Coincidence - 8 books and stories free download online pdf in Gujarati

દો ઈતફાક - 8


🔹️8🔹️
દો ઈતફાક
Siddzz 💙




શનિવાર છે આજે અને યુગ એના ટ્યુશન નાં પતાવી ને ઘરે આવી ગયો હતો. આજે તો દર શનિવાર કરતાં થોડો જલ્દી ઘરે આવી ગયેલો. અને આજે એને જમી ને જલ્દી ઉપર એના રૂમ માં જતો રહ્યો હતો.


યુગ એને ઇન્ટરવ્યુ આપવા માટે જવાનું હોય એમ વિચારતો હતો.


આજે બોવ જલ્દી માયરા નો મેસેજ આવ્યો,

"એય મિસ્ટર ફત્તું મારા જ મેસેજ ની રાહ જોવે છે ને ?"

આ મેસેજ વાંચી ને યુગ નાં ચેહરા પર મસ્ત સ્માઈલ આવી ગઈ "તને કેમ ખબર "

"લાગ્યું મને એટલે કીધું. ઇન્ટરવ્યુ આપવા જવાનું હોય એટલું તે વિચારી લીધું હસે નઈ?"

"હે...? નાં નાં કંઇ નઈ વિચાર્યું મે "

"તો સારું"

"કેવો ગયો વેલેન્ટાઈન " યુગ એ પૂછ્યું.

"જેવો આવ્યો એવો ગયો "

" અચ્છા કેટલા એ રોઝ આપ્યું "

"ઝીરો "

"મઝાક નઈ સાચે બોલ " યુગ એ પૂછ્યું.

"હા સાચે કહું છું મસ્તી નઈ કરતી "

"મને નઈ લાગતું " યુગ ને હજી વિશ્વાસ નઈ આવતો હતો.

" સાચું જ કહ્યું છું. " માયરા બોલી.

" પણ તું જ આટલી મસ્ત તો કોઈ પણ છોકરો પાગલ થઇ જાય"

"એટલે તું પાગલ થઇ ગયો છે એમ ?" માયરા પૂછે છે.

"નાં એવું નઈ. ફ્રેન્ડ ને પણ રોઝ આપી શકાય ને ?"

"હા પણ કોઈ નથી. "

" કંઇ નઈ હું આપી દેવા " યુગ બોલ્યો.

" નો મસ્તી પ્લીઝ, અને તારો કેવો ગયો "

" આમ તો સારો જ. રોઝ અને ચોકલેટ તો બોવ આવી. "

"તો આમ તો સારો જ એ શું.... " માયરા એ કહ્યું.

" યાર મને જે ગમતી હતી એને... " યુગ ને નિકિતા યાદ આવી ગઈ.

"કેમ એને કોઈ બીજો ગમે છે એમ ને ?"

" એ તો એને ખબર. પણ મે જ્યારે રોઝ આપ્યું ત્યારે એને કીધું તારા કરતાં તો તારા ફ્રેન્ડ એ મોંઘુ રોઝ આપ્યું છે "

" હોય અમુક આવા જ . બોવ વિચારવાનું નઈ. "

"હમ "

" એક્ઝામ ની તૈયારી કેવી ચાલે ? "

"ઠીક ઠાક " યુગ એ કહ્યું.

"કેમ આગળ ભણવાનું નથી ?"
માયરા એ પૂછ્યું.

"એ જ સમજ માં નઈ આવતું " યુગ થી ખબર નઈ કેમ પણ બોલાઈ ગયું.

" મતલબ "

"આગળ શું કરવું એ "યુગ એ કહ્યું.

"તને જેમાં વધારે ઇન્ટ્રેસ્ત હોય એમાં જવાનું "

"મને તો ડાન્સ માં રસ છે. એમાં કેમનું જવું " યુગ એ પૂછ્યું.

"બાથરૂમ ડાન્સર , કે બીજા નાં લગન માં ડાન્સ કરે એવો ડાન્સ કે પછી પ્રોફેશનલ ?"

" પ્રોફેશનલ"

"ઓહ મસ્ત. હિપ હોપ કે ફ્રી સ્ટાઇલ " માયરા એ એક પછી એક સવાલ પૂછવા નાં ચાલુ કર્યાં.

"એક મિનિટ પેલા તું એમ કહે તને આટલું બધું કેમ ખબર "

"કંઇ નઈ મૂક એ બધું " માયરા એ વાત બદલતા કહ્યું.

"નાં મને સવાલ નો જવાબ આપ પેલા મારા "

"પછી કહેવા ક્યારેક " માયરા એ કહ્યું.

" ઓકે પણ મે હજી તને જોઈ જ નથી " યુગ એ કીધું.

"તો "

" તો વાળી. ફોટો તો મોકલ "

"ફોટો માં શું રાખ્યું છે " માયરા એ કહ્યું.

" હે ... "

" તારી નિકિતા જેવી મસ્ત તો નઈ જ દેખાતી અને નથી યશવી જેવી હિરોઈન "

"તને કેમ ખબર નિકિતા મસ્ત દેખાય છે " યુગ એ પૂછ્યું કેમકે હજી તો માયરા ને નિકિતા ને જોઈ જ નઈ હતી.

" સિમ્પલ લોજીક છે બધા તારી પાછળ પાગલ છે અને તું એની પાછળ. એટલે કંઇ તો હસે ને એમાં ખાસ "

" હા એ તો છે જ "

"ઓકે ગુડ નાઈટ " માયરા એ આજે બોવ જ જલ્દી ગુડ નાઈટ કહી દીધું હતું.

" કેમ આટલું જલ્દી "

"ગુડ નાઈટ " અને એક સ્માઈલ વાળું ઇમોજી મોકલી ને માયરા એ નેટ ઓફ કરી દીધું.

યુગ એ ગુડ નાઈટ કીધું ત્યારે તો માયરા નું નેટ ઓફ થઈ ગયું હતું. યુગ પણ વિચારવા લાગ્યો, અજીબ છે આ છોકરી અચાનક ગુડ નાઈટ કહી દીધું.

યુગ તો સૂઈ ગયો પણ આજે માયરા ને ઊંઘ નઈ આવતી હતી.


એક કલાક થઈ ગયો પણ માયરા હજી સૂતી નઈ હતું. એના બેડ પર એ હંમેશા એ પિલો (ઓશિકા ) રાખતી. એક પર માથું મૂકી ને સૂઈ જતી અને એક ને એની જોડે લઇ ને. એટલે એને રાતે બીક નાં લાગે.

આજે માયરા નું બીજું પિલો આખું ભીનું થઈ ગયું હતું એટલું એ રડી હતી. હજી પણ એની આંખમાં પાણી હતા પણ સૂવાનો પ્રયત્ન કરતી હતી.


થોડી વાર નિયા એ સોંગ સંભાળ્યા અને પછી એ સૂઈ ગઈ.

એક વાર યુગ અને એની મમ્મી વાતો કરતા હતા ત્યારે અચાનક સ્મિતા બેન એ પૂછ્યું, " શું કરે માયરા? "

" નઈ ખબર. ગયા શનિવારે તો બોવ જલ્દી ઑફલાઈન થઈ ગઈ હતી. હજી ઓન નઈ થઈ "

" થશે તો રાહ જો શનિવાર ની "

" હા એજ ને હવે. "

" મને અમુક વાર એવું થાય કે આપડી પાસે બધું જ છે તો પણ આપડે ખુશ નઈ રહી શકતા અને એની પાસે તો ખુશી આપવા વાળી માં જ નથી " સ્મિતા બેન રડમસ અવાજે બોલ્યા.

" હા મમ્મી એની બુક વાંચી હતી ત્યારે પણ એના મમ્મી નું બોવ ઓછું લખ્યું છે એને. અને મને તો એ સમજ માં નઈ આવતું કે એ જીવે છે કે મરી ગયા છે એમ " યુગ નાં મગજ માં કેટલા ટાઈમ થી જે સવાલ આવતો હતો આજે એ કહી જ દીધો.

" મરી ગયા હોય તો જ નાં હોય ને. બાકી માં નો જીવ કેમ ચલે છોકરા થી અલગ રેવા નો. માયરા તો છે પણ મસ્ત "

" એ તો માયરા ને જ ખબર જીવે છે કે નઈ એ તો" યુગ બોલ્યો.

" કેમ એની ડાયરી માં નઈ લખ્યું. ?" સ્મિતા બેન એ પૂછ્યું.

" એને એવું લખ્યું છે હું રાહ જોઇશ તમારી પાછા આવવાની. આ આગળ લખ્યું હતું. અને છેલ્લે લખ્યું હતું કે બોવ રાહ જોઈ કે તમે પાછા આવશો પણ તમે તો નાં જ આવ્યા. "

"હે ?? " સ્મિતા બેન આશ્ર્ચર્ય સાથે બોલ્યા.

" હા એટલે તો મને ખબર નઈ પડતી એ જીવે છે કે નઈ એ. "

" એને જ પુછી લેજે હવે. " સ્મિતા બેન એ કીધું.

"પણ મમ્મી... જો જીવતા હોય તો એની સાથે હોય. પણ નથી એટલે મરી ગયા હસે. તો જ એ એના મામા નાં ઘરે આવે ને. " યુગ એ કહ્યું.

" બેટા મને ખબર નથી "

" પણ જ્યારે પેલી ડાયરી પડી એ પછી એ ત્યાં આવી જ નથી " યુગ એ કહ્યું.

" શું બોલે છે યુગ તું ?"

" કંઇ નઈ. તમે જમવાનું બનાવો. ભૂખ લાગી છે " યુગ બોલ્યો.

" એજ કરું છું. અને તું વાંચજે 15 દિવસ બાકી છે એક્ઝામ નાં"

" હા વિચારું " કહી ને યુગ ટીવી ચાલુ કરી ને બેઠો.



બે દિવસ પછી સાંજે યુગ અને એના પપ્પા ટીવી જોતા હતા અને એના મમ્મી રસોઈ બનાવતા હતા.

" યુગ આજે શનિવાર છે ?" અજય ભાઈ બોલ્યા.

" તો શું છે " યુગ એ પૂછ્યું.

" તારી ડાયરી વાળી નો મેસેજ નઈ આવવાનો "

" ઓહ હા એ તો હું ભૂલી જ ગયો. " યુગ માંથા પર હાથ મૂકતા બોલ્યો પછી અચાનક, " મમ્મી સાડા આઠ થાય તમે શનિવાર એ જ મોડું કરો છો " રસોડાં માં જતા બોલ્યો.

" હા ચલ બેસી જા તું " સ્મિતા બેન જમવાનું પીરસતા બોલ્યા.


યુગ ફટાફટ જમી ને એની રૂમ માં જતો રહ્યો.


આ બાજુ માયરા વિરાજ ભાઈ કામ થી બહાર જવાના હતા એટલે એને પણ જલ્દી ખાઈ લીધું હતું અને એ પણ આજે જલ્દી ફ્રી થઈ ગઈ હતી.

"મિસ્ટર યુગ પટેલ. આમ તો આખા ગામ ની છોકરી ને મેસેજ કરે છે અને મને મેસેજ કરવાનો હોય તો હજાર વિચાર કરે છે " માયરા એ ઓનલાઇન થતા જ યુગ ને મેસેજ કર્યો.

"હજાર નઈ. એક હજાર એક " યુગ પણ આજે ખબર નઈ ક્યાં મૂડ માં હતો તો આવો જવાબ આપ્યો.

" તો સમજાવ કેમનું એક હજાર એક "

" હજાર વિચાર આવ્યા હતા પણ તું આવો મેસેજ કરશે એ વિચાર નઈ આવ્યો હતો અને અત્યારે આવી ગયો કે આવો પણ મેસેજ કરશે એટલે થઈ ગયો ને એક હજાર એક "

" વેરી ફની " અને પછી માયરા એ બે હસવા વાળા ઇમોજી મોકલ્યા.

" હસ નઈ સાચે કહું હજાર વિચાર તો આવે છે પણ તને કહું કેમનો એ સમજ માં નઈ આવ્યો "

"ઓહ હો જનાબ શું વિચાર આવ્યા છે તમને એ જરાક કહેશો ?"

" એ ખબર નઈ " યુગ એ કહ્યું.

" મગજ છે ?" માયરા એ સવાલ કર્યો.

" હા "

" મને લાગતું નથી હોય એવું. કદાચ ભગવાન ભૂલી ગયા હસે તને આપતા "

" હા તને બોવ ખબર નઈ ચંપા " યુગ એ કહ્યું.

" તું ચમન "

"ઓય આવું નાં બોલ " યુગ ને નાં ગમ્યું ચમન એટલે કહ્યું.

" ચાલુ કોને કર્યું?"

" હા મારી માં નઈ બોલું ચંપા બસ "

" ખુશ રહો વત્સ "

" ઓહ આજે બેબી મૂડ માં લાગે છે " યુગ એ કહ્યું.

"ઓ બેબી વાલા આ વધી ગયું તારું બોલવાનું"

" ઓકે સોરી "

" માફ કિયા આપકો " માયરા એ કહ્યું.

" અચ્છા જી. આપને અભી તક મુહ દિખાઈ નઈ કી હે "

"હે??? "

"ફોટો તારો "

" ચાલ તું આટલો માંગે છે તો મોકલી દેવ "

" અરે વાહ તું તો બોવ જલ્દી માની ગઈ. " યુગ ખુશ થતાં બોલ્યો.

"પણ... "

" આ શું પણ "

" જો તું એક્ઝામ માટે સરખું વાંચે તો જ "

" અરે રે... આમ કોણ કરે " યુગ એ કહ્યું.

" હા હા... શું થયું હવે "

" યાર આમ નાં કરાય "

" કેમ "

" તને ખબર છે ને અને નાં ખબર હોય તો કહી દવ મને વાંચવાનું સેજ પણ નઈ ગમતું " યુગ એ કહ્યું.

" તો હું શું કરું "

" હું શું કરું વાળી હુ હ્.... " યુગ બોલ્યો.

" ચાલ બોવ ટાઈમ નઈ બગાડવો. ડીલ કરીએ એક "

"શેની?"

" તું 15 દિવસ સરખું વાંચશે બોવ ઓનલાઇન થયા વગર તો હું પિક મોકલીશ અને નઈ વાંચે તો નઈ મોકલવાનો. "

" અરે આ નઈ "

" ચાલ જલ્દી બોલ શું કરવું છે હું ઓફ્લાઇન થાવ છું. " માયરા ધમકી આપતી હોય એમ કહે છે.

" હા વાંચીશ પણ તને કેમની ખબર કે હું વાંચીશ કે નઈ. " યુગ એ પૂછ્યું.

" એ તો મને પણ નઈ ખબર પણ તું જે બોલશે એ સાચું હસે એમ માની લેવા "

" અને જો ખોટું બોલ્યો હસુ તો "

" તો કંઇ નઈ. ભગવાન તો જોવે છે ને કોણ સાચું બોલે છે એમ "

" ઓહ આટલો બધો વિશ્વાસ છે તને તારા ભગવાન પર?"

" હા છે મને થોડો. પણ જેટલો છે એટલો સાચો છે "

" તને એવું નથી લાગતો કે કંઇ તું વધારે જ વિશ્વાસ રાખે છે ?"

" વિશ્વાસ તો કોઈ પર નથી થતો પણ થોડો તો રાખવો પડે ને આ દુનિયા માં મારે જીવવા માટે " માયરા ને આટલું બોલતા તો બોવ બધું યાદ આવી ગયું..

" યાર તું ધીરે ધીરે મારા માટે પઝલ બનતી જાય છે" યુગ ને માયરા શું કહેવા માંગતી હતી એ કંઇ સમજાયું નહીં.

" કોઈ દિવસ પ્રયત્ન પણ નાં કરતો આ પઝલ ને સોલ્વ કરવાનો "

" કેમ "

" તું બોલ ડીલ નું શું કરવાનું છે મને નીંદ આવે છે " માયરા બોલી.

" ડન. તને વાંચી લીધી. હવે જોવા માટે વાંચવું પડશે તો વાંચી લેવા. " યુગ એ કહ્યું.

" ઓહો... એક્ઝામ નું વાંચવાનું છે બીજું કંઈ નઈ ઓકે "

" હા ઓકે "

" ચાલો તો મળીયે પછી ગુડ નાઈટ "

" ગુડ નાઈટ સ્વીટ ડ્રીમ "

"ઓહ ડ્રીમ તો ટેસ્ટ સ્વીટ હોય એમ ને?"

" નાં એવું નાં હોય પાગલ "

" તો તે તો કીધું સ્વીટ ડ્રીમ " માયરા એ આંખ મારતું ઇમોજી મોકલતા કહ્યું.

" એક મિનિટ "

" શું થયું?"

" તને મસ્ત ડ્રીમ આવે અને તું ડ્રીમ માં પૂરી દુનિયા ફરે. બસ આ ચાલશે ને ?"

"હા આ થઈ ને આપડા વાળી વાત "

" યો "

" સૂઈ જાને નવરા યો વાળા. " માયરા નેટ ઓફ કરી ને સુઈ ગઈ.


બીજે દિવસ થી યુગ થોડું થોડું વાંચવા લાગ્યો. ઓનલાઇન પણ બોવ ઓછું થતું ને ટીવી પણ જોવાનું ઓછું કરી દીધું.


ચાર પાંચ દિવસ થી સ્મિતા બેન અને અજય ભાઈ યુગ ને વાંચતા જોઈ ને ખુશ થતા. એક વાર જમતા જમતા અજય ભાઈ બોલ્યા,

" આજ કાલ તો કોઈ બોવ વાંચવા લાગ્યું છે નઈ સ્મિતા "

" હા "

" કોઈ નઈ નામ દઈ ને કહો હું જ એમ " યુગ ને લાગ્યું એની જ વાત કરે છે.

"યુગ કેમ આટલુું બધું વાંચે છે. ટોપ કરવાનો ઈરાદો છે કે શું ?" અજય ભાઈ એ પૂછ્યું.

" ઇરાદો તો નથી પણ ટોપ થાય તો કંઇ વાંધો નઈ ચાલે "

" ઓહો બેટા મને તો વિશ્વાસ નઈ આવતો કે આ તું જ બોલે છે એમ " સ્મિતા બેન બોલ્યા.

" સ્મિતા વિશ્વાસ કર આપડો જ યુગ છે એ વાંચવા બેસે છે હવે. હસે કોક નાં લીધે બેસતો હસે. " અજય ભાઈ બોલ્યા.

" હા એવું જ કંઇક સમજી લો. પણ એ બધું હું નઈ કહેવાનો. " પછી જમી ને ઉપર એના રૂમ માં જતા બોલ્યો,

"બોવ વિચાર તા નઈ હવે. કંઇ ઊંધું તો નઈ જ કરા ડોન્ટ વરી. "

"ઓહ આ સુરતી ક્યાર થી આવડી ગઈ તને. કરા, બોલા . શું છે આ બધું યુગ " અજય ભાઈ એ પૂછ્યું.

" પપ્પા મમ્મી માં ધ્યાન આપો હવે. " કહી ને યુગ એના રૂમ માં જતો રહ્યો.


યુગ નાં ગયા પછી સ્મિતા બેન બોલ્યા,
"અજય મને એવું લાગે છે માયરા એ જ કંઇ કહ્યું હસે એટલે આ વાંચવા બેઠો છે "

" પણ માયરા ને તો એ ઓળખતો પણ નથી તો પછી કેમનું "

"એ નઈ ખબર પણ મને એવું લાગે છે "

"જે હોય એ . યુગ વાંચવા બેઠો એજ બોવ છે " અજય ભાઈ બોલ્યા.


યુગ એ રવિવાર થી ખરેખર બરાબર વાંચ્યું હતું જે આખા વર્ષ માં પણ આટલું ધ્યાન થી નઈ વાંચ્યું હોય એટલું. આજે શનિવાર હતો યુગ એ સાંજ સુધી વાંચ્યું પછી થોડી વાર નીચે ટીવી જોવા ગયો. અને પછી યશવી ને બોવ દિવસે વિડિયો કૉલ કર્યો હતો એટલે એક કલાક સુધી વાત ચાલી એમની .

આજે સ્મિતા બેન એ જાણી જોઈ ને રસોઈ મોડી કરી હતી એમને એજ જોવું હતું કે યુગ શું કહે છે. સાડા આઠ થાય પણ હજી યુગ એ કંઇ કીધું નઈ. છેલ્લે પોણા નવ વાગે સ્મિતા બેન એ કીધું ,
" ચાલો જમવા "

યુગ ક્યારની રાહ જોતો હોય એમ તરત હાથ ધોઈ ને એની જગ્યા એ જઈ ને બેસી ગયો.

" સોરી બેટા મોડું થઈ ગયું આજે " સ્મિતા બેન બોલ્યા.

" એમાં શું સોરી મમ્મી થાય કોઈ વાર મોડું " યુગ આટલું જ બોલ્યો .

અને શાંતિ થી જમી ને ઉપર એના રૂમ માં જતો રહ્યો. અને સ્મિતા બેન કંઇ વિચારી રહ્યા હતા.
" શું વિચારે છે સ્મિતા ?" ક્યાર નાં સ્મિતા બેન કંઇ વિચારતા હોય એવું લાગતાં છેલ્લે અજય ભાઈ એ પૂછ્યું.

"અજય યુગ બોવ ચેન્જ થઈ ગયો છે. ગુસ્સો તો એનો ક્યાં જતો રહ્યો છે એ જ નઈ ખબર "

" સારું ને તો"

" હા સારું પણ એને માયરા એ એવું તો શું કીધું હસે કે આટલો ચેન્જ થઈ ગયો "

" હા એ તો છે. આપડે આટલા વર્ષ માં એને બદલી નાં શક્યા "

" હા "


યુગ આજે માયરા નાં મેસેજ ની રાહ જોતો હતો પણ આજે એને સામે થી મેસેજ કર્યો,

" હેલ્લો મિસ પઝલ "

દસ વાગ્યે છેક માયરા નો જવાબ આવ્યો,

"ઓહો મોટા માણસો તમે સામે થી મેસેજ કર્યો " માયરા આજે થોડી ખુશ થઈ ગઈ યુગ એ સામે થી મેસેજ કર્યો એટલે.

યુગ અને માયરા આમ તો એક બીજા ને મળ્યા પણ નઈ હતા હજી સુધી પણ ખબર નઈ કેમ બંને એક બીજા ના મેસેજ ની રાહ જોતા એ.

" હા તું ભૂલી જાય નઈ ને એટલે મેસેજ કર્યો"

" ઓહો બોવ વાંચી લીધું લાગે છે "

" નાં તારા કરતા તો ઓછું જ વાંચતો હોવા " યુગ એ કહ્યું

" સારું. યાદ છે ને આપડી ડીલ ?" માયરા એ પૂછ્યું.

" હા બોવ સારી રીતે યાદ છે. "

" તો બરાબર ચલ તું વાંચ હું મારું કામ કરું "

" એવું તો શું કામ કરે છે " યુગ એ પૂછ્યું.

" એક મિનિટ ફોટો મોકલું જો " માયરા કોઈ ફોટો મોકલે છે.

"વાઉ યાર તે દોર્યું છે ?" યુગ ને ફોટો જોતા જ ગમી ગયો.

" હા હજી કલર નઈ કર્યો એજ કરવા બેસુ છું "

"તું તો આર્ટિસ્ટ છે યાર. " યુગ એ કહ્યું.

" નાં હવે એવું કંઇ નથી. "

" સારું. તો મને ક્યારે મળશે આ કલર કરેલું જોવા " યુગ ને એમ કે એના માટે પણ આ માયરા રાહ જોવી પડશે.

" થઈ જાય એટલે મોકલા "

" ઓકે "


કોઈ દિવસ રાતે નાં વાંચવા વાલો છોકરો આજે રાતે વાંચવા બેઠો હતો.

આમ બીજું અઠવાડિયું પણ યુગ એ એક દમ ધ્યાન લગાવી ને વાંચ્યું હતું.

શુક્રવાર તો થઈ ગયો હતો અને યુગ એટલો ખુશ હતો કે કોઈ હદ નઈ કેમ કે કાલે એની માયરા સાથે ની ડીલ પૂરી થવાની હતી.

શુક્રવાર સાંજે અજય ભાઈ અને યુગ ઘર નો થોડા કામ થી બહાર જવાનું હતું એટલે એ લોકો એ જલ્દી જમી લીધું હતું. સ્મિતા બેન એ પણ કામ પતાવી ને ફોન માં વોટ્સ એપ જોતા હતા.

અચાનક એમનું ધ્યાન માયરા નાં નંબર પર ગયું. એમને મન થઇ ગયું માયરા સાથે વાત કરવાનું પણ વિચારતા હતા શું કરું. અને ભૂલ માં એમના થી વિડિયો કૉલ પર ક્લિક થઈ ગયું.

થોડી વાર પછી માયરા એ જોયું એટલે એને પાછો કૉલ બેક કર્યો.

"હાઈ આંટી કેમ છો "

" હું મઝામાં ભૂલ માં ફોન લાગી ગયો હતો." સ્મિતા બેન બોલ્યા.

" કંઇ વાંધો નઈ. શું કરો છો તમે " માયરા ને એવું લાગ્યું જ નઈ એ પેલી વાર વાત કરે છે.

" આ બેઠી છું જો. તું શું કરે છે "

" હું વાંચતી હતી કાંટાળો આવતો હતો એટલે નેટ ઓન કર્યું. "

" કેમ આજે તમારા ઘર માં શાંતિ લાગે છે. તૂફાન ક્યાં ગયું. "

"કોણ યુગ ?"

" હા એ જ ને . યશું તો પુણે છે એટલે " સ્મિતા બેન હસવા લાગ્યા.

" ઓહ સોરી આંટી ખોટું લાગ્યું હોય તો "

" નાં બેટા એમાં શું ખોટું લાગવાનું. એ તો છે જ તોફાન. હમણાં એના પપ્પા સાથે બહાર ગયો છે એટલે શાંતિ થી છે થોડી ઘર માં "

" તો બરાબર "

"બોલ બેટા બીજું. તારું ભણવાનું કેવું ચાલે "

" મસ્ત "


સ્મિતા બેન અને માયરા વાત કરતા હતા અડધા કલાક થી ત્યાં યુગ અને એના પપ્પા આવ્યા.

"ઓહ પપ્પા જોવો મમ્મી એના બોય ફ્રેન્ડ સાથે વાત કરે છે " યુગ બોલ્યો.

" ચૂપ રે ને ભાઈ તું " અજય ભાઈ યુગ નાં માંથા માં ટપલી મારતાં બોલ્યા.

અજય ભાઈ તો એમના રૂમ માં ગયા પણ યુગ જઈ ને સ્મિતા બેન ની બાજુ માં જઈ ને બેસી ગયો.

" બોલ ને મમ્મી કોણ છે ફોન પર ?"

" માયરા "

" ઓહ શું મઝાક કરો છો તમે અત્યાર માં " યુગ ને લાગ્યું સ્મિતા બેન જૂથ બોલે છે.

" નાં બેટા સાચું કહું છું. "

"મને બતાવો માયરા છે એમ " યુગ બોલતા ફોન એની બાજુ કરી દીધો.

" આ તો બ્લેક આઉટ છે. ક્યાં માયરા છે ?" યુગ બોલ્યો.

" મિસ્ટર યુગ પટેલ આપડી ડીલ હજી પૂરી નઈ થઈ. કાલે પૂરી થશે એટલે મે બ્લેક આઉટ કરી દીધું. " માયરા હસતા હસતા બોલી.

" બોવ સારું ચંપા " કહી ને યુગ એના રૂમ માં જતો રહ્યો.

" હા ચમન " માયરા બોલી.


સ્મિતા બેન હસતા હતા બંને ની વાત સાંભળી ને. પછી થોડી વાર એમને વાત કરી અને પછી ફોન મૂકી દીધો.

બીજે દિવસે સવારે યુગ નાસ્તો કરતો હતો ત્યારે સ્મિતા બેન એ પૂછ્યું,
" શું થયું યુગ "

"કંઇ નઈ. તમારી સાથે વિડિયો કૉલ કરે. અને મને ફોટો મોકલવા માટે 15 દિવસ સુધી વાંચવા બેસાડે" યુગ બોલ્યો.

" હા મને કીધું એને કાલે. સારું થયું તું વાંચવા તો બેઠો "
સ્મિતા બેન ખુશ થતા બોલ્યા.

"તમે પણ એના જ સપોર્ટ માં . એક સ્ક્રીન શોટ તો પાડી દેવાય ને. ફોન ચાલતો હતો ત્યારે "

" હા પાડેલો છે. " સ્મિતા બેન બોલ્યા.

યુગ કંઇ આગળ બોલે એ પેલા સ્મિતા બેન ને કોઈ નો ફોન આવી ગયો અને એ પછી ઓફિસ ગયા.

યુગ પણ બપોરે વાંચતા વાંચતા સૂઈ ગયો.

રાતે જ્યારે જમવા બેઠા ત્યારે સ્મિતા બેન અજય ભાઈ ને માયરા અને યુગ ની ડીલ નું કહેતા હતા.

અજય ભાઈ પણ હસવા લાગ્યા અને કીધું , " માંથા ની મળી છે તને દોસ્ત "



શું થશે હવે?

માયરા ફોટો મોકલશે
?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED