મન : સંબંધ મિત્રતા નો - 18 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 18

આમ નિયા ની ડાન્સ પ્રેક્ટિસ ચાલતી હતી. Annual day નાં આગળ નાં દિવસે એ લોકો પ્રેક્ટિસ કરી ને canteen ગયા. પછી ફોન ની વાત નીકળી એટલે ભૌમિક બોલ્યો,
"નક્ષ સાથે ફોન પર વાત વધી વધી ને 30 મિનિટ થાય એનાં થી વધારે કોઈ દિવસ નઈ થઈ. "

"ઓહ મારે તો અમુક ફ્રેન્ડ નાં ફોન આવે તો 3 કલાક જતા રેહ તો પણ ખબર ના પડે" માનિક થી બોલ્યા વગર નાં રહેવાયું એટલે બોલ્યો.

"તારે કામ શું હોય" નિયા બોલી.

"તું કેહવા શું માંગે છે?" માનિક નિયા બોલી એટલે થોડું ગુસ્સા માં બોલ્યો.

"કંઇ નઈ " નિયા બોલી.

"નક્ષ ને કાલે પેલી વાર ફોન પર વાત કરતા જોયો એ પણ કલાક કરતા વધારે" ભૌમિક બોલ્યો.

"ઓહ મળી ગઈ હસે કોઈ" માનિક બોલ્યો.

"ચૂપ રે ને તું નક્ષ કોણ હતું બોલ ને" તેજસ બોલ્યો.

બધા નક્ષ ને પૂછ્યા હતા અને નિયા ને તો કંઇ રસ જ નઈ હતો એ ફોન માં કયાર ની કંઇક વાંચી રહી હતી.

"નિયા હતી" નક્ષ બોલ્યો.

"મને તો લાગતું જ હતું કઈ છે આ લોકો નું પણ તમે કોઈ માન્યા નહિ" માનિક ને તો જાણે બોલવાનો મોકો મળી ગયો હોય એમ બોલ્યો.

"ઓ ભાઈ તને ખબર ના હોય નાં બોલ" ભૌમિક બોલ્યો.

"હા એવું કંઇ છે જ નહિ અને થશે પણ નહિ. એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને એક બુક વાંચી હતી તો એની વાત કરતા હતા બીજું કઈ નઈ" નક્ષ બોલ્યો.

નિયા તો હજી પિકચર ની બહાર જ હતી. એ ટ્રોપિકાના પીતા પીતા કંઇ વાંચતી હતી અને આ લોકો કંઇ વાત કરે છે એની તો એને ખબર જ નઈ હતી.

આદિત્ય નિયા ની બાજુ માં હતો એટલે એને કીધું "નિયા આ જો શું કેહ છે તને"

"હા બરાબર છે" નિયા વાંચતા વાંચતા બોલી.

આદિ એ નિયા નો ફોન લઇ લીધો અને બોલ્યો, "નિયા આ બધા કંઇ વાત કરે છે તારી જો"

"નિયા આ એવું સમજે છે કે તારી અને નક્ષ વચ્ચે કંઇ છે"
ભૌમિક બોલ્યો.

"કોણ છે એ ચુ**"

"માનિક" તેજસ બોલ્યો.

"કાલે ફોન વાળી વાત નીકળી એટલે એને એવું કીધું મને લાગતું જ હતું તમારું કંઇ છે એમ" નક્ષ બોલ્યો.

"ઓહ લાગે છે ને તને તો લાગવા દે" નિયા બોલી.

બધા નિયા ની સામે જોતા હતા કે આ કેમ આવું બોલી.

"આમ સામું શું જોવો છો યાર? જેના મગજ માં એવું ભરેલું હોય એને જ આવો વિચાર આવે. તમને કોઈ ને કેમ આવો વિચાર નાં આવ્યો?" નિયા બોલી.

"હા લોજિક છે વાત માં " આદિ બોલ્યો.

"ચાલો જઈએ કાલે સવાર માં આવવાનું છે પાછું" તેજસ બોલ્યો.

"સવારે કેમ ? ફંકશન તો સાંજે છે ને?" નિયા બોલી.

"એ મેનેજમેન્ટ માં છે એટલે" આદિ બોલ્યો.

"ઓહ હા ચાલો જઇએ"

બીજે દિવસે સવારે

નિયા ઊઠી ને નાસ્તો કરી ને બાલ્કની માં બેસી ને કંઇ વાંચતી હતી. બે ત્રણ દિવસ થી એ બોવ ઓછું બોલતી.

"નિયા કેમ અહીંયા બેઠી છે ચાલ ને અંદર "પર્સિસ બોલી.

"એમજ આવું છું હમણાં "

થોડી વાર પછી નિયા અંદર ગઈ.

"સોરી નિયા તે દિવસે સવાર માં તને ગુસ્સા માં બોવ બધું બોલી દીધું. અને તારા કપડાં પર પણ . સોરી યાર " પર્સિસ બોલી.

"ઓકે મને ખબર હતી તું ગુસ્સા માં હતી એટલે બોલાઈ ગયું."

"એટલે તને કંઇ પ્રોબ્લેમ નથી " પર્સિસ બોલી.

"શું?"

"એટલે તું મારા પર ગુસ્સે નથી નારાજ નથી એમ".

"નાં હવે એમાં શું ગુસ્સે થવાનું અને ફ્રેન્ડ થી નારાજ નાં થવાય." નિયા બોલી.

પર્સિસ તો આ સાંભળતા ખુશી થી નિયા ને ગળે લગાવી દીધી. "લવ યુ નીયુડા"

"આ શું નામ બગાડે છે નિયુડા કેવું લાગે. હું તને કહું પર્સિસડા કેવું લાગે "

"હા હો નિયા " પછી બંને હસવા લાગ્યા.

ત્રણ ચાર દિવસ પછી બંને એ આજે સરખી વાત કરી હતી. બપોરે જમી ને સાંજ ની તૈયારી માં લાગી ગયા.

તે દિવસે જ્યારે પ્રેક્ટિસ પછી નિયા સૂઈ ગઈ હતી ત્યારે આ જ વિચાર માં સૂઈ ગઈ હતી. અને મેસેજ જોઈ ને ખુશ થઈ હતી એ મેસેજ બીજા કોઈ નો નહીં પણ પર્સિસ નો જ હતો.

એ દિવસે સવાર માં પર્સિસ નિયા ને બોલી હતી.
"તને લાઈફ એન્જોય કરતા નઈ આવડતી. બસ આખો દિવસ ચોપડા ચોપડા જ હોય. કપડાં પહેરવાની તો ખબર નઈ પડતી. અત્યારે શોર્ટ્સ નહિ પેરે તો ક્યારે પેરીસ? એમ પણ તારી કપડાં ની ચોઈસ બોવ ખરાબ છે. કોલેજ માં પણ એક નાં એક કપડાં પેહરી ને આવે છે. " બસ આવું બોલી હતી અને એટલે નિયા કોલેજ નાસ્તો કર્યા વગર જ આવી ગઈ હતી.

નિયા શોર્ટ્સ પેરતી હતી પણ ઘરે. કેમકે અહીંયા એને કોઈ ગંદી નજરે જોવે એ નઈ ગમતું હતું.

સાંજે 4 વાગે

પર્સિસ અને નિયા બંને રેડી થઈ ને ફોટો પડતા હતા અને સેલ્ફી પણ.

જેનિસ નો ફોન આવતા પર્સિસ એની સાથે વાત કરતી હતી અને નિયા નાસ્તા નાં ડબ્બા ખોલી ને શું ખાવ એ વિચારતી હતી.

થોડી વાર પછી,

"નિયા કોલેજ જવાનું છે તું અત્યારે ખાવા બેઠી"

"અરે ખાઈ લેવાનું ત્યાં મોડું થાય તો મારું પતી ગયું છે તું તારો મેક અપ સરખો કરી લે પછી જઈએ."

"નિયા તારો ડાન્સ છે ચિંતા નઈ થતી.?"

"અરે પગલી એમાં શું ચિંતા કરવાની સ્ટેજ પર મચાઈ લેવાનું"

આજે બંને બોવ ખુશ હતા. મસ્તી, મઝાક , એક બીજા ને હેરાન કરવાનું એ બંને નું આજે બોવ દિવસ પછી પાછું આવ્યું હોય એમ લાગતું હતું.

બંને થોડી વાર પછી કોલેજ પોહચ્યાં. એના ક્લાસ ની બીજી બધી છોકરી ઓ આવી ગઈ હતી. અને આ બંને ગયા પછી ફોટો પડ્યા અને annual ફંકશન સ્ટાર્ટ થયું એટલે એ લોકો ત્યાં જઈ ને બેઠા અને નિયા બેક સ્ટેજ જતી રહી જ્યાં ભૌમિક અને નક્ષ હતાં.

એ ત્રણ વાત કરતા હતા અને થોડું નક્ષ ને હેરાન કરતા હતા ત્યારે માનિક ત્યાં આવ્યો,

"હેય હાઈ શું કરો છો?"

"દેખાતું નથી બેઠા છે. "

"હા બેસ્ટ ઓફ લક" માનિક બોલ્યો.

પછી માનિક જતો રહ્યો. તેજસ નું સોંગ પતી ગયું હતું અને આદિત્ય લોકો નો ગ્રૂપ ડાન્સ પણ. પર્સિસ નો ગ્રૂપ ડાન્સ ચાલતો હતો અને હવે એક સોંગ પછી નિયા નો વારો હતો.

ભૌમિક અને નક્ષ નાં ફોન તો એના કોઈ ફ્રેન્ડ પાસે હતા. નિયા નો ફોન એની પાસે જ હતો. પાછળ કોઈ દેખાયું નહિ નિયા ને કે એ ફોન આપી સકે . પણ નિશાંત ત્યાં જ હતો એટલે નિયા એને ફોન આપી ને જતી રહી.

હવે નિયા લોકો નો ડાન્સ સ્ટાર્ટ થયો. બધા ભૌમિક ને જોઈ ને થોડા આશ્ચર્ય હતા કેમકે એને કોઈ દિવસ આવી રીતે ડાન્સ કરતા નોતો જોયો. સોંગ કરતા તો ત્યાં જે લોકો બેસેલા હતા એમની બૂમ અને ચીસ વધારે સંભલાતી હતી.

આ ટાઈમ પણ એ લોકો નો ડાન્સ મસ્ત થયો હતો. નિયા આવી ને નિશાંત પાસે થી ફોન લીધો અને પછી ત્યાં દૂર બેસેલી હતી. ત્યારે માનિક આવી ને એની બાજુ માં બેસી ગયો.

"મસ્ત હતો ડાન્સ"

"Thank you"

"નિશાંત ની બાજુ માં જ હું ઉભો હતો મને ફોન આપી ને જવાય"

"મતલબ"

"નિશાંત ને કંઇ હોય તો આધો પાછો થાય તો તારો ફોન પણ... હું તો ત્યાં જ હતો ને ક્યાં જવાનો"

"ઓકે મે તને જોયો નઈ હતો"

"એમ પણ તને નક્ષ સિવાય દેખાય કોણ છે " માનિક બોલ્યો.

"હે???"

"બધા બોલતા હતા N² "

"ઓકે "

ત્યાં ભૌમિક અને નક્ષ આવ્યા.

"નિયા અહીંયા જ છે ને અમે આવીએ થોડી વાર મા ક્લાસ વાળા સાથે ગ્રૂપ ફોટો પડાવી ને "

"ઓકે"

"ચાલ આપડે પણ સેલ્ફી પાડી એ એક પણ ફોટો નથી. "

નિયા ને નાં પાડવી હતી પણ કોઈ બીજો રસ્તો નઈ હતો ત્યારે નાં પાડવાનો.

બે ત્રણ સેલ્ફી પાડી પણ બધી બ્લર આવી.

થોડી વાર પછી એ બધા જમવા ગયા.

નિયા એ તો ભૌમિક અને નક્ષ માંથી જ થોડું ખાઈ કીધું.

પછી એ લોકો થોડી વાર પછી ઘરે જવા નીકળ્યા. ભૌમિક અને નક્ષ ને એના ફ્રેન્ડ સાથે કંઇ બીજે જવાનું હતું એટલે એ વિચાર તા હતા નિયા કેમની જસે.

ત્યાં માનિક એ કીધું, "મારે એ બાજુ થી જ જવાનું છે હું મૂકી જઇશ."

"સારું" ભૌમિક બોલ્યો.

"નિયા જઈ ને મેસેજ કરી દેજે બાય." નક્ષ એ કીધું.

નિયા જલ્દી પીજી આવી જાય એ વિચારતી હતી અને માનિક એ અચાનક બ્રેક મારી.

"સોરી આગળ ખાડો હતો એટલે " માનિક બોલ્યો.

"ઓકે " નિયા ને ક્યાંય પણ ખાડો નાં દેખાયો. પણ એણે કંઇ નાં કીધું .

બસ આમ હવે એ લોકો ને કોલેજ માં લેક્ચર પણ બરાબર પાછા ચાલુ થઈ ગયા. 9.30 થી 4.30.

આજે નિયા કોલેજ થી હજી આવી જ હતી ત્યાં રિયાન નો ફોન આવ્યો.

"હા બોલ "

"નિયા thank you maths 3 clear થઈ ગયું." રિયાન એક દમ ખુશ થતા બોલ્યો.

નિયા પણ ખુશ થઈ ગઈ પણ હવે એનું રિઝલ્ટ શું આવશે એ વિચારતી હતી.


બે ત્રણ દિવસ પછી,

નિયા ઘરે વાત કરી ને પર્સિસ સાથે વાત કરતી હતી.

ત્યારે રિયા નો ફોન આવ્યો.

"હા બોલ ને રિયા"

"બેટા રિયા નઈ તનવી બોલું"

"બોલો તનુ ડારલિંગ"

રિયા અને રિયાન નાં મમ્મી તનવી જરીવાલા. અને એ નિયા નાં ફ્રેન્ડ જેવા હતા એટલે નિયા એમને આંટી નઈ પણ તનુ ડારલિંગ કેહતી.

"બેટા રિયાન નો ફોન ક્યારનો સ્વિચ ઓફ આવે છે. તને કીધું છે એને ક્યાં ગયો છે એ?"

"નાં મારી વાત નઈ થઈ એનું રિઝલ્ટ આવ્યા પછી."

"બેટા તું ફોન કરી જોને તારો ફોન ઉપાડે તો"

"પણ એનો ફોન તો switch off છે ને?"

"નિયા પેલો બીજો નંબર છે એમાં રિંગ વાગે છે એના પર ટ્રાય કર ને "

"હા હું ફોન કરી ને કરું તમને"

નિયા એ 10 થી વધારે ફોન કર્યા પણ આખી રિંગ પતી ગઈ કોઈ ફોન ના ઉચક્યો પણ નિયા ફોન કરતી રહી.

12 ફોન કર્યો,

"શું છે?"

"રિયાન ક્યાં છે તું?" બસ આટલું જ બોલી નિયા.

પછી 10 મિનિટ સુધી રિયાન શું બોલ્યો એ ખાલી નિયા ને જ ખબર છે.

ફોન મૂકી ને નિયા એ રિયા ને ફોન કર્યો.

"નિયા ફોન લાગ્યો." રિયા તરત બોલી.

"મે તને રેકોર્ડિંગ મોકલ્યું છે જોઈ લેજે બાય ગુડ નાઇટ" આટલુું કહી ને નિયા સૂઈ ગઈ.

રિયા ના ઘરે,

"રિયા શું કીધું નિયા એ."

"પપ્પા એને કંઇ રેકોર્ડિંગ મોકલ્યું છે. ડાઉનલોડ થાય છે."

રેકોર્ડિંગ સંભાળ્યા પછી,

"આવવા દે રિયાન ને આજે મારી છોકરી ને રડાવી છે એને" રિયા ના મમ્મી રડતા રડતા બોલ્યો.

"તનવી પેલા રડવાનું બંધ કર. રિયાન ને ફોન કર અને કેહ જલ્દી ઘરે આવે."

"રિયા તું કેમ રડે છે?" તનવી બેન બોલ્યા.

"મમ્મી એ મારી એક જ એવી ફ્રેન્ડ છે જે બધું સમજે છે અને એના લીધે જ મોન્ટુ પાછો મળ્યો. અને રિયાન એને જ આવું બોલ્યો. હવે નિયા મારી જોડે બોલશે પણ નહિ."

બે દિવસ પછી,

કોલેજ થી આવી ને નિયા હજી બેસી હતી. ત્યાં પર્સિસ બોલી.

"નિયા રીઝલ્ટ આવ્યું જો જલ્દી"

નિયા એ રીઝલ્ટ ખોલ્યું પણ કંઇ બોલી નઈ એ.

રિયાન શું બોલ્યો હસે?

રિયા કેમ રડી?

નિયા નું રીઝલ્ટ શું આવ્યું હસે?