દો ઈતફાક - 2 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દો ઈતફાક - 2

🔹️2🔹️

દો ઈતફાક
Siddzz
💙




રાત ના સાડા નવ વાગ્યા હતા. માયરા ફ્રેશ થઈ ને હજી એના રૂમ માં આવી હતી. ત્યાં થોડી વાર માં એના ફોન ની રીંગ વાગી.

માયરા ફોન ઉપાડતાં બોલી,
"હેલ્લો જાનેમન કેમ છો ?"

"મસ્ત " યુગ, યશવી અને યાશિ બોલ્યા.

"યશવી જીજુ શું કરે ?" માયરા એ પૂછ્યું.

"બસ મઝા " યશવી બોલી.

"તું પાર્ટી ક્યારે આપે છે એ તો બોલ" યુગ બોલ્યો.

"તમે કોણ ?" માયરા એ પૂછ્યું.

"હું કોણ એમ ?" યુગ એ પૂછ્યું.

"હા મને યાદ નથી આવતું તમને ક્યાંય જોયા છે પણ યાદ નઈ આવતું " માયરા નાટક કરતા બોલી.

"તારો દોસ્ત " યુગ બોલ્યો.

"અચ્છા યાદ આવી ગયું" માયરા બોલે છે.

"હું તો યાદ છું ને ?" યાશિ એ પૂછ્યું.

"હા ભાભી ને થોડી ભૂલાય. તમને તો યાદ રાખવા જ પડે ને " માયરા બોલી.

યાશિ, યુગ , માયરા અને યશવી આજે બોવ દિવસો પછી વિડિયો કૉલ પર જોડે હતા એટલે એમની વાત પતે એમ તો હતી નઈ.

આમ વાત કરતા કરતા બે કલાક ક્યારે થઈ ગયા એ એ લોકો ને પણ ખબર ના પડી.

"ચાલો તમે વાત કરો મારે સૂઈ જવું પડશે. કાલે જલ્દી ઉઠવાનું છે. " યશવી એ કહ્યું.

પછી બાકી રહ્યા યુગ, યાશિ અને માયરા એ લોકો એ અડધો કલાક સુધી વાત કરી પછી યાશિ ને એના મમ્મી નો ફોન આવ્યો એટલે એ વાત કરતી હતી અને યુગ ગેલેરી માં જતો રહ્યો યાશિ ને એના મમ્મી સાથે વાત કરવામાં પ્રોબ્લેમ નાં થાય એટલે.

"સોરી યાર બોવ દિવસ થી મે તારી સાથે વાત નઈ કરી. તારા મેસેજ આવેલા છે પણ નઈ જોયા. " યુગ બોલ્યો.

" ચાલે એ તો હવે સોરી નાં બોલ. નઈ તો કુરિયર પાછું મંગાવવું પડશે. " માયરા બોલી.

"કુરિયર ? કયું કુરિયર ?" યુગ ને વાત ની કંઇ ખબર નઈ હતી એટલે પૂછ્યું એને.

"કાલે કુરિયર આવી જસે ત્યારે જોઈ લેજે. "

"તું મસ્તી કરે છે ને ?" યુગ ને સાચું નાં લાગતા બોલ્યો.

"નાં સાચે કેવ છું. એક ગિફ્ટ મોકલી છે તારા માટે "

"ઓહ કંઇ ખુશી માં. મારી બર્થડે ની તો હજી વાર છે. " યુગ એની બર્થડે યાદ કરતા બોલ્યો.

"એવું છે એમ ને. તો બીજું લઈ ગયું ને હમણાં એ યાદ છે ને ?" માયરા બોલી.

"આમ તો મારી બર્થડે ની થોડા દિવસ ની જ વાર છે "

" હા તો "

"એટલે એની ગિફ્ટ આપવાની છે" યુગ બોલ્યો.

"હા એવું જ કંઈક સમજી લે. અને હમણાં કંઇક ગયું ને એની પણ " માયરા બોલી.

"શું ગયું મને કંઇ યાદ નથી " યુગ ને કંઇ પણ યાદ ના આવતા બોલ્યો.

"અરે પાગલ ત્રણ વર્ષ થયાં ને તમારી લવ સ્ટોરી નાં "

"ઓહ અચ્છા. પણ હજી સુધી મે એને કીધું નથી " યુગ બોલ્યો.

"કંઇ દેજે જલ્દી. નઈ તો રહી જસે તું બાકી "

" માયરા તને બધી વસ્તુ માં મસ્તી કરતા જ આવડે છે ને." યુગ બોલ્યો.

"તે તો શીખવાડ્યું છે "

"અચ્છા " યુગ બોલ્યો.

"યાશિ ને હેરાન તો નઈ કરતો ને તું ?" માયરા એ યુગ ને પૂછ્યું.

"મારા કરતાં તો એ તારી સાથે વધારે વાત કરે છે તો તને ખબર જ હોય ને "

"હા મારી ફ્રેન્ડ છે એ તો કહે મને "

"તો હું દુશ્મન છું?" યુગ એ પૂછ્યું.

"હા એવું જ લાગે છે "

"સારું ફોન મૂકી દે તો " યુગ થોડા ગુસ્સા માં બોલ્યો.

"તારે મૂકવો છે ને તો મૂકી દે "

આમ બંને વચ્ચે થોડી વાર મીઠો ઝગડો થયો. ત્યાં કોઈ નાના બેબી નો અવાજ આવ્યો.
"ચાચું ... "

"બેબી ગર્લ તું હજી સૂતી નથી?" યુગ એ પૂછ્યું.

"હની આ જો કોણ છે" યુગ પેલી નાની બેબી ને વિડિયો કૉલ પર માયરા ને બતાવતાં બોલ્યો.

"હાઈ ... " માયરા ખુશ થઈ ને બોલી. અને માયરા ને જોઈ ને હની પણ ખુશ થઈ ગઈ એટલે એને એક ફ્લાઇંગ કિસ આપી. નાનાં છોકરાં આપે ને એવી.

માયરા હની સાથે મસ્તી કરતી હતી અને એ જોઈ ને યુગ ખુશ થઈ ગયો. થોડી વાર પછી, હની ને એના મમ્મી એ સુવા માટે લઈ ગઈ. પછી યુગ અને યાશિ એ થોડી વાર વાત કરી માયરા સાથે પછી ફોન મૂક્યો.

યુગ અને યાશિ ફોન મુક્યા પછી વાત કરતા હતા. એ બંને ને આજે ઊંઘ આવતી નઈ હતી એટલે.

"યુગ એક વાત કહું?" યાશિ બોલી.

"હા બોલ ને "

"યુગ માયરા ની લાઈફ માં કોણ આવશે? "

"એટલે "

" મારી લાઈફ માં તું છે એવી રીતે. આપડે એની જોડે જ છે પણ કોઈ સ્પેશિયલ વન. એની બ્લેક એન્ડ વ્હાઇટ લાઈફ ને કલરફૂલ બનાવે એવું કોઈ. "

"યાશિ એની તો હું પણ રાહ જોવ છું. પણ જેટલાં એની લાઈફ માં આવ્યા છે એ બધા એને હર્ટ કરી ને ગયા છે અને આકાશ પછી તો એ આપડા સિવાય કોઈ ની સાથે બોવ વાત પણ નથી કરતી અને એને કોઈ નાં પર ભરોસો પણ નથી રહ્યો " યુગ બોલ્યો.

"હા એ તો ખબર છે મને. પણ ભગવાન જલ્દી એની લાઈફ માં કોઈ ને આવે. #સુપરહીરો. "

"હા આવશે. અત્યારે સૂઈ જા હવે તું. અને મને પણ સુવા દે " યુગ બોલ્યો.

"નઈ સૂઈ જવું. "

"સારું તો રસોડાં માં જઈ ને નાસ્તો બનાવ સવાર માટે. " યુગ આગળ કંઇ બોલે એ પેલા યાશિ સૂઈ ગઈ અને થોડી વાર પછી યુગ પણ સૂઈ ગયો.



થોડા વર્ષ પેહલા,

યુગ નું 10 માં રિઝલ્ટ કાલે આવવાનું હતું. પણ યુગ ને રિઝલ્ટ નઈ પણ બીજું જ કંઇક માઈન્ડ માં ચાલતું હતું.

બીજે દિવસે સવારે,

"યુગ બેટા ચલ ઉઠ રિઝલ્ટ આવવાનું છે તારે " સ્મિતા બેન (યુગ નાં મમ્મી ) બોલ્યા.

"મમ્મી સુવા દેને થોડી વાર હજી આઠ વાગ્યે આવવાનું છે. " યુગ ઊંઘ માં બોલ્યો.

"પછી બપોરે સૂઈ જજે. ચાલ ઉઠ અને નાહવા જા. અને જલ્દી નીચે આવ બોવ વાર નાં કરીશ. " સ્મિતા બેન યુગ ને કહી ને નીચે ગયા.

"સ્મિતા શું લાગે છે ? શું આવશે રિઝલ્ટ ? " અજય ભાઈ (યુગ નાં પપ્પા ) બોલ્યા.

"અજય મને પણ એક ટેન્શન છે. આપડે જોબ નાં લીધે ધ્યાન આપી નઈ શક્યા. અને એ પણ ભણવામાં ઓછું ધ્યાન આપે છે. રમવા માં જ એનું ધ્યાન હોય છે. "

"હા સ્મિતા. બસ પાસ થઈ જવો જોઈએ. એનું વર્ષ તો નાં બગડે. "


આમ યુગ નાં મમ્મી પપ્પા યુગ નાં રિઝલ્ટ ને લઇ ને ટેન્શન માં હતા ત્યાં યુગ આવ્યો.

"મમ્મી ભૂખ લાગી છે કઈ આપ ને "

"હા તારી જ રાહ જોતા હતા ચલ બેસી જા નાસ્તો કરવા" અજય ભાઈ બોલ્યા.

"ક્યાં પેલા મેડમ " યુગ ને યશવી નાં દેખાતા પૂછ્યું.

"વાંચે છે એના રૂમ માં " એના મમ્મી બોલ્યા.

"યશવી ..... યશવી... " યુગ એ એટલી જોર માં બૂમ પાડી કે બાજુ વારા નાં ઘરે પણ સંભળાય.

"શું છે તારે જ્યારે હોય ત્યારે બૂમ પડ્યા કરે છે તે "યશવી ગુસ્સા માં નીચે આવી.

" મારું રિઝલ્ટ આવવાનું છે આજે ખબર છે ને ?" યુગ ને 99 % આવવાના હોય એમ વાત કરતો હતો.

"જોઈએ એ તો શું આવશે રિઝલ્ટ . તું પાસ થાય ને તો પણ સારું જ છે" યશવી બોલી.

"જો પાસ થઈ જાવ તો" યુગ એ પૂછ્યું.

"પાસ થઈ જાય તો પપ્પા આજે હોટેલ માં ખાવા લઈ જશે. " યશવી એ કહ્યું.

"હા એટલે ખિસ્સું તો મારું જ ખાલી કરવાનું નઈ " અજય ભાઈ બોલ્યા.


ત્યાં આઠ વાગી ગયા.

હોલ નાં કોર્નર પાસે બે સોફા હતા એક માં યુગના મમ્મી પપ્પા બેસેલા હતા અને એક માં યુગ અને યશવી. યશવી એના મમ્મી માં ફોન માં રિઝલ્ટ ખોલતી હતી. બધા ને ટેન્શન હતું અત્યારે.

યશવી ને રિઝલ્ટ જોતા જ આંખ માથી પાણી આવી ગયા અને એને યુગ ને એક મસ્ત ગાલ પર ઝાપટ મારી દીધી. એટલે અજય ભાઈ અને સ્મિતા બેન ને લાગ્યું યુગ ફેલ થયો છે.

"પપ્પા આ રિઝલ્ટ જોવો " યશવી એ એના પપ્પા ને ફોન આપતા કહ્યું.

અજય ભાઈ રિઝલ્ટ જોઈ ને એમને સ્મિતા બેન ને ફોન આપ્યો. સ્મિતા બેન પણ ખુશ થઈ ગયા પણ એ બોલ્યા,
"યુગ સાવ આવી આશા નઈ હતી"

"હા બેટા આવું તો અમે નઈ વિચાર્યું હતું "

યશવી ની ઝાપટ અને મમ્મી પપ્પા નું આવું રીએકશન જોઈ ને યુગ ને પણ હવે ટેન્શન થવા લાગ્યું. શું હસે રિઝલ્ટ એમ.

"શું વિચારે છે બેટા? " અજય ભાઈ એ પૂછ્યું.

"કંઇ નઈ " યુગ બોવ ધીમા અવાજે બોલ્યો.

"ટેન્શન નાં લે B1 ગ્રેડ આવ્યો છે. 72 ટકા થાય છે." યશવી બોલી.

"હા કેમના આટલા આવી ગયા એ કંઇ સમજ નઈ પડતી મને " અજય ભાઈ બોલ્યા.

"તમે ખુશ છો ને ?" યુગ એ પૂછ્યું.

"હા પણ કેમ આવું પૂછે છે બેટા ?" સ્મિતા બેન એ પૂછ્યું.

"હા ભાઈ શું થયું?" યશવી ને પણ યુગ નાં આ સવાલ થી નવાઈ લાગી.

"મારે એક વાત કહેવી છે તમને ?" યુગ બોલ્યો.

"કંઇ વાત બેટા. કંઇ ખોટું તો નઈ કર્યું ને તે ?" સ્મિતા બેન બોલ્યા.

"નાં મને નઈ લાગતું એવું કર્યું હોય પણ તમને શું લાગશે એ મને નઈ ખબર " યુગ બોલ્યો.

"ભાઈ બોલ ને શું કહેવું છે ?" યશવી એ પૂછ્યું.

"હા બેટા બોલ " અજય ભાઈ બોલ્યા.

"હા એક મિનિટ " કહી ને યુગ ઉપર એના રૂમ માં ગયો.

પાંચ મિનિટ પછી યુગ એના રૂમ માં કંઇ લઈ ને નીચે આવ્યો. જોવા પરથી તો કંઇ મોટી બુક જેવું લાગતું હતું પણ જોઈ ને ખ્યાલ નાં આવે કે એ શું એ.




યુગ નાં હાથ માં શું હસે?

જો બુક હસે તો કંઇ બુક હસે?

આકાશ કોણ હસે ?

માયરા ની લાઈફ ને કલર ફૂલ કરવા કોણ આવશે?