દો ઈતફાક - 4 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દો ઈતફાક - 4

🔹️4🔹️
દો ઈતફાક
Siddzz💙


યુગ એ સાયન્સ લીધું હતું અને એ માં પણ મેથ્સ. યુગ નાં મમ્મી પપ્પા ને થોડી રાહત થઈ હતી કે છોકરો હવે આગળ ભણસે પણ યુગ ને હજી પણ ભણવામાં બોવ મન લાગતું નથી.

એ ડાન્સ ક્લાસ જતો હતો. રાતે આગિયાર બાર વાગ્યા સુધી ફ્રેન્ડ જોડે રખડવું એની આદત બની ગઈ હતી. દરરોજ મોટા ભાગે એ બહાર નું જ ખાતો. આખો દિવસ એના મમ્મી પપ્પા નાં હોય એટલે અમુક વાર યશવી ને હેરાન કરતો. યશવી બાર ધોરણ માં હતી અને યુગ એને અમુક વાર બોવ હેરાન કરતો ત્યારે એ પૈસા આપી દેતી કે યુગ બહાર જતો રહે.

આમ ને આમ યુગ નું સાયન્સ નું પેલું સેમેસ્ટર પતી ગયું. યશવી એના બારમા નાં બોર્ડ ની એક્ઝામ ને હવે ત્રણ મહિના જ બાકી હતા એટલે એ વાંચવામાં ધ્યાન આપતી.

યુગ હવે બોવ બદલાઈ ગયો હતો. અને થોડો જિદ્દી પણ થઈ ગયો હતો. એને જે વસ્તુ જોઈએ એ જોઈએ. જ્યાં સુધી નાં મલે ત્યાં સુધી એ ઘર માં કોઈ જોડે બોલતો પણ નહિ.

એક દિવસ એને સ્માર્ટ ફોન માટે જીદ કરી હતી. અને અઠવાડિયા સુધી ઘરે એ કોઈ ની પણ સાથે બોલતો નઈ હતો. યશવી કંઇ બોલે તો પણ એના પર ગુસ્સો કરતો. થોડા દિવસ પછી એને ફોન મળી ગયો.

ફોન આવી ગયા પછી એ યશવી ને બોવ હેરાન નાં કરતો. સવારે સ્કૂલ પર જતો. આવી ને જમી ને ટ્યુશન જતો. અને સાંજે 6 થી 8 એના ડાન્સ ક્લાસ માં જતો.


થોડા મહિના પછી,

યશવી ને એના બોર્ડ ની એક્ઝામ નું રીઝલટ હવે થોડા દિવસ માં આવવાનું હતું. અને યુગ ને પણ એનું બારમા ધોરણ નું ભણવાનું ચાલુ થઈ ગયું હતું. હમણાં તો યુગ ને ખાલી ટ્યુશન જ જવાનું હતું એની સ્કૂલ તો ઓફ હતી એટલે સવારે એ ટ્યુશન જતો અને બપોરે ડાન્સ ક્લાસ. સાંજે કોક વાર એના ફ્રેન્ડ સાથે જતો. પણ આજે યુગ ઘરે જ હતો.

યશવી એ જોયું અને એ પણ વિચારવા લાગી આ ક્યાંથી ઘરે.


થોડી વાર પછી,

"યશવી ચલ ને મેગી બનાવીએ " યુગ યાશવી ને જોતા બોલ્યો.

"ઓહ તે આવું કેમનું કીધું. " યશવી બોલી.

" તારે બનાવવી છે કે નઈ " યુગ અચાનક ગુસ્સા માં બોલ્યો.

"હા ચલ નીચે " યશવી એટલી કહી ને નીચે ગઈ.

પણ એને જોયું તો મેગી તો હતી નઈ એ પતી ગઈ હતી એટલે એને યુગ ને બૂમ પાડી,
"યુગ મેગી નથી "

"સારું હું લઈ આવું છું. " આટલું બોલી ને યુગ મેગી લેવા ગયો.

યશવી ને આજે સમજાતું નહોતું કે આ યુગ જ છે ને. જે છોકરો બહાર કઈક લેવા જવાનું હોય તો કેટલા બહાના બનાવતો અને આજે ચૂપ ચાપ કેમનો ગયો.

યશવી આગળ કંઈ વિચારે એ પેલા તો યુગ આવી ગયો.
"બનાવ જલ્દી મને ભૂખ લાગી છે."

યશવી મેગી બનાવતી હતી અને યુગ એના ફોન માં કઈક જોતો હતો.

"ચાલ મેગી તૈયાર છે "

"હા" યુગ બોલ્યો.

મેગી ખાતા ટાઈમ પર પણ યુગ કંઇ નાં બોલ્યો. પછી યશવી ખાઈ ને ઉભી થતી હતી ત્યારે યુગ બોલ્યો
"યશુ ફ્રી છે તું?"

"હા કેમ ?"

"કામ છે મારે. રૂમ માં આવજે પછી " યુગ એટલું કહી ને ઉપર એના રૂમ માં જતો રહ્યો.

યશવી રસોડાં માં બધું સાફ કરી ને યુગ નાં રૂમ માં ગઈ.
"યુગ બોલ હવે "

"મારે એક વાત કહેવી છે " યુગ બોલ્યો.

"હા બોલ ને"

" મારા ક્લાસ માં પેલી નિકિતા છે ને એ મને ગમે છે " યુગ અચકાતા અચકાતા બોલ્યો.

"કંઇ પેલી ગોરી ગોરી છે એ ?" યશવી એ પૂછ્યું.

"હા એજ "

"તો શું થયું એનું "

"સાયન્સ ચાલુ થયું ત્યારે પેલા મારી સામે જોયા કરતી અને થોડા દિવસ પછી મને પણ એ ગમવા લાગી. પછી અમુક વાર વાત કરતી. થોડા દિવસ પછી ફોન પર પણ વાત થતી. કેટલી વાર અમે ટ્યુશન બંક કરી ને મૂવી જોવા પણ જતા. કેટલી બધી ગિફ્ટ પણ આપતો હું એને પણ..." યુગ આગળ બોલતા બોલતા અટકી ગયો.

"શું થયું આગળ યુગ "

" કાલે સાંજે હું ડાન્સ ક્લાસ પતાઈ ને પછી આવતો હતો ત્યારે ત્યાં નાં અમુક ફ્રેન્ડ કેહ ચલ ને આજે અમારી સાથે બાર. મને કંઇ કામ નઈ હતું એટલે મે પણ હા પાડી દીધી. અમે અમૂલ ફૂડલેન્ડ પર ગયાં હતા. પણ ત્યાં ખૂણા માં એક ટેબલ પર એક છોકરો અને એક છોકરી બેઠા હતા એ છોકરી એ જે ટોપ પેહર્યું હતું એવું સેમ ટોપ મેં નિકિતા ને ગયા મહિને એના બર્થડે પર આપ્યું હતું. મને પેલા લાગ્યું કે એ નિકિતા નઈ હસે. પણ જ્યારે એ ઉભી થઇ ને બહાર ગઈ એ ત્યારે એનો ફેસ દેખાયો. એટલે નક્કી થઈ ગયું એ એજ નિકિતા છે. " યુગ બોલ્યો.

"એટલે એ કોઈ બીજા સાથે હતી. " યશવી એ પૂછ્યું.

"યશવી ગઈ એનો મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ દરરોજ એ જે ટાઈમ પર ફોન કરતી એ ટાઈમ પર એનો ફોન નાં આવ્યો એટલે મે ફોન કર્યો. પણ વ્યસ્ત આવતો હતો. મને લાગ્યું એ કામ માં હસે એટલે મે પાછો ફોન ના કર્યો. અને રાતે એનો મેસેજ આવો આવ્યો. " યુગ ફોન યશવી ને આપતા બોલ્યો.

પાંચ મિનિટ પછી યશવી મેસેજ જોઈ ને કંઇ બોલી નઈ.
"કેવા લોકો હોય છે દુનિયા માં. આપડા માટે એ બધું જ હોય અને એ લોકો ને આપડી કઈ પડી જ નથી હોતી. " યુગ બોલ્યો.

"યુગ આના થી પણ સારી મળશે. એનું હવે વિચારવાનું બંધ કર તું " યશવી કહે છે.

પણ યુગ ને બોવ ગુસ્સો આવે છે. એ નિકિતા નાં લીધે ટ્યુશન બંક કરતો અને એક બે વાર તો સ્કૂલ પણ. એ જે ગિફ્ટ માં માંગતી એ આપતો તો પણ એને છેલ્લે તો આવું જ કર્યું.

યશવી ને ખબર હતી અત્યારે યુગ ને કહેવાનો કે સમજાવવાનો કંઇ પણ ફાયદો નથી. અને એને એ પણ ખબર હતી અત્યારે યુગ ને એકલો મુકાય એમ પણ નથી. એ કંઇ ઊંધું કરી શકે છે ગુસ્સા માં છે એટલે.

"શું થયું તારી પેલી બુક વાળી ગર્લ નું " યશવી એ વાત બદલતા પૂછ્યું.

"કોણ " યુગ ને તો જાણે કઈ ખબર ના હોય એમ બોલ્યો.

" પેલી બુક વાળી માયરા "

"એનું શું થવાનું એ હસે એના ઘરે "

"હા એતો એના ઘરે જ હોવાની પણ નંબર મળ્યો કે નઈ " યશવી એ પૂછ્યું.

" નંબર ક્યાંથી મળવાનો. ગૂગલ પર માયરા લખું તો થોડી એનો નંબર મળી જવાનો છે " યુગ હસવામાં બોલ્યો.

"ઓકે. તો તે દિવસે તો કેવું કહેતો હતો કે તારે માયરા ને મળવું છે એમ "

" હા પણ હવે ક્યાં એ મળવાની. " યુગ હજી હસવામાં જ બોલ્યો.

"યુગ શોધવાથી ભગવાન પણ મળે છે. "

"એવું જ હોય તો તને એની યાદ આટલા વર્ષ માં કેમ નાં આવી. તે એને ફોન કરવાનો ટ્રાય કર્યો કોઈ દિવસ. " યુગ બોલ્યો.

"ઓકે" કહી ને યશવી જતી રહે છે.

એક મહિના પછી,

યશવી એનું આગળ નું ભણવા માટે પૂને જવાની હતી. બધુ પેકિંગ કરી ને બધા ટીવી જોતા જોતા વાતો કરતા હતા.

"હવે હું ઝગડો કોની સાથે કરીશ?" યુગ બોલ્યો.

"બેટા સાસરે નથી જતી તો તું આમ બોલે છે. " અજય ભાઈ બોલ્યા.

"સાસરે જસે ને ત્યારે તો હું બોવ ખુશ થવા " યુગ બોલ્યો.

અને યુગ ને યશવી ની પિલો ફાઇટ ત્યાં જ ચાલુ થઈ ગઈ.

બીજે દિવસે સવારે

યશવી ને મૂકવા એના મમ્મી અને પપ્પા જતા હતા. યુગ ને સ્કૂલ માં એક્ઝામ હતી એટલે એ જવાનો નઈ હતો.

આમ હવે તો યુગ ઘર માં એકલો પડી ગયો. અને સ્મિતા બેન નું કામ વધી ગયું. મોટું ઘર અને યુગ એમાં કામ વધારે. અમુક વાર સ્મિતા બેન થાકી જતા પણ યુગ કોઈ દિવસ એમને હેલ્પ નાં કરતો.

ઑક્ટોબર માં યુગ ને 3 સેમેસ્ટર ની એક્ઝામ હતી. છ મહિના તો કંઇ કર્યું નઈ હતું એ ભાઈ એ. એટલે હવે વાંચવા બેસતા હતા. થોડા દિવસ માં એની એક્ઝામ પતી ગઈ. અને છેલ્લું સેમેસ્ટર 4 નું ટ્યુશન પણ ચાલુ થઈ ગયું. અઠવાડિયા પછી દિવાળી હતી એટલે યશવી હવે એક બે દિવસ માં આવવાની હતી. આ ટાઈમ પેલી વાર યુગ ને યશવી ની યાદ આવી હતી.

ત્રણ દિવસ પછી,

યશવી આવી ગઈ હતી. અને સ્મિતા બેન ને પણ જોબ માંથી દિવાળી ની રજા પડી ગઈ હતી. ઘર નું કામ હતું એટલે બંને આખો દિવસ કામ માં રેતા. યુગ એના ફ્રેન્ડ સાથે જતો યા ફિર ઘરે હોય તો ટીવી જોયા કરતો પણ કામ તો કરતો જ નથી.

દિવાળી નાં દિવસે રાતે ફટાકડા ફોડી ને યુગ ઘર માં આવ્યો. ફટાકડા નો યુગ ને ગાંડો શોખ છે. એક પણ તહેવાર એવો નઈ હોય જે એને ઉજવ્યો નાં હોય. યશવી આટલા દિવસ થી આવી પણ હજી એક પણ વાર યુગ એ શાંતિ થી વાત નઈ કરી હતી.

યશવી રંગોળી કરી ને હજી એના રૂમ માં ગઈ હતી. ત્યાં થોડી વાર પછી યુગ એના રૂમ માં આવ્યો.

"તારો રૂમ સામે છે. અહીંયા નથી " યશવી ને લાગ્યું ભૂલ માં એના રૂમ માં આવી ગયો છે.

"કેમ તને મળવા નાં આવી શકું?" યુગ એ પૂછ્યું.

"તું જ બોલે છે ને. તું મળવા નઈ ઝગડો કરવા આવ્યો હસે. અથવા તો કંઇ જોઈતું હસે એટલે આવ્યો હસે. " યશવી બોલી.

" નાં કંઇક આપવા આવ્યો છું " યુગ બોલ્યો.

"ભગવાન હું કંઇ સપનું તો નઈ જોઈ રહી ને " યશવી આગળ કંઇ બોલે એ પેલા યુગ એ એક પિલો યશવી ને માર્યો.

"જો ખબર જ હતું તું મને મારવા જ આવ્યો હોય" યશવી બોલી.

"આ લે " યુગ કઈ બોક્સ જેવું આપતા બોલ્યો.

"મને યકીન નથી તો કે તું મારા માટે કંઇ લાવ્યો છે " યશવી બોક્સ ખોલતા બોલી.

"બોક્સ તો ખોલ પેલા " યુગ હસતા હસતા બોલ્યો.

" આવું કોણ કરે મોટા બોક્સ ની અંદર નાનું બોક્સ એની અંદર બોક્સ. મને તો હવે પાકું લાગે છે કે તું મઝાક કરે છે અંદર કંઇ નથી " યશવી બોલી.

"જો ને બાડી બરાબર " યુગ 😛 બોલ્યો.

"ઓહ વાઉ સિલ્ક એ પણ ત્રણ. " યશવી ખુશ થતા બોલી.

"હા રક્ષાબંધન ની અને ભાઈ બીજ ને બંને છે. એટલે બે દિવસ પછી એવું નાં બોલતી કે મને ગિફ્ટ આપ " યુગ બોલ્યો.

"ઓહ thank you so much " યશવી એટલી ખુશ હતી કે યુગ ને ગળે લાગી ગઈ.

"પણ તું પૈસા ક્યાંથી લાવ્યો એ બોલ તો " યશવી ને કંઇ યાદ આવ્યાં પૂછ્યું.

"ઘરે મહેમાન આવે ને એ આપતા જાય એ. અને થોડા મારા ગલ્લા માં પડ્યા હતા એ માંથી લાવ્યો "

"મારા બુદ્ધિ વગર નાં ભાઈ માં આટલી બધી બુદ્ધિ ક્યાંથી આવી ગઈ "

"ઓય હું બુદ્ધિ વગર નો નથી " યુગ એ પાછો પિલો માર્યો.

"હા ચલ એ તો માની લીધું કે તારા માં બુદ્ધિ આવી ગઈ થોડી. પણ બોક્સ વાળું ક્યાંથી વિચાર્યું. " યશવી એ પૂછ્યું.

"એ નાં કેવાય "

"આવું શું કરે છે બોલ ને " યશવી બોલી.

"કંઇ નઈ પછી કહું અત્યારે સૂઈ જા તું અને મને પણ સુવા દે " કહી ને યુગ એના રૂમ માં જતો રહ્યો.

નવું વર્ષ અને ભાઈબીજ પણ પતી ગઈ હતી. પછી એક દિવસ યુગ એના રૂમ માં લેપટોપ મા મૂવી જોતો હતો ત્યારે યશવી આવી.
"ઓય ચંપક શું કરે છે ? "

" ભજીયા બનાવું છું ખાવા છે તારે " યુગ એ પૂછ્યું.

"નાં. હું શું કહું છું. "

"શું?"

"હું બે દિવસ પછી જવ છું પછી પુણે " યશવી બોલી.

"કેમ ? તું ... તું તો હજી અઠવાડિયા પછી જવાની હતી ને" યુગ એક દમ એનું લેપટોપ બંધ કરતા બોલ્યો.

"હા પણ એક એકઝામ છે જો એમાં સારો સ્કોર થાય તો મને બેંગ્લોર ભણવા જવા મળે "

"એટલે તું બેંગ્લોર જસે?" યુગ એ પૂછ્યું

"યુગ ટ્રાય કરવામાં શું જાય છે. "

"હા કર તો ટ્રાય" યુગ બોલ્યો.

થોડી વાર સુધી યશવી પુણે ની અને એની કોલેજ ની બધી વાત કરતી હતી પછી બોલી,
"પેલો બોક્સ ની અંદર બોક્સ વાલો આઈડિયા ક્યાંથી આવ્યો હતો. "

"પેલી બુક માંથી " યુગ જલ્દી જલ્દી માં બોલી ગયો.

"ઓહ માયરા "

"તું છે.... નઈ બોલવાનું હતું મારે. પણ તે બોલાઈ લીધું " યુગ માંથા માં ટપલી મારતાં બોલ્યો.

"ઓહ એટલે તું માયરા ને ભૂલ્યો નથી " યશવી એ પૂછ્યું.

"વૉટ ?"

"સાચું બોલજે હજી માયરા ને યાદ કરે છે. " યશવી બોલી.

"યશવી સાચું કહું ને તો મને પણ નથી ખબર. પણ એને મે હજી એક બે વાર જ જોઈ છે. મળ્યો પણ નથી પણ એની બુક બોવ બધું બોલે છે. આ આઈડિયા પણ એમાંથી જ મળ્યો " યુગ બોલ્યો.

"આવું થોડી લખ્યું હોય " યશવી એ પૂછ્યું.

"એવું તો મને પણ લાગતું હતું આવું કોણ લખે. પણ એને એ બુક માં વચ્ચે નાં ત્રણ ચાર પેજ પર એક બોક્સ જેવું બનાયું છે પેજ લગાવી ને. એનો અંદર બોવ બધા પેજ છે. એમાં એક બોક્સ છે ને એમાં આવું બધું લખ્યું છે. "

"પાગલ છે સાવ એ " યશવી બોલી.

"હા લાગે તો છે. જ્યારે કાંટાળો આવે ને ત્યારે એ બુક વાંચું. પણ સાલું જ્યારે જ્યારે વાંચું ને ત્યારે ત્યારે નવા સવાલ મગજ માં આવી જાય. અમુક વાર તો એવું થાય આ એક પઝલ છે. " યુગ બોલ્યો.

"એ સવાલ નો જવાબ તો માયરા ને જ ખબર "

"આપડે તો મમ્મી ઘરે નાં હોય તો રહી પણ નથી શકતા અને એને તો એમ લખ્યું છે એના માટે બધું જ એના પપ્પા છે "

"હા એની મમ્મી નથી "

"વૉટ? થોડું તો સાચું બોલ " યુગ બોલ્યો.

"હા અમે જ્યારે છેલ્લે મળ્યા ત્યારે જ મને ખબર પડી એના મમ્મી નથી "

"તો ક્યાં છે એના મમ્મી " યુગ એ પૂછ્યું.

"એ તો માયરા ને ખબર. આટલું કીધું હતું એને મને. પછી મળીશું ને ત્યારે શાંતિ થી કહીશ. પણ કોને ખબર હતી એ ત્યારે છેલ્લી વાર મળવાની હતી " યશવી થોડું દુઃખી થઈ ને બોલી.

"ઓકે " યુગ આગળ કંઇ જ નાં બોલી શક્યો.

થોડા દિવસ પછી યશવી ની એક્ઝામ નું રીઝલ્ટ આવી ગયું અને એ ને એમાં સ્કોર પણ સારો હતો એ બેંગ્લોર જવાની હતી હવે.

એક વાર યુગ એ ફોન કર્યો,

"હા બોલ યુગ" યશવી ફોન ઉપાડતાં બોલી.

"શું કરે છે "

"જે કામ હોય એ જલ્દી બોલ. પેકિંગ કરું છું. કાલે સવારે ટ્રેન છે બેંગ્લોર જવાની " યશવી જલ્દી જલ્દી માં બોલી ગઈ.

"માયરા નાં પપ્પા નું નામ શું હતું "

"વિરાજ ભાઈ " યશવી બોલી.

"ઓકે "

"પણ તારે એના પપ્પા નું શું કામ છે ?"

"કંઇ નઈ બાય " કહી ને યુગ એ ફોન મૂકી દીધો.

થોડા દિવસ પછી,

યુગ સ્કૂલ થી ઘરે આવી ને બપોરે લેસન કરી ને બેઠો હતો. આજે ટ્યુશન માં રજા હતી એને.

છેલ્લા એક કલાક થી યુગ ફોન માં કોઈ નો નંબર લગાવી ને ફોન જાય એ પેલા કટ કરતો હતો.

પછી એકલો એકલો બોલ્યો, " યુગ આ શું કરે છે તું ? વાત કરવાની છે એ પણ ફોન પર. બીવે છે શું કામ "

પછી એને ફોન લગાવ્યો. એક બે રિંગ વાગી પણ હજી કોઈ જવાબ નાં આવ્યો.

"ભગવાન બચાઈ લેજે " યુગ આમ બોલ્યો.

ત્રીજી રિંગ વાગી ત્યારે સામે થી અવાજ આવ્યો
"હેલ્લો "

યુગ ની તો બોલતી બંધ થઈ ગઈ હોય એમ ચૂપ હતો.

"હેલ્લો " સામે થી પાછો અવાજ આવ્યો.

"હા અંકલ કેમ છો?" યુગ નાં મગજ માં જે આવ્યું એ બોલી ગયો.

" હું તો સારું છું. પણ તમે કોણ એ ખબર ના પડી ?" વિરાજ ભાઈ એ પૂછ્યું.

" માયરા નો ફ્રેન્ડ. એનો ફોન નથી લાગતો તમે આપશો એને ફોન " યુગ કેટલી બધી હિંમત કરી ને બોલ્યો.

"હું કામ પર છું અને એ ઘરે છે. અને હમણાં જ ઘર નો ફોન બંધ થઈ ગયો છે તો એટલે નઈ લાગે એ નંબર " વિરાજ ભાઈ એકદમ શાંતિ થી બોલ્યા.

"ઓકે તો તમે ઘરે જાવ ત્યારે વાત કરાવી દેજો. " યુગ ને શું બોલવું એ કંઇ જ સમજમાં નઈ આવતું હતું.

" એનો નવો નંબર આપુ છું એના પર જ માયરા સાથે વાત કરી લે " ખબર નઈ કેમ પણ વિરાજ ભાઈ એ માયરાનો નવો નંબર આપી દીધો.

"Thank you અંકલ " કહી ને યુગ એ ફોન મૂકી દીધો.

યુગ પાસે માયરા નો નંબર તો આવી ગયો હતો પણ એ વાત કેમની કરે એ સમજ માં નઈ આવતું હતું.

નંબર ડિસેમ્બર માં મળ્યો હતો પણ જાન્યુઆરી પતવા આવ્યો હતો હવે પણ હજી સુધી યુગ ફોન નઈ કરી શક્યો હતો.

ચાલો કરી પણ લે પણ માયરા ને શું કહે. માયરા તો યુગ ને ઓળખતી પણ નઈ હતી. યુગ એ હજી આ વાત યશવી ને કહી નઈ હતી. એને નક્કી કર્યું હતું જ્યાં સુધી માયરા સાથે વાત નાં થાય ત્યાં સુધી યશવી ને કંઇ પણ કેહવુ નહિ.

હવે તો ફેબ્રુઆરી પણ ચાલુ થઈ ગયો.

આજે 5 ફેબ્રુઆરી હતી. યુગ ને આજ થી સ્કૂલ માં રજા પડી ગઈ હતી વાંચવા ની. એને માયરા નો નંબર સેવ તો કરી દીધો હતો પણ કોઈ દિવસ ફોન કરવાની હિંમત નાં થઈ.

પણ આજે શું થયું તો એને માયરા ને ફોન કર્યો. પેલી રિંગ આખી પતી ગઈ પણ ફોન ના ઉચકાયો એટલે યુગ એ ફોન મૂકી દીધો.

થોડી વાર પછી પાછો ફોન કર્યો. પેલી રિંગ પતે એ પેલા સામે થી અવાજ આવ્યો,

"હેય "

યુગ એ આજે પેલી વાર માયરાનો અવાજ સાંભળ્યો હતો પણ ખબર નઈ કેમ એને એવું લાગ્યું કે એ થોડા વર્ષો થી આ અવાજ સાંભળતો હોય.

"હેલ્લો " માયરા પછી બોલી.

બધા ની બોલતી બંધ કરાવતા યુગ નો બોલતી આજે પેલી વાર બંધ થઈ ગઈ હતી.

"કોઈ છે કે એલિયન એ ફોન કર્યો છે " માયરા બોલી.

"હલો..
હેલ્લો... " યુગ બોલ્યો.



યુગ શું કહેશે માયરા ને ?

માયરા યુગ સાથે વાત કરશે કે યુગ નો ફોન કાપી નાખશે?

માયરા અને યશવી ક્યારે મળશે?

માયરા અને યુગ ની વાત આગળ ચાલશે કે પછી આજ છેલ્લી વાત હસે ?