On the edge of the eye books and stories free download online pdf in Gujarati

નયનનાં કિનારે




મનનો સંવાદ....

મારો મુજથી જ આ સંવાદ છે,
આંખો ને સપનાથી ફરિયાદ છે.

અંદર અંદર બળે છે કંઇક તો,
હ્રદય મહી લાગેલી આગ છે.

બનીને મૃગજળ કેવા હંફાવે છે,
લાગણીઓ જ મનને હરાવે છે.

નથી નડતો ધોમ ધખતો તાપ,
અધૂરા સપનાઓ સળગાવે છે.

ઘણું વરસાવ્યું દુઃખ ભરી ભરી,
અશ્રુઓ હવે નયનનાં કિનારે છે.

નાજુક નમણી એ આંખો મારી,
હવે સહનશીલતા ને આરે છે.

આશા રાખું પણ હું કોની હવે,
જીવન તો તારા જ સહારે છે.

વસવું તારે તો એ બ્રહ્માંડ મહી,
ધરતી પર રહેવાનું તો મારે છે.

સુખની ભરતી ને દુઃખની ઓટ,
સઘળું સાગર મહી સમાવે છે.

એમ સમજીને આપે છે દર્દ બધું,
આ દિલ ને તો હવે બધું ફાવે છે.
- વેેેેેેગડા અંજના એ.

********************************************


શું કરશો!

ના સમજે એને સમજાવીને શું કરશો!
પથ્થર પર પાણી નમાવીને શું કરશો!
દફન થઇ ચૂક્યું છે જે મનના કોઇ ખૂણે
ફરી ફરી એને ઉથલાવી ને શું કરશો!

જગા ન મળી હૃદય મહી એમના પછી
દિવાલ પર તસવીર સજાવીને શું કરશો!
બળી ગયું છે હૃદય મારું છેક અંદર સુધી
રાખના ઢગલા ને સળગાવીને શું કરશો!

હતા અંગત એ મારા જે દિલ દુભાવી ગયા
રહસ્ય જ રહેવા દો નામ જાણીને શું કરશો!
રાહે રહ્યા નયન અંતિમ શ્વાસ સુધી 'અંજુ'
જીવતેજીવ ના આવ્યા હવે આવી ને શું કરશો!
-વેગડા અંજના એ.

********************************************


શૂન્ય

ના કોઈ વેદના ના કોઈ લાગણીઓ,
ના કોઈ ઈચ્છા ના કોઈ માગણીઓ,

બની વરસાદ આ સઘળું વહાવી દે
ગુચવાયેલ જીવન શૂન્ય બનાવી દે.

********************************************

ભૂલી નથી

ભૂલવા મથું છું તને પણ ભૂલી નથી શકતી
સ્મરણના આ દરિયામાંથી ઉગરી નથી શકતી.

તે કરેલા વાયદા પ્રેમના તૂટી ને વિખરાયા
છતાં કોણ જાણે કેમ હું માની નથી શકતી.

છોડી અધવચ્ચે એમ જ ચાલી ગયો તું
શું હતું કારણ એ પણ જાણી નથી શકતી.

સફર એ સંગાથ ની એક આદત થઈ જાણે
તારા વિના એક ડગલું પણ ચાલી નથી શકતી.

તારા મન મંદિરમાં છબી મારી રહી નથી હવે
પણ મારા હ્રદયમાંથી હું તને કાઢી નથી શકતી.

********************************************

સ્મિત

રડતાને હસાવે એ તો કોઈ કોઈ
હસતાને રડાવે જગતની ફાવટ છે,


હાસ્ય મધુરું તારું એ હકીકત લાગે
બાકી બધું તો બસ એક બનાવટ છે


બનાવી એણે સઘળી દુનિયાં છતાં
ખૂબ જ સુંદર કુદરતની કરામત છે,


સોળ શૃંગાર પણ અહીં વ્યર્થ લાગે
તારું સ્મિત એ ચહેરાની સજાવટ છે.

********************************************. વરસાદ

બની તો જો તું વરસાદ તો હું વાદળ બની જાઉ

નયન રૂપાળા જો બને તું હું કાજળ બની જાઉં,


સદા મળતો રહે સંગાથ તારો એ અભિલાશાથી

તું શબ્દો બની પથરાય તો હું કાગળ બની જાઉં.

********************************************

છેલ્લો શ્વાસ

બની પડછાયો સંગ રહેતો સમી સાંજ સુધી
આકૃતિ બની ઘોળાયો તું સપનાની રાત સુધી,


હોય સબંધ આપનો ભલે વાતથી વાત સુધી,
તુજ મિલનની આશ મુજ છેલ્લાં શ્વાસ સુધી.

********************************************

વ્યથા

આશા વિનાની સવાર ને સપનાં વિનાની રાત થાય,
દર્દની થાય રંગોળી અને વ્યથાની પણ ભાત થાય.

*******************************************

સ્મરણ

ક્ષણે ક્ષણે હું સ્મરું તને સઘળું સુખ પામવા માટે,
અધીરો બન્યો છે તું મને બધુંય દુઃખ આપવા માટે.

*********************************************

ક્ષણ

વરસો તો વિતાવી દઉં પણ એક ક્ષણ નથી જીરવાતી..

લંબાઈ આ સ્મરણની કોઈ કાળમાં નથી માપાતી.

*********************************************

તરસ

મૌન સાગર સમ ઊંડાણ તારી આંખોનું
શું કહું તરતાઓને પણ ડૂબાવી જાય છે,


ભર ઉનાળે નિહાળું જો એને.. કસમથી
અંતરની સઘળી તરસ મિટાવી જાય છે.


વેગડા અંજના એ.

********************************************










બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED