મનોમંથન Yakshita Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

મનોમંથન



નમસ્કાર મિત્રો,
મારી પ્રથમ રચના "સ્વાનુભવ" , દ્વિતીય રચના "શુભારંભ" , તૃતીય રચના નારીશક્તિ અને ત્યારપછી આવેલ "મનનું ખેડાણ"ને આપ સૌ તરફથી ખૂબ ખૂબ સારો પ્રતિસદ મળ્યો એ બદલ હું આપ સૌની આભારી છુ. આપ સૌની પ્રેરણા થકી જ મને આગળ વધુ સારું લખવાની પ્રેરણા મળી છે. તમારો કિંમતી સમય સાથે રેટિંગ આપી પ્રોત્સાહિત કરતા રિવ્યૂ આપવા બદલ સૌનો ખુબ ખુબ આભાર તેમજ મારી ભૂલો બતાવનારને ખાસ કહીશ કે .. "Thank You So Much".



THANK YOU
✍યક્ષિતા પટેલ





શીખો


પુષ્પ સમ સુવાસ ચારેઓર પ્રસરાવતા શીખો,
કાંટા સાથે રહીને પણ સદાય હસતા રહેતા શીખો..

પંખી સમ મનની પાંખો ફેલાવી ઉડતા શીખો,
એકએક તણખલા ભેગા કરી પ્રેમથી ઘર બનાવતા શીખો.

સૂર્ય સમ પ્રકાશ ચારેઓર ફેલાવતા ધીખો,
પોતે તપીને ય અન્યનું જીવન પ્રકાશિત કરતા શીખો..

ધરા સમ સહનશીલતાના ગુણો શીખો,
ઘા અનેક સહન કરી જગને કાજ ધાન્ય ઉપજાવતા શીખો..

સૈનિક સમ માતૃભૂમિ કાજ લડતા શીખો,
પરિવારથી દૂર રહી પોતાની ફરજ અદા કરતા શીખો..



#############################


મનના સવાલ..



દુઃખો આવી પડતા,. કરે તું ઈશ્વરને ફરિયાદ
સુખોની ક્ષણોમાં શું કર્યા તે એમને યાદ..??

આપ્યું સઘળું,..તોય ન માણી શક્યો તું આનંદ
તો શાને કરે છે..?? હવે તું ફરી ફરી આક્રંદ..

સુંદર રમણીય પ્રકૃતિની ગોદમાં તું ખૂબ રમ્યો,.
હવે એ જ પ્રકૃતિને બગાડવા શાને મંડી પડ્યો??

આપી શીતળ છાયા ફળ ફૂલ ને ઔષધ અનેક..
પ્રહાર કરતા એના પર લજવે ન તારું મનેક..??

જરૂર પડી જ્યારે જ્યારે ઘૂંટણિયે પડ્યો તું ત્યારે ત્યારે,..
માણ્યું જે સુખ..આભાર કાજ ચરણે તું ક્યારેય પડ્યો??



#############################


ઉંઘણશી



ચારેઓર નીરવ શાંતિ એકાંતભરી એ રાત..
ચાંદનીના ઉજાસ..ટમટમતા તારલાથી ભર્યું આભ..

લેખન વાંચનના શોખથી એકલી એ જાગતી,.
બારીએ બેઠી અવિરત આભને એ રહેતી તાકતી..

દિનભરના દોડધામથી થાકી દુનિયા હતી ઊંઘતી,.
વાંચનપ્રેમી વ્યક્તિ હાથમાં પુસ્તક લઈ હતી બેઠી..

ખુલ્લી આંખે કલ્પનાની દુનિયામાં હતી વિહરતી,.
વિચારમાળાના મોતીઓને શબ્દોથી એ શણગારતી..

કાગળ અને કલમ એની અવિરત દોડયે જતી,.
સુંદર અને મનોરમ્ય સર્જન એ કર્યે હતી જતી..

બેઠા બેઠા આમજ એ ઘસઘસાટ ઊંઘી જાતી,.
આનંદ ને સુકુનની ચમક ચેહરા પર પ્રસરી આવતી..

પરવાહ કર્યા વિના લોકોની મોડે સુધી પોઢી રહેતી,.
યક્ષી કહે છે,.તેથી જ કદાચ એ ઉંઘણશી કહેવાતી..



#############################



આભની વ્યથા



આકરા તાપમાં તપી જ્યારે ધરા હતી ઘવાતી,
વેદના જોઈ ત્યારે,.આભની અકળામણ હતી વધતી..

શાતા આપી એની સાદગીને સુશોભિત હતી કરવી,
તેથીજ હળવા ફોરાં સાથે એના સ્નેહની વર્ષા હતી થતી..

માનવીની નિર્દયતા જ્યારે ધરા પર હતી વધતીજતી,
દુકાળ કે અતિવૃષ્ટિ સ્વરૂપે આભની વ્યથા ત્યારે ઠલવાતી..




##################$#########



જીવી શકાય



પરિસ્થિતિથી ભગાય નહિ,
દ્રઢ મનોબળ રાખી એનો સામનો કરાય..

સમસ્યાઓથી હરાય નહિ,
શાંત ચિત્ત રાખી એના સમાધાન શોધાય..

એકલતાથી ઉદાસ થવાય નહિ,
ક્ષણેક્ષણના સદુપયોગ થકી આનંદ કરી લેવાય

ખરાબ સમયથી થાકી હારી બેસાય નહિ,
ધીરજ અને કુનેહ દાખવી સમય બદલી દેવાય..

સ્વમાન કદી નેવે મુકાય નહિ,
જરૂર પડે તો ક્યારેક ખુદની સાથ જ લડી લેવાય..

મોટેરા સામે ઊંચા સાદે બોલાય નહિ,
વિનમ્રતા પૂર્વક પોતાનો મત જણાવી દેવાય..

નાનેરાને વહાલ દેવાનું વિસરાય નહિ,
ભલે રોજિંદા કામોમાં થોડો વિલંબ ચલાવી લેવાય.

સહનશીલતાની મુરત હંમેશ બની રહેવાય નહિ,
ક્યારેય સ્વમાનભેર જીવી લેવાય..

અન્યાય કદી પણ ચલાવી લેવાય નહિ,
લાખ પ્રયત્નો જાય નિષ્ફળ તોયે લડી જ લેવાય..

અનીતિના માર્ગે કદી જવાય નહિ,
સાદગી સંયમથી પણ જીવન જીવી શકાય...




#############################




મિત્રો .. મારી આ રચનાઓ તમને ગમી કે નહિ એ તમારા અમુલ્ય પ્રતિભાવ આપી જરૂરથી જણાવજો અને મારી ભૂલો બતાવવાનું ચુક્સો નહીં.

✍યક્ષિતા પટેલ


THANK YOU SO MUCH 🙏