The conspiracy he was innocent may be (coniuratio) - 33 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The conspiracy he was innocent may be (coniuratio) - 33

white house ની એક પણ લલના નો મુકાબલો હેલીના સાથે થવો સંભાવ જ નહોતો.
હેલીના ખરેખર જ એક બોલ્ડ બ્યુટીફૂલ,અને ઈન્ટેલીજન્ટ વુમન છે.અને આ બધામાં પણ જ્યારે હેલીના 'નું પત્નીત્વ મિક્સ થતું ત્યારે હેલીના વધારે સ્ટ્રોંગ દેખાતી હતી.
આખરે curtain off થાય છે અને show on.અને સાથે સાથે christ કપલ પણ શો જોવા માટે એકાગ્રતા થાય છે.
ઈન્ડો વેસ્ટન ક્લાસિક કોન્સર્ટ શરૂ થાય છે.અને બધા જ ભારતીય તથા અમેરીકન કલાકાર-કસબીઓ એ તેમના પ્રાણ રેડી લીધા હતા. લોકોને એન્ટરટેઇન કરવા અને તે સમજાવવા માટે કે કલાને કોઈ ઝીબ્રા ક્રોસીંગ કે બોર્ડર નથી કરતી તો , why do we hell?
બંને દેશોના કલાકારોનું ઇન્ટર એક્સચેન્જ પણ ઉડી ને આંખે વળગે તેવું હતું.અને એવો અનુભવ કરાવનાર હતું કે બન્ને દેશોની મૈત્રી હજારો વર્ષો જૂની હોય.
જોકે ઇન્ડિયન અને અમેરિકન ઇન્ટેલિજન્સ તો ભલીભાતી જાણતા જ હતા કે જો પાકિસ્તાન નામનો શબ્દ આ મંડળ પરના ઉદભવ્યો ના હોત તો આ કોન્સર્ટ કદાચ સો વર્ષ પહેલાં જ યોજાઈ ગઈ હોત. But never mind, better be late than never.આ concert નો મુખ્ય ઉદ્દેશ્ય બે દેશો ને નજીક લાવવાનો હતો. જેમાં ભારતીય કલાકારોએ વેસ્ટર્ન classic નો અંગીકાર કર્યો હતો અને ,અમેરિકન કલાકારોએ ઇન્ડિયન ક્લાસિક નો.આ આખી કોન્સર્ટ માં ગ્લેડ થીમ્સ પણ હતી અને સેડ પણ. પરંતુ એક સેડ થીમ એ પણ હતી કે જે ઉડીને આંખે વળગે તેવી હતી.
બોલીવુડ ના એક રૂટિન હિન્દી સેડ સોંગ ને ક્લાસિક ઓપેરામાં મોલ્ડ કરીને પ્રેઝન્ટ કરવામાં આવ્યું હતું. આ મોલ્ડિંગ એટલું બધું વેસ્ટન હતું કે પ્રેક્ષકો સમજી જ ના શકયા કે આ ગીત basically ઇન્ડિયન બોલીવુડ નું છે.
ગીતના બોલ હતા જિંદા હું ઇસ તરહા કે ગમે જિંદગી નહીં જલતા હુઆ દિયા હું મગર રોશની નહીં.
માત્ર અને માત્ર ગીત જ બોલિવૂડનું હતું, અને તેનો રાગ ઈન્ડિયન ક્લાસિકલ હતો. પરંતુ તેનું મોલ્ડિંગ શત પ્રતિશત ક્લાસિક ઓપેરિયન હતું જેને ગાયુ પણ ઓપેરા સિંગર જ હતું.
જેના પર ડાન્સ પણ ઑપેરિયને જ કર્યો હતો અને તેનું મ્યુઝિક વેસ્ટર્ન ગોર્જિયસ ક્લાસિકલ હતું. જે લોકો ઇન્ડિયન બેઈસ્ડ હતા તે લોકોએ ગીતને જ્યારે ધ્યાનથી સાંભળ્યું ત્યારે તેમને ખબર પડી ગઈ તે આ બોલીવુડ નું જ ગીત છે.પરંતુ જે લોકો ઇન્ડિયન નહોતા તે લોકો ગીત સાંભળતા સાંભળતા જ તેમના આત્માની ગેહરાઈ માં ઉતરી ગયા. જો તેમને ગીતના બોલ સમજમાં આવતે તો તે લોકો ચોક્કસ રડી પણ પડતે જ .
ક્લાસિક ઓપેરીયને થીમ ની ગમગીની માં વધારો કર્યો અને આખી આઇટમને વધારે એન્ટરટેઇનિંગ બનાવી હતી.
થીમ ઓવર પછી ઓડિયન્સને પણ અહેસાસ થયો કે વી આર ઈન ડેપ્થ. આશરે દોઢ કલાક પછી કોન્સર્ટ પૂરી થાય છે .અને હેલીના અને વિલિયમ બંને કલાકારોને અભિનંદન આપવા પહોંચી જાય છે.
vvip રોમાં બેઠેલા બધા જ ઓફિસર્સ અને મિનિસ્ટર્સ પણ ઊભા થાય છે. અને કલાકારોને અભિનંદન આપે છે.
ઇન્ડિયન એમ્બેસેડર થી લઈને કલ્ચર મિનિસ્ટર સુધી બધાને એક અનુભુતિ થાય છે કે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો ના અદ્રશ્ય તંતુઓ વધારે મજબૂત બન્યા છે.અને અમેરિકા મા ભારતીયોના ભવિષ્ય અંગે પ્રશ્નાર્થ કરવો હવે વ્યર્થ છે.
ક્રાઈસ્ટની પોઝિટિવ ઈમેજ કોઈ હોલિવૂડ સ્ટાર કરતા કમ નહોતી. જેનું પ્રમાણ પણ સ્ટેજ ઉપર જોવા મળ્યું જ હતું. ઘણી બધી ફિમેલ આર્ટિસ્ટો એ પ્રેસિડેન્ટ ની સાથે રિસ્પેક્ટલી શીખંડ કરવાને બદલે તેમનો ઓટોગ્રાફ માગવાનું વધારે ઉચિત સમજ્યું.
જો કે વિલીયમે પણ દિલ ખોલીને જ ઓટોગ્રાફસ આપ્યા.અને તે પણ હેલીના ની ઉપસ્થિતિ માં જ.
થોડીવાર પછી પ્રેસિડેન્ટ તેમની લિમોઝીન માં બેઠેલા દેખાય છે.અને અમેરિકન ક્લાસિકલ એન્ડ કલ્ચર મિનિસ્ટરે પ્રેસિડેન્ટ ની સામે હસીને કહ્યું , i think cloudians ને આનો સૌથી વધારે બેનીફિટ થશે એમ આઈ right સર?
વિલિયમે હેલીના ની સામે જોઈને હસીને કહ્યું absolutely રાઈટ.