કાઈપો છે.. Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાઈપો છે..

‌"કાયપો છે... "પતંગ ઉત્સવ

ધાર્મિક,આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક ઇતિહાસ ધરાવતા વિશ્વ સંસ્કૃતિના પ્રતીક સમાન પતંગ નું ખાસ પર્વ આબાલવૃદ્ધ સૌને પ્રિય પતંગ પર્વ તરીકે ઓળખાy છે. આ તહેવાર સૂર્યનો મકર રાશિમાં પ્રવેશવાને કારણે મકરસંક્રાંતિ અને ઉત્તર તરફ ખસવાનું ચાલુ થતા ઉત્તરાયણ તરીકે ઓળખાય છે.આખા રાજ્ય આ દિવસે સૌની અગાસીમાં 'કાપ્યો છે... ' નો પોકાર અને નીચે પુણ્ય પર્વ નિમિત્તે વિવિધ દાન-પુણ્ય ની સરવાણી વહેતી હોય છે. ૧૪ ડિસેમ્બરથી શરૂ થયેલ કમુરતા તરીકે ઓળખાતા દિવસો પણ એક મહિના બાદ આજે પૂરા થતા 15મીથી શુભ મુહૂર્તો શરૂ થાય છે.
સૂર્ય ઉત્તર તરફ ઘસવા નું ચાલુ કરે તે દિવસ ઉત્તરાયણ તરીકે ઓળખાય છે ઉત્તરાયણનો પ્રારંભ એક ૨૦થી ૨૨ ડિસેમ્બરથી થાય છે આદિવાસી વર્ષની સૌથી લાંબી રાત ભારતમાં 13 પોઇન્ટ ૧૨કલાકની અને દિવસ 48 કલાકનો હોય છે જ્યારે 21 જુને દક્ષિણાયન ના દિવસે આનાથી વિપરીત વર્ષમાં બે દિવસ એટલે કે 21 ડિસેમ્બર સૌથી લાંબી રાત અનેક વિષયોની સૌથી લાંબો દિવસ હોય છે 21 જૂની દિવસ સૌથી મોટો અને રાત સૌથી નાની હોય છે જે દક્ષિણાયન તરીકે ઓળખાય છે.
આમ તો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ અલગ અલગ વાત છે સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે વાય આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાન્તિઓ થાય છે પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે 14 જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે.લગભગ ૧૮૦૦ વર્ષ પહેલા મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ સાથે થતી હતી તેથી આજે લોકો તે બંનેની એક જ સમજે છે.
2016ના જાન્યુઆરી મહિનામાં ખગોળની દ્રષ્ટિએ મકરસંક્રાંતિ ૧૪ જાન્યુઆરી ના બદલે 15 જાન્યુઆરીએ બનાવવામાં આવી હતી.
આમ તો મકર સંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં આ દિવસે પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે.ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે.ઘ ઉ,બાજરી કે જવને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે. અને તેનું દાન કરવાથી પુણ્ય મળે છે તેવી એક માન્યતા પ્રવર્તે છે ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે,તો જરૂરીયાત મંદોને અને વસ્ત્ર અને અનાજ ,ધનનુ દાન કરવામાં આવે છે.પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે ઉપરાંત આ મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવે છે. આ દિવસે સૂર્ય ઉપાસનાનું મહત્વ રહેલું છે અને કમુરતા પૂર્ણ થતા લગ્ન અને માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. આ દિવસે મહાભારત કાળમાં ભીષ્મએ દેહ વિલય કરવાનું પસંદ કર્યું હતું.તેથી તેનું વિશેષ મહત્વ છે.ઉતરાયણ ૧૪ જાન્યુઆરીના અને તેના બીજા દિવસે 15 જાન્યુઆરી મકરસંક્રાંતિ શુભ મુહુર્ત માનવામાં આવે છે. જેની ઉજવણી અલગ અલગ રીતે અલગ અલગ સંસ્કૃતિઓમાં થાય છે.આ દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા અને આદર કરવાનો તહેવાર છે. જીવનના લક્ષ્યો પુરા કરવાની ઈચ્છા રાખનાર માટે આ સમય આદર્શ મનાય છ.
બહુ ઓછા લોકોને ખબર હશે કે પતંગ ઉડાડવાની આ રમત રમતા રમતા જ જગતના વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે અનેક પ્રયોગો કર્યા છે, અને તેમાં સફળતા મળતાં તેમના નામ પતંગની જેમ જગતના આકાશમાં છવાઈ ગયા છે. અમેરિકામાં ૧૮૫૨માં બેન્જામિન ફ્રેન્કલિન એ સાબિત કર્યું કે વરસાદના સમયે પતંગ આકાશમાં ચગાવ્યો તો ભીની દોરીમા થઈને વીજળીનો કરંટ લોખંડ ની ચાવી માં આવવા લાગ્યો. પતંગની દોરી ના છેડે બાંધેલી ચાવી નો સ્પર્શ કરીને એ કરંટ નો અનુભવ કરી શકાતો હતો. આનાથી દુનિયાનમને વીજળી વિશે જાણકારી મળી. જે વિજ્ઞાન જગતની અદભુત શોધ સાબિત થઈ છે.૧૮૯૦માં બોઉર યુદ્ધના સમયે મોરચા પર જાસૂસ સૈનિકોને પહોંચાડવા માટે હજારો પતંગો નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે સૈનિકોની ઉતારવા પેરાશૂટ નો ઉપયોગ થાય છે. વાયુનું દબાણ, તાપમાન, વાયુની ગતિ વગેરે વાતો જાણવા માટે કેટલાય દેશોમાં વૈજ્ઞાનિકોએ પતંગનો ઉપયોગ કર્યો છે.તો યુદ્ધના દિવસોમાં દૂરથી સિગ્નલ આપવા પતંગ પર અનેક જાતની આકૃતિ, ઝંડો વગેરે બનાવીને દૂર રહેલા સૈનિકો ની સુચના આપવામાં આવતી.પતંગ પર સરકતો ગુબારો બાંધી અને ઉડાડીને પ્રકાશના સંકેતથી પોતાની સેનાને જાતજાતની જાણકારી આપવી તથા શત્રુઓ પર બોમ્બ નાખવા વગેરે સૈનિકોના કામમાં પતંગ એ ઘણું મોટું યોગદાન આપ્યું છે. પતંગ સાથે નાનો કેમેરો લગાવીને દૂર ના ફોટા અથવા દુશ્મનોના ગુપ્ત રહેઠાણો પણ જાણવામાં આવતા હતા.
ભારત અને જાપાન માં ખાસ કરીને પતંગ ઉડાડવો એ મનોરંજનનું સાધન છે.પણ આ વખતે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ગુજરાતમાં ઊજવાતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ રદ કર્યા હોવાથી તેમાં આવતા દેશ-વિદેશના વિવિધ પતંગો જોવા નહીં મળે. જાપાનમાં માછલી આકારનો સુંદર પતંગ દુનિયાભરમાં જાણીતો છે. તો ભારતીય પતંગોની વિદેશમાં પેચ લડાવનારા પતંગ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે અહીંના પતંગોની બીજા પતંગ સાથે પેચ ન લડાવ્યા હોય તો પતંગ ઉડાડવાની મજા જ મરી જાય છે!! ચગાવ્યા કરતા કપ્યાની ગણતરી વધુ કરવાની એક અલગ જ નિર્દોષ મજા હોય છે.
ધાર્મિક પ્રતીક,માછીમારના સાધન, યુદ્ધનું શસ્ત્ર, હવામાનશાસ્ત્ર ના સાધન અને દેવી વસ્તુ તરીકે .. અલગ અલગ રીતે કોઈપણ સંસ્કૃતિમા પતંગોનો સૌથી વધુ ઉપયોગ પ્રશાંતે મહાસાગરમાં થયો છે.ટેલિફોનના શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ છઠ્ઠી ડીસેમ્બર 1907ના રોજ ૪૨ ફુટ લાંબો, 10 ફૂટ ઊંચો 3700 ખાના વાળો સિગ્રેટ પતંગ લેફ્ટનન્ટ થોમસ સેફ્રજને બેસાડીને, ટીમ બોટની મદદથી 168 ફૂટ ઊં ચે ઉડાવ્યો હતો.
આમ સમગ્ર વિશ્વમાં પ્રિય એવો આ તહેવાર અલગ અલગ દેશમાં અલગ-અલગ નામે ઓળખાય છે. ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ અને પંજાબમાં lohri,પૂર્વ ભારતમાં બિહારમાં સંક્રાંતિ, અસમમાં ભોગાલી બિહુ, પશ્ચિમ બંગાળ .. ઓરિસ્સા માં મકરસંક્રાંતિ, પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાનમાં મકરસંક્રાંતિ, મહારાષ્ટ્રમાં સંક્રાંત, દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશમાં તેલુગુ,તમિલ નાડુમાં pongal કર્ણાટક સંક્રાંનશી, સબરીમાલા મંદિર માં મકર વલ્લકુ ઉત્સવ, નેપાળમાં થારું લોકો માઘી, અન્ય લોકો માઘ સંક્રાંતિ, થાઇલેન્ડમાં સોંગક્રણ લાઓસ માં પી માં લાઓ, મ્યાનમારમાં thingયાન વગેરે અલગ અલગ નામથી ઓળખાતા તહેવારની દરેક દેશના દરેક લોકોની મૂળ મજા તો "કાયપો છે......" માં જ રહેલ છે.ખરું ને ?
તો ચાલો, આ વર્ષે પતંગ,ચગવીએ,કાપીએ કે લૂંટીએ પણ... કોવિડ ની પરિસ્થિતિની ગંભીરતા સ્વયમ સમજીને....પતંગોત્સવ ઉજવીએ.