🔹️5🔹️
દો ઈતફાક
siddzz💙
"હેલ્લો " યુગ બોલ્યો.
"હા કોણ ?" માયરા બોલી.
"માયરા " યુગ ની બોલતી આજે પેલી વાર બંધ થઈ ગઈ હતી.
"હા કોણ "
"તારી બુક મારી પાસે છે તું બીજે દિવસે દેખાય જ નહિ. અને તારો નંબર નઈ હતો એટલે કોન્ટેક્ટ પણ નાં થઈ શક્યો. " યુગ ને શું બોલવું કંઇ સમજ માં નઈ આવતું હતું.
"કંઇ બુક "
"પેલી બુક જે ટેરેસ પરથી નીચે પડી ગઈ હતી " યુગ આટલું જ બોલી શક્યો.
"કોણ છે તું ? અને તને ક્યાં થી મળી બુક " માયરા એક દમ ટેન્શન માં આવી ગઈ.
"ત્યાં નીચે પડી હતી. "
"પણ ત્યાં તો સળગતું હતું. તો બુક.... " અત્યાર સુધી માયરા ને એમ જ હતું કે બુક ત્યાં જ બળી ગઈ છે.
"હા પણ જેવી પડી ને મે જોઈ એટલે લઇ લીધી. " યુગ વિચારી વિચારી ને એક એક વાક્ય બોલતો હતો.
"એટલે બુક જેવી હતી એવી જ છે "
"હા એવી જ છે. " યુગ બોલ્યો.
"ઓહ thank you thank you so much તને શું કેહવુ એ સમજ માં નઈ આવતું. " માયરા ખુશી માં બોલી ગઈ.
"મોસ્ટ વેલ્કમ " યુગ બોલ્યો.
"મને નઈ ખબર તું કોણ છે અને ક્યાંથી તને મારો નંબર મળ્યો. પણ તું જે હોય એ પ્લીઝ એ બુક નાં લાસ્ટ પેજ નો ફોટો પાડી ને મને મોકલ પ્લીઝ "
"કેમનો મોકલું " યુગ બોલ્યો.
"અરે વોટ્સ અપ પર મોકલ જલ્દી. " આટલું કહી ને માયરા એ ફોન મૂકી દીધો.
યુગ આગળ કંઇ બોલે એ પેલા એને ફોન મૂકી દીધો. યુગ એ ફોટો પાડી ને મોકલ્યો. માયરા નો thank you નો મેસેજ આયો પછી ઑફલાઈન આવી ગયું.
એ દિવસ રાતે યુગ ને નીંદ નઈ આવી હતી. કેમકે માયરા એ યુગ ને નામ પણ નઈ પૂછ્યું હતું. કોણ છે તું ? એવા કંઇ જ સવાલ નઈ પૂછ્યા હતા. અને નંબર ક્યાંથી મળ્યો એ પણ નઈ.
એ દિવસે યુગ ને થોડો ગુસ્સો આવ્યો હતો કેમકે એને કેટલી મહેનત થી નંબર શોધ્યો અને માયરા એ એનું નામ પણ નાં પૂછ્યું.
યુગ એ બીજે દિવસે માયરા ને મેસેજ કર્યો પણ એ ઓફ્લાઈન હતી.
બીજે દિવસે સાંજે માયરા ટ્યુશન જઈ ને આવી પછી લેશન કર્યું અને કાલે જે યુગ એ ફોટો મોકલ્યો હતો એ નંબર લગાવ્યો.
બે રિંગ પછી ફોન ઉપડ્યો.
"હેલ્લો " સ્મિતા બેન નો નંબર હતો એટલે એ બોલ્યા.
"યશવી ... " માયરા એ પૂછ્યું.
"યશવી તો બેટા નથી આ તો મારો નંબર છે " સ્મિતા બેન બોલ્યા.
"યશવી ક્યારે આવશે તો ?"
" બેટા એ તો બેંગ્લોર છે "
"ઓહ કેટલા દિવસ પછી આવશે એ " માયરા ને લાગ્યું ફરવા ગઈ હસે એટલે પૂછ્યું.
"બેટા એ ત્યાં ભણે છે એટલે વેકેશન માં જ આવશે. પણ તું કોણ છે?" સ્મિતા બેન એ પૂછ્યું.
"માયરા "
"માયરા પરમાર " સ્મિતા બેન ને યુગ નાં રિઝલ્ટ નો દિવસ યાદ આવતા પૂછ્યું.
"હા પણ તમારો અવાજ આટલો ધીમો કેમ છે ? બીમાર છો આંટી તમે ?" માયરાને સ્મિતા બેન નો અવાજ ધીમો લાગતા પૂછ્યું.
"નાં બીમાર નથી થાકી ગઈ છું આજે બોવ કામ હતું એટલે "
"ઓકે આરામ કરજો તો "
"બેટા ક્યાં આરામ કરવાનો ઘર નું બધું કામ બાકી છે. " સ્મિતા બેન બોલ્યા.
"કેમ "
પછી તો સ્મિતા બેન અડધો કલાક જેટલું બોલ્યા હતા અને માયરા શાંતિ થી એમને સંભાળતી હતી.
"બેટા તારે કામ નથી ?" સ્મિતા બેન એ પૂછ્યું.
"આંટી આજે જ નથી. આજે પપ્પા બહાર લઈ જવાના છે જમવા એટલે " માયરા ખુશ થતા બોલી.
"સારું મમ્મી કેમ છે તારા " સ્મિતા બેન ને યાદ નઈ હતું એ એના મમ્મી નથી એટલે પુછાઇ ગયું.
"મમ્મી ... " માયરા ને શું બોલવું એ સમજ માં નાં આવ્યું. પણ પછી હિંમત કરી ને બોલી,
"આંટી મારી મમ્મી નથી. હું પપ્પા બેજ છે. " આ બોલતા માયરા ની આંખ માં આંસુ આવી ગયા.
અને કદાચ આ સાંભળી ને સ્મિતા બેન ને પણ યાદ આવ્યું કે યુગ એ કીધું હતું એના મમ્મી નથી કદાચ. પછી એમને પોતાના પર જ ગુસ્સો આવ્યો કેમ એવું બોલ્યા એ.
" મને માફ કરી દેજે બેટા મને નઈ ખબર હતી " સ્મિતા બેન બોલ્યા.
" આંટી એમાં શું. તમને ખબર નઈ હતી એટલે પૂછી લીધું."
માયરા ની અમુક વાતો એ તો આજે સ્મિતા બેન નું દિલ જીતી લીધું હતું પણ એ બોલી નઈ શકતા હતા કે એ માયરા સાથે વાત કરી ને કેટલા ખુશ છે.
ત્યાં યુગ બૂમ પાડતા બોલ્યો, " મમ્મી શું બનાવવાની છે. "
"ગ્રીન પુલાવ અને પાલક પનીર " સ્મિતા બેન બોલ્યા.
"વાઉ " માયરા ને નઈ બોલવું હતું પણ ખબર નઈ બોલાઈ ગયું.
" તને પણ ભાવે છે ?" સ્મિતા બેન એ માયરાને પૂછ્યું.
"હા પણ પાલક પનીર ક્રીમ વાળું હોય ને તો બોવ જ " માયરા બોલી ગઈ.
"તો ઘરે આવજે તું ક્રીમ વાળું બનાવીશ."
"હા. પણ તમે મને યશવી નો નંબર તો આપ્યો નઈ " માયરા છેલ્લા એક કલાક થી સ્મિતા બેન સાથે વાત કરતી હતી પણ એને જ નઈ ખબર હતી કે એને ફોન કેમ કર્યો હતો.
" હા હું મોકલું તને વોટ્સ અપ પર "
ત્યાં ડોર બેલ વાગ્યો એટલે માયરા બોલી, "બાય આંટી. પપ્પા આવી ગયા લાગે છે. મારું પાલક પનીર બાકી રહ્યું " કહી ને એને ફોન મૂકી દીધો.
માયરા અને વિરાજ ભાઈ જમી ને આવ્યા પછી માયરા થોડું કામ પતાવી ને બેઠી હતી. એ બંને કોણ બનેગા કરોડપતિ જોતા હતા.
"માયરા આજે તું દરરોજ કરતા વધારે ખુશ લાગે છે. "
"હા પપ્પા ખુશ તો છું. યશવી મેં કીધું હતું ને મારી ફ્રેન્ડ છે એનો નંબર મને મળી ગયો છે એટલે."
"સારું હું સૂઈ જાવ છું તું પણ જલ્દી થી સૂઈ જજે. "
બીજે દિવસે સાંજે,
યશવી ને ક્યાર નો ફોન લગાવતી હતી માયરા પણ એનો ફોન નેટવર્ક ની બહાર આવતો હતો. પછી નિયા એ રાતે જમી ને ફોન કરવાનું વિચાર્યું. બીજે દિવસે રવિવાર હતો એટલે સ્કૂલ ટ્યુશન માં એને રજા હતી એટલે ઉઠવાનું કઈ ટેન્શન નઈ હતું.
રાતે નવ વાગે,
"બેટા હું અમદાવાદ જાવ છું કામ થી. કાલે સાંજે પાછો આવી જઈશ. તું ધ્યાન રાખજે તારું. " વિરાજ ભાઈ બોલ્યા.
"હા અને પપ્પા તમે પણ ધ્યાન રાખજો. " માયરા વિરાજ ભાઈ ને કહી ને ઘર નાં બારણાં બંધ કરી ને એના રૂમ માં ગઈ.
સાડા નવ જેવું થયું હસે. માયરા એ ફોન કર્યો આ ટાઈમ રિંગ વાગતી હતી.
"હેલ્લો " યશવી બોલી.
"હાઈ " માયરાએ કહ્યું.
"કોણ ? "
"માયરા"
"ઓહ સાચે તું જ છે ને મને વિશ્વાસ નથી થતો " યશવી ખુશ થતા બોલી.
"હા સોરી તારો નંબર જેમાં લખ્યો હતો એ ડાયરી ખોવાઈ ગયેલી એટલે હું ફોન નાં કરી શકી. આ નંબર આંટી એ આપ્યો. " માયરા બોલી.
"સોરી તો મારે કેવું જોઈએ ને યાર. મને થોડી ખબર હતી ડાયરી ગુમ થઈ ગઈ છે. મે પણ ગુસ્સા માં તારો નંબર જેમાં લખ્યો હતો એ નોટ પસ્તી માં આપી દીધી. "
"ઓહ બોવ મોટું કામ કર્યું નઈ તે તો " માયરા બોલી.
"એક મિનિટ... તારી ડાયરી ખોવાઈ ગયેલી તો નંબર ક્યાંથી મળ્યો. " યશવી ને યાદ આવ્યું કે ડાયરી તો યુગ ની પાસે છે.
"એ કોક ની પાસે છે. એને મને ફોન કર્યો હતો કે તારી ડાયરી મારી પાસે છે પછી મે એની પાસે છેલ્લા પેજ નો ફોટો મંગાવી લીધો એમાં તારો નંબર હતો. એટલે કે આંટી નો "
"એ ફોટો કોણે મોકલ્યો હતો " યશવી એ પૂછ્યું.
"ઓહ નો એ છોકરા નું નામ જ નાં પૂછ્યું મે " માયરા ને હવે ખબર પડી કે એને જેં છોકરા એ ફોટો મોકલ્યો હતો અને ડાયરી જેની પાસે છે એનું નામ તો પૂછ્યું જ ન હતું.
" બુધ્ધુ છે ને તું. "
"હા યશવી હવે તો મને પણ એવું લાગે છે. " માયરા ને પણ હવે એવી ખાતરી થઈ ગઈ કે એ બુધ્ધુ છે કેમકે એને નામ પણ નઈ પૂછ્યું હતું.
"એનું નામ યુગ છે "
"તને કેમની ખબર ?" યુગ નું નામ યશવી બોલી એટલે માયરા ને કંઇ જ સમજ નાં પડી આ બધું શું ચાલે છે.
" એ મારો ભાઈ છે સગો. અને તારી ડાયરી પણ એની પાસે જ છે. " એ પછી યશવી એ જેટલું યુગ એ કીધું હતું એ બધું કીધું.
"ઓહ એટલે આંટી તે દિવસ એ આ મહાન માણસ નું કહેતા હતા " માયરા બોલી.
"એટલે ?"
પછી માયરા એ યશવી એ બધી વાત કરી જે સ્મિતા બેન એ કરી હતી.
"અચ્છા જી અબ સમજ મે આયા " યશવી બોલી.
"પણ મને એ નાં સમજ પડી કે તું પણ એવું કહે છે યુગ બોવ બોલે છે હેરાન કરે છે. અને આંટી પણ એવું કહે છે કે એ બોવ હેરાન કરે છે. તો એ તે દિવસ એ ફોન પર કેમ શાંતિ થી બોલતો હતો " માયરા એ પૂછ્યું.
"એ તો યુગ ને ખબર "
"સારું " માયરા બોલી.
"માયરા તને તો સાયન્સ લેવું હતું ને તો પછી તે કોમર્સ કેમ લીધું ?" યશવી એ પૂછ્યું.
"આપડે મળીયે ને ત્યારે કેવા " માયરા બોલી.
"નાં અત્યારે જ બોલ. એમ પણ કાલે રવિવાર છે એટલે ઉઠવાનું કંઇ ટેન્શન નથી. "
"દસમું ધોરણ ચાલુ થયું ત્યાર નું ખરાબ છે. પેલા પપ્પા બીમાર થઈ ગયા. તો 15 દિવસ હોસ્પિટલ માં ગયા. પછી એમને ધંધા માં પણ બોવ મોટું નુક્સાન થયું એટલે જ ઘર માં રેતા હતા એ પણ વેચી દેવું પડ્યું. બાકી નું થોડું સોનું હતું એ પણ વેચી દીધું. નવ દસ મહિના તો એક રૂમ માં રહ્યા હતા ભાડે. ત્યારે મારું રિઝલ્ટ આવ્યું હતું દસ માં. સાયન્સ ની ફી એ ટાઈમ પર પપ્પા ભરી શકે એમ નઈ હતા એટલે મે કોમર્સ લઇ લીધું. " માયરા બોલી.
"અરે રે.. તો અત્યારે ક્યાં રહે છે તું ?"
"હમણાં દોઢ મહિના જેવું થયું નવું ઘર લીધે ત્યાં. મારો જે પગાર આવે એમાંથી થી ઘર નું ચાલી જાય. અને પપ્પા એમના ધંધા માંથી હપ્તા ભરે "
"માયરા તું ... તું જોબ કરે છે ?" ખબર નઈ કેમ પણ આ સાંભળી ને યશવી ની આંખ માં પાણી આવી ગયેલા.
"ઓય પાગલ કેમ રડે છે ?" માયરા એ પૂછ્યું.
"યાર આટલું બધું તારી લાઈફ માં થઈ ગયું અને હું તને મદદ પણ ના કરી શકી "
" જે થાય છે એ સારા માટે જ થાય છે યશવી "
"હજી તું એવું વિચારે છે. અંકલ ને ધંધા માં નુકસાન થયું. તારું જૂનું ઘર વેચાઈ ગયું. એ બધું સારા માટે થાય છે? "
"યશવી એ તો ખબર નઈ. પણ જો એવું નાં થયું હોત તો કદાચ હું આ ઘરે નાં હોય. કદાચ જોબ પણ નાં મળી હોત"
"જોબ કરે છે તો ભણે છે ક્યારે " યશવી થી પુછાઇ ગયું.
" ભણાવવા જાવ છું. નાનાં છોકરાં ને ટ્યુશન કરાવવા. એ મારું ટ્યુશન પતે પછી હોય રોજ નાં બે કલાક. રવિવારે રજા. અને રવિવારે બીજે જાવ."
"બીજે ક્યાં માયરા "
"અહીંયા ઘર થી થોડે દૂર એક અનાથ આશ્રમ છે ત્યાં. અમુક આપડી જેટલાં અને બીજા બધા નાના નાના છે ત્યાં. એ લોકો ને મળવા જાવ. એટલે મારી રવિવાર ની બપોર તો એમાં જ જાય. "
"યાર તું મારી સામે હોત ને અત્યારે તો ગળે લગાવી દેટ તને. લવ યુ યાર. " યશવી બોલી.
"ઓએ 1 વાગ્યો આપડે ત્રણ કલાક થી વાત કરીએ છે " માયરા ટાઈમ જોતા બોલી.
"હા ખબર જ ના પડી કે ટાઈમ કેમનો જતો રહ્યો. હવે બોવ તું મને વિડિયો કૉલ ક્યારે કરશે. ?" યશવી એ પૂછ્યું.
"પપ્પા આવશે પછી. મારા ફોન માં નેટ નથી એટલે"માયરા બોલી.
"સારું સૂઈ જા. બાય "
"બાય નઈ ફરી મળીશું " માયરા બોલી.
"હા બોવ જલ્દી. "
આજે માયરા અને યશવી બંને બોવ જ ખુશ હતા. હોય પણ કેમ નઈ ત્રણ વર્ષ પછી આજે વાત થઈ હતી.
માયરા અને યશવી ક્યારે મળશે?
માયરા યુગ સાથે વાત કરશે?
શું યુગ અને માયરા ફ્રેન્ડ બનશે?