મન : સંબંધ મિત્રતા નો - 15 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 15

પાછો નિયા પર કોઈ નો ફોન આવ્યો,

"વિડિયો કૉલ કરવાનું કીધું આ નઈ" નિયા ફોન ઉપાડતાં જ બોલી.

"સાંભળ ને યાર બીક લાગે છે મને એની સામે બોલતા, એ કંઇ ઓવર રીએક્ટ કરશે તો" રિયા બોલી.

"અરે બાબા wait હું એની જોડે જઈ ને ફોન કરું તને ઓકે" નિયા કીધું.

નિયા નક્ષ ની બાજુ માં બેસેલી હતી પછી ઉભી થઈ ને ભૌમિક ની બાજુ માં જતી રહી. એટલે ભૌમિક બોલ્યો,

"આમ લવ ને છોડી ને નાં જવાય. "

"હા "

"ભાઈ લવ પર ટ્રસ્ટ હોય તો કંઇ ચિંતા ના હોય" નક્ષ બોલ્યો.

"ઓહ એટલે તમે બંને સાચે માં" ભૌમિક બોલ્યો.

"બસ હવે બોવ નાં વિચાર કામ કરે તારું" નક્ષ બોલ્યો.

નિયા કોઈ ને ફોન કરતી હતી અને ભૌમિક નક્ષ સાથે વાત કરતો હતો.

" ભૌમિક સરપ્રાઈઝ" નિયા એને ફોન માં કોઈ ને બતાવતાં બોલી.

2 મિનિટ સુધી જાણે કોઈ કંઇ નાં બોલ્યું, પછી

"હાઈ રિયા ક્યાં જતી રહી હતી મને મૂકી ને" ભૌમિક એ બોલવાની શરૂઆત કરી.

"હાઈ" રિયા બોલી.

"રિયાન ક્યાં ? ખબર છે તમને કેટલા ફોન કર્યા એ? બધા સોશીયલ મિડીયા પર ચેક કર્યું કઈ નાં મળ્યા"

"હા મોન્ટુ અમે પણ બોવ સર્ચ કર્યો તને તું પણ કંઇ નાં મળ્યો.

"ઓહ હવે નઈ જાવ પ્રોમિસ. રિયાન ક્યાં છે." ભૌમિક બોલ્યો.

"ઓય રિયા કી બચ્ચી રડે છે કેમ ? તારો મોન્ટુ જીવે છે હજી?" નિયા એ રિયા ને રડતા જોઈ એટલે કહ્યું.

"કોઈ નઈ રડતું હવે" રિયા આંશુ લૂછતાં બોલી.

"નાં રડ ને સુરત માં પૂર આવવું જોઈએ" ભૌમિક નિયા ને હસાવવા બોલ્યો.

"હા બોવ સારું તમે લોકો એન્જોય કરો પછી વાત કરું. રિયાન આવે એટલે કરાવું ફોન." રિયા ફોન મૂકતા બોલી.

નિયા નક્ષ ની બાજુ માં બેસી ને બર્ગર ખાવા લાગી હતી. અને ભૌમિક હજી ફોન માં જ,

ત્યાં જ નક્ષ બોલ્યો, "ભાઈ રાતે અહીંયા જ રોકવાનો ઇરાદો છે. ?"

"નાં હવે "

"તો બરાબર" નક્ષ બોલ્યો.

"નિયા આ બંને તારા બેસ્ટ ફ્રેન્ડ છે." ભૌમિક એ પૂછ્યું.

"હા " નિયા બોલી.

"નિયા એ જ્યારે canteen માં રિયા અને રિયાન નો ફોટો બતાવ્યો હતો ત્યારે ક્યાં હતો ભાઈ તું?" નક્ષ એ પૂછ્યું.

"એ દિવસે એ જલ્દી જતો રહ્યો હતો. નઈ તો એજ દિવસે એ લોકો મળી જાત." નિયા બોલી.

"ક્યારે બતાવેલો ફોટો" ભૌમિક એ પૂછ્યું.

"તને કામ હતું તો તું ગયેલો ત્યારે"

"ઓકે " ભૌમિક બર્ગર ખાતા ખાતા બોલ્યો.

નિયા નું બર્ગર પતી ગયેલું. એ કોક અને શ્ટ્રો સાથે રમત કરી હતી ત્યારે નક્ષ બોલ્યો,

"ઓય ફોન આવે છે તારા માં કોઈ નો"

"ઓહ હાઈ કેમની હું યાદ આવી તને આજે" નિયા વિડિયો કૉલ ઉપાડતાં બોલી.

"પછી કહીશ. પેલા મોન્ટુ નો નંબર આપ" રિયાન બોલ્યો.

"કોણ મોન્ટુ?"

"તારો ફ્રેન્ડ"

"મારા કોઈ ફ્રેન્ડ નું નામ મોન્ટુ નથી. ઓકે" નિયા બોલી.

"આપ ને યાર આવું શું કરે છે."

"કેમ તારે સેટિંગ કરવું છે."🤭 નિયા એ પૂછ્યું.

"નિયા તું નંબર આપે છે કે પછી..." રિયાન બોલ્યો.

"પછી શું બોલ ને આગળ કેમ બોલતી બંધ થઈ ગઈ."

"આપ ને યાર પ્લીઝ"

"જો આ છે ને " નિયા કેમેરો ભૌમિક બાજુ કરતા બોલે છે.

"ઓહ હાઈ ભાઈ ક્યાં જતો રહ્યો હતો" ભૌમિક બોલ્યો.

"તું ક્યાં હતો ચું**" રિયાન બોલ્યો.

"હું બાર જઈ ને બેસુ છું તું ખાઈ ને આવ બાર શાંતિ થી " નિયા બહાર જતા બોલી.

"ઉભી રે હું પણ આવવાનો" નક્ષ એ કીધું.

નિયા અને નક્ષ બહાર બેસેલા હતા. ભૌમિક બર્ગર ખાતા ખાતા રિયાન જોડે વાત કરતો હતો.

થોડી વાર પછી,

નિયા બહાર બેસેલી હતી અને ભૌમિક એ પાછળ થી આવી ને હગ કરી લીધું.

"Thank you thank you so much યાર તને શું કહું એ ખબર નઈ પડતી. કેટલું યાદ કરતો હતો આ લોકો ને. Thank you યાર એ લોકો ને પાછા મારી લાઈફ માં લાવવા માટે. બોલ તારે શું જોઈએ છે. તું જે કેશે એ આપવા તૈયાર છું." ભૌમિક થોડો ઈમોશનલ થઈ ને બોલ્યો.

"અરે ભાઈ રડ નહિ. હવે તો મળી ગયા ને તારા ફ્રેન્ડ" નક્ષ ભૌમિક નાં આંખ માં આંશુ જોતા બોલ્યો.

"મને કંઇ નઈ જોઈતું બસ એ લોકો મળી ગયા ને તો ક્યારે હવે દોસ્તી નાં તોડતો અને કોઈ દિવસ એ લોકો નો વિશ્વાસ નહિ તોડતો અને જૂઠું પણ નાં બોલીશ. પ્રોમિસ?" નિયા હાથ લંબાવતા બોલી.

"હા પાક્કા વાલા પ્રોમિસ. ચાલ જઈએ આઈસ્ક્રીમ ખાવા "

"હા" નિયા અને નક્ષ સાથે બોલ્યા.

આઈસ્ક્રીમ ખાઈ ને પછી એ લોકો પાછા આણંદ આવવા નીકળ્યા.

નિયા ફ્રેશ થઈ ને ઘરે ફોન કર્યો બધા સાથે વાત કરી પછી ડાયરી લખવા બેઠી.

"હાઈ યાર,
બોવ ખુશ છું આજે હું.
કેમ તને ખબર છે કેમ એ?
આજે રિયા અને રિયાન ને એનો મોન્ટુ મળી ગયો અને એ મોન્ટુ બીજું કોઈ નઈ ભૌમિક જ છે. 😅😜
ચાલ પછી મળીયે મને નીંદ આવે છે"

નિયા આવી જ રીતે એની ડાયરી માં લખવાનું સ્ટાર્ટ કરતી.
કોઈ વાંચે તો એવું થાય કે કોઈ ની સાથે વાત કરી.

નિયા ને લખવાનું બોવ ગમતું અને ડાયરી સાથે વાત કરવાનું તો એ કોઈ દિવસ નાં ભૂલતી.

બે ચાર દિવસ પછી,

નિયા અને પર્સિસ કૉલેજ થી આવી ને સૂઈ ગયા હતા. ત્યાં માનિક નો ફોન આવ્યો,

"હાઈ શું કરે છે."

"કંઇ નઈ " નિયા એ કીધું.

"મારી પેલી ફ્રેન્ડ છે એ મને મળવાનું કેહ છે ?"

"તો મળી આવ" નિયા બોલી.

"હા પણ બધા હોય એવી પ્લેસ પર નાં જવાય ને કોઈ જોઈ જસે તો ઊંધું સમજે."

"કેફે માં જતો રે"

"હા જોઈએ."

"ઓકે"

"બોલ બીજું તારે તો જલસા જ ને"માનિક બોલ્યો

"જલસા??? શેના" નિયા એ પૂછ્યું.

"તમે ત્રણ જોડે જાવ એટલે પૈસા અને એ બધું પેલા બે આપી દે એટલે..." માનિક બોલ્યો.

"અમે ત્રણ વેચી લઈએ છે"

"ખોટું તો બોવ બોલે નઈ તું" માનિક બોલ્યો.

નિયા ને નાં ગમ્યું કેમકે એ ખોટું નહિ પણ જે સાચું હતું એજ બોલી હતી એટલે. તો પણ એને કીધું, "તને જેવું લાગે એ વિચાર."

"તને ખબર છે આખી કૉલેજ માં તારું અને નક્ષ નું કંઇ છે એવું બધા ને લાગે છે."

"ઓકે" નિયા બોલી.

"શું ઓકે કેવું ખરાબ લાગે કોઈ આવું બોલે તો. "

"તું નઈ બોલતો ને?" નિયા બોલી.

"નાં હું કેમ બોલું"

"બસ તો બીજા નું શું કામ જોવે છે. જેમને જે બોલવું હોય એ બોલે તારે શું?" નિયા એ કીધું.

"હા તું બોવ ફ્રી માઈન્ડ છે. "

"સારું"

" તારા ફ્રેન્ડ નો મેસેજ આવેલો સુરત વાળા " માનિક બોલ્યો.

"મારો ક્યો ફ્રેન્ડ?"

"પેલા બે ટ્વિન છે એ "

"ઓકે"

"રિયાન છે ને એનો થોડી વાત કરી હતી. પણ એને નંબર નાં આપ્યો."

"હા મે જ નાં પાડી છે." નિયા એ કહ્યું.

"કેમ નંબર આપવાથી શું થઈ જવાનું?" માનિક થી પૂછ્યા વગર તો રેહવાય નહિ એટલે પૂછ્યું.

"બસ એમજ "

"સારું આ તો નંબર હોય તો કામ લાગે એટલે " માનિક બોલ્યો.

"ઓકે"

બસ થોડી વાત થઈ ને પછી નિયા એ ફોન મૂકી દીધો.

માનિક કેમ નિયા નાં ફ્રેન્ડ નાં કોન્ટેક્ટ માં આવવા માંગે છે?