લાગણીના વહેણ - શબ્દ સરિતાં anjana Vegda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીના વહેણ - શબ્દ સરિતાં


મારી રચનાં અહી રજૂ કરું છું. આશા રાખું છું કે આ મારી રચનાં આપને પસંદ આવશે.

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


શબ્દોનો વેપાર

લખવું છે કંઈક તારા વિશે પણ
શું લખું ને શું ન લખું વિચાર કરું છું.

લાગણીઓ છે આ બધી મારી
એવું નથી કે શબ્દોનો વેપાર કરું છુ.

આદત સમજો કે કુટેવ મારી
એ એક જ ભૂલ વારંવાર કરું છું.

હથિયાર તો બીજું શું હોઈ શકે!
કાગળ પર કલમથી વાર કરું છું.

પ્રેમ વાંચું છું ને પ્રેમ લખું છું
એવો જ સઘળો વ્યવહાર કરું છું.

દરેક રોગની દવા પ્રેમ હોઈ ' અંજુ '
પ્રેમ થી જ સર્વનો ઉપચાર કરું છું.
. - વેગડા અંજના એ.


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

માણસ બનાવી દે

ના કોઈ વેદના
ના કોઈ લાગણીઓ
ના કોઈ ઈચ્છા
ના કોઈ માગણીઓ

બની ને વરસાદ
આ સઘળું વહાવી દે.
ગુંચવાયેલ જીવન
તું શૂન્ય બનાવી દે.

ના આશા સુખની
ના દુ: ની વ્યથા રહે
નિશ્ચલ નિર્મળ
મન મારું સદા રહે.

રચ્યાં પ્ચ્યાં છીએ
આ સ્વાર્થની દુનિયામાં
ભટકેલા પથિકને
સાચી દિશા બતાવી દે.

અડાબીડ કપટ ની
આ છાવણી લોપાવી દે
આતમ ને મારા
નિર્દોષતાથી ઓપાવી દે.

અરજી એક મારી
પ્રભુ તું હૈયે લખી લે
માગે એટલું ' અંજુ '
માણસને માણસ બનાવી દે.
- વેગડા અંજના એ.


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

પથ્થર

હું તને ન સમજી શકી
તું મને સમજવામાં નિષ્ફળ રહ્યો,
કોણ કોને મનાવશે?
રાહ જોવામાં સમય જતો રહ્યો.

મેં હાથ લાંબો કર્યો ને
તું બસ અજાણ બની જોતો રહ્યો.
મેળાપ થયો અધગાળે
સંયોગ પણ કોણ જાણે કેવો થયો.

વેધક એ દ્રષ્ટિપાત
તારો કાળજુ મારું કંપાવી ગયો,
એક જ પળમાં તું જાણે
જગતનો વ્યવહાર સમજાવી ગયો.

નથી અફસોસ એ વાતનો
નફરતની સોગાત આપી ગયો,
સાવ કોરો નથી ગયો તું
ચાલો... કંઈક તો આપી ગયો.

ન કઈ જમાં ન કઈ ઉધાર
તું તો ખરો વ્યાપારી બની ગયો,
ના સરવાળો ના બાદબાકી
સઘળો હિસાબ ચોખ્ખો કરી ગયો.

હવે શું નફો ને શું ખોટ!
મને જ મારી કિંમત બતાવી ગયો,
ખરા દિલથી આભારી છે ' અંજુ '
આ મીણ ને તું પથ્થર બનાવી ગયો.
- વેગડા અંજના એ.


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

પ્રેમપત્ર

ભીની લાગણીઓથી તરબોળ
એ કાગળ શું હાથ લાગી આવ્યા,


કે...ફરી એકવાર આજે તારા
સ્મરણોના ઘા હૈયે વાગી આવ્યા.


કરી મથામણો હજાર ભૂલવા
પ્રયત્નો પણ કર્યા ઘણાં કિન્તુ


વર્ષોથી બંધ તિજોરીમાંથી
સઘળાં પ્રેમપત્રો મળી આવ્યા.

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

અશ્રુઓ
તુજને નિહાળવા આતુર આ નજર
સામે હોવા છતાં તને નિહાળી શકી નહિ.

અફસોસ એ વાતનો પણ રહ્યો મને
સ્વપ્ન હતું એ કે હકીકત જાણી શકી નહીં.

એક માત્ર ભ્રમ હતો થઈ ખાતરી
તો પણ આ વ્યથિત મનને મનાવી શકી નહીં.

કર્યા લાખ પ્રયત્નો સઘળાં ફોક થયાં
કેમેય કરીને પણ હું એને સમજાવી શકી નહીં.

જરા પગરવ થાય ત્યાં ચાલ્યું જાય
ભટકતાં મારા મનને હું પાછું વાળી શકી નહીં.

જે ગયાં એને તો વિસરવા જ રહ્યા ' અંજુ '
બધું જાણવા છતાં અશ્રુઓ ખાળી શકી નહિ.
- વેગડા અંજના એ.

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

લાગણી

( ઈશ્વર સાથે વાત )


વિચારું છું કે કરી જે પણ

ઈચ્છા કેમ કદી ફળી નહિ હોય

નિર્મળ હ્રદયપુષ્પ થકી મેં

શું આરદા તારી કરી નહિ હોય.


સેંકડો બનાવ્યા માનવદેહ

સંખ્યા પણ તે ગણી નહિ હોય

કદાચ શક્ય હોઈ મુજ પર

એક નજર તારી પડી નહિ હોય.


ખૂબ જ સુંદર કંડારી છે તે

મુજ મૂર્તિ કાયાની હે! ઈશ્વર

કસર બસ એક રહી હોય

દિલમાં નિર્દોષતા જડી નહિ હોય.


માગ્યું જે એ વ્યાજબી છે

ઝંખના મારી આંધળી નહિ હોય

ખાતરી એટલી કે તારા હાથ

બહારની કોઈ માગણી નહિ હોય.


તો પછી શું કારણ હોઈ શકે

કે દૂઆં મારી પાછી ફરી નહિ હોય

એવી તો કંઇ ક્ષણ હશે કે

હું તુજ સમક્ષ કરગરી નહિ હોય.


બને કે મેં લખેલી એ બધી

અરજી કદાચ તુજને મળી નહિ હોય

આખરી શક્યતા એ ' અંજુ '

કે મારા પ્રતિ તને લાગણી નહિ હોય.

- વેગડા અંજના એ.


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

નજર

નજરથી નજર મળતાં જ નજર મળી ગઈ
નયન થી હ્રદય સુધીની એ સફર કરી ગઈ
દુઆં દવા વૈદ હકીમ બધું ગયું અફળ ' અંજુ '
બસ એક નજર પ્રેમભરી અસર કરી ગઈ
- વેગડા અંજના એ.

મારી ઉપરોક્ત કવિતાઓ આપને કેવી લાગી જરૂરથી જણાવશો.

આપના સહકારની અપેક્ષાસહ

આભાર🙏🙏🙏

વેગડા અંજના એ.