*મારી કવિતા સંગ્રહ* ૨૦-૬-૨૦૨૦.... શનિવાર...
૧). *એ બાજીગર પિતા*
આ મારી દુનિયાના જાદુગર છે ગજબ બાજીગર પિતા,
વિષ ને અમૃત બે ય પાતા અને આપે જ્ઞાનની સમજ પિતા.
અજબ ગજબ રીતે ચલાવે વ્યવહાર ઘર અને બહારનો,
હારે, થાકે તોય પરિવાર માટે સદાય દોડતા છોડી વિચાર જાતનો.
પરિવાર બનાવી આબાદ જે સંતાઈ રહેતા એમાં,
નજર રાખે ઝીણી આંખે, જુવે છે તકલીફ એમાં.
બાજીગર બનીને રહ્યા જગમાં,ના હાર માની કદી,
બાળકો ની ખુશીઓ આપવાં ઝઝુમતા રહ્યા, ના થાકે કદી.
વારા અને જરૂરિયાત પ્રમાણે સુખ વહેંચે બાજીગર બની પિતા,
સમજી વિચારીને કરે ખર્ચ તો પણ આખરતારીખ માં ખેચ ભોગવે પિતા.
નિયમોના અનુસંધાને ચાલે ના કરે એમાં ફેરફાર પિતા,
પણ પોતાની વાત ને મનાવવા ના કરે જિદ પિતા.
વિના લાકડીએ ફટકારીને,મેલે એમાં અે વ્હાલ નો અમીરસ,
સમજતાં સૌની ભાવના અને આંખોથી પાતાં અમીરસ..
ભાવના ભટ્ટ અમદાવાદ...
૨) *ચાલ્યો જાને* કવિતા...
ઓ શી જીનપીગ ચાલ્યો જાને ચીન રે,
નથી તારાં બાપની આ હિન્દની કમાઈ રે.
ભાવનાઓ નો દેખાવ કરીને મોદીજી ને કહ્યું ભાઈ રે,
પાછળથી નીકળ્યો તું કારમો કસાઈ રે.
તને શું લાગે છે ભારતની ગાદી પર તું કરશે અવળાં ઘા રે,
જા જા ચાલ્યો જા શી જીનપીગ જોઈ તારી લુચ્ચાઈ રે.
દગાબાજ દગો કરી રહ્યો હરખાઈ રે,
પોત તારું પ્રકાશ્યું ને ગયો પરખાઈ રે.
તસુ તસુ ભૂમિ માટે જાશું ભરખાઈ રે,
પાછાં નહીં પડશું જરાયે ડર ખાઈ રે.
છેલ્લા એક હિન્દુસ્તાની સુધી લડશું લડાઈ રે,
એક રક્ત બિન્દુ સુધી કરશું લડાઈ રે.....
ભાવના ભટ્ટ અમદાવાદ.....
૩) *શહિદોને શ્રધ્ધાંજલિ* કવિતા..
આપી દુશ્મન ને માર સૈનિક શહાદત વ્હોરી ગયા,
તિરંગો કરે સલામ દેશ માટે શહાદત વ્હોરી ગયા.
એક એકથી બહાદુર વીસ વીસ નર બંકા,
દુશમનનો કર્યો ખાતમો ને શહિદ થયાં નર બંકા.
અચાનક પીઠે થયો ઘાવ ને ચીને કરી અંચાઈ,
વીર જવાનો એ કર્યો ખરાખરીનો મુકાબલો ના ચાલી અંચાઈ.
અમર સૈનિક ના નારા સાથે દેશભક્તો ને શ્રધ્ધાંજલી,
શહીદોની શહાદતને સૌ આપે સાચી શ્રદ્ધાંજલિ.
આવો લાચારી છોડી માનવીઓ શહીદોને સલામ કરીએ,
શહાદત ને શબ્દોથી વધાવતા દિલથી જય હિન્દ કહીએ..
ભાવના ભટ્ટ અમદાવાદ.....
૪)*આવો દેશવાસીઓ* કવિતા..
આવો દેશવાસીઓ આવો સ્વદેશી વસ્તુઓ અપનાવીએ,
દેશ જોવે તમારી વાટ,વસાવો સ્વદેશી ને દેશ સેવા કરીએ.
આજે દરેક નાગરિક ને જાગૃત થવાની જરૂર છે,
આ દેશ પર વરસાવજો તમે દેશ માટે એકતા જરૂરી છે.
ધીરે ધીરે વિદેશી વસ્તુઓ છોડી દેશ સેવા કરો રે,
દેશવાસીઓ તમે આટલી મહેરબાની કરો રે.
ટિકટોક છોડો ને સ્વદેશી એપ સાથે જોડાવ રે,
આ દેશની પ્રીત આપણે જગતને બતાવીએ રે.
આ ધરતીની ઋણ ઉતારવાનો મોકો આવ્યો રે,
ભોમકા જોવે તમારી વાટ દેખાડો દેશદાઝ રે.
આવો દેશવાસીઓ આવો સ્વદેશી અપનાવીએ રે,
દેશ પર તમારી ભાવનાઓ વરસાવજો રે...
ભાવના ભટ્ટ અમદાવાદ....
૫)*આ હાલતમાં* કવિતા...
આ તો સમજી જજો હવે હાલતમાં,
કોઈ કોઈ નું નથી આ કેર કેરાં હાલતમાં.
ઘરમાં બેસી આપ ઘર સાચવો આ હાલતમાં,
છેલ્લીવાર નું મોં પણ જોવા નહીં મળે આ હાલતમાં.
દૂરથી નમસ્તે કરો બે હાથથી આ હાલતમાં,
સાચવો તમારી જાતને આ કોરોના ના કેર ની હાલતમાં.
બજારમાં થી લાવ્યા એ ધોઈ વાપરો આ હાલતમાં,
ખુલ્યા બજાર આઘાતજનક આંકડા આવશે હાલતમાં.
સોશિયલ ડિસ્ટન્સ રાખો સલામતી જાળવો આ હાલતમાં,
આ કોરોના થી હિમ્મત રાખી લડત આપો હાલતમાં..
ભાવના ભટ્ટ અમદાવાદ....
૬) *ઓ દિકરી* કવિતા..
ઓ દિકરી તે ઘણી સફર કરી,
હલેસાં વગર નાવ ની સફર કરી.
સૌની સેવા કરતાં આ દુ:ખ વધે,
જશ મળ્યો ના કોઈએ કદર કરી.
હતાં ઈશ્વર એક દિ' નવરા તેથી,
દિકરી ઘડી ધરતી પર નજર કરી,
માવતર નાં મરણ પછી મોહ જો,
પિયરની મિટ્ટી જાનથી પ્યારી કરી.
સમય જે તારો સાસરે ગયો,
સૌને ખુશ કરવામાં હોડ કરી.
દિકરી બે કૂળને તાર્યા ભેખ ધરી,
સમાજમાં એ વાતે અસર કરી..
ભાવના ભટ્ટ અમદાવાદ....