પ્રકૃત Yakshita Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રકૃત



સતત ચાલતા રહેવાને કારણે તે થાક્યો હતો. તરસથી વ્યાકુળ થતો જળની તલાશમાં તે બસ ચાલ્યે જ જતો હતો. છેવટે તેની આશા ફળી; ને એક સુંદર ખળખળ વહેતુ નિર્મળ જળ વ્હાવતું એક ઝરણું એને મળ્યું. કઈક કિંમતી વસ્તુ મળી ગઈ હોય એમ તેના ચહેરા પર હલકી હસી આવી. તે આગળ વધ્યો. ઝરણાની સમીપ જઈ ઉભડક પગે બેસી તે સહેજ વાંકો વળ્યો. પેહલા બંને હાથ ધોઈ તે ખોબલે ખોબલે પોતાની તૃષા છીપાવવા લાગ્યો. પછી સંતૃપ્તિનો ઓડકાર લેતા તેણે શીતળ જળની બુંદોનો ચેહરા પર છંટકાવ કર્યો. આમ કરવાથી તેને ઘણી તાજગી મહેસુસ થઈ ને જાણે સઘળો થાક ચપટીમાં વિલીન થઈ ગયો.

આ તેનો લગભગ નિત્યક્રમ હતો. જ્યારે સમય મળે ત્યારે તે કુદરતનું સાનિધ્ય માણવા નીકળી પડતો; અને ત્યારે સમય પણ જાણે ક્યાં વહી જતો એની ખબર શુદ્ધા તેને ન રહેતી. તે ખૂબ એટલે ખૂબ જ પ્રકૃતિ પ્રેમી હતો. વનો, નદીઓ, પહાડો, ઝરણાં, દરિયા, બાગ બગીચાઓ, પશુ પંખી વગેરે પ્રત્યે તેને અસીમ લગાવ હતો. જાણે કોઈક અજબ ગઠ બંધન હતું આ સૌની સાથે.

પ્રકૃતિ તેના જીવનનો એક અભિન્ન ભાગ હતો. તેના વિના તેને અધૂરપ મહેસુસ થતી. તેના જીવનની દરેક ઊંઘડતી દિશાઓમાં પ્રકૃતિ રહસ્યમય રીતે વણાયેલી રહી હતી.

આજે પણ તે પોતાનું બુલેટ લઈ નીકળી પડ્યો હતો. કુદરતની કુમાશ દર્શાવતા હારબંધ ઘેઘુર વડલાઓ, પીપળાઓ, દેવદાર, તીડ, વાંસ, નીલગીરી જેવા વૃક્ષો, એ વૃક્ષો પર પોતાનો અબાધિત અધિકાર હોય એમ એને વીંટળાઈ રહેતી જાતભાતની અવનવી સુંદર ને મદહોશક સુરભી પ્રસરાવતા નયનરમ્ય કુસુમો, તથા એ વ્રુક્ષની છત્રછાયા હેઠળ ઉગતા, ખીલતા, ઉછરતા નાના મોટા છોડવાઓની ઝાંખી થતાં જ તેણે બુલેટ સાઈડમાં સલામત જગ્યાએ પાર્ક કર્યું ને નીકળી પડ્યો કુદરતનો આ સાવ નિઃશુલ્ક ને વિનામૂલ્યે મળતો આસ્વાદ માણવા.

કુદરતને પોતાના આંખના કેમેરામાં કેદ કરતો તે આગળ વધતો રહ્યો. ત્યાં જ દૂરથી તેણે જોયું કે, ઝરણાથી થોડે દુર પથ્થરોના ઢોળાવ પાસે ઝાડવાઓની છાયામાં ચાર થી પાંચ લોકો બેઠા હતા. તેના ડગલાં આગળ વધતા જ હતા. ત્યાં જ તેના મને તેને વારતા કહ્યું, "નહીં પ્રકૃત...આમ નહીં ! કંઈક ખોટું થવાના ભણકારા વર્તાય છે. જરા સંભાળીને.." ને આ સાથે જ તે યુવાન એટલે કે પ્રકૃત અટકી ગયો. કંઈક વિચારીને છેવટે તેણે ઝાડવાઓની ઓથે આગળ જવાનું નક્કી કર્યું. એ લોકોને ખબર ન પડે એ રીતે...

થોડે આગળ જતાં એને સમજાયું કે, એ લોકો પાંચ જણા હતા. જેમાં ત્રણ ચાલીસની આસપાસના અને બે ત્રિસીના યુવાન જણાતા હતા. વધુ ધ્યાનથી જોતાં ખબર પડી કે એ લોકો અલગ અલગ બિયર વહીસ્કી ને દારૂની બોટલો તથા અમુક નાસ્તાઓ લઈ બેઠા હતા ને જાણે કોઈ મોટી ઉજાણી કરી રહ્યા હતા. સાથે કોઈક ખાસ બાબતની ચર્ચા કરતા જણાયા.

પ્રકૃતે એ ઉભો ત્યાંથી વાતો સાંભળવાની કોશિશ કરી પરંતુ અવાજ એટલા ધીમા હતા કે આ શાંત વાતાવરણમાં પણ ન સંભળાય રહ્યા હતા. છેવટે તેણે થોડું વધુ નજીક જવાનું વિચાર્યું. પગની આહટ પણ ન સંભળાય એ રીતે તેણે લપાતા છુપાતા કદમ આગળ વધાર્યા. ને કાન સરવા કર્યા.

"અબ્દુલ, તેરેકો માલુમ હે ના તેરા કામ ? કયા કરના હૈ.." -ઉષ્માન

"હા ભાઈજાન ! સબ માલુમ હૈ. કોઈ ફિકર નહિ. સબ હો જાયેગા."

"ધ્યાન રખના. કોઈ ભી ગડબડ નહિ હોની ચાહિયે." -મલિક

"અરે ભાઈ,..ઐસા થોડીના મેં હોને દુંગા... આખિર પુરે બીસ કરોડ કા મામલા હૈ." -અબ્દુલ

તૂટક તૂટક સંભળાતા આ સ્વરો સાંભળી પ્રકૃત ચોકયો. પોતે એક કલાસ વન ઓફિસર હોવાથી એ આટલી વાતમાં એ લોકોનો ઈરાદો શુ હોય શકે. એ ના સમજી શકે એવો ગાફેલ ન હતો. તેના મગજમાં એક જ વાત ઘુમરાતી હતી...બીસ કરોડ...મામલો કોઈ નાનો સુનો તો નથી જ. એણે મનમાં જ વિચાર્યું. પછી ખિસ્સામાંથી હળવેકથી પોતાનો આઈ ફોન કાઢી રેકોર્ડિંગ શરૂ કર્યું. એક બે ફોટા પણ લઈ લીધા અને થોડું વિડીઓ રેકોર્ડિંગ પણ...

"અબે,,ધીરે બોલ...દિવારોકે કાન હોતે હૈ યે તો તુને સુના હી હોગા. તો યહાઁ તો જીતે જાગતે પેડ હૈ, વો ભી એક નહિ અનેક.." -યુસુફ

"બખૂબી જાનતા હું યુસુફ...પર હમારે કામ કે લિયે યહાઁ આના જરૂરી થા. તભી તો હમ ઠીક સે તય કર શકે કી કહાઁ કહાઁ પટાખા જલાના હૈ !!" કહેતા મલિક ખડખડાટ હસી પડ્યો.

અને પ્રકૃતની આંખો પોહળી થઈ ગઈ. 'બીસ કરોડ...જંગલ...પટાખા... એ લોકોનું વિકૃત હાસ્ય...' ટૂંકમાં પ્રકૃત ઘણું બધું સમજી ગયો. તેના કપાળે પરસેવો વળી ગયો.

"ઓર પ્લાનની કી સેફટી કે લિયે હી તો હમને એ જગા પસંદ કી હે...ઇતને અંદર ઘને જંગલમે ભલા કોન આનેકી હિંમત કરેગા જો હમારી બાતેં સુનેગા..." ઉષ્માન વહીસ્કી ગટગટાવતા બોલ્યો.

"સહી કહા ભાઈ.." -મલિક

પાંચેય પોતાને મળેલ ઓર્ડર મુજબ પ્લાન તૈયાર કરીને ઉજાણી કરવા બેઠા હતા. પણ અત્યારે તેઓ નશામાં હતા અને તેમને ખ્યાલ પણ ન હતો કે તેમની વાતો કોઈ સામાન્ય માણસે નહિ પણ દેશને સમાજને વફાદાર, પ્રકૃતિ પ્રેમી એક કલાસ વન ઓફિસરે સાંભળી લીધી હતી.

જોકે યુસુફ મલિક અને સલીમ વધુ અનુભવી હતા તે નશામાં પણ પૂરતા સજાગ હતા. પણ આ વખત કદાચ એ લોકો થાપ ખાઈ ચુક્યા હતા. તેમને અણસાર શુદ્ધા ન હતો કે તેઓ જે કાર્યને તેમના જીવનની ઊંઘડતી દિશાઓ માનતા હતા તે હવે કાયમ માટે બંધ થઈ જવાની હતી.

પ્રકૃત માટે આટલી માહિતી ઘણી હતી પણ હજુ એ પણ જાણવું જરૂરી હતું કે આ લોકો પોતાનો પ્લાન ક્યારે અમલમાં મુકવાના હતા. એ લોકો કોણ છે ? અને આનો માસ્ટર માઈન્ડ કોણ હશે ?? વિચારો કરતો તે હજી વાતો સાંભળતો ત્યાં જ ઉભો રહ્યો.

"ચલો...ચલો..અબ બહુત હો ગયા. ઓર ભી બહોત કામ નિપટાને હે હમે..." સામાન સમેટતા યુસુફ બોલ્યો.

સૌએ હામી ભરી..

પણ, અબ્દુલથી રહેવાયું નહિ એટલે એ ઓલી જ ઉઠ્યો, "હા..ચલો..ચલો..!! અબ દો દિનકે બાદ તો વૈસે ભી યહાઁ આના હી હે...ઓર ફિર ક્યા...એક ઘંટે કે બાદ ગુજરાતકા સબસે બડા જંગલ આગમે ખાક... "" ઓર ઉસકે બાદ અણુ ભાભા કે સાથ પુરા બમ્બઇ....!!" કહેતા પાંચે અતિ વિકૃત રીતે હસ્યાં.

'આગમે ખાક..ભાભા મથક..' પ્રકૃતનું પ્રકૃતિ પ્રેમી હૃદય હલબલી ઉઠ્યું. પેલા લોકો નીકળવાની તૈયારીમાં હતા. એ લોકનો પીછો કરવો પણ જરૂરી હતો. એ ઘણું જોખમ ભર્યું હતું. પણ , કર્યે જ છૂટકો. કશુ વિચારીને છેવટે એણે ટૂંકમાં માહિતી આપતો મેસેજ અને ફોટોસ ની સાથે વિડીઓ પોતાના ઓળખીતા અને ખાસ એવા ભારતીય લશ્કરના ચીફ સનત સિંહા ને મોકલી દીધા. એક કોલ કરતાં સાથે જ સામેથી ફોન હાથમાં લેવાયો લાગતા...સનત હેલો કહે એ પેહલા જ કોલ કટ કરી પ્રકૃતે સનતનું મેસેજ પર ધ્યાન દોરવા ફરી મેસેજ પર મેસેજ છોડવાનાં ચાલુ કર્યા.

તરત જ સનતે મેસેજ જોયા. પેલા લોકો અહીંથી નીકળવાની તૈયારીમાં હતા. બહાર એમને ઝબ્બે કરવા જરૂરી હતા..આવી પરિસ્થિતિમાં તાત્કાલિક નિર્ણય લેવા માટે સનત ટેવાયેલ હતો. મુખ્ય ઉપરીઓ સાથે ફટાફટ વાટાઘાટ કરી જંગલની ફરતે છુપાવેશે બધી બાજુથી હોનહાર અને કાબેલ ઓફિસરોની ટિમ 30 મિનિટમાં તો ગોઠવાઈ ગઈ.

પ્રકૃત પેલા લોકોની પાછળ જ હતો. સતર્કતા રાખી તે સૌનો પીછો કરી રહ્યો હતો જેથી ભૂલથીય કોઈ છટકી ન જાય. પણ જમીન પર પથરાયેલા સૂકા પાંદડાઓથી અવાજ થતો જ હતો. પેહલા કોઈનું ધ્યાન ગયું નહિ. જંગલ હોય એટલે અવાજ તો હોવાના જ એમ સૌએ ધાર્યું. પણ શાંતિર દિમાગનો યુસુફ અને મલિક વધુ સચેત હતા. તેમને શંકા તો જાગી કે નક્કી કોઈ પાછળ છે...બહાર નીકળવાની અણીએ હતા ને શંકા જતા આંખો આંખોમાં ઈશારા કરી બે ટીમમાં એવો વહેચાઈ ગયા. હવે પ્રકૃત મૂંઝાયો..પણ તરત જ તેણે સનતને મેસેજ છોડી દીધો. ને ત્યાં જ અટકી ગયો.

યુસુફની ને મલિકની ચાલ કદાચ પ્રકૃત પામી ગયો તેથી હવે બેમાંથી એક પાછળ જાય ને પાછળથી એ બંનેમાંથી કોઈ એક ફરી પોતાની પાછળ આવી શકે એની પુરી શકયતા હતી. તેથી પ્રકૃત ત્યાં જ અટકી ગયો પણ યુસુફ પીછો કરનારને આમ જવા દે એમાંનો ન હતો 'ભૂલે ચુકેય એણે એ લોકની વાત સાંભળી હોય તો...ના...ના...! ' યુસુફ મનમાં જ બરાડ્યો...અને બીજાને જવાનો આદેશ આપી એ ફરી પાછળ વળ્યો. આ બાજુથી મલિક પણ આવ્યો..હવે એ બંનેનો નિશાનો પ્રકૃત હતો...

"જો કોઈ ભી હૈ વહાં, બહાર નીકલ.." યુસુફ ગન તાકતા બોલ્યો.

પ્રકૃત પણ એક્શન પોસીઝન લેતા ઝાડ પાછળથી ગન તાકતો યુસુફ સામે આવ્યો.

બંનેની આંખોમાં રોષ હતો. યુસુફ શાંતિર હતો. પ્રકૃતને ગન તાકતા જોઈ એ સમજી ગયો આને છોડવો કોઈ કાળે પોતાને પોસાય એમ ન હતો.યુસુફ ગોળી છોડવાનું વિચાર તો જ હતો ત્યાં જ મૌલિકે ફરી પાછળથી આવી પ્રકૃતના લમણે ગન ધરી દીધી...ને પ્રકૃતની ગન પણ લઈ લીધી.

"બોલ..કોન હે ઓર યહાઁ કયું આયા થા ??" મલિકે કરડા અવજમાં પૂછ્યું.

"ઘુમને..." પ્રકૃતે અત્યંત શાંત સ્વરે કહ્યું.

"કમીને...હમેં ક્યાં બેવકૂફ સમજ રખા હૈ..સચ બતા કોન હે તું ?" મલિક

"યે ઐસે નહિ માનેગા..." કહેતા યુસુફ ગન ચલાવવા જ જતો હતો...ત્યાં જ એક સાપે યુસુફને પગમાં ડંખ દીધો. ને એ જ ક્ષણે એક ચીખ સાથે તે જમીન પર પડ્યો.

પ્રકૃત અને મલિક વિસ્ફારિત આંખે તેને જોઈ રહ્યા. હંમેશની માફક આ વખત પણ પ્રકૃતિ પ્રકૃતની વહારે આવી ગઈ હતી. આ વિચારથી પ્રકૃત મલકાયો. મલિકને બેધ્યાન જોઈ તરત જ પ્રકૃતે શાલીનતાથી તેની જ ગન તેના જ ભાલે ધરી દીધી.

એટલામાં સનતની ટિમ અંદર આવી ગઈ હતી. યુસુફનો ફેંસલો તો કુદરતે કરી દીધો હતો. મલિકને પણ સનતે લઈ લીધો. બીજા સાથીઓ પણ પકડાઈ ચુક્યા હતા..

બધાને લઈ જઈ કડક જડતી લેવામાં આવી. બધા જીવ દેવા તૈયાર હતા પણ કોઈ માસ્ટર માઇન્ડનું નામ દેવા રાજી ન હતું...થર્ડ ડીગ્રી પણ કામ ન હતી કરી રહી...છેલ્લે અબ્દુલ જ બરાડી ઉઠ્યો...એના કહેવા મુજબ..

બૉમ્બ બ્લાસ્ટ નું મુખ્ય સેન્ટર ગુજરાતનું એ સૌથી મોટું જંગલ હતું. જંગલ આગમાં લપેટાઈ ને સૌનું એ તરફ ધ્યાન દોરાય એ બાદ બીજું સેન્ટર 'ભાભા અણુ સંશોધન કેન્દ્ર' હતું. જ્યાં પ્લેન ક્રેશ કરાવી પૂરા મુંબઈને સ્મશાનમાં તબદીલ કરી દેવાના ભયંકર ઈરાદા હતા. અને એની પાછળ ચીન અને પાકિસ્તાનીઓ મળેલા હતા. મુખ્ય નામ તો જોકે એ લોકનો પણ ખબર ન હોતી.

સનત સહિત બધાના રુવાડા ઉભા થઇ ગયા. એમની યોજના મુજબ જંગલને ખાક કરી જીવતે જીવ માનવ હૈયા ચિરાતા જોવાના હતા એ લોક..! ત્યારબાદ અણુ ભાભા પરમાણુ મથક પર પ્લેન ક્રેશ કરાવી પુરા મુંબઈને ચપટીમાં રોળી મુકવાના વિચાર હતા. અને આ કામ માટે આ પાંચે શહીદ થવાય તૈયાર હતા.

ચારેયને મરણતોલ સજા ફટકારી નજરકેદ રાખવામાં આવ્યા. તમામ વસ્તુઓ સેલફોન સહિત કબજે કરી લેવાઈ. તાત્કાલિક દેશના માંધાતાઓની મિટિંગ ગોઠવાઈ અને સમગ્ર ભારતમાં દરેક જગ્યાએ કડક સુરક્ષા તૈનાત કરી દેવાઈ. ખાસ કરીને ગુજરાતના એ જંગલે અને મુંબઇ...

અને સૌ છુટા પડ્યા.

સનતે પ્રકૃતનો આભાર માન્યો. ને પ્રકૃતે મનોમન કુદરતનનો આભાર માન્યો. જાણે અજાણે પોતાનો કુદરત પ્રત્યેનો પ્રેમ આજે કુદરતને બચાવવામાં મહત્વનો ભાગ ભજવી ગયો હતો. તો સાથે પોતાને પણ ગજબ રીતે કુદરત જ બચાવી ગઈ હતી. ઈશ્વરને યાદ કરતો ચેહરા પર સંતૃષ્ટિના ભાવ સાથે પોતાનું પ્રિય બુલેટ લઈ ફરી નીકળી પડ્યો પ્રકૃત...પ્રકૃતિને વંદવા...!!


ધન્યવાદ🙏

©"યક્ષિતા પટેલ