મન : સંબંધ મિત્રતા નો - 13 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 13


જાનવી દીદી નાં મેરેજ હતા એટલે એ અમદાવાદ ગઈ હતી. બીજે દિવસે નિયા નાં મમ્મી અને દાદી પણ આવી ગયા. નિયા નાં પપ્પા થોડા દિવસ પછી આવવાના હતા.

કામ ને લીધે નિયા ફોન બોવ ઓછો વાપરતી. અમુક વાર ફી હોય પણ જાનવી અને ખુશી સાથે મસ્તી અને વાતો કરતી.

કાલે મહેંદી હતી અને પછી સંગીત અને બીજા ફંક્શન હતા. એટલે આજે રાતે નિયા , ખુશી અને જાનવી રિવર ફ્રન્ટ પર ગયા હતા. એક કલાક સુધી બેઠા પણ ત્યારે ખુશી થોડી વાર બેસી અને કોઈ નો ફોન આવ્યો તો દૂર જઈ ને બેસી ગઈ.

આજે નિયા એ જાનવી દી સાથે બોવ બધી વાત કરી હતી. બંને એ સેલ્ફી પણ બોવ પડી હતી. જીજુ નો કોલ આવ્યો એટલે નિયા થોડી દૂર જઈ ને ઈન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતી હતી.

ત્યાં માનિક નો ફોન આવ્યો,
"તમે તો બોવ buzy. અમને તો સામે થી મેસેજ પણ નાં કરો. જલસા તો તમને જ છે. રાતે ફરવાનું અને જલસા."

"હા" નિયા ને બોવ ગુસ્સો આવતો કોઈ બોલે ને જલસા છે પણ નિયા ગુસ્સો કોઈ નાં પર નાં ઉતરતી.

"શું ચાલે બીજું" માનિક બોલ્યો.

"કંઇ નહિ બાર છું ફોન મૂકુ. "

"એતો હવે એવું જ ને " માનિક બોલ્યો.

નિયા કઈ બોલ્યા વગર ફોન મૂકી દીધો.


બીજે દિવસે

સવાર થી બધા મહેંદી નાં ફંકશન માં લાગ્યા હતા. જાનવી ને મહેંદી મૂકતા હતા અને નિયા એને બોવ જ હેરાન કરતી હતી.

બધા એ મહેંદી મૂકી ને પછી જમવા બેઠા. પણ ખુશી અને જાનવી નાં હાથ માં મહેંદી મુકેલી હતી એટલે નિયા એ એમને જમાડ્યા.

થોડી વાર પછી ખુશી બોલી,
"નિયા હવે તારી વારી છે. કોનું નામ લખાવવાનું છે. "

"તું જાને ખુશી મારા પેલા તારી વારી છે."

બસ આમ જ મસ્તી મજાક માં જાનવી દીદી નાં લગ્ન પત્યા. બે ચાર દિવસ પછી નિયા આણંદ આવી ગઈ. હવે તો સેમેસ્ટર 4 પણ ચાલુ થઈ ગયું હતું.

નિયા ને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ માંથી કાર્ડ નાં ઓર્ડર થોડા થોડા મળ્યા કરતા એટલે એ બોર નાં થતી અને કંઇ વસ્તુ માટે ઘરે એને પૈસા માંગવા નાં પડતા.

ડિસેમ્બર પતવા આવ્યો હતો, નિયા કોલેજ ચાલુ હોવાથી હમણાં ઘરે જવાની નઈ હતી.

નિયા કાર્ડ બનાવી પેક કરતી હતી ત્યાં પર્સિસ આવી,
"નિયા તારા પિક તો મસ્ત છે અને ડાન્સ એના થી પણ મસ્ત હતો પણ નિયા તું પેલું બોલી હતી ને એ સંભાળી ને રડાઈ ગયું."

"Thank you ચાલ આ કાર્ડ કુરિયર કરવાનું છે તો કરતાં આવીએ અને પાણીપુરી ખાતા આવીએ." નિયા બોલી.

"હું સપનું તો નથી જોતી ને " પર્સિસ પાણીપુરી નું નામ સાંભળી ને બોલી. કેમકે નિયા ને પાણીપુરી બોવ ઓછી ભાવતી.

"નાં" નીયા ચિમતી ભરતા બોલી.

"નિયા આવું કોણ કરે યાર" પર્સિસ બોલી.

પછી બંને રેડી થઈ ને ગયા. કુરિયર આપી ને પાણીપુરી ખાઈ ને શાસ્ત્રી માં બેસેલા હતા. (શાસ્ત્રી આણંદ માં આવેલું મોટું ગાર્ડન છે. )

"નિયા કેમ કોઈ દિવસ નહીં અને આજે અચાનક પાણીપુરી ખાવા આવી. આમ તો કેટલી વાર મારી સાથે આવે છે પણ ખાતી નથી ." પર્સિસ એ પૂછ્યું.

"એમજ "

"ઓહ"

પછી બંને ઘરે ગયા અને જમી ને બેઠા હતા. નિયા ઘરે વાત કરી ને એની બુક્સ સરખી મૂકતી હતી. અને પર્સિસ નિયા ને પૂછવું હતું પણ પૂછવું કે નહિ એમ વિચારતી હતી.

"નિયા" પર્સિસ બોલી.

"હા બોલ ને"

"નાં કંઇ નઈ"

થોડી વાર પછી,

"નિયા એક વાત પૂછું?" પર્સિસ ક્યાર ની ચૂપ રહી પછી પાછું બોલી.

"હા બોલ ને "

"નિયા તને ખબર છે મારા મમ્મી આવ્યા હતા એનાં આગળ નાં દિવસે તને માથું દુખતું હતું એટલે થોડી દુઃખી હતી તું. ખોટી સ્માઈલ હતી તારા ચેહરા પર" પર્સિસ બોલી.

"હા એનું શું?" નિયા એ પૂછ્યું.

"પછી રાતે કોઈ નો ફોન આવ્યો હતો અને તું બાલ્કની માં જતી રહી હતી આમ તો તું કોઈ દિવસ રૂમ ની બાર જઈ ને વાત નઈ કરે. અને તું અંદર આવી ત્યારે એકદમ ખુશ થઈ ગયેલી. " પર્સિસ એ થોડું ડરતા ડરતા પૂછ્યું .

"હા યાદ આવ્યું" નિયા બોલી.

"એવો તો કોનો ફોન હતો કે તું આટલી ખુશ થઈ ગઈ. તે દિવસે પણ પૂછવું હતું મારે પણ પછી ભૂલી ગઈ."
પર્સિસ બોલી.

"નક્ષ નો ફોન હતો" નિયા બોલી.

"ઓહ પેલો સિનિયર ? સોરી ડાન્સ પાર્ટનર" પર્સિસ બોલી.

"હા એજ "

"ઓહ something special"

"નાં નાં એવું નથી કઈ" નિયા વાત ને સમજાવતાં બોલી.

"તો કેવું છે મેડમ. "

"એ મને બુક જોઈતી હતી અને એની પાસે હતી એટલે ખુશ થયેલી બીજું કઈ નઈ" નિયા બોલી.

"બુક કે પછી બીજું કંઈ " પર્સિસ ને આજે બધું જાણી લેવું હોય એમ પૂછ્યું.

"નાં બુક જ"

"તે તારી ફ્રેન્ડ સિપ ની સ્ટોરી તો કોઈ દિવસ કીધી જ નઈ. #Nsquare" પર્સિસ બોલી.

"તું પેલા કે તારી લવ સ્ટોરી" નિયા બોલી.

હજી કંઇ બોલે એ પેલા ફોન આવ્યો અને નિયા નાં ફેસ પર સ્માઈલ આવી ગઈ.

"કોણ છે બોલ તો ?" નિયા ની સ્માઈલ જોઈ ને પર્સિસ બોલી.

"નક્ષ "


કૉલ પત્યો અને નિયા બાલ્કની માંથી અંદર આવી.

"ક્યાં કરું હાયે... કુછ કુછ હોતા હે..." પર્સિસ બોલી.

"શું છે આ બધું?" નિયા બોલી.

"તું એને એટલો દિલ થી યાદ કરી લીધો કે ફોન પણ આવી ગયો. એટલે કંઇ તો કનેક્શન છે." પર્સિસ આંખ 😉 મારી ને બોલી.

"તું જા યાર કનેક્શન વાળી. કાલે સાંજે નડિયાદ જવાનું છે એટલે ફોન આવ્યો હતો."

"ઓહ ત્યાં કેમ કેન્ડેલ લાઈટ ડિનર પર😉" પર્સિસ બોલી.

" ભૌમિક પણ આવવાનો છે."

"કબાબ માં હર્ડી બનવા"

"બસ હવે બોવ વિચાર નઈ" નિયા બોલી.

"હા ચાલ તું તારું કામ કર. હું મૂવી જોવ છું." પર્સિસ બોલી.

નિયા સૂઈ ગઈ. પર્સિસ પણ થોડી વાર રહી ને સૂઈ ગઈ.


11 વાગે

નિયા નાં ફોન માં રિંગ વાગી.
નિયા ને ઊઠી ને જોયું તો નક્ષ

નિયા વિચારતી હતી આ કેમ અત્યારે ફોન કરે.

"હા બોલ નક્ષ શું થયું?"

"નિયા ભૌમિક " નક્ષ થોડી ચિંતા માં બોલ્યો.

"શું થયું ખડુસ ને ?"

"નિયા એ સુરત થી આવ્યો ત્યાર નો ચૂપ છે. બોલે છે પણ બોવ ઓછું. બહાર થી બધા ને ખુશ લાગે છે પણ અંદર થી ..." નક્ષ બોલ્યો.

"કેમ આવું? બ્રેક અપ થયું?"

"નિયું એ નું બ્રેક અપ ક્યાંથી થાય તારા સિવાય ક્યાં કોઈ ની જોડે બોલે છે?"

"હમ તો શું થયું. "

"જમી ને આજે આવ્યા પછી આ રડતો હતો મે પૂછ્યું તો કંઇ કીધું નઈ સૂઈ ગયો." નક્ષ બોલ્યો.

"Omg હવે"

"નિયા કંઇક કર તું"

"હું શું કરું ફોન કરું એ ને?" નિયા બોલી.

"અત્યારે સૂઈ ગયો છે. પણ તું એને પૂછ જે તને કેશે એ શું થયું છે એમ."

"હા કાલે સવારે પૂછી લેવા."

"ઓકે. "

" એ ખડુસ રડે પણ છે." નિયા બોલી.

"હા કંઇ ખડુસ નથી તને એવું લાગે છે અને જેટલો શાંત લાગે એટલો પણ નથી." નક્ષ બોલ્યો.

"એ તો એના lp ને ખબર મને શું ખબર"

"વૉટ lp?"

"લાઈફ પાર્ટનર 😜"

"નિયા કાલે માર ખાઈશ તું." નક્ષ બોલ્યો.

"ભૌમિક સામે હોય ત્યારે મારજે ખાઈ લેવા તારા હાથ નો માર "

"હા એટલે તારી જગ્યા એ મને મારે એ. "

"સૂઈ જા હવે " નિયા એ નક્ષ ને કીધું અને એ પણ સૂઈ ગઈ.


બે વાગ્યા હસે ત્યારે પાછો નિયા ને કોઈ નો ફોન આવ્યો.

નિયા ફોન લઈ ને આગળ નાં રૂમ માં જતી રહી કેમકે પર્સિસ સૂતી હતી એટલે એની નીંદ નાં બગાડે.




બે વાગે કોનો ફોન આવ્યો હસે?

ભૌમિક કેમ રડ્યો હસે?