ઝંખના Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંખના

બારી માંથી આવતા મીઠા પવન જેમ પડદાની સ્થિરતાને હલાવી રહ્યા હતા તેમ જ માનસી ની પુરાની યાદો ને જગાવી રહ્યા હતા. માનસી ખૂબ જ ઉદાસ વદને બારી ની બહાર ઉગી નીકળેલા સૂર્યના કિરણો ને નિહાળી રહી હતી. બહાર નું વાતાવરણ ખૂબ જ સુંદર હતું. કોણ જાણે કેમ આજે માનસી ખૂબ જ અકળાયેલી હતી. કદાચ એ પોતાની જાત સાથે જ અકળામણ અનુભવતી હતી. એવા તો ક્યાં પાપ કર્યા હતા કે આવી સજા મને આપી. માનસી મનોમન જ પોતાની સાથે સવાંદ કરતી હતી.

કેવા કેવા સ્વપ્ન સેવ્યા હતા. અને છેવટે મળ્યું શું? દુઃખ! પણ આમાં ભૂલ કોની! મારી કે સંજય ની. ના સંજય ની તો ભૂલ હોય જ ના શકે. મે જ એને પહેલી નજરે પસંદ કર્યો હતો. ઍને મે સામે થી જ પ્રપોઝ કર્યો હતો. એણે એ પ્રપોઝ ને સહર્ષ સ્વીકારી મને ખૂબ પ્રેમ આપ્યો છે. મારે તો ભાગી ને લગ્ન કરવા હતા એની સાથે પણ એની જીદ હતી કે બંને પરિવાર ને મનાવી ને લગ્ન માટે રાજી કરાવી લેશે. શું એવો જાદુ કર્યો હશે ભગવાન જાણે પણ બંને નો પરિવાર આ લગ્ન માટે રાજી થઈ ગયો. સંજય છે જ એવો મીઠા બોલો કે કોઈ પણ એની વાત માં પીગળી જાય.

લગ્ન ના બે વર્ષ કેટલા સુંદર રીતે પસાર થયા ગયા કાંઈ ખબર જ ના રહી. જેમ ચક્રવૃતી વ્યાજ વધતું જાય એમ એનો પ્રેમ દિવસે દિવસે વધતો ગયો. પ્રેગ્નન્સી નો સમય આવ્યો. સંજય ને પાકો વિશ્વાસ કે દીકરી જ આવશે. મારું મન તો દીકરા માટે ઝંખતું હતું. પણ આખરે સંજય જીત્યો અને ઘરે લક્ષ્મીજી આવ્યા. ઘર જાણે દીકરી ના આગમન થી ખીલી ઉઠ્યું. દીકરી પણ એટલી વ્હાલી હતી કે એને જેટલો પ્રેમ આપી શકીએ એ ઓછો પડતો. છતાં મારા મન માં કંઇક ખૂંચ્યા કરતું. શું હતું એ! કદાચ પુત્ર પ્રાપ્તિ. હા, દીકરો જોઈતો હતો મારે.

સંજય એ મારી જીદ સામે એના બધા હથિયાર નીચે મૂકવા પડ્યા. બીજી પ્રેગ્નન્સી વખતે મેં જ એને જીદ કરી પુત્ર છે કે પુત્રી એ જાણવા માટે એના જાણીતા ડોક્ટર પાસે હું જ લઈ ગઈ હતી. પરંતુ ફરી પાછો અફસોસ ફરી ગર્ભ માં દીકરી જ ઉછરતી હતી. સંજય ક્યાં રાજી હતો એબોર્શન કરાવવા માટે પણ એ પાછો મારા દબાણ વશ જ એબોર્શન ની મંજુરી આપી.

ત્રીજી પ્રેગ્નન્સી વખતે પણ એજ મારી જીદ ના કારણે ફરી અબોર્શન કરાવ્યું. સંજય નિઃસહાય મને નીરખી રહ્યો હતો. જાણે મારા પર ગુસ્સે હોય. છતાં એ પ્રેમ કરતો હતો મને. કદાચ આ પ્રેમ ના કારણે જ ત્રીજી પ્રેગ્નન્સી માં એ ના ચાહવા છતાં અબોર્શન ની મંજુરી ફરી આપી હતી. પણ મને તો પુત્ર ની ઘેલછા હતી. પાગલ બની હતી એક પુત્ર માટે. આટલી બાવરી કોઈ બનતી હશે! પણ હા હું બની હતી. મારો પ્લાન પણ એવો જ હતો કે મારા ઘરે એક પુત્ર અને એક પુત્રી હોય. પણ સંજય એવું નહતો માનતો. એને મન તો ભગવાન આપે એ પ્રસાદી રૂપે હતું પણ એ મને મંજૂર નહતું.

પણ આખરે કુદરતે મારી સામે જોયું જ. ચોથી પ્રેગ્નન્સી તપાસ માં ગર્ભ માં ઉછેરાતું બાળક પુત્ર હતું. હું ખૂબ જ ખુશ હતી. મે ક્યારેય ભગવાન ને આટલા નીરખી ને નહોતા જોયા પણ આ સમાચાર આવતા મે એમનો ખૂબ આભાર માન્યો. પણ આ સમય સાવચેતી નો હતો. મે મારી પ્રેગ્નન્સી માં ખુબ જ કાળજી રાખી. અંદાજે આપેલી ડિલિવરી ની તારીખ કરતા ૧૦ દિવસ પહેલા જ મને લેબર પેઇન થયું. સંજય મને હોસ્પિટલ લઈ ગયો. રિપોર્ટ કરવામાં આવ્યા. મારું સીજેરિયન કરવામાં આવ્યું. પણ આ શું! હું ગભરાય ગઈ. જન્મનાર બાળક ના ગળા માં નાળ વિટલાઈ જવાથી એ જન્મતા પહેલા જ મુત્યુ પામ્યો.

ડોક્ટરે ચોખ્ખા શબ્દો માં કહ્યું. હવે પ્રેગ્નન્સી નહિ રાખી શકો. જો રાખશો તો તમારી જાન......
ડોક્ટરના ગળે ડૂમો ભરાઈ ગયો. પણ હું અને સંજય સમજી ગયા. હું ખૂબ જ રડી. સંજય પણ રડ્યો. શું કુદરત બદલો લેતો હશે! હા આ બદલો જ છે. મે કાંઈ એક જીવ નું પાપ થોડું કર્યું હતું. બે ગર્ભ ને દુનિયા દેખાડતા પહેલા જ મોત દેખાડી દીધું હતું. પણ હવે અફસોસ. પણ આ અફસોસ શું કામ નો. મારા એક પુત્ર ઝંખના માં મારી આખી જિંદગી વેડફી નાખી. દરવાજા ની ડોરબેલે માનસી ના વિચારો ને અટકાવ્યા. માનસી વર્તમાન માં આવી. દરવાજો ખોલ્યો. માનસી ના ચહેરાનો રંગ જોતા જ સંજય સમજી ગયો. સંજયે આંસુ લૂછ્યા. જો માનસી, ભગવાને તને એક વ્હાલી દીકરી આપી છે. તું ખોટો બીજો મોહ નો ત્યાગ કર. હવે જમાનો બદલાઈ ગયો છે. પુત્ર હોય કે પુત્રી બંને એક સમાન જ કહેવાય. માનસી સંજય ને આલિંગન આપી ખૂબ રડી. અને સંજય ની વાત ને સ્વીકારે છે કે હવે હું એવું જ કરીશ. પણ હવે માનસી પાસે બીજો વિકલ્પ હતો પણ શું?

* * * * સાર * * * *

ભગવાન કરે માનસી સાથે થયું એવું કોઈ સાથે ના થાય. પરંતુ એક વાત પાકી છે કે ભગવાન બધું જ જુએ છે. આપણે કરેલા કર્મો ની સજા આપણે અહી જ ભોગવી ને જવાની છે. ફક્ત એક પુત્ર ના મોહ માં પુત્રીના ગર્ભ ને જન્મતા જ પહેલા મારતા એક માં નું હૃદય કંપી નહિ જતું હોય. અને કદાચ એ ગર્ભ ને મારી ને પુત્ર પ્રાપ્ત કરી પણ લે તો શું એક માં આખી જિંદગી આ પાપ ને માથે લઈ ને ફરી શકશે?

સમાપ્ત
પ્રમોદ સોલંકી