Shubharambh books and stories free download online pdf in Gujarati

શુભારંભ

નમસ્કાર મિત્રો,
મારી પ્રથમ રચના "સ્વાનુભવ" ને તમારો કિંમતી સમય સાથે રેટિંગ આપી પ્રોત્સાહિત કરતા રિવ્યૂ આપવા બદલ સૌનો ખુબ ખુબ આભાર તેમજ આગળ જતા હું એક ની એક ભૂલો વારંવાર ના કરું અને વધુ સારું લખી સકું એ માટે મારી ભૂલો બતાવનારને ખાસ કહીશ કે .. "Thank You So Much".

THANK YOU
✍યક્ષિતા પટેલ



શરૂઆત કર


બહુ વેઠ્યા કષ્ટો જિંદગીની ધાર પર બસ હવે નવી શરૂઆત કર..
જિંદગીની દરેક પળ છે કિંમતી તું બસ એનો સદુપયોગ તો કર..


બહુ વાંચ્યા શેર-શાયરીઓ બસ હવે નવી શરૂઆત કર..
સરેઆમ થશે દર્દની વાહવાહ તું બસ લખવાની શરૂઆત તો કર..


બહુ વાંચી નવલકથાઓ હવે એનો ભાવાર્થ સમજી સારાંશ તો કર..
લખાઈ જશે પ્રેરણાદાયી લેખો તું બસ કલમ કાગળ પર દોડાવાની હિમ્મત તો કર..


બહુ આપી કસોટીઓ કપરા સમય તણી હવે નવી શરૂઆત કર..
રાહ જુવે છે સમય પણ તને આપવાને ખુશીઓ તું બસ સમય તરફ ધ્યાન તો ધર..


બહુ જીરવ્યો ભૂતકાળ હવે વર્તમાનને માણી સુંદર ભવિષ્યની કલ્પના તો કર..
જિંદગીની દરેક પળ છે સુંદર બસ તું એક મુસ્કાન સાથે નવી શરૂઆત તો કર..



*************************************

હોતાંજ નથી

નાની નાની વાતે એ અમસ્તા ગુસ્સે થતા નથી,
જે થાય છે એ શાંત સ્વભાવના માનવી હોતા જ નથી..

મુશ્કેલીઓ આવી પડતા એ નાસીપાસ થતા નથી,
જે થાય છે એ મક્કમ મનના માનવી હોતા જ નથી..

વીતી ગઈ જે કાલ એ ગઈ કાલ પર એ રડતા નથી,
જે રડતા રહે છે એ પોતાની આજ પણ જીવી સકતા જ નથી..

સંપૂર્ણ વિશ્વાસ મુક્યા બાદ એ મનમાં વહેમની જગ્યા રાખતા નથી,
જે રાખે છે છે એ સંબંધોને નિભાવી સકતા જ નથી ..

ગંભીર સમય ટાણે એ મજાક મસ્તી કદી કરતા નથી,
જે કરે છે એ સમયની ગંભીરતા સમજી સકતા જ નથી..

મળ્યા છે જે સાચા સંબંધ એને એ કદી ખોતા નથી,
જે ખોઈ દે છે એ સાચા સંબંધનું મૂલ્ય જાણતા જ નથી..

મૌન રહેવાના ટાણે એ કશું પણ બોલતા નથી,
જે બોલે છે એ ખામોશીનું મહત્વ સમજી સકતા જ નથી ..

લાગણીશીલ હોય જે પોતે એ અન્યની લાગણી દુભાવતા નથી,
જે દુભવે છે એ લાગણીશીલ માનવી હોતાં જ નથી..

નિર્મળ હોય જે મનથી એ બીજાનું કદી ખરાબ ઇચ્છતા નથી,
જે ઈચ્છે છે એ નિર્મળ મનના માનવી હોતાં જ નથી..

ખુશામત - વખાણનો ભેદ એ કદી પણ ભૂલતા નથી,
જે ભૂલે છે એ ઉંચા ગજાના માનવી હોતા જ નથી..

સફળતા મેળવવા એ ઉતાવળિયા કદમ કદી ઉઠાવતા નથી,
જે ઉઠાવે છે એ સફળતાની ચાવી શું એ જ જાણી સકતા નથી..



***************************************

કોઈ આવીને..

કોઈ આવીને તોડી જાય
એટલો નિર્બળ નથી મારો વિશ્વાસ
જિંદગીની કપરી કસોટીઓ પાર કરી મેળવેલ છે આ આત્મવિશ્વાસ..

કોઈ આવીને ડરાવી જાય
એટલો પણ નથી મને ડરનો એહસાસ
અતિ બિહામણી ઘટનાઓ જોઈ મેળવેલ છે આ નીડરતાનો લિબાસ..

કોઈ આવીને કપાવી જાય
એટલા કાચા નથી મારા સંબંધોનો ઇતિહાસ
સચ્ચાઈ ને ઇમાનદારીના તાંતણે બાંધેલ છે એને મારા હાથે સાથ..

કોઈ આવીને છોડાવી જાય
એટલા ઢીલા નથી મારી લાગણીઓના તાર
ઘણુંબધું જતું કરીને વસાવેલ છે એને હૃદયસ્થાને બેતાજ..

કોઈ આવીને સંભળાવી જાય
એટલા પણ સ્થૂળ નથી મારા આ વિચાર
આધુનિક અને પરંપરાગત નું સંમિશ્રણ છે મારા સદ્ વિચાર..

કોઈ આવીને તપાવી જાય
એટલો પણ કમજોર નથી મારો શાંત સ્વભાવ
અંગાર પથ પર ચાલીને કરેલ છે મેં શાંત રહેવાના રિયાઝ ..

કોઈ આવીને હચમચાવી જાય
એટલું પણ બોદું નથી મારુ સ્વાભિમાન
સ્વમહેનત અને લગનથી બનાવેલ છે મેં મારુ સંવિધાન..

કોઈ આવીને છકાવી જાય
એટલો પણ નથી મને સફળતાનો નશો
કપરા પગથીયાઓ ચડી ચડી મેળવેલ છે આ ખિતાબ..





**************************************



મિત્રો .. મારી આ રચના તમને ગમી કે નહિ એ તમારા અમુલ્ય પ્રતિભાવ આપી જરૂરથી જણાવજો અને મારી ભૂલો બતાવવાનું ચુક્સો નહીં.

THANK YOU🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED