મારી આ રચનાઓ આપને પસંદ આવશે એવી આશા રાખું છું.
❤️❤️❤️❤️❤️❤️❤️🌼❤️❤️❤️❤️❤️❤️❤️❤️. ઉધાર લાગે છે
ચાંદની રાત પણ અંધકાર લાગે છે
તિમિરની વિશાળ વણજાર લાગે છે.
આંખોથી પણ નથી ઝીલાતું હવે તો
પાંપણને પણ સપનાનો ભાર લાગે છે.
હિસાબોમાં થોડોક ફેરફાર લાગે છે
સંબંધો પણ હવે તો ધરાર લાગે છે.
ચાર દીવાલોની વચ્ચે કેદ આ હ્રદય
જિંદગી પણ હવે કારાગર લાગે છે.
તરસ અંતરની બૂઝતા વાર લાગે છે
રગે રગ મહી કોઈ અંગાર લાગે છે.
કટકે કટકે ધબકાર ચૂકવાય છે ' અંજુ '
આ શ્વાસો પણ હવે ઉધાર લાગે છે.
- વેગડા અંજના એ.
❤️❤️❤️❤️❤️❤️❤️🌼🌼❤️❤️❤️❤️🌼❤️
કર્મ સાથે નિસ્બત
દર્દ ની ચોપાટ ને
દુઃખ ના સોગઠાં
કાળની આ કપરી રમત છે.
પંડે પડે એ જાણે
ભોગવે એ પિછાણે
બીજા માટે માત્ર ગમત છે.
સ્વાર્થી આ જગત
સ્વાર્થનો માનવી
આ વાતથી સૌ સહમત છે.
જાણે છે સઘળું
સમજે છે અવળું
અણસમજની આ જહમત છે.
સત્યમાં સરળતા
માનવમાં માનવતા
હજુ જીવે એ ખુદાની રહેમત છે.
કોઈ કહે ભ્રમ છે
કોઈ કહે વહેમ છે
માનો કે ન માનો એ કિસ્મત છે.
કરશે એવું ભરશે
વાવે તેવું લઢશે
કહે ' અંજુ ' કર્મ સાથે નિસ્બત છે.
- વેગડા અંજના એ.
❤️❤️❤️❤️🌼🌼🌼❤️❤️❤️❤️❤️❤️🌼🌼❤️❤️. વ્યવહારુ ખુદા
બીજાનુ હોય તો સહિયારુ લાગે છે
હોય જો પોતાનું તો મારું લાગે છે.
કરો વખાણ ખોટા થાય વાહ! વાહ!
સાચુ જો કહો તો ક્યાં સારું લાગે છે!
મળતું રહે સુખ તો પ્યારું લાગે છે
આવી પડે દુખ તો અકારું લાગે છે.
તફાવત નથી કરતો ખુદા આંસુમાં
ખુશીનું હો ગમનું હમેશાં ખારું લાગે છે.
સુખ દુઃખ પ્રેમ વ્યથા દર્દ લાગણી
સઘળું અહીં તો સુચારુ લાગે છે.
વિવિધ રસો ઉમેર્યા છે જીવન મહી
ઈશ્વર પણ થોડો વિચારું લાગે છે.
આપતો રહે છે વિસામા અંતરે
નહિ તો જીવન એકધારું લાગે છે.
ચલાવે જગત કેવી સમજણથી
જાણે કે ખુદા વ્યવહારુ લાગે છે.
જીવી જવાય જિંદગી
વાત કરવી સાવ સહેલ છે 'અંજુ '
હદ વટાવે દર્દ જ્યારે
મોત પણ રૂપાળું લાગે છે.
- વેગડા અંજના એ.
❤️❤️❤️❤️🌼🌼🌼❤️❤️❤️🌼🌼🌼🌼🌼
ખોબો ભરીને
ખોબો ભરીને સુખ મળે
ને દુઃખ ના મળે તે દરિયા.
અશ્રુઓ ના સ્ત્રોતો વહી
ને આંખના કિનારે મળ્યા.
વ્યથાના છે ઉપવન બધા
ને વિલપોના આ વન છે.
સમીર તણા સૂસવાટા
ને સંગે પર્ણો સળવળ્યા.
દૂધમાં પડે સાકર જેમ
મને મળ્યાં દરદો એમ.
થોડી ઈશ્વરની ભેટ છે
બાકી કરમો મારા ફળ્યા.
જૂજ હતી ઝંખનાઓ
સહેજ હતા સપનાઓ.
કોણ મળ્યું હશે સામે ?
પાંપણ થી પાછા વળ્યાં.
શું હજુ કંઇક ઘટતું હતું
કે મન મારું શોધતું હતું.
ઓછું હતું આટલું ' અંજુ '
તે વળી પ્રેમ માં પડ્યા.
- વેગડા અંજના એ.
❤️❤️❤️❤️🌼❤️❤️❤️❤️❤️🌼❤️❤️❤️❤️
અનમોલ સબંધ
જ્યારે જ્યારે અહં ઘવાય છે
લાગણીઓ બધીય ધોવાય છે.
એમ કશો ફરક પડતો નથી
માથે આવે ત્યારે સમજાય છે.
હરપળ રહેવું તૈયાર હવે તો
નક્કી નહિ ક્યારે શું થાય છે.
સબંધોની દીવાલો ઉપર
જ્યારે સમયનાં ઘા અથડાય છે.
અણનમ એ ભીતો મહી
અસંખ્ય તિરાડો સર્જાય છે.
રેત સરીખા ગુણ છે એના
હાથમાંથી સરકી જાય છે.
સાચવજો અનમોલને ' અંજુ '
સબંધો મુશ્કેલીથી બંધાય છે.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️🌼❤️❤️❤️🌼❤️❤️❤️🌼❤️❤️❤️❤️
શબ્દોના ઘા
શબ્દોના ઘા તો સહી પણ લઉં
પણ આ મૌન તારું સહેવાતું નથી.
હોઠ પર સ્મિત લઇને ફરતી રહું છું
એથી કંઈ આંખનું આંસુ છુપાતું નથી.
હોઠ પર આવી ને અટક્યું છે કૈંક
બોલવું કેમ કરીને કે બોલાતું નથી.
હૈયે સંઘર્યા છે રહસ્યો અપાર
અકબંધ અંતરનું ભેદ ખોલાતું નથી.
બે ડગલાંનું જ સાવ નજીવું અંતર
હોય જોજમ જાણે કે કપાતું નથી.
મન તો છે આતુર ક્યારનુંય જુઓ
એક ડગલું પણ આગળ ચલાતું નથી.
જઈ જઈને ઘણીવાર પાછી ફરી છું
તુજ દ્વાર સુધી આવી ને મળાતું નથી.
કુસુરવાર છે આ હ્રદય પ્રેમના દર્દનું
કેમ કરું સાબિત કે સબૂત જણાતું નથી.
સખત હાથ ધરી છે દરિયાફી ' અંજુ '
છતાં કેવું ચતુર આ દિલ પકડાતું નથી.
- વેગડા અંજના એ.
❤️❤️❤️🌼❤️❤️🌼❤️❤️❤️❤️🌼❤️❤️❤️❤️
ઉપરોક્ત રચનાં આપને પસંદ આવી હોય તો અભિપ્રાય જરૂરથી જણાવશો.
સહકારની અપેક્ષાસહ
આભાર
- વેગડા અંજના એ.🙏🙏🙏🙏🙏