Dear yakshita
2020 તો જાણે શાંત સરિતા બની વહેતુ આવ્યું ને તોફાનનો દરિયો બનીને જાણે ગયું. સાથે કઈ કેટલુંય શીખવી ગયું. રૂપિયાની પાછળ દોડ મૂકી પરિવારને સમય ન આપી શકતા માણસો માટે તો કોરોના એક સુનહરી તક લઈને આવ્યું એમ કહી શકાય. ભલ ભલા વર્કોહોલિકોને ઘર ભેગા કરી દીધા. હવે ઘરમાં બેસીને પણ એમણે કામ જ કરે રાખ્યું હશે કે પરિવાર સાથે બેસી હસી મજાક કરી જિંદગીની અમૂલ્ય ક્ષણો જીવી હશે એતો હવે એવો જ જાણે..!! હાહાહા...
કોરોના જેવી ઘાતક બીમારી વચ્ચે માનવ જગતને જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર હવે સારી રીતે સમજાયું હશે.
હવે તારી જ વાત કરું તો તારું આ વર્ષ ખરેખર જોરદાર રહ્યું. ભલે થોડા દિવસો માટે સહી પણ તે જોબ કરી જે સપનું તું બાળપણથી જોતી આવી હતી. એ સપનાની થોડી ક્ષણો તું વાસ્તવમાં જીવી એનો તને સંતોષ હશે જ. પછી તો લોકડાઉન ને કારણે ઘર ભેગા..!! પણ હા,, ઘરે રહીને ય હવે નવરા બેઠા બેઠા ક્યાં ફાવે..?!..અને તને તો પલાંઠી વાળી એક જગ્યા શાંતિથી બેસતાં જ ક્યાં આવડે ? અને ચાલુ થઈ ગયા હશે તારા નવા નવા અખતરાઓ. એનો ભોગ કોણ બન્યું હશે એતો હવે સિક્રેટ જ રાખીએ તો સારું...હાહાહા... બરાબર ને.
કલમને તો તે દોડાવ્યે જ રાખી છેે. મનમાં આવે એ લખીએ જવાનું. ને બીજું એક,,ઊંઘયે જ જવાનું. તારે બીજા કામ પણ ક્યાં હોય ?
આ વર્ષમાં સાચા સંબંધોની પરખ સારી રીતે થઈ હશે તને. વિકટમાં વિકટ પરિસ્થિતિનો સામનો હસતા હસતા પણ કરી શકાય એ તો તું ખરેખરું આ વર્ષમાં શીખી જ છે. અને માણસના આંતરિક અને બાહ્ય સ્વભાવની ઓળખ તને હજુય ના થઈ હોય તો જ નવાઈ !
તું સારી રીતે જાણે છે અન્ય પાસે રાખેલ આશા કદાચ તમને નિરાશા તરફ લઈ જઈ શકે, જ્યારે પોતાની જાત પર રાખેલ આશા, વિશ્વાસ તમને જિંદગીની નવી રાહ પર લઈ જશે. એ રાહમાં તમને બધું જ મળી શકે ખુશી-ઉદાસી, સફળતા-નિષ્ફળતા, સુખ-દુઃખ નક્કી તમારે પોતે કરવાનું હોય છે, તમારે શું છોડી દેવાનું છે ?? અને શું આગળ લઈને વધવાનું છે ?? બસ,, 2020 નું વર્ષ કૈક આવું જ રહ્યું. તારા માટે જ નહીં સૌના માટે. હવે કોણે સાથે શું લીધું અને શું નહિ એતો ખબર નહિ. પણ તે શું લીધું એ હું અને તું આપણે બંને સારી રીતે જાણીએ છીએ. પર્સનલ કોન્ટેકટ જો છે બંને વચ્ચે.
ઇન શોર્ટ...આ વર્ષમાં તે જેટલું ગુમાવ્યું એનાથી ડબલ નહિ ટ્રિપલ તો ઉપરવાળાએ આપ્યું. એ પણ 2020 માં..!!! નવા મિત્રો,,નવી ઉપલબ્ધીઓ, નવા વિચાર, નવા રસ્તાઓ કઇ કેટલુંય...અને સૌથી ખાસ સ્વયંને ઓળખવાનો અવસર મળ્યો તને. બીજું બધું બાજુ પર રાખી પોતાની જાતને અખુટ પ્રેમ કરવાનું કારણ મળ્યું,,એય લેખન થકી...!! તારું ગમતું પ્રિય કામ કહી શકાય. જેના દ્વારા તું ખુદમાં પરિવર્તન લાવી સકી છે. તારા ગમતા કામની તું ઓળખ કરી શકી જે આ વર્ષને આભારી રહ્યું.
સો,,તારે તો બિન્દાસ કહેવું જોઈએ..."મારુ 2020 અફલાતૂન ને શાનદાર રહ્યું..!! આ સાથે જ 2020 ને હેપ્પીલી બાય બાય..!!" હવે આ કહેતી વખતે તું "લોગ કયા કહેંગે" એ નહિ વિચારે એટલી તો તું સમજુ છે. એટલે વધારે કઈ નહિ કહું.
અને હા,, એક વાત ખાસ; પરિસ્થિતિ ગમે તે હોય પણ આમ જ હંમેશા ખુશ રહેવું હોય તો "ખુશીઓનું સરનામું" બનજે. તારી પાસે આવનાર ન આવનાર દરેકને તારાથી બનતી ખુશીઓ આપજે. સ્નેહ સંવેદના જેવી લાગણીઓનો પ્રવાહ અવિરત વહેતો રાખજે. બસ આટલું કરીશ ને તો કોઈની તાકાત નથી કે તને દુઃખી કરી શકે.
જીવનમાં ક્યારેય નેગેટિવિટી નહિ આવવી જોઈએ. એના માટે મન અને તનની શક્તિ મજબૂત રાખજે. અને હોઠો પર હરદમ એક ખીલખીલાતી મુસ્કાન રાખજે."
આ સાથે તારું અને તારા વાચક મિત્રો સૌનું આવનારું 2021 નું વર્ષ પણ અતિ શાનદાર બની રહે અને વિકટ પરિસ્થિતિ આવી પડે તો એનેય મારી મચડીને ભગાડી દઈ ભરપૂર આનંદ ઉત્સાહ અને ખુશીથી જીવન જીવી શકો અને બીજાની જિંદગીમાં પણ ખુશીઓ વેરી શકો એવી આશા સાથે 2021 ના વર્ષની જ નહીં પણ આવનારા દરેક વર્ષ માટે અનેક અનેક શુભકામનાઓ.
✍યક્ષિતા પટેલ
@@@@@@@@@@@@@@@@@
આપ સૌનું 2020 નું વર્ષ કેવું રહ્યું હું નથી જાણતી પણ આવનારા દરેક વર્ષો ખૂબ જ સરસ અને સુંદર રહે એવી મારા વતી શુભેચ્છાઓ💐
ધન્યવાદ🙏
©"યક્ષિતા પટેલ