દો ઈતફાક - 11 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દો ઈતફાક - 11


🔹11🔹
દો ઈતફાક
Siddzz15💙





બે દિવસ પછી યુગ ના મમ્મી પપ્પા આણંદ આવ્યા હતા. યુગ ના પપ્પા એના ફ્રેન્ડ ને મળવા ગયા હતા. યુગ અને એના મમ્મી સાથે પેક કરતો હતો.


સ્મિતાબેન એ જોયું તો યુગ આજે બોવ ખુશ નઈ હતો. કઈ ક ચાલતું હતું એના માઈન્ડ માં. પણ કઈ બોલતો નઈ હતો.

થોડી વાર પછી સ્મિતા બેન એ પૂછ્યું,
" બેટા કઈ થયું છે?"

" ના મમ્માં મને શું થવાનું " યુગ વાત ને ઇજ્ઞોર કરતો હતો.

"બેટા શું થયું માયરા સાથે વાત નઈ થઈ કે શું?"

"હે... તમને કેમની ખબર... " યુગ એક દમ ચોંક્યો.

" મને ખબર છે બેટા એની સાથે વાત નઈ થઈ ને એટલે જ તું આમ ચૂપ છે. "

" છેલ્લી વાત વાત મુંબઈ હતો ત્યારે થઈ હતી. પંદર દિવસ ઉપર થઈ ગયા વાત જ નથી થઈ. " યુગ એ કહ્યું.

" બેટા એ બીમાર છે. એટલે ઓનલાઇન નથી આવતી. પણ તું ફોન તો કરી શકે ને. " સ્મિતા બેન એ કહ્યું.

"મમ્મી મે ફોન કર્યો હતો પણ એના પપ્પા એ ઉચ્ક્યો છે. એમને કીધું પછી ફોન કરાવીશ પણ ફોન નથી આવ્યો"

"હમ યસુ જવાની છે એના ઘરે કાલે " સ્મિતાબેન બોલ્યા.

" ઓકે. પણ એને થયું શું છે ?" યુગ એ પૂછ્યું.

" હાઈ ફીવર. હવે તો સારું છે. "

" તમને કેમની ખબર?"

" મે કાલે ફોન કર્યો હતો એને " સ્મિતા બેન ખુશ થતા બોલ્યો.

"ઓહ તમારી પણ ફ્રેન્ડ છે એ ?" યુગ એ પૂછ્યું.

" કેમ તને જલન થાય છે " સ્મિતા બેન એ પૂછ્યું.

" ના મને કેમ જલન થાય "

" આતો પંદર દિવસ વાત નથી થઈ ત્યાં તો સ્માઈલ ગાયબ થઈ ગઈ છે તો મહિનો વાત ના થાય તો શું સમજવું મારે " સ્મિતા બેન યુગ ને મસ્તી માં બોલ્યા.

" હા બીજું પણ કહી દો કહેવું હોય તો "

" હા ખબર છે તું એને હા પાડી પછી જ મુંબઈ ગયો હતો. અને એક્ઝામ માટે પણ એને જ પૂછ્યું હતું. બરાબર ને ?"

" હા એ મારો લકી ચાર્મ છે" યુગ બોલ્યો.

"ઓહ છોકરો બોવ મોટો થઈ ગયો હવે તો... લકી ચાર્મ જ છે ને કે બીજું કંઈ ?"

" મમ્મી... તમે પણ પપ્પા ની જેમ કેમ બોલો છો?"

ત્યાં અજય ભાઈ આવ્યા,

"કોની વાત કરો છો તમે બંને?"

" માયરા ની "

"યુગ વહુ સારી શોધી છે હો... " અજય ભાઈ બોલ્યા.


"પપ્પા કંઈ પણ બોલો છો તમે. એક તો વાત નઈ કરતી અને તમે બહુ પણ બનાઈ દીધી. " કહી ને યુગ એની રૂમ માં જતો રહ્યો.


યુગ એના બધા કપડા બેગ માં ભરતો હતો. એના આખા રૂમ માં બધું ગમે તેમ પડ્યું હતું. ત્રણ મોટી બેગ હતી તો પણ યુગ ના કપડા એમાં આવતા નઈ હતા. યુગ શું કરું એ વિચારતો હતો. ત્યાં માયરા ની ડાયરી હાથ માં આવી. એટલે એને લઈ ને બેઠો.

ડાયરી જોવા માં ને જોવામાં એનો એક કલાક કેમનો નીકળી ગયો એ ખબર જ ના પડી. પછી ડાયરી સાથે વાત કરવા લાગ્યો,

"ચલ હવે તને બેગ માં મૂકી દવ છું. મુંબઈ માં મળીયે. " કહી ને યુગ એ ડાયરી ને બેગ માં મૂકી.

ત્યાં,

યુગ ના ફોન માં કોઈ ની રીંગ વાગી એ ફોન લેવા જાય એ પેલા ફોન મુકાઈ ગયો. યુગ એ જોયું તો માયરા નો ફોન હતો. એ એટલો ખુશ થઈ ગયો કે ખુશી ના મારે ત્યાં જ નાચવા લાગ્યો.

પછી અરિશા માં જોઈ ને વાળ સરખા કરવા લાગ્યો જાણે માયરા વિડિયો ના કરવાની હોય એમ.

ત્યાં પાછો ફોન આવ્યો ,

"હેલ્લો ક્યાં હતી તું ?" યુગ ફોન ઉપાડી ને તરત બોલ્યો.

"હું અહીંયા જ હતી "

" ઓનલાઇન અવાય. કોઈ રાહ જોતું હોય ખબર ના હોય તો કહી દવ "

"એવું તો કોઈ છે જ નઈ કે મારી રાહ જોતું હોય "

" હા કેમ છે હવે તને. અને તાવ કેમનો આવી ગયો હે...? બોલ તો " યુગ કહેવા માંગતો હતો કે હું જ રાહ જોતો હતો પણ ના બોલી શક્યો.

" સારું છે "

" મે ફોન કર્યો હતો અંકલ એ ઉચ્કયો હતો "

" હા મને પપ્પા એ કીધું પણ હું કાલે ભૂલી ગઈ હતી ફોન કરવાનું"

"સારું . હું જાવ છું મુંબઈ ?" યુગ એ કહ્યું.

" હા તો "

" હું મુંબઈ જાવ છું માયરા " યુગ માયરા ને કઈક કહેવા માંગતો હતો પણ કઈ ના બોલાયું એનાથી.

" મુંબઈ જાય છે ને અમેરિકા નઈ "

"હા પણ અહીંયા ના ફ્રેન્ડ ને છોડી ને જવાનું મન નથી થતું"

" યુગ કંઇક પોહચવા માટે કઈક થી નીકળવું પડે છે. અને કઈક છોડવું પણ પડે છે. "

" હા પણ યાર ત્યાં કેવા હસે બધા. ડાન્સ ક્લાસ માં તો એક બે ને ઓળખું પણ છું પણ કોલેજ મા શું થશે "

" યાર કઈ નઈ થાય. અહીંયા થી પણ વધારે મસ્ત ફ્રેન્ડ બની જસે ત્યાં તારા "

"સાચે ને ?"

" હા સાચું. "

"ઓકે પણ તું નઈ હોય ને મારી સાથે " યુગ ને કંઇક કહેવું હતું એ થોડું તો બોલાઈ જ ગયું.

" અરે પાગલ કેમ આમ દુઃખી થાય છે. અહીંયા પણ ક્યાં હતી તારી સાથે. " માયરા શાંતિ થી બોલી.

" હમ પણ તું લકી છે મારા માટે બોવ જ " યુગ એ કહી જ દીધું.

"ઓહ એવું કઈ ના હોય "

" એવું જ છે માયરા. ખબર નઈ કેમ પણ તું બોવ હેલ્પ કરે છે મને. મારા સવાલ ના જવાબ આપવામાં "

"ઓકે સારું " માયરા એ આગળ કઈ પૂછ્યું નઈ.

ત્યાં સ્મિતા બેન એ બૂમ પાડી.
" યુગ બેગ પેક થઈ કે નઈ "

" હા કરું જ છું મમ્મી "

" તું કામ કરે છે ને તો કર. આપડે પછી વાત કરીએ " માયરા એ કહ્યું.

" ના યાર પ્લીઝ આજે તો થોડી વાર વાત કર. કેટલા દિવસ પછી ... " આગળ બોલતા બોલતા યુગ અટકી ગયો.

" તું બેગ ક્યારે પેક કરીશ પણ "

" એ જ કરતો હતો પણ જો ને યાર ત્રણ બેગ માં પણ આવતું નથી શું કરું હું " યુગ થોડું ટેન્શન માં હોય એમ બોલ્યો.

" સરખું મુક શાંતિ થી આવી જસે "

" એક મિનિટ હું ફોટો મોકલું જો " યુગ એ એના કપડાં કેવા પડ્યા હતા એનો ફોટો મોકલ્યો.

" આ શું કરે છે તું ?" માયરા બોલી.

" પેકિંગ "

" આમ થોડું થાય બુદ્ધુ. આમ કોણ કરે " માયરા બોલી.

" તો કેમ કરાય તું જ બોલ " યુગ એ પૂછ્યું.

" સરખા ગળી કરી ને મુક. યા તો રાઉન્ડ કરી ને મુક. આના કરતા તો લોકો પેપર પસ્તી પણ સરખી કરી ને આપે " હસતા હસતા બોલી.

" હસ નઈ યાર. હેલ્પ કર ને હમણાં મમ્મી આવશે તો બોલશે મને."

" ગળી કર ને સરખી પણ " માયરા બોલી.

" એ નઈ આવડતી"

"હે ...? કપડા વારતા નથી આવડતા" માયરા એક દમ શોક થઈ ને બોલી.

" ના "

માયરા એટલું હસતી હતી કે કોઈ હદ નહિ.

"યાર હેલ્પ કર ને પ્લીઝ " યુગ બોલ્યો.

" ઓકે હું ફોટો મોકલું છું એમ ગળી કર " માયરા એ ફોટો મોક્યો.

" યાર નથી થતું તું સરખું બોલ ને. ફોટા માં કેમની ખબર પડે "

" અરે રે. ભગવાન આ છોકરા ને કપડા ગળી કરતા નથી આવડતા. હદ થઇ ગઇ. "

" એક કામ કર વિડિયો કૉલ કર પછી કહે " યુગ એ કહ્યું.

" થોડી વાર પછી કરું તો ?" માયરા એ પૂછ્યું.

" એટલે બીજા પંદર દિવસ પછી કરશે ને "

" ના યાર જમી ને દવા લેવાની છે એટલે જમી ને કરું થોડી વાર માં "

" હા સારું ત્યાં સુધી હું પણ જમી આવું. "કહી ને યુગ ફોન મૂકી ને નીચે ગયો.

યુગ ફટાફટ જમી ને ઉપર આવ્યો. થોડી વાર પછી માયરા એ વિડિયો કૉલ કર્યો.

"હેલ્લો "

"ઓહ તમે દર્શન આપ્યાં આજે એમ ને " યુગ એ કહ્યું.

"ધંધા માં ધ્યાન આપ. ચલ જલ્દી બેગ પેક કર. મુંબઈ રાહ જોવે છે તારી."

માયરા એ યુગ ને વિડિયો કૉલ પર કપડા વારતા શીખવાડ્યા પછી એને કેમેરો ઓફ કરી દીધો.

" ઑયે આ કેમેરો કેમ ઓફ કરી દીધો" યુગ બોલ્યો.

" તું મને ના જોવે ને એટલે "

" હું તને કેમ જોવ "

" હા એટલે તો ઓફ કરી દીધો તું મને કેમ જોવે "

" યાર આવું નઈ કરવાનું "

" તું બેગ પેક કર ને બોલ્યા વગર નો "

માયરા એ બે જ બેગ માં એના બધા કપડા પેક કરાવ્યા તો પણ એક બેગ ખાલી રહી.

" સારું આ બેગ માં બીજું બધું આવી જસે " યુગ બોલ્યો.

" હા પણ પેલા રૂમ માં થોડું સરખું કર. કચરા પેટી જેવું કરી નાખ્યું છે તે " માયરા બોલી.

" હા કરું છું હો " કહી ને યુગ એ રૂમ માં બધું સરખું કર્યું.

થોડી વાર બંને એ વાત કરી પછી માયરા સૂઈ ગઈ. યુગ બોવ ખુશ હતો કેમકે માયરા એની સાથે નઈ હતી પણ બોવ હેલ્પ કરતી હતી એની.

થોડી વાર માં સ્મિતા બેન અને અજય ભાઈ યુગ ના રૂમ માં આવ્યા.

" મને કેમ એવું લાગે છે સ્મિતા કે આપડે કોઈ બીજા રૂમ માં આવી ગયા ભૂલ માં " અજય ભાઈ બોલ્યા.

" હા આપડે તો યુગ ના રૂમ માં જવાનું હતું પણ આ એનો રૂમ નથી " સ્મિતા બેન એ કહ્યું.

" મમ્મી પપ્પા મારો જ રૂમ છે. " યુગ બોલ્યો.

" તો આટલો સરખો કેમનો" સ્મિતા બેન થી બોલાઈ ગયું.

" બસ મમ્મી બોવ ઓવર રીએક્ટ ના કરો હવે " યુગ બોલ્યો અને સ્મિતા બેન અને અજય ભાઈ હસવા લાગ્યા.

"તે આટલું સરખું બેગ પેક કેમનું કર્યું ?" અજય ભાઈ એ પૂછ્યું.

" યુ ટ્યુબ પર વિડિયો જોયો હસે " સ્મિતા બેન બોલ્યા.

" ના હવે. માયરા એ વિડિયો કૉલ કર્યો હતો " યુગ થી બોલાઈ ગયું.

અજય ભાઈ ઉધરસ ખાવા લાગ્યા. એટલે યુગ બોલ્યો,
"પપ્પા એ મારી ફ્રેન્ડ છે તમે ઊંધું ના સમજો"

" ફ્રેન્ડ કહે છે તો લાઈફ ટાઈમ ફ્રેન્ડ બની ને રેહજે" સ્મિતા બેન બોલ્યા.

" ચાલો સારું થયું તારું પેકિંગ તો થઈ ગયું. ભલે ને બીજા એ કરાવ્યું હોય " અજય ભાઈ યુગ ની ખેંચવામાં એક પણ મોકો જવા દેતા નઈ હતા.

" હા તમારું કેટલું પત્યું " યુગ એ પૂછ્યું.

" આમ તો થઈ ગયું છે. યશવી નો રૂમ બાકી છે અને બીજું થોડું " સ્મિતા બેન બોલ્યા.

" યુગ એક વાત કહેવી છે " અજય ભાઈ બોલ્યા.

" હા બોલો ને પપ્પા "

" અમારી જોબ હવે કાયમ માટે પૂને થઈ ગઈ છે. રજા બોવ ઓછી મળે છે તો અહીંયા તો આવવાનું ઓછું થઈ ગયું છે. તું પણ હવે મુંબઈ હસે તો અમે એવું વિચારીએ છે કે આ ઘર વેચી દઈએ. પછી પુણે મા કોઈ સારી જગ્યા એ લઈ લઈશું. " અજય ભાઈ બોલ્યા.

" પણ પપ્પા આ ઘર છોડવાનું મન નઈ થતું મને " યુગ બોલ્યા.

" હા બેટા પણ તું જ કહે શું કરીએ આપડે. " અજય ભાઈ બોલ્યા.

યુગ ને માયરા ની વાત યાદ આવી કઈક પોહચવાં માટે ક્યાંક થી નીકળવું પડે છે અને કઈક છોડવું પણ પડે છે.

" પપ્પા તમને જેમ ઠીક લાગે એમ કરો " યુગ એ કહ્યું.

" હા અજય પણ પુણે માં થોડા ટાઈમ પછી ઘર લઈશું થોડા એરિયા જોઈ ને. ત્યાં સુધી આ ઘર ના પૈસા આવે એ હિના બેન ને આપી દેજો. એમને એમ પણ હમણાં જરૂર છે"

હિના બેન એ બીજું કોઈ નઈ પણ યુગ ના ફોઈ છે.

" મમ્મી કેમ એમને જરૂર છે?"

" નીલ ના મેરેજ પછી આ ઘર નાનું પડશે ને. અને એમ પણ નીલ લોન કરવાનું કહે છે તો શું કામ આપડે એના વધારે પૈસા જવા દઈએ."

" હા એ વાત તો સાચી તારી. ચલ હું જોવ કઈક " અજય ભાઈ બોલી ને નીચે ગયા.

સ્મિતા બેન ત્યાં યુગ ની જોડે જ હતા. હજી સુધી.

થોડી વાર પછી યુગ એ કહ્યું,
"મમ્મી કઈક કહેવું છે તમારે "

" તને કેમની ખબર" સ્મિતા બેન એ પૂછ્યું.

" બોલો ને મમ્મી "

" બેટા જ્યાર થી માયરા તારી લાઈફ માં આવી છે ત્યાર નું આપડા ઘર માં બધું સારું થાય છે "

" મમ્મી શું કહેવા માંગો છો કઈ સમજ પડે એમ બોલો "

"કઈ નઈ યુગ. એને કોઈ દિવસ દુઃખી ના કરતો "

" મમ્મી એ મારી ફ્રેન્ડ છે "

" હા મને ખબર છે એટલે જ કહી રહી છું તને. તું તારો ગુસ્સો એના પર ના ઉતારી દેતો. "

" સારું"

" અને ત્યાં ફોઈ ના ઘરે બોવ ધમાલ ના કરતો "

"એ હો..." યુગ બોલ્યો.


બીજે દિવસે માયરા સવાર ની ખુશ હતી કેમકે આજે યશવી આવવાની હતી. યુ ટ્યુબ પર જોઈ ને એને જમવાનું બનાવ્યું હતુ.

થોડી વાર પછી,

બેલ વાગ્યો. માયરા ને લાગ્યું યશવી આવી ગઇ એટલે ખુશ થતાં એ દરવાજો ખોલવા ગઈ.

યશવી ને જોઈ ને એટલી ખુશ થઈ ગઈ કે એને તરત જ હગ કરી દીધું. બંને એ એટલી બધી વાતો કરો પછી જમી ને માયરા માં રૂમ માં બેઠા હતા.

માયરા એના ડ્રોઈંગ બતાવતી હતી.

" વાઉ યાર તું તો આર્ટિસ્ટ છે " યશવી બોલી.

" ના મને કઈ આવડતું નથી એટલું બધું . યુ ટ્યુબ પર થી જોઈ ને કરું. "

બંને જણ થોડી વાર સૂઈ ગયા. સાંજે યશવી અને માયરા બંને બહાર ફરવા ગયા. રાતે જ્યારે વિરાજ ભાઈ આવ્યા એ પણ માયરા ને બોવ દિવસ પછી આટલી ખુશ જોઈ ને બોવ ખુશ થઈ ગયા.

બે દિવસ કેમના નીકળી ગયા એ તો ખબર જ ના પડી.
યશવી આજે બપોર પછી જવાની હતી આણંદ.

માયરા થોડી નર્વસ હતી. પણ યશવી એ એને મનાવી લીધી.

" માયરા એક વાત કહું " યશવી એ કહ્યું.

" હા બોલ ને "

" તું જ્યાર થી મારા ભાઈ ના કોન્ટેક્ટ માં આવી છે ત્યાર પછી એ થોડો સુધર્યો છે. તો મુંબઈ જાય તો પ્લીઝ થોડા દિવસ એની સાથે વાત કરજે. "

" કેમ ?"

" એ કોઈ દિવસ અમારી પાસે થી દુર નઈ ગયો. અને એ બોવ જિદ્દી છે એટલે "

" તું ચિંતા ના કર. એ કઈ જિદ્દી નથી અને બધું બરાબર થઈ જસે. " માયરા એ કહ્યું.


થોડી વાર પછી વિરાજ ભાઈ યશવી ને રેલ્વે સ્ટેશન મૂકી આવ્યા. માયરા ને ટ્યુશન ચાલુ થઈ ગયું હતું એટલે એ એમાં લાગી ગઈ.


બે દિવસ પછી ,


યુગ અને યશવી ટીવી જોતા હતા.

" ભાઈ શું વિચારે છે તું?"

" ત્યાં જઈ ને શું થશે એ ?"

" બધું સારું જ થશે. ચિંતા ના કર " યશવી એ કહ્યું.

" હા બધું સારું જ થશે મારો લકી ચાર્મ મારી જોડે છે એટલે " યુગ ખુશ થતાં બોલ્યો.

" કોણ છે એ ?"

" માયરા"

"ઓહ સમથીંગ સ્પેશિયલ ?"

" નો ખાલી ફ્રેન્ડ છે પણ સ્પેશ્યિલ વાળી "






શું થશે આગળ?

યુગ ને નવા ફ્રેન્ડ બનશે?

યુગ શેમાં એડમીશન લેશે?

યુગ ની માયરા સાથે વાત થશે કે બંધ થઈ જશે?