નવરાત્રીનો પ્રેમ રાગ Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવરાત્રીનો પ્રેમ રાગ

મારી લઘુકથા "સ્ત્રી મિત્ર" ને આવકારી, ખૂબ સારો પ્રતિસાદ આપવા બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું. આપના ખૂબ સારા પ્રતિભાવ ની પ્રેરણા રૂપે આપની સમક્ષ એક એવી લખુકથા લઈ ને આવી રહ્યો છું જેમાં પ્યાર, રોમાન્સ અને બેવફાઈ મિશ્રિત ભાવો ને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ લખુકથા પણ આપને ગમશે જ એવી આશા રાખું છું.

* * * * * * * * * * * * *

શિવાની ખૂબ જ બેચેન થઈ જાય છે. મન માં ઉપસતા વિચારો જાણે ઘમાસણ યુદ્ધ ખેલી રહ્યા હોય. એને પોતાની પસંદ પર પસ્તાવો થઈ રહ્યો હતો. એણે આજ થી ૨ વર્ષ પહેલાં જ આકાશ સાથે લવ મેરેજ કર્યા હતા. એ લગ્ન માટે એ પોતે પોતાને જ દોષિ ઠેહરાવે છે. પોતે કેવા સંજોગો માં એની સાથે લગ્ન કરી બેસી એ વિચાર આવતા જ એ ભૂતકાળ માં સરી પડે છે.

ગામડે થી કોલેજ અપડાઉન કરતો આકાશ એક સામાન્ય પરિવાર માથી આવતો હતો. તે ખૂબ જ હોશિયાર અને મહેનતુ હતો. તે ગામડાના રીત રિવાજો ને સારી રીતે અનુસરતો. શરૂ શરૂમાં તો કોલેજના કોઈ વિદ્યાર્થી એ આકાશ પ્રત્યે કોઈ રુચિ ધરાવતા ના હતા. પરંતુ કોલેજ માં યોજાયેલ ગ્રૂપ ચર્ચા માં આકાશે પોતાના સચોટ મુદ્દાઓ રજૂ કરી બધાના દિલ જીતી લીધા હતા. આકાશની પાછલી હરોળમાં બેઠેલી શિવાની તો આકાશનું વ્યક્તવ્ય સાંભળી મનોમન જ તેને વરી ચૂકી હતી.

અત્યાર સુધી માં શિવાનીએ પાંચ પ્રપોઝ ને ઠુકરાવી દીધા હતા. છતાં કેમ જાણે એને આકાશમાં એવું તો શું જોયું કે એના મન માં આકાશ પ્રત્યે પ્રેમ ના પતંગિયા ઉડવા માંડ્યા. જો કે શિવાની પોતે પણ એટલી ખૂબ સુરત હતી કે કોઈ પણ યુવાન એને જોતાં જ પ્રેમ માં પડવા મજબૂર થઈ જાય. શિવાની ને નૃત્ય અને ગરબાનો ખૂબ જ શોખ હતો.

આકાશ પણ દેખાવે સુંદર હતો પણ એ ગામડે થી આવતો હશે એટલે કદાચ લઘુતાગ્રંથિ થી પીડાતો હોય એમ એ બધા કરતાં અળગો જ રહેતો. એ પોતે પોતાની મોજ માં જ રચ્યો પચ્યો રહેતો. એ ફક્ત જરૂર પૂરતી જ બધા સાથે વાત કરતો.

શિવાની આકાશ સાથે સંપર્ક વધારવા એની બુક ની આપલે કરે છે. એમની સાથે ઘનિષ્ઠ મિત્રતા કરી એકવાર હિંમત કરી ને આકાશ ને સામેથી પ્રપોઝ કરે છે. આકાશ પણ તેના પ્રપોઝ ને સહર્ષ સ્વીકારી લે છે. આકાશ તેની મર્યાદા ને જાણતો હોવાથી એક શરત મૂકે છે જ્યાં સુધી આપડું કેરિયર ના બને ત્યાં સુધી આપડે અભ્યાસ માં ધ્યાન આપીશું અને આપડે આપડી મર્યાદા માં રહીશું. શિવાની પણ આકાશની વાત સાથે સહમત થાય છે. આખરે આકાશ ની મહેનત રંગ લાવે છે તે ખૂબ જ સારા માર્ક સાથે પાસ થાય છે. સાથે તેને બેંક માં નોકરી પણ મળે છે.

પરિવારની અસહમતી છતાં આકાશ પોતાનું વચન નિભાવવા શિવાની સાથે ભાગીને લગ્ન કરે છે. ખૂબ જ આનંદ મંગળથી બંને પોતાનું લગ્ન જીવન ગાળી રહ્યા હતા. આકાશ પણ શિવાની ની ખૂબ જ સંભાળ લેતો. પરંતુ શિવાની ને એક વાત હંમેશા ખટકતી. આકાશ જાહેરમાં ક્યારેય પોતાના ના પ્રેમ ને દર્શાવતો ના હતો. ફૂટપાથ પર ચાલતી વખતે હાથમાં હાથ વીંટી ને ચાલવું આકાશને ના ગમતું. કોઈ પાર્ટીમાં સાથે નાચવું પણ એને ના ગમતું. પાણીપુરી ખાતી વખતે એકાબીજાં ને સામ સમી ખવડાવવી એવો પ્રેમ આકાશ જાહેર માં ક્યારેય દર્શાવી ના શક્યો. મતલબ આકાશ પોતાના ઘરમાં શિવાની ને ખુબ જ પ્રેમ આપતો અને સંભાળ પણ લેતો. પણ જાહેર માં તે પોતાના પ્રેમ ને શમાવી દેતો. એને જાહેરમાં પોતાના પ્રેમ ને દર્શાવવામાં ક્ષોભ થતો.

શિવાનીને આ એક જ વાત હંમેશા શૂળા ની જેમ ખટકતી. એ બીજા કોઈ ને પણ જાહેર માં પ્રેમ કરતા જુએ તો પોતાની ઈર્ષાથી જ ઘવાઈ જતી. શિવાની ઘણી વાર આકાશને આ બાબતે ઠપકો આપતી પરંતુ એને ચોખ્ખું કહી દેતો કે હું તને જ સમર્પિત છું એ મારે આખા ગામ ને દેખાડવાની જરૂર નથી. હા તારી કાળજી રાખવામાં કોઈ દરકાર રાખી હોય તો કહે. જો કે વાત પણ આકાશ ની સાચી હતી પરંતુ શિવાની પોતે જાહેરમાં પોતાના આવેગો ઉપર કાબૂ ના જાળવી શક્તિ જેના કારણે ઘણી વાર આકાશ ના ગુસ્સા નો પણ સામનો કરવો પડ્યો હતો. માટે જ શિવાની જાહેરમાં આકાશ સાથે બહાર જવાનું ટાળતી.

હાઈ શિવું કેમ ઉદાસ બેઠી છો. આકાશે ઓફિસે થી આવતા જ શિવાનીના ઉદાસ ચેહરાને જોઈ ને કહ્યું. અરે કાઈ નઇ, એ તો એકલા એકલા કંટાળો આવતો હતો માટે. શિવાનીએ એક જાટકે એના ચેહરા પર ઉપસેલા ચિંતાના પડદાને પાડી દેતાં કહ્યું. અરે આકાશ આજે ભૂમિકાનો ફોન આવ્યો હતો એ કહેતી કે એક નવો નવરાત્રીનો નવો ક્લાસ શરૂ થયો છે ચાલ ને આપડે બંને શીખવા જઈએ. તો હું એની સાથે જાવ સ્ટેપ શીખવા? એકદમ સહજ ભાવે શિવાની એ ક્લાસ માં જવાની પરવાનગી આકાશ પાસે માંગી. આકાશે પણ તેને ત્યાં જવાની મંજૂરી આપી દીધી.

કહેવાય છે ને કે અમુક લાગણીઓ ના પોષાય ત્યારે એ લાગણીઓને સંતોષવા આપડે બીજાનો સહારો લેતા હોઈએ છીએ. શિવાની સાથે પણ એવું જ બન્યું. નવરાત્રિના ક્લાસના ટીચર દેવાંગ માં શિવાની એ બધુજ જુએ છે જે આકાશ એને ક્યારેય પૂર્ણ ના કરી શક્યો. દેવાંગના એક એક સ્ટેપ પર શિવાની ખીલી ઉઠતી. શિવાની ક્લાસ પૂર્ણ કર્યા પછી પણ દેવાંગ ને વધુ સમય આપતી. ધીરે ધીરે એવો સિલસિલો શરૂ થયો કે ક્લાસ માં થતી મુલાકાતો ઓછી પડતા કોફી શોપ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, ગાર્ડન અને હોટેલની મુલાકાતો વધતી ગઈ. શિવાની દેવાંગના પણય રાગ માં એટલી ઓતપ્રોત થઈ કે એણે એની બધી જ મર્યાદા ઓળંગી લીધી.

આકાશ ઓફિસ થી આવી ને મોટા સાદે શિવું પોકારે છે. પણ સામે થી કોઈ જવાબ નથી મળતો. મનોમન જ તે કહે છે કે શિવાની ઘર ખુલ્લું મૂકી ને ક્યાં ગઈ હશે. પછી પોતે પોતાને જ જવાબ આપતો હોય એમ વિચારે છે કે આજુબાજુ ના ઘરે ગઈ હશે. હમણાં આવી જશે. ત્યાં જ તેની નજર ડાઇનિંગ ટેબલ પર મૂકેલા કવર પર જાય છે. કવર ની અંદર રાખેલા પરબીડિયાને વાંચતા જ આકાશનું હૃદય એક ધબકારો ચૂકી જાય છે. તે ત્યાજ ફસડાઈ પડે છે. વારે વારે પત્રના એક એક શબ્દ એને ભણકારા ની જેમ કાને અથડાઈ છે. એમાં લખ્યું હતું કે સોરી આકાશ, તારા પ્રેમ ની અમુક ઉણપ દેવાંગે પૂરી પાડી આપી છે. હું હંમેશા માટે જઈ રહી છું મને માફ કરી દેજે. આકાશ પોતાના પર આવેલ આકરી આફતથી પડી ભાંગે છે તેની આંખોમાંથી આંસુ સરી આવે છે. તે પોતાની જાત પર માંડ માંડ કાબૂ મેળવે છે પછી એ મનોમન જ નક્કી કરે છે કે તેણે શિવાનીને દિલ થી પ્રેમ કર્યો છે એની ખુશી એ જ મારી ખુશી હોવી જોઈએ એમાં આટલું વિચલિત થવાની જરૂર નથી. કદાચ જો શિવાની એ સામેથીજ વાત કરી હોત તો પણ એને ખુશીથી પરવાનગી આપત.

આકાશ બધી જ વિટંબણાઓ ત્યજી પોતાના કાર્યમાં કાર્યાંવિત થાય છે. પોતે શિવાનીને ભૂલી શકે તેમ નહતો પણ શિવાની ખુશ હશે એ આશા એજ પોતે પણ ખુશ રહેતા શીખી ગયો હતો. શિવાની છોડી ને ગઈ એને દોઢ વર્ષ વિતી ગયું હતું.

આજે આકાશને ઓફિસ થી આવતા મોડું થઈ ગયું હતું. પુલ ને વટતા એક દૃશ્ય જોઈ એની આંખો અચંબિત થઈ ગઈ. એક પ્રેગનેન્ટ મહિલા પુલ પર થી નીચે ઝંપલાવવા રેલીંગ પર ચડી રહી હતી. આકાશે થોડી સેકંડ માં જ આખી પરિસ્થિતિને પારખી લીધી હતી જલ્દીથી એણે ગાડીને થોભાવી , ગાડી ને સ્ટેન્ડ કરી દોડીને તે મહિલાને પકડી લે છે. મહિલા ખૂબ મોટા અવાજે કહે છે કે મને છોડી દો મારું આ દુનિયામાં કોઈ નથી મારે હવે મરી જવું છે. આકાશ આ અવાજ ને ઓળખી જાય છે અને તરત જ મહિલાને તેની બાજુ ફેરવે છે તેનો ચહેરો જોતા જ આકાશ આશ્ચર્ય ચકીત થઈ જાય છે. અરે શિવાની તું, આ શું હાલ બનાવ્યા છે તારા. આખા શરીર માં જ્યાં જુઓ ત્યાં ઉઝરડા પડેલા હતા. એનું શરીર આખું લચાઈ ગયું હતું. ગાલ જાણે ગળા માં ઘૂસવા પ્રયત્નો કરતા હોય એમ ખૂબ ઊંડા ઉતરી ગયા હતા.

આકાશ તું! પ્લીઝ આકાશ મને છોડી દે. મારે હવે આ દુનિયામાં નથી રહેવું. તને આટ - આટલા દુઃખો આપી જેની સાથે સુખના શમણાં સેવ્યા હતા એ એક માનવી ના વેશ માં રાક્ષસ છે. મારા શરીર પર દેખાતા ઉઝરડા એ એમની જ દેન છે. રોજ દારૂ ઢસી ને એ મારા પર કેર વર્તાવે છે. એ એક વાસનાનો કીડો છે. મારા જેવી કેટલીય છોકરીઓને પોતાની વાસનાનો શિકાર બનાવી ચુક્યો છે એ હેવાન. મારી આ અવસ્થામાં મારી સંભાળ લેવાનું તો બાજુ પર રહ્યું પરંતુ આ અવસ્થામાં પણ મને ખૂબ મારે છે. માટે પ્લીઝ આકાશ મને છોડી દે મારે હવે આ દુનિયામાં નથી રહેવું.

અરે ગાંડી તારો આકાશ હજુ જીવે છે ત્યાં સુધી તો હું તને મારવા નઈ દવ. મને તો એમ હતું કે તું ત્યાં ખુશ હઈશ. એટલે જ તને શોધવાના મે કોઈ પ્રયત્નો ના કર્યા. ચાલ હવે આ મરવાના ખેલ મૂકી દે અને ચાલ મારી સાથે.

અરે હવે હું તારી સાથે ક્યાં મોઢે પાછી આવું. એમાં ઓછામાં પૂરું મારી કોખ માં એક બાળક પણ ઉછરી રહ્યું છે. સમાજ શું કહેશે!? જો શિવાની, સમાજ શું કહે એ બાબતે હું ક્યારેય વિચારતો નથી. મારા માટે તો તું ખુશ રહે એજ મહત્વ નું છે. માટે તું હવે કાઈ ચિંતા ના કર બધું સારા વાના થઈ જશે.

આકાશ એને સમજાવી ઘરે લાવે છે. પોતાની પૂર્ણ કાળજી થી ફરી શિવાનીનું શરીર હષ્ટપુષ્ટ થાય છે. શિવાની એક સુંદર બાળકને જન્મ આપે છે. શિવાની પણ હવે આકાશની મર્યાદા ઓને ધ્યાન આપી એને ખુશ રાખે છે. જ્યારે પણ એ લોકો બહાર જાય અને કોઈ ડાંસ ક્લાસ પાસે થી પસાર થતા હોય ત્યારે આકાશ રમૂજ કરતા અચૂક પૂછી લે છે કે જવું છે કે!? શિવાની પણ હસતા જવાબ આપે કે હવે તો આકાશ ને મૂકી ને ક્યાંય નથી જવું.

પરંતુ જ્યારે જ્યારે શિવાનીને દેવાંગ સાથે ના દિવસો યાદ આવતા ત્યારે અચૂસ એની આંખો ભરાઈ આવતી.

સાર

આભાસી સુખની શોધમાં આપડી પાસે રહેલ એવી વ્યક્તિને ના ખોઈ બેસવું જેનાથી આગળ પસ્તાવા સિવાય કોઈ વિકલ્પના રહે.

સમાપ્ત.

જો મારી આ સ્ટોરી આપને પસંદ આવી હોય તો જરૂર થી રેટિંગ અને પ્રતિભાવ આપજો. આભાર🙏🙏🙏