નિયા એ ઈશા ને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ એ ઊઠી નહિ એટલે બાજુ નાં ટેબલ પર બોટલ ભરેલી હતી એ નું પાણી નાખ્યું. એટલે ઈશા ઊઠી.
નિયા એ જોયું તો એના હાથ પર બ્લેડ નાં નિશાન હતા. નિયા એ એ જોઈ ને એક જોર થી તમાચો માર્યો ઈશા ને. ઈશા નાં ગાલ પર નિયા નાં હાથ ઉપસી આવ્યા હોય એમ લાલ લાલ થઇ ગયા હતા.
"આવું કોણ કરે ઈશા? " પછી નીચે કોઈ દવા ની કાગળ જોતા બોલી ,
"કેટલી દવા ખાધી બોલ તો?"
"નીંદ નઈ આવતી હતી એટલે બે કે ત્રણ ખાધી હતી યાદ નથી." ઈશા રડતા રડતા બોલી.
" ઓકે આ ફોન કેમ બંધ કરી દીધો છે અને આ હાથ માં" નિયા આગળ બોલે એ પેલા ઈશા રડવા લાગી .
"એ... એ... એને બ્રેક અપ કર્યું. કોઈ બી... બીજી મળી ગઈ એટલે...." હજી ઈશા રડી રહી હતી.
"પેલા તું દવાખાને ચાલ પછી આવી ને વાત કરીશું."
ઈશા નિયા ને પકડી ને ઉભી થઇ. બે દિવસ થી ઈશા એ કંઇ ખાધુ નઈ હતું એટલે અશક્તિ આવી ગયેલી.
નિયા એને ત્યાં નજીક માં આવેલા દવાખાના માં લઇ ગઈ પછી નિયા એ ઈશા નો ફોન ઓન કર્યો. બોવ બધા મિસ કોલ પડ્યા હતા.
નિયા ઈશા ને ઘરે લાવી ને દવા આપી ને એને ઘરે ફોન કરવા કીધું. પછી નિયા એ પૂજા દીદી ને ફોન કર્યો.
"દીદી ઈશા ને સારું છે હવે. દવાખાને લઇ ગયેલી એને. દવા આપી છે અને થોડી અશક્તિ આવી ગઈ છે એટલે ટાઈમ પર જમવાનું કીધું છે. "
"હા સારું થયું તું ટાઈમ પર પોહચી ગઈ. હું આવું છું હમણાં."
"હા "
નિયા ફોન મૂકી ને ઈશા ને બાય કહી ને જતી હતી ત્યારે ઈશા ને કીધું બેસ ને અહીંયા થોડી વાર.
"નિયા એક વાત પૂછું?" ઈશા આજે બોવ ધીમા અવાજે બોલતી હતી.
"હા બોલ ને"
"તું કોઈ ને લવ કરે છે? કોઈ બોયફ્રેન્ડ યા?"
"નાં લવ નો ફંડા મને સમજ માં નઈ આવતો."
"સારું છે કરતી પણ નઈ"
"હા"
"નિયા એને મારા કરતાં કોઈ વધારે સારી મળી ગઈ પછી એ બંને જોડે વાત કરતો ફરતો. જ્યારે મને ખબર પડી અને મે એને કીધું ત્યારે એવું કહે છે હવે તું મને નઈ ગમતી પછી બધે બ્લોક મારી દીધી"
"અને આવા ની પાછળ તે બ્લેડ મારી"
"નિયા મને ગુસ્સો આવતો હતો"
"હા ગુસ્સો આવે પણ મોમ ડેડ " નિયા બોલતા બોલતા અટકી ગઈ.
"હવે કોઈ દિવસ આવું નઈ કરું."
"ઓકે"
"નિયા તું મતલબ તને પણ કોઈ ગમતું હસે ને?"
"નાં " નિયા હસવા લાગી.
ઈશા ને સમજ નાં પડી આ કેમ હસે છે એટલે પૂછ્યું, " કેમ હસે છે તું?"
"કાલે એક ટિક ટોક પર વીડિયો જોયેલો. કોઈ કપલ હતું. જાનુ બાબુ કરતું હતું અને નીચે લખ્યું હતું બેસ્ટ કપલ ઓફ ધ વર્લ્ડ"
નિયા જે રીતે બોલતી હતી એ જોઈ ને ઈશા હસવા લાગી.
"તું તો કાર્ટૂન છે. રડતા હોય એને પણ હસાવી લે"
"નાં હું માણસ છું"
કોઈ એ ડોર ખખડાવ્યો એ અવાજ સંભાળી ને ઈશા ઉભી થવા ગઈ.
"બેસ હું જોવ છું" નિયા ડોર ખોલવા ગઈ.
"ક્યાં છે ઈશા ? ખબર પડે કે નઈ" પૂજા દીદી આવતા ની સાથે બોલ્યા.
"અરે દીદી કંઇ નથી થયું મને આ નિયા મને દવાખાને લઈ ગઈ હતી અને દવા પણ ખાઈ લીધી છે." ઈશા બોલી.
ઈશા નાં હાથ માં બ્લેડ નાં નિશાન જોઈ ને પૂજા દીદી બોલ્યા, "આ શું છે?"
"અહેસાસ છે પ્રેમ નો. સોરી નિશાન છે તૂટી ગયેલા પ્રેમ નું" નિયા બોલી.
"શું બોલે છે નિયા" પૂજા દીદી બોલ્યા.
"હા દીદી મારું બ્રેક અપ થઈ ગયું." ઈશા એ કહ્યું.
"Congratulations તો બોલો મિસ ફીજીયો" નિયા બોલી.
"ઓહ સરસ તું પણ મારી અને નિયા ની જેમ સિંગલ ની ટીમ માં આવી ગઈ. પાર્ટી ક્યારે આપે છે." પૂજા દીદી બોલ્યા.
"કાલે તમારી એક્ઝામ પતે પછી" ઈશા એ કહ્યું.
"ચાલો સરસ અને આ ખુશી માં નિયા સાથે પિક પણ પડી જસે." પૂજા દીદી બોલ્યા.
"શું દીદી તમે પણ "
"ઈશા ખબર છે તને નિયા સાથે નાં મોસ્ટ્લી ફોટો નાઈટ ડ્રેસ માં છે ખાલી એક બે વાર નાં સારા છે એટલે"
"ઈશા આ કંઇ પણ બોલે છે"
પછી બધા હસવા લાગ્યા. નિયા એના ઘરે એટલે કે એના રૂમ માં આવી ને ફ્રેશ થઈ ને બાલ્કની માં ઉભેલી હતી.
એના નાના મગજ માં બોવ બધા સવાલ ચાલતા હતા. લવ, બ્રેક અપ, ગમી જવું , હવે નથી ગમતી તું. એવા બોવ બધા.
થોડી વાર પછી વિચારો માંથી બહાર આવી ને નિયા એ assignment લખ્યું પછી જમી ને પર્સિસ સાથે થોડી વાત કરી ને પછી સૂઈ ગઈ.
રક્ષાબંધન ને બે દિવસ ની વાર હતી. બધા ઘરે જવાની તૈયારી કરતા હતા અને નિયા સૂવાની.
પર્સિસ ને મૂકી ને આવ્યા પછી એને જેટલી વાર ઓપન માઇક માં ગઈ હતી એના વિડિયો જોઈ ને ખુશ થઈ પછી એને અચાનક શું યાદ આવ્યું તો બુક ઓપન કરી ને ટાઈપ કર્યું અને પછી પ્રતિલિપિ માં મુક્યું.
આજે પેલી વાર એને પ્રતિલિપિ પર મુક્યું હતું એટલે લિંક શેર કરી હતી વોટ્સ અપ નાં સ્ટેટ્સ પર. થોડી વાર પછી માનિક નો ફોન આવ્યો.
"તું તો લખે છે અને કીધું પણ નહિ"
"એમાં શું કેવાનું" નિયા બોલી.
"ફ્રેન્ડ ને તો કહી શકે ને "
"હા તો "
"શું તો કીધું હોત તો શું જાય. એ તો ખાલી મનન ને જ કેહવાય નઈ" માનિક બોલ્યો.
"મનન ને કેમ કહું અને કહી પણ શકું તને કેમ કઈ પ્રોબ્લેમ છે."
"નાં એતો લવ એટલે કેહવાય ને બરાબર"
"હા" નિયા ગુસ્સો નાં કરે એ રીતે શાંતિ થી બોલતી હતી.
પછી થોડી વાર વાત કરી પછી કીધું,
"આમ કોઈ દોસ્ત ને એકલો નાં મુકાય" માનિક બોલ્યો.
"આમ વાત ગોળ ગોળ નાં ફેરાવ" નિયા ને કંઇ સમજ નાં પડી એટલે પૂછ્યું.
"રિયાન ની વાત કરું છું. એક વાર વાત કરી લેજે"
"હા"
"તું કંઇ પણ કહી શકે છે મને"
"હા પણ એવું કંઇ છે નહિ"
"ઓકે મારી પાસે તો બોવ બધું છે."
"સારું"
થોડી વાર પછી નિયા એ ફોન મૂકી દીધો.
આ ત્રણ ચાર દિવસ માં નિયા એકલી હતી પણ ઈશા આ ટાઈમ એની સાથે હતી. એ બંને એ બોવ મસ્તી કરી હતી આ ચાર દિવસ માં .
મોડા સુધી જાગી ને વાત કરવી, ફરવા જવું, ફોટોઝ, મસ્તી, મઝાક બોવ બધું. ઈશા બોવ ખુશ હતી કેમકે એને કોઈ બહેન નઈ હતી એક ભાઈ હતો એટલે એ ભાઈ ને તો બધું નાં કહી શકતી.
આ ચાર દિવસ માં ઈશા નિયા માટે ઓપન બૂક બની ગઈ હતી. ઈશા એ નિયા ને અત્યાર સુધી ની બધી જ વાત કહી હતી જે એને કોઈ ને નાં કહી હોય હા તો કેહવાનો ટ્રાય કર્યો હોય પણ નાં કેહવાય એવી.
એવું પણ કહી શકાય ઈશા ની બેસ્ટ ફ્રેન્ડ નિયા બની ગઈ હતી. બંને હવે તો કૉલેજ થી આવી ને સાંજે ટેરેસ પર ચાલવા જાય. ચાલવાનું તો બહાનું હતું પણ આખા દિવસ માં શું કર્યું એ કહી દેતા. અમુક વાર પર્સિસ પણ એમની જોડે આવતી.
હવે કોઈ ને એવું નાં લાગતું કે ઘર થી દુર છે. બધા સાથે જ રેતા.
આ બાજુ નિયા ની માનિક સાથે ની દોસ્તી પણ મસ્ત હતી. આદિત્ય સાથે કૉલેજ માં વાત થતી અને ફોન પર તો કોઈ વાર. એની girlfriend સાથે એ buzy હતો..
મીડ એક્ઝામ પણ આ ટાઈમ મસ્ત ગઈ હતી એ લોકો ની. બધા ને સારા માર્ક્સ પણ આવ્યા હતા. અને માનિક ને તો એક માં 30 માંથી 29 આવ્યા હતા. બધા ખુશ હતા હવે અને સાથે પણ.
એક દિવસ,
માનિક નો ફોન આવ્યો,
"હાઈ નિયા કેમ છે?"
"મસ્ત"
"હું છે ને આજે ઘરે નઈ જવાનો કાકા નાં ઘરે જવાનો છું. "
"ઓકે"
"સાંજે કાકા નાં છોકરા સાથે જઈશ કંઇક ફરવા"
"ઓકે"
ફોન મૂકી ને નિયા નક્ષ અને ભૌમિક ની રાહ જોતી હતી. એ લોકો બોવ દિવસ પછી ગાર્ડન માં જવાના હતા.
ગાર્ડન માં
ત્રણેવ બેઠા હતા અને વાત કરતા હતા. અચાનક ભૌમિક એ કીધું, "નિયા હમણાં હું અને નક્ષ બર્ગર હાઉસ પર ગયેલા ત્યારે તારો ફ્રેન્ડ ત્યાં જ હતો. કોઈ ગર્લ હતી સાથે."
"આદિત્ય હસે મિશા સાથે ગયો હસે." નિયા એ કીધું.
"નાં હવે એને તો હું ઓળખું છું" નક્ષ બોલ્યો.
"અને એને ચશ્મા નથી. આ ચશ્મા વાલો માનિક" ભૌમિક બોલ્યો.
"એના કાકા નાં ઘરે છે તો ગયો હસે cousion સાથે"
"નિયા cousion માં ખબર પડે અને ફ્રેન્ડ માં પણ" નક્ષ બોલ્યો.
"મતલબ" નિયા ને તો boundary ની બહાર જતું હતું આ બધું.
"આપડે ત્રણ જોડે જઈએ તો મસ્તી ચાલતી હોય. નક્ષ ને હેરાન કરતા હોય. Means આપડે ચૂપ નાં બેઠા હોય. વાતો ચાલતી હોય. તું અને નક્ષ જાવ તો પણ એવું તો ચાલતુ જ હોય છે ને?" ભૌમિક એ પૂછ્યું.
"હા આપડે કોઈ ચૂપ નાં હોય" નિયા બોલી.
"હા તો અમે એજ કહીએ છે. " ભૌમિક બોલ્યો.
"નિયા હું ટેબલ પર તારો હાથ પકડી ને બેસુ. હું તારી અને તું મારી આંખ માં જોઈ ને ખાતી હોય તો " નક્ષ બોલ્યો.
"યાર શું બોલે છે તું " નિયા બોલી.
"નિયા બંને હાથ પકડી ને બેઠા હતા ચાલ માન્યા કોઈ વાર હોય. પણ આવી રીતે કેટલી વાર જોયું " નક્ષ બોલ્યો.
"યાર એની લાઈફ છે એ જે કરે તે "
" હા પણ મારું અને નક્ષ નું તો હસવાનું રોકતું નઈ હતું. આમ આંખ માં આંખ નાખી ને હાથ પકડી ને ખાવાનું " ભૌમિક બોલ્યો.
"નિયા અમે ત્યાં બર્ગર ખાવા ગયા હતા અને કોક પી ને પાછા આવ્યા. આવું જોયું પછી હસવાનું બંધ નઈ થતું હતું. એમનેમ તો અવાય નઈ એટલે કોક લેવી પડી" નક્ષ બોલ્યો.
બસ થોડી વાર પછી નિયા ઘરે આવી ને જમી ને વિચારતી હતી.
માનિક એની સામે જૂથ તો નઈ બોલતો ને. પણ નિયા એ વિચારવાનું મૂકી ને ડાયરી લખવા બેઠી.
માનિક આની સિવાય કેટલું જૂથ બોલ્યો હસે?
નિયા ને માનિક નાં બધા જૂથ ખબર પડશે?