મિસ્ટર વિલિયમે ડેનિમ ની સામે જોઇને હસી ને કહ્યું ઓહ મી જેકસન પ્લીઝ કમ ઇન. મિસ્ટર વિલિયમે ડેનિમ ની સામે હાથ લંબાવ્યો અને અભિનંદન આપતા કહ્યું કોન્ગ્રેચ્યુલેશન મી ડેનિમ મને તો અંદાજો જ નહોતો કે તમને આટલું જલ્દી થી પ્રમોશન મળી જશે.
મિસ્ટર વિલિયમે એ યુવતીની સામે હાથ કરીને કહ્યું બાય ધ વે શી ઇસ મીસ મીલીના લેવેનસ્કી મારી નવી સેક્રેટરી.
ડેનિમ આભા બની ને આખો નાટ્યાત્મક વ્યુહ જોઈ રહ્યા છે અને પછી વર્ક બર્ડન વધવાનું છે તેવા ચિંતિત ભાવથી કપાળ પર આંગળીઓ ફેરવી ને કહે છે ઓહ આઈ સી. ડેનિમે બીજી જ સેકન્ડે સ્વસ્થ થઈને પ્રેસિડેન્ટ ને કહ્યું થેંક્યુ વેરી મચ.
જો કે પ્રેસિડેન્ટ હજુ પણ તેમની નાનીમોટી ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ સ્પીચ માટે ડેનિમ ને જ ડીપેન્ડેડ હતા અને ડેનિમ પણ એજ ઑલ્વેસ જ પ્રેસિડેન્ટને સ્પીચ તૈયાર કરીને આપતા હતા. ડેનિમે તેમના નૈષ્ઠિક કર્મો માં ક્યારેય પણ તેમને મળેલા માન-અપમાનો ને મિશ્ર નહોતા થવા દીધા. કદાચ આવા લોકોને પણ પ્રોફેશનલ પોલીટીશીયન કહી શકાય. પ્રારંભિક અવસ્થામાં મીલીના મહદ અંશ તેની ઓફિસમાં જ બેઠેલી વધારે દેખાઈ રહી છે.અને તે white house અને બેઈસિક અમેરિકનના નેચર થી પણ વાકેફ છે કે અપર લેવલ ના અમેરિકન employees પ્રોફેશનલ જ હોય છે અને એટલે જ મીલીના તેના કામથી કામ જ રાખી રહી છે. મીલીના ને નેવિગેશન ડૉકયાર્ડ પણ મળેલા કવર પછી કયો ઓર્ડર મળ્યો છે તે તો ચોક્કસ કહેવું મુશ્કેલ છે. કદાચ એ પણ સંભવ છે કે બધું જ કવર મળ્યા ની પહેલા જ તય થઇ ગયું હોય.અને ફાઇનલી મીલીના ને કવર આપવામાં આવ્યું હોય. મીલીના ના ચહેરા પરથી ક્યાંય પણ એવું નથી દેખાઇ રહ્યું કે તે કોઈ ષડ્યંત્ર ની તહેત વ્હાઇટ હાઉસમાં કામ કરી રહી છે.એટલે સંભવ છે કે ષડયંત્રકારી ઓ એ બહુ જ બારીકી થી હોમવર્ક કર્યું છે અને મીલીના ને વ્હાઇટ હાઉસમાં છોડી દીધી છે. તેમને પૂરો વિશ્વાસ છે કે સેક્સ સ્કેન્ડલ જન્મ લઈને જ રહેવાનું છે અને પછી જ તેમણે પડદા પાછળ રહીને તેમની ભૂમિકાઓ ભજવવાની છે. એટલે આમ જોવા જઈએ તો એમ પણ કહી શકાય કે મીલીના ને માત્ર અને માત્ર વ્હાઇટ હાઉસમાં ઇન્સર્ટ જ કરવામાં આવી છે બાકી બીજું બધું જ ષડયંત્ર કારીઓ એ જ કરવાનું છે.
મીલીના ને conspiracy ના એક્સ્ટ્રીમ સક્સેસ પછી સુરક્ષા પૂરી પાડવાની છે કે નહીં તેની પણ કોઈ ચોક્કસ માહિતી મળી નથી .કદાચ આની પાછળ પણ એક રિઝન હોઇ શકે કે મીલીના ભલે રશિયન હોય પરંતુ તે છે તો અમેરિકન સિટિઝન જ એટલે એના પર એવા ખાસ આરોપો પણ લાગી શકે તેમ પણ નથી જ. conspiracy ના એક્સ્ટ્રીમ પર બહુ બહુ તો નોકરીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવે તેનાથી વધારે બુરું તેનું કશું થવું સંભવ જ નથી.અને તેમાં પણ જો મીલીના તેની જિદ્દ ઉપર ચડી જાય તો યુએસ ગવર્મેન્ટ પણ તેનું કશું બગાડી શકે તેમ નહોતી .એટલે એવું કહેવામાં કોઇ જ અતિશયોક્તિ નથી કે ષડયંત્ર કારીઓ એ મીલીના ને માત્ર ઈનસર્ટ જ કરી છે તને કોઈ ખાસ ટ્રેનિંગ પણ નથી આપવામાં આવી.
ડેનિમ જેવા આલા કિસ્મ ના ઓફિસરનું મગજ પણ માત્ર અને માત્ર conspiracyની દિશામાં જ આગળ ચાલતું હતું તેમને એવો અણસાર ક્યારેય નહોતો આવ્યો કે conspiracy ના એક્સ્ટ્રીમ શું હશે? કદાચ સંભવ છે કે ષડયંત્ર કારી ઓ પણ સેન્ડલ ની સાઇઝ અને લેન્થ જોઈને તેમનું પ્લાનિંગ કરવાના હોય. ને કદાચ તેઓ પણ એક્ઝેટ પ્રીપ્લાન્ડ નહીં જ હોય.