સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતી Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

  • મુઠ્ઠી ભાર દેડકા

      अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च । निर्ममो निरहङ्कार...

  • ભાગવત રહસ્ય - 69

    ભાગવત રહસ્ય-૬૯   અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને...

  • એક ષડયંત્ર.... - ભાગ 91

    (કનિકા ડૉકટરને રિકવેસ્ટ કરે છે કે તે સિયાને હોશમાં લાવે, જેથ...

  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

શ્રેણી
શેયર કરો

સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતી

23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતી
"અરે બેટા ઘરમાં બધી સુખ સગવડો હોવા છતાં તો દરરોજ શા માટે જમીન પર ચટાઈ પાથરીને સુવે છે?" માતાના આ પ્રશ્નના જવાબમાં બાળકે કહ્યું "શું આપણા ઋષિમુનિઓ અને પૂર્વજો કષ્ટ વેઠીને જમીન પર નહોતા સૂતા? તો પછી હું કેમ સૂઈ ન શકું? બાળક સુભાષના મનમાં જાણે નાનપણથી ભવિષ્યમા વેઠવાના દેહ કષ્ટ માટેની તૈયારી ચાલી રહી હતી! માતાના આ પ્રશ્નના જવાબમાં બાળકએ આપેલો જવાબ તેનામાં રહેલ સાદાઈ, સેવા, ત્યાગ, નમ્રતાના ગુણોનો સમન્વય કરતા વ્યક્તિત્વની ઝાંખી કરાવે છે.
પૂજ્ય ગાંધીજીનો અહિંસા દ્વારા આઝાદી મેળવવાનો માર્ગ ન સ્વીકારતા એવા આ મહાન પુરુષ 23 જાન્યુઆરી 1897 ના જન્મેલ અને ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ આ દુનિયા છોડી દીધી હતી.ભારતના ક્રાંતિકારી ચળવળ માં જેમનું ખૂબ અગત્યનો ભાગ હતો. એમના પિતાજાનકીનાથ બોઝ અને માતાપ્રભાવતી દત્ત હતા.
આ ક્રાંતિકારી મગજના સુભાષચંદ્ર બોઝે યુવાનોને આહવાન આપ્યું હતું:" તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા."ઓરીસ્સાના કટક શહેરમાં ધાર્મિક આસ્થા વાળા વિદુષી સ્ત્રી કે જે રામકૃષ્ણ પરમહંસ ના ભક્ત હતા તે પ્રભાવતી જેમની માતા અને જાણીતા બાહોશ વકીલ અને નગરપાલિકાના અધ્યક્ષ જાનકીનાથ બોઝ ના પુત્ર સુભાષચંદ્ર બોઝ યુવાનોમાં દેશભક્તિનું જગાવનાર અને ક્રાંતિકારી વીર લડતમાં કોંગ્રેસી નેતા તરીકે ખૂબ જાણીતું નામ છે.
યુવાન વયે કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં ભારતીય વિદ્યાર્થીઓનું વારંવાર અપમાન કરતા પ્રોફેસર ‌ઓટેન ને ગાલ પર તમાચો ઠોકી દેતા પણ ન અચકાતા હતા, એવા સ્વમાની અને બહાદુર સુભાષચંદ્ર ને આઈ. સી. એસ.પરીક્ષા માં ચોથા ક્રમે ઉત્તીર્ણ થવા છતાં ઓફિસર બનીને બ્રિટિશ શાસનની ગુલામી કરવી પોષાય એમના સ્વભાવમાં જ નહોતું !લોકમાન્ય ટિળક અને અરવિંદ ઘોષ નું આકર્ષણ ધરાવતા તેઓ કહેતા કે 'શસ્ત્ર અને શૂરવીરતા જ માતૃભૂમિને બેડીઓથી મુક્ત કરાવી દેશે.' રાષ્ટ્રીય ચળવળ માટે ચિત્તરંજનદાસ સાથે જોડાઈ, છાપાના માલિક બની, આઝાદીની ચળવળને વેગવાન બનાવી. આંદોલનની આગેવાની લઇ જેલના સળિયા પણ ઞણી આવ્યા હતા.
હરીપુરા કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખ પદેથી બોલતા તેમણે અંગ્રેજોની પડકાર કર્યો :"અંગ્રેજો હવે આ દેશમાંથી ઉચાળા ભરે, સત્તા સોંપી દેવાની તેમની મહેતલ આપી દો, કોઈ પણ શરત વગર સિંહ આસન ,ખાલી કરી ચાલ્યા જાય, દેશની આઝાદીનું જતન હવે આપણે કરીશું.' અંગ્રેજોને ધૂળ ચાટતા કરવાના હેતુથી 'આઝાદ હિન્દ ફોજ'ની સ્થાપના કરી 'જય હિન્દ' અને ' ચાલો dilhi' ના નારા સાથે લોકોમાં આઝાદીનો જુવાળ જગાવ્યો ક્રાંતિકારી માર્ગે ચાલવાની તેમની આ રીત ગાંધીજીને અને અહિંસાના માર્ગે ચાલવાની ગાંધીજીની રીત એકબીજાને ગમતી ન હતી, છતાં ગાંધીજી પ્રત્યે તેમની પૂજ્યભાવ હતો. તેમના વિશે સુભાષ કહેતા, 'ગાંધીજી મારા ગુરુ હોવા એક આધુનિક ઋષિ છે, તેમની અહિંસા ..આખી માનવજાત માટે એક આશાનું કિરણ છે, હું એમને વંદુ છું. છતાં આ ગુલામ દેશ માટે અહિંસા નબળી કડી રૂપ છે' અને તેઓ કહેતા કે, 'ભલે ગાંધીજી સાથે ઝઘડીને પરદેશ આવ્યો છું, પણ બ્રિટિશ સલ્તનત માંથી દેશને મુક્ત કરી શકીશ,તો મારા દેશનું સુકાન હું મહાત્માજીના ચરણે ધરી દઈશ."
૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના બોઝને બપોરે બેંગકોકથી ટોક્યો લઈ આવનાર વિમાન ફોર્મસાં દ્વીપકલ્પ પર તુટી પડ્યું અને 26 ઓગસ્ટ 1945ના જાપાન રેડીયોએ નેતાજીના મૃત્યુ ના સમાચાર જાહેર કર્યા, ત્યારે આખા દેશના લોકો શોક ગ્રસ્ત થયા.
નેતાજીના શબ્દો 'શહીદોની રક્તની બુંદ ક્યારેય નિરર્થક નહિ જાય' એ ત્યારે જ સાચા પડે કે જીવનના ભોગે આપણને આપેલ આઝાદ ભારતનું સુકાન આપણે સાચા અર્થમાં સંભાળીએ.' જય hind' નો નારો આપનાર ભારતના મહાન ક્રાંતિકારી સપૂત એવા નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજ્યંતિએ શત શત વંદન.