રાખજે હાથ હર હમેંશ તારો મારા શિરે
હે પરવરદિગાર,
જગતનાં સર્વ દુઃખોમાંથી ઊગરવાનો
મને આરો મળે.
ક્યાં ખબર હતી!
મુઠ્ઠીભર સ્વપ્નો લઈને શણગારી તી આંખો
થઈ અશ્રુઓ વેરાઈ જવાના ક્યાં ખબર હતી.
કર્યા હતા વાયદાઓ સંગે સંગે ચાલવાના
એમ રસ્તાઓ ફંટાઈ જવાના ક્યાં ખબર હતી.
સિંચ્યો હતો બાગ સ્નેહના ઝરણાઓ થકી
પાંગરેલા પુષ્પો મૂર્જાઈ જવાના ક્યાં ખબર હતી.
સળેકડા સ્નેહના કરી ભેગા ગૂંથેલા એ માળા
માત્ર એક ફૂંકથી વિખરાઈ જવાના ક્યાં ખબર હતી.
પ્રેમના હસ્તાક્ષરો ને સગપણનો એ દસ્તાવેજ
વરસોનાં સબંધો ભૂસાઈ જવાના ક્યાં ખબર હતી.
ચીતરી દીધું જીવન સઘળું ' અંજુ ' તુજ સમ
એ જ નજરમાં ખોટા અંકાઈ જવાના ક્યાં ખબર હતી.
- વેગડા અંજના એ.
મનનો સંવાદ....
મારો મુજથી જ આ સંવાદ છે,
આંખો ને સપનાથી ફરિયાદ છે.
અંદર અંદર બળે છે કંઇક તો,
હ્રદય મહી લાગેલી આગ છે.
બનીને મૃગજળ કેવા હંફાવે છે,
લાગણીઓ જ મનને હરાવે છે.
નથી નડતો ધોમ ધખતો તાપ,
અધૂરા સપનાઓ સળગાવે છે.
ઘણું વરસાવ્યું દુઃખ ભરી ભરી,
અશ્રુઓ હવે નયનનાં કિનારે છે.
નાજુક નમણી એ આંખો મારી,
હવે સહનશીલતા ને આરે છે.
આશા રાખું પણ હું કોની હવે,
જીવન તો તારા જ સહારે છે.
વસવું તારે તો એ બ્રહ્માંડ મહી,
ધરતી પર રહેવાનું તો મારે છે.
સુખની ભરતી ને દુઃખની ઓટ,
સઘળું સાગર મહી સમાવે છે.
એમ સમજીને આપે છે દર્દ બધું,
આ દિલ ને તો હવે બધું ફાવે છે.
- વેગડા અંજના એ.
નયનો પાથર્યા છે તારી રાહમાં ને,
દિલ તને મળવા આતુર છે.
વર્ષો વીત્યાં તને જોયાં ને,
હવે એક મુલાકાતની જરૂર છે.
આમ તો જોવ છું અવારનવાર,
છતાં લાગે છે તું દૂર છે.
મન ઝંખે છે તારા મિલન કાજ,
હવે એક મુલાકાતની જરૂર છે.
યાદ તારી ને વાત તારી,
સપનાઓના ઉમટ્યા પૂર છે.
અનુભવું છું તારી ગેરહાજરી,
હવે એક મુલાકાતની જરૂર છે.
@njana Vegda(sweetu)
વિચલીત જોઈ મને,
મનમાં ને મનમાં મલકાયા કરે છે.
અશ્રુઓ રૂપી ભેટ તારી,
નયનો મારા છુપાવ્યા કરે છે.
શું જગતના દરેક માનવની આ જ દશા હોય છે, ભગવન?
કે પછી....માત્ર "અંજુ" ની જ કિસ્મત આજમાવ્યા કરે છે. @nju (sweetu)
. પ્રેમ
વાત કરું જો પ્રેમની દરેકના હૈયાં હરખાય છે,
પણ આ તો પ્રેમ એમ સરળતાથી ક્યાં થાય છે.
કહેવાય છે પ્રેમનાં નયનો ક્યારેય છુપાતા નથી,
કિન્તુ એ નયનોમાં જ પ્રેમનો દર્દ પણ સમાય છે.
ખરેખર પ્રેમનું બીજું નામ જુદાઈ સંભળાય છે,
ઈશ્ક, મહોબ્બત આ તો માત્ર પ્રેમનાં પર્યાય છે.
પ્રેમમાં પડ્યા ની સજા આ દુનિયા આપે જ છે,
હોય ભૂલ માફ પણ થાય, આ તો ગુનો કહેવાય છે.
@njana Vegda(sweetu)
વરસ્યો તું મેહુલા મન મૂકીને આજ
ઘણાં દિવસે ખુશીનું કારણ મળી ગયું
તુજમાં એમ તરબતર થઈને જ મને
મારી ઉદાસીનું એક નિવારણ મળી ગયું.
-ANJANA VEGDA