પ્રતીક અને તે છોકરીની વાત થતી હતી તેનો ધીમો ધીમો અવાજ મને સાંભળતો હતો. પ્રતિકના આ વાક્યનો તે છોકરી શું જવાબ આપશે તે સાંભળવા મેં મારા કાન અને આંખ તે તરફ કરી.
પ્રતિકની આ વાત સાંભળીને તે છોકરી પ્રતીક તરફ અજીબ રીતે જોવા લાગી. પ્રતીક ને પહેલા નવાઈ લાગી પણ તેને તેની વિશે વધુ વિચાર ન કર્યો. પણ મેં થોડું વિચાર્યું. મને લાગ્યું કે પ્રતીકનું અંધારામાં મારેલું તિર કોઈ બીજી દિશામાં વાગ્યું છે. નક્કી કશુંક નવીન થવાનું છે.
“ઓહ, તો તમે છો. હું ક્યારની રાહ જોતી હતી. મેં કાલે ફોન કરીને તમને અહીં બોલાવ્યા હતા.” તે છોકરીએ કહ્યું.
આ સાંભળીને પ્રતિકના સહેરા પર પોતાના વિજય થવાના ભાવ આવરી આવ્યા. મને પણ આશ્ચર્ય થતું હતું કે પ્રતિકનું તિર નિશાના પર વાગ્યું હતું.
“મારે જેનું કામ છે તે ક્યાં છે?” તે છોકરીએ પ્રશ્ન કર્યો. તે છોકરી હવે મારી વિશે વાત કરી રહી હતી. તેથી મેં ઉભા થઈને ત્યાં જવાનું વિચાર્યું.
“હા, તે હું જ છું.” પ્રતિકે મારી ઇન્ટરોડક્શન કરવા કરતા તેનું જ નામ કહી આપ્યું. હું ઉભા થવાની તૈયારી જ કરતો હતો ત્યાં તે બોલી ઉઠ્યો.
તે છોકરી પ્રતીક સામે જોઈ ને હસવા લાગી. તે છોકરીનો હસવાનો અવાજ એટલો બધો હતો કે આજુબાજુ ના ટેબલ પર બેસેલા વ્યક્તિ પણ પ્રતીક અને તે છોકરીને જોવા લાગ્યા. પ્રતીકને હવે શરમ આવવા લાગી હતી. એક તો આ ગાંડા ની જેમ હસતી હતી. એમાંય બાકી હોય તો આજુબાજુના લોકોનું ધ્યાન પણ હવે તેના પર હતું. મને પણ હવે પ્રતિકના હાલત પર હસવુ આવી રહ્યું હતું. પણ હું મહાપરાણે હસવાનું રોકી રહ્યો હતો.
“સોરી, સોરી.” તે છોકરીએ હસવાનું રોકી ને બોલી. તે હજી માંડ બે ત્રણ સેકન્ડ જ શાંત થઈ હશે ત્યાં ફરી વખત હસવા લાગી. આ વખતે તે ધીમે ધીમે હસતી હતી.
પ્રતીક આ જોઈને મુંઝવણમાં પડી ગયો. આ કેમ હસે છે. આટલું બધું હસવાનું કારણ શું? તે તો મને પણ સમજાતું ન હતું.
"તો તમારા મતે તમે જ એક ડોગ છે જે તમે અહીં મારી પાસે સેલ કરવા માટે આવ્યા છો." તે વાઈટ ડ્રેસ વાળી છોકરીએ કહ્યું.
તે છોકરીના બોલવાથી પહેલા તો પ્રતીક સમજી ના શક્યો. પણ પાછળથી તેને સમજાનું કે આ છોકરી અહીં કોઈ ડોગ વાળા માનાસ ને મળવા આવી છે. જે નો ડોગ આ ખરીદવા ઈચ્છે છે.
પ્રતીકે મારી સામે જોયું મને તે કન્યાની વાત સમજાય રહી ન હતી. તે પ્રતીકને એક ડોગ સમજી રહી હતી. જેનું પ્રતીકને પણ પાછળથી ખ્યાલ આવ્યો હતો. મને પહેલા તો પ્રતીક સાચો છે તેવી ખાત્રી થઈ હતી. પણ પાછળ થી તે છોકરીએ પ્રતીકને ડોગ કહ્યો ત્યારે મને થોડોક ખ્યાલ આવ્યો કે પ્રતિકે કઈંક ગડબડ કરી છે. ટેબલની આજુબાજુ ના વ્યક્તિ પણ પ્રતીક સમક્ષ જોઈને હસવા લાગ્યા હતા.
તે વાઈટ ડ્રેસવાળી છોકરી અને પ્રતીક આગળ વધુ કઈંક ચર્ચા કરે ત્યાં તે બંનેની પાસે એક 30 વર્ષીય મહિલા તેમની પાસે આવી. તે મહિલા પાસે એક વાઈટ ડોગ હતો. તે મહિલા વાઈટ ડ્રેસ વાળી છોકરીના ટેબલ પર બેસતાની સાથે કહ્યું. "આર યુ રિના."
તે વાઈટ ડ્રેસ વાળી છોકરી કે જેનું નામ રિના હતું તેણે હકારમાં માથું હલાવ્યું. અને તેણે ડ્રોગ વાળી લેડી સાથે હેન્ડચેક કર્યો.
"યુ આર ...." રિના એ કહ્યું.
"આઈ એમ સોનમ. તમારી સાથે ડોગના સેલિંગની વાત થઈ હતી ફોન પર." સોનમે કહ્યું.
સોનમના આ વાક્ય સાંભળવાથી અહીં સર્જાયેલો ગોટાળો સુલજાય ગયો. મેં પ્રતીકને ઈચ્છારો કર્યો. તે કશું પણ બોલ્યા વિના મારી પાસે આવી બેસી ગયો.
દર અસલ અહીં આ સ્ત્રી કે જેનું નામ સોનમ હતું. તે અહીં પોતાની સાથે છે તે ડોગ વાઈટ ડ્રેસ વાળી છોકરી કે જેનું નામ રીના હતું તેને ડોગનું વેચાણ કરવા આવી હતી. રીના પણ સોનામને ઓળખાતી ન હતી. એટલે જ્યારે પ્રતિકે પૂછ્યું કે તમે અહીં કોઈને મળવા આવ્યા છો ત્યારે રીના એ હા કહ્યું. આમાં રિના નો પણ કશી ગલતી ન હતી. તે અહીં સાચે જ સોનમને મળવા આવી હતી.
"તને કોલ કરવા વાળી છોકરીએ કોઈ સમય આપ્યો હતો." પ્રતિકે થોડી વાર શાંત બેસતા કહ્યું.
"ના." મેં કહ્યું.
"તો પછી તેણે કહ્યું શું હતું."પ્રતીક.
"મેં કોલ રિસીવ કર્યો ત્યારે એક છોકરીના અવાજે પૂછ્યું કે અજય બોલો છો. મેં હા કહ્યું. તો મારે તમને મળવું છે. મેં પૂછ્યું કે તમે કોણ છો. અને શા માટે મને મળવા માંગો છો. ત્યારે તેમને કહ્યું કે તે હું કાલે તમને રૂબરૂ જણાવીશ."
" તો કાલે હિમાલિયા મોલમા આવેલી કેન્ટીગે હું તમારો ઇન્તજાર કરીશ. મારે તમારી સાથે અગત્યની વાત કરવી છે. આટલું કહી ને હું શું જવાબ આપું છું તે સાંભળ્યા વિના જ તેમણે ફોન કટ કરી નાખ્યો." મેં વિસ્તારથી પ્રતીકને સમજાવતા કહ્યું.
"એવી તો કઈ વાત કરવી છે તે અજાણ છોકરીને તારી સાથે." પ્રતિકે કહ્યું.
"એતો હવે તે આવે પછી જ જાણ થશે." મેં કહ્યું.
અમે બંને બસ તે વિચે વધુ ચર્ચા કરતા હતા. કોણ હશે તે? શુ કામ હશે? સાચેમાં કોઈ હશે કે નથી? કે પછી કઈક પ્રેન્ક કરતું હશે? આવા અઢળક સવાલોની ચર્ચા અમે બંને કરી રહ્યા હતા. અમને પણ હવે એવું લાગી રહ્યું હતું કે કોઈ નહીં આવે. પણ અમારા વાતચીત ને અડચણ પેદા કરીને એક ચોકરી અમારા ટેબલની ખાલી ચેર પર આવીને બેચી અને કહ્યું. " મી અજય મને ખાત્રી હતી કે તમે આવશો જ." આ છોકરી અને કહેવાથી અમે બંને ચોકી ઉઠયા.
ક્રમશઃ
શું અજય પોતાની નવલકથા પૂર્ણ કરી શકશે? અજયને મળવા આવી છોકરીનો હેતુ શું હોય છે? આગળ જતાં અજય કેવા વમળમાં ફસાચે? આવા જ સવાલોના જવાબ માટે વાંચતા રહો અધૂરી નવલકથા. શરૂઆત મા ધીમી ચાલી રહેલી આ નોવેલ આગળ જતાં સો ટકા આપણે મનોરંજ પૂરું પાડશે એ મારી ખાત્રી છે.
આ નોવેલ અંગે ના પ્રતિભાવ આપ મારા whatsapp નંબર 7043834172 પર પણ આપી શકો છો. આપણે આ નોવેલ કેવી લાગે છે જણાવશો તો મને વધુ ગમશે. જો કોઈ પણ ભૂલ રહી જતી હોય તો માર્ગદર્શન કરવા નમ્ર વિનંતી. આ નોવેલ દર શુક્રવારે આવશે તેની ખાસ નોંધ લેવી.

જય શ્રી કૃષ્ણ.
આભાર.